UABJHOKE - an europian warriors - 7 in Gujarati Thriller by Vivek Patel books and stories PDF | UABJHOKE - an europian warriors - 7

Featured Books
Categories
Share

UABJHOKE - an europian warriors - 7

UABJHOKE~BLOODY DREAMERS

Part -7
_______________________________________________________________


【【હમણાં સુધી:- uabjhoke ને મારી નાખીને એક આઝાદ સત્તા વિનાનું Europe બનાવાયું, એ દિવસ હતો જ્યાં પ્રજા કોઈના દબાણ હેઠળ નહીં પરંતુ સંપૂર્ણ સ્વતંત્ર થઈ હતી. 】】

_______________________________________________________________
હમણાં:-

Europe ની પ્રજા સંપૂર્ણ સ્વતંત્ર થતા બે ભાગો માં વહેચાઈ ગઈ. ઉપર નો વર્ગ , જેમાં પૈસાદાર અને જમીન ધરાવતાં લોકો હતા જે લોકો એ સ્વતંત્ર થતા સાથે મોટો ભાગનો વિસ્તાર હથિયાવી લીધો હતો અને બીજો નીચેનો વર્ગ જે લોકો પાસે કઈ પણ ના હતું. તે લોકો ઉપર ના વર્ગ ના લોકો નું કામ કરવા માટે મજબૂર બન્યા કારણકે માત્ર તેઓ પાસે થી જ નીચલો વર્ગ પોતાનું ગુજરાન કરી શકે એમ હતા..થોડા મહિના માં ઉપલો વર્ગ એ રીતે વર્તતો થઈ ગયો જાણે નીચલો વર્ગ પર તેઓ રાજ કરી રહ્યા હોય...થોડા સમય પછી ઉપલો વર્ગ રાજાશાહી અને સત્તા ભોગવા લાગ્યો અને નીચલો વર્ગ એમની ની કચડાવા લાગ્યું. ઉપલા વર્ગ ને કોઈ પણ પ્રકાર નો ડર ના હતો, ન એમને રોકવાનું કોઈ પાસે સામર્થ્ય રહ્યું હતું. Uabjhoke ના મૃત્યુ બાદ એજ પરિસ્થિતિ ઉભી થઈ ગઈ હતી જેનો એમને ડર હતો. પણ હવે એ રોકવા માટે હવે કોઈ બાકી હતું નહીં.

નીચલો વર્ગ એ ઉપર ના વર્ગ ના ત્રાહિમામ થી કંટારી ગયો હતો. ઉપલા વર્ગ ના પીડા થી હવે તેઓ છુટકારો મેળવવા માંગતા હતા. પરંતુ એ લોકો પાસે કોઈ ઉપચાર ના હતો. થોડા મહિના માં પછી europe ની પેહલા જ પ્રમાણે જુદા જુદા વિસ્તાર માં વહેચણી થઈ ગઈ અને ફરી એક વાર રાજાશાહી શરૂ થઈ. હવે તો નીચલા વર્ગ પાસે સૈન્ય પણ માં હતું કે તેઓ એમની સામે લડી શકે. આ તરફ ઉપલા વર્ગ પાસે સૈન્ય થતા તેઓ નીચલા વર્ગ પર ત્રાસ વધારી નાખ્યો. તેમના પર એટલો કરવેરો નાખી દેવામાં આવ્યો કે જે તેઓ ક્યારે ભરી શકે એમ ન હતા. ઉપર ના વર્ગે સંપૂર્ણ પ્રયત્નો કર્યા જેથી નીચેનો વર્ગ એમના નીચે રહીને બધા કામો દબાણ હેઠળ કરે અને એમની સત્તા બની રહે. જે લોકો કારવેરો ભરી ના શકે તેઓ ને ફાંસી આપી દેવામાં આવતી. આ રીતે રોજ ઘણા લોકો ને મૃત્યુદંડ થતો. એની સીધી અસર બીજા લોકો પર જોવા મળી.. આ ડર બીજા ને કામ કરવા મજબૂર કરતો. અને એવું જ થવા લાગ્યું લોકો જે કહે એ કામ કરવા તૈયાર થઈ ગયા.

ત્રાસ પામેલા લોકો અમુક જાતે જ મૃત્યુ સ્વીકારવા લાગ્યા, ઘણા લોકો આત્મહત્યા કરવા લાગ્યા . આ જોતા સત્તાધારીઓ એ નવો કાયદો ધડયો કે જો કોઈ આત્મહત્યા કરે તો એના બદલા માં એના બાકી ના પરિવાર પર સહન ન થાય તે રીતે સજા કરવામાં આવશે, મૃત્યુ માંગશો પણ મૃત્યુ ન મળે તે હદ સુધી તેમના પર અત્યાચાર કરવામાં આવશે. તે પછી આત્મહત્યા પણ બંધ થઈ ગઈ. હવે એક જ ઉપચાર હતો 'વિદ્રોહ'.

નગરવાસીઓ એ ભેગા થઈને વિચાર્યું કે આપણે કંઈક એવું કરવું પડશે કે જેનાથી તેઓ ડરી જાય અને પોતાનો ત્રાસ બંધ કરે. નગર વાસીઓ એ ઘણા વિચારો કર્યા પરંતુ કોઈપણ વિચાર માં એમને સફળતા ન દેખાય. અંતે એમને વિચાર આવ્યો કે uabjhoke તો નથી રહયા પરંતુ એમનો ડર હજુ પણ બધા લોકો માં હશે તો આપણે uabjhoke હજુ જીવિત છે એવી વાતો ફેલાવી દઈએ તો એ લોકો કઈક અંશે ડરી જશે અને આપણી પર ગુજારતા આ ત્રાસ ઓછા કરી દેશે. આ વાત બધા નગર વાસીઓ માં ફેલાય ગઈ કે આપણે નગર માં uabjhoke જીવિત છે એ અફવા ફેલાવાની છે. આ રીતે વિદ્રોહ ની શરૂવાત થઈ.

આ અફવા ધીમે ધીમે રાજાઓ ના દરબાર સુધી ગઈ પણ એક પણ રાજા એ માનવા માટે તૈયાર ન થયા. બધા એ આ વાત ફગાવી મૂકી. પરંતુ નગરજનોએ વાત પડતે ના મુકતા અનેક પ્રયાસો કરતા રહ્યા. નગરજનો કેટલાક સૈનિકો ને મારી ને એની લાશ પર uabjhoke એ આપેલ ધમકી વિશે લખતા, અનેક અફવાઓ અને વાર્તાઓ ફેલાવી કે આ વિસ્તાર માં uabjhoke દેખાયા હતા, અહીં તેઓ રાત્રી રોકાણ કર્યું હતું. આવી ઘણી વાતો સાંભળી સત્તાધારીઓ ની ખુરશી ડગમગી ઉઠી. લોકો માં એમનો ડર ઓછો થવા લાગ્યો.

પ્રજા માંથી ઉઠી રહેલો પોતાનો ડર પાછો લાવવા માટે રાજાઓએ બેધડક લોકો ને ફાંસી સજા આપવાની શરૂ કરી દીધી. જેના મુખ માંથી uabjhoke નું નામ નીકળે એમને ફાંસી ની સજા આપી દેવા માં આવતી હતી. પ્રજા પણ પોતાના થી બનતા બધા પ્રયાસો કરતી હતી અને રાજા માં uabjhoke નો ડર લાવવાની કોશિશો ચાલતી રહી. આવી જ રીતે એક વખત જ્યારે hungery ની સૈન્ય કારવેરો એકઠો કરવા નીકળ્યા ત્યારે બધા નગરવાસીઓ એ કારવેરો આપવા માટે ના પાડી દીધી તો એ સૈન્ય એ બધા નગરવાસીઓ ને બંદી બનાવી ને ફાંસી માટે લઈ ગયા અને એક પછી સામુહિક લોકો ને ફાંસી આપવા લાગ્યા. આવી જ રીતે જ્યારે જ્યારે એક પછી એક સમૂહ માં ફાંસી આપવામાં આવતી હતી ત્યારે બધા બંદી બનાવેલા બધા લોકો જે લોકો ને હવે ફાંસી થવાની જ હતી એ બધા જોર જોર થી uabjhoke... uabjhoke.... uabjhoke... બોલવા લાગ્યા . તે બધા નો નાદ એટલો તીવ્ર હતો કે કિલ્લા માં ચો તરફ બસ uabjhoke નામ જ ગુંજી ઉઠ્યું. આ જ નાદ એ બધા રાજાઓમાં ડર ની ઉદભવ કરી નાખ્યો.

આ પરિસ્થિતિ માં એક ઘટના થઈ જેનાથી બધા રાજાઓ ના ડર માં વધારો થયો. hungery નો કાફિલો જ્યારે નગર માંથી બહાર જવા માટે પસાર થવા જઈ રહ્યો હતો. એ માટે બધી પૂર્વ તૈયારી થઈ ગઈ હતી. કાફિલો સવારે કિલ્લા માંથી નીકળી બીજી તરફ આવેલા મહેલ તરફ પ્રસ્થાન કરવાનો હતો. કાફિલો કિલ્લા માંથી પોતાની સાથે 50-100 સૈન્ય સાથે નીકળ્યો. પરંતુ એ નગર માંથી પસાર થતો હતો ત્યારે બધા નગરવાસીઓ એ કાફીલા પર તૂટી પડ્યા અને કાફીલા ના બધા વ્યક્તિ ને મારી નાખવામાં આવ્યા. કાફિલો સુરજ ડૂબવા આવ્યો પણ મહેલ ના પોહચતા કિલ્લામાંથી કેટલુંક સૈન્ય એ રસ્તે આગળ વધ્યું. અને નગર નું દ્રશ્ય જોઈ તેઓ ગુસ્સે થયા. તેઓ ત્યાં દેખાતા નગરવાસીઓ ને પકડી ગયા અને કિલ્લા માં લઇ ગયા.

કિલ્લામાં લઇ જઈ તે નગરવાસીઓ ને પૂછવામાં આવ્યું તો બધા એ એવું જ કહ્યું કે માત્ર 8 જ લોકો એ એમના પર હુમલો કર્યો હતો. અમારું માનવું તો એ છે કે તેઓ uabjhoke હતા. આવું બધા નગરવાસીઓ કહ્યું. આ સાંભળી ને રાજા ને ગુસ્સો આવ્યો અને તરત જ uabjhoke ને શોધી કાઢી તેમને મારી નાખવાનો આદેશ આપ્યો અને જો uabjhoke ના મળે તો બધા નગરવાસીઓ ને મારી નાખવાનો આદેશ ફરમાવ્યો. Hungery ના સૈન્ય નું અડધું સૈન્ય uabjhoke મારવા માટે નીકળી પડ્યું.

Uabjhoke તો હયાત હતા નહીં. તેથી નગરવાસીઓ એ વિચાર્યું કે કિલ્લામાં થી આવતી સૈન્ય નો તેઓ સામનો કરે. જો તેઓ એવું ના કરે તો એમ પણ રાજા નગરવાસીઓ ને તો મૃત્યુ દંડ આપવાના જ હતા. બધા નગરવાસીઓ સહેમત થાય છે અને hungery ને સૈન્ય કિલાફ લડવા તૈયાર થાય છે. પરંતુ સૈન્ય સામે હથિયાર વિના અને આવડત વગર તો જીતવું અશક્ય હતું. પણ નગવાસીઓ પાસે બીજો કોઈ પણ ઉપચાર ના હોવાથી તેઓ કરો યા મરો ની સ્થિતિ માં લડવા તૈયાર થયા.

【【 શુ નગરવાસીઓ hungery ની સૈન્ય ને હરાવી શકશે?? શુ નગરવાસીઓ પોતાનું અસિતત્વ ટકાવી શકશે??શુ તેઓ આ વિદ્રોહ માં જીતી શકશે?? 】】

To be continued...

For contact: vivupatel3155@gmail.com