પ્રકરણ : ૧૪
રોજના સમય કરતાં આજે થોડો વહેલો ઓફિસે પહોંચી ગયો. ઓફિસે પહોંચ્યાંની સાથે પ્રણવસરની કેબિનમાં પ્રવેશ્યો. કદાચ તેઓ પહેલેથીજ મારી રાહ જોઇને બેઠા હોય તેવું લાગ્યું. મને જોતાંની સાથે જ તેઓ કહેવા લાગ્યા. 'મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી છે. તું ઈસ્પેક્ટર સાથે મળીને ગોડાઉન પરથી મિશ્રાની ધડપકડ કરવી લે. એ હરામીને તો હું છોડીશ નહીં.' તેમના શબ્દોમાં જબરદસ્ત આક્રોશ દેખાઈ રહ્યો હતો. આટલા સમયમાં મેં પ્રણવસરને ક્યારેય આટલા અકળાયેલા નહોતા જોયા.
ઓફિસથી નીકળી હું પોલીસ સ્ટેશન પહોંચ્યો. ત્યાં જઈને ઈસ્પેક્ટર સાથે વાત કરી. મારા પહોંચ્યા પહેલા ઈસ્પેક્ટરની પ્રણવસર સાથે બધી વાત થઈ ગયેલ હતી. આમપણ મોટા માણસોના સંબંધ છેક સુધી પહોંચેલા હોય છે. અને પ્રણવસર પણ કંઈ એરોગેરો માણસ તો નહોતો જ. ઈસ્પેક્ટરએ મને ત્યાંથી બે કોન્સ્ટેબલને મારી સાથે આવવા માટે હુકમ કર્યો. બંને કોન્સ્ટેબલને સાથે લઈને હું ગોડાઉન તરફ જવા લાગ્યો. હું અને કોન્સ્ટેબલ ગોડાઉન પહોંચ્યા ત્યારે મિશ્રા ગોડાઉન પર આવી ગયો હતો. મને અને પોલીસને આ સમયે સાથે જોઈને તેના મનમાં કુતૂહલ જરૂર થયું હશે. છતાં પણ તેણે તેના ચહેરા પરનો ભાવ સહેજ પણ બદલવા ના દીધો. અમે ગેટ ખોલીને અંદર પ્રવેશ્યા એટલે ત્યાંના દરેક વ્યક્તિ અમારી સામે જોઈ રહ્યા હતા. મેં મિશ્રા સામે આંગળી કરીને કોન્સ્ટેબલને તેની ધડપકડ કરવા કહ્યું.
મિશ્રા પોલીસની પકડમાંથી છૂટવા માટે આનાકાની કરવા લાગ્યો. પણ પેલા બંને કોન્સ્ટેબલમાંથી એકે સટાક કરીને તેના ગાલ પર લાફો ઝીંકી દીધો. આખા ગોડાઉનમાં સન્નાટો છવાઈ ગયો અને મિશ્રા એકદમ શાંત થઈ ગયો. કોન્સ્ટેબલ મિશ્રાને તેમની ગાડીમાં બેસાડી સ્ટેશન જવા રવાના થયા અને મને પ્રણવસરને સ્ટેશન પહોંચવાનો સંદેશો આપતા ગયા.
ઓફિસમાં પહોંચીને મેં આખી વાત પ્રણવસરને જણાવી. ત્યાં લોપા પણ તેમના કેબિનમાં હાજર હતી. તે રૂપાળી નાજુક છોકરી આવા ચોરોના ચક્કરમાં આવીને હેરાન થઈ ગઈ હતી. તેના ચહેરાની હતાશા હજુ પણ ત્યાં હાજર હતી.
" છેલ્લે જે પણ થયું, ચોર પકડાઈ ગયો. હવે મારા મનને રાહત થશે. અને ધવન તારા જેવો એમ્પ્લોય મારી પાસે હોવો એ મારા માટે ગર્વની વાત છે " પ્રણવસર મારા કામ માટે આભારવ્યક્ત કરવા લાગ્યા. આ સાંભળીને હું તેમની સામે હસતા ચહેરે કેબિનમાંથી બહાર નીકળવા લાગ્યો ત્યાંજ મને પ્રણવસરે ફરી રોક્યો. ' ધવન, તારી હાજરીમાં હું લોપા સાથે એક વાત કરવા માગું છું'. આ દરમ્યાન લોપા પણ ત્યાં પર્ણવસરના ટેબલની સામેની ખુરશી ઉપર બેઠી હતી.
" લોપા તું જાણે છે એમ છેલ્લા કેટલાય વર્ષથી હું એકલવાયું જીવન ગાળી રહ્યો છું. મારા લગ્ન સબંધ તૂટે આજે પાંચ વર્ષ થઈ ચૂક્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ખૂબ એકલતા અનુભવી છે. મારા મનની વાતો હળવી કરવા માટે મારી પાસે ઇવો કોઈ અંગત મિત્ર પણ નહોતો. મારા પરિવારમાંથી પણ મને બીજા લગ્ન માટે ફરજ પાડવામાં આવતી હતી. પણ મેં હમેશા એ વાત ને ટાળી હતી " પ્રણવસર આમ એકદમ જ તેમના અંગત જીવનની ચર્ચામાં આવી ગયા હતા. જ્યારે મારા મનમાં ગોટાળો વળી રહ્યો હતો કે આ ચાલી શુ રહ્યું છે. પ્રણવસર લોપની નજીક પહોંચી ગયા હતા.
"મને લાગી રહ્યું છેકે હવે મારે જીવનસાથીની જરૂર છે. લોપા જો તને કોઈ તકલીફ ન હોય તો હું તારી સાથે લગ્ન કરવા ઇચ્છુક છું. હું ઘણા સમયથી તને પસંદ કરું છું. અને એ તને જણાવવા માંગતો હતો પણ સાનુકૂળ સમયના અભાવે જણાવી ના શક્યો. આજે યોગ્ય લાગ્યું તો તને આ ધવનની હાજરીમાં જણાવી દીધું. જો તું તારે વિચારીને જણાવજે મારા તરફથી તારી ઉપર કોઈ પણ જાતનું દબાણ નથી." આ સાંભળીને મારા પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી. આ પાછો કયો રોમાંચક વળાંક આવી ગયો વાતમાં. લોપા હજુ પણ જાણે સપનામાં હોય એમ તેના મોં ઉપર હાથ દબાવીને બેઠી હતી. તેના મોંમાંથી શબ્દો ગાયબ થઈ ગયા હોય એમ લાગી રહ્યું હતું.
પ્રણવસર લોપની નજીક ગયા અમે લોપાએ તેમની પોતાની બાહોમાં સ્વીકારીને તેમના પ્રસ્તાવને પણ સ્વીકારી લીધો હતો. બંનેને આમ સાથે જોઈને મારા મનને ખૂબ સાંત્વતા મળી. તેઓ બંને મારી હાજરી એ કેબિનમાં છે એ ભૂલી ગયા હતા. હું તેમની આ પળોને પરેશાન કરવા નહોતો ઇચ્છતો જેથી ત્યાંથી બહાર નીકળી ગયો.
પ્રાણવસરનો આ નિર્ણય ખૂબ સરાહનીય હતો. તેનો બંનેને એકબીજા સાથે જોડાઈ ગયા તેમાં હું ખૂબ રાજી હતો. પ્રણવસરને જીવનસાથી તરીકે લોપા જેવી છોકરી મળે એ ખૂબ યોગ્ય હતું. અને લોપા માટે પણ પ્રણવસર યોગ્ય પસંદ હતી.મારા જીવનમાં આવેલા આ એક નવા પ્રકરણની અહીંયા પૂર્ણાહુતિ હતી.
એ રાત્રે જ્યારે હું અગાસીમાં પથારી કરીને સૂતો હતો ત્યારે મને અપાર શાંતિ અનુભવાય રહી હતી. આટલા દિવસની નાસભાગ બાદ અંતે આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ બધી નાસભાગ દરમ્યાન હું મારી તકલીફોને ભુલી ગયો હતો. થોડા સમય માટે જાણે ઈશાને પણ ભૂલી ગયો હતો. મેં ઉપર આકાશમાં જોયું એકદમ અઢળક ટમટમતા તારાઓ અને એજ ચંદ્ર જે મારી સામે ટગર ટગર જોયા કરતો હતો. પણ આજે એ મારી સામે ભાવહીન જોઈ રહ્યો હોય એમ લાગી રહ્યું હતું. આ એજ ચંદ્ર હતો જે પહેલા મારી સામે જોઇને હસતો હતો. જે અત્યારે ભાવહીન હતો. ઘણા દિવસથી હું થકી ગયો હતો. કામથી, પોતાના વિચારોથી મારો થાક વધારેને વધારે વધી રાબાયો હતો. આ વિચારોમાં મારી આંખો ભારે થવા લાગી હતી. મારી આંખોના પાંપણ જાણે કોઈ દબાવી રહ્યું હોય એમ બંદ થઈ રહ્યા હતા.
*
" હેલ્લો ધવન, બીટા કેટલા દિવસ થઈ ગયા. તું ઠીક તો છે ને... આતો કેટલાય દી વીતી ગયા ટેરો ફોન ના આવ્યો એટલે મારે સામેથી આજે કરવો પડ્યો" મમ્મીનો ફોન ઉપાડતાની સાથે જ મમ્મીએ કહ્યું.
હું પણ કેવો છું. આ બધી નાસભાગમાં મારા પરિવારને જ ભૂલી ગયો. છેલ્લા ત્રણ મહિનાથી આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં કેટલો વ્યસ્ત થઈ ગયો હતો. મેં ઘરે ફોન સુધ્ધાં કર્યો નથી.
" હા, મમ્મી હું ઠીક છું. કામની વ્યસ્તતાને લીધે હું કેટલાય સમયથી આપ સાથે વાત ના કરી શક્યો " મેં કહ્યું.
" હું અને તારા પપ્પા રોજ તારી જ વાતો કર્યા કરીએ છીએ. તારા પપ્પાને તારી ખૂબ ચિંતા થાય છે. આજે આ કિસુએ ખૂબ જીદ કરી એટલે મારે સામેથી ફોન કરવો પડ્યો. મેં તારા કામમાં ખલેલ તો નથી પહોંચાડીને? " મમ્મીના મુખેથી આ વાક્ય સાંભળીને હું ગળગળો થઈ ગયો. માબાપ પણ કેટલા ભોળા હોય છે. તેમના માટે પોતાનું બાળક જ સર્વસ્વ હોય. અને એજ બાળક જ્યારે મોટું થઈને માબાપને તરછોડે ત્યારે એ દુનિયાનું સૌથી મોટું પાપ હોય છે.
" ના....ના... એવું તો કઈ હોતું હશે કાંઈ. તમે જ્યારે ઈચ્છો ત્યારે ફોન કરી શકો છો. તમારે કોઈની પરવાનગી થોડી લેવાની હોય " મેં કહ્યું.
" તને ખબર છે તારા રાજકોટવાળા રેખાફોઈના દીકરીના લગ્ન નક્કી થઈ ગયા છે. આવતા અઠવાડિએ આપણે ત્યાં જવાનું છે. રેખાફોઈએ તને ખાસ આવવા માટે કહ્યું છે બેટા. અને હવે માટે પણ તને જોવો છે. તારા ગયે દોઢ વર્ષ થઈ ગયું. તારી યાદ આવે છે. તને સમય મળે તો અચૂક આવજે. તું આવીશ ને બેટા?" આટલું બોલતા બોલતા તેઓનો અવાજ ભારે થવા લાગ્યો. કદાચ તેમની આંખના ખૂણે પાણી પણ આવી ગયું હશે. અને તેમનો અવાજ પણ અટકી ગયો.
" મમ્મી તમે ના કહ્યું હોટ તો પણ હું આવવાનો હતો. મેં બે દિવસ પછીની ટિકિટ પણ કરાવી લીધી છે. અને કિસુને કહેજો આ રક્ષાબંધન પણ તેની સાથે જ મનાવવાનો છું. તમે મારી ચિંતા બિલકુલ કરતા નહીં. હવે હું ઘરે આવીને આપની સાથે નિરાંતે વાતો કરીશ." આટલું કહીને અટક્યો.
" સારું ત્યારે તારું ધ્યાન રાખજે " આટલું કહીને ફોન મુક્યો. પણ આ છેલ્લા શબ્દોમાં દીકરાને મળવાની ખુશી સ્પષ્ટ સંભળાઈ રહી હતી.
બાજુમાં ટેબલ પર પડેલ સિગારેટ સળગાવતો હું બાલ્કનીમાં આવ્યો. થોડીવાર આમજ આકાશ તરફ મીટ માંડીને જોઈ રહ્યો. ઈશા હોવી આ બધાથી દૂર હતી. અત્યારે આ આકાશ જ એક હતું જે હંમેશા મારી સાથે રહેતું. મારી દરેક વાતને સાંભળતું, મારા વિચારોને તેના પટ પર દર્શાવતું. જીવનમાં થોડી ક્ષણો પોતે પોતાના માટે એકલતાવાળી રાખવી જોઈએ. જે ક્ષણોમાં તમે ખુદને ખુદની સાથે વાતો કરી શકો. પોતાની યાદોને વાગોળી શકો. આ યાદો જ હોય છે જે ક્યારેય સાથ નથી છોડતી. હું અત્યારે એજ કરી રહ્યો હતો મારી યાદોને વાગોળી રહ્યો હતો. હું આત્મહત્યા કરવા ફાંસીના માંચડે લટકાયો હતો એ દોરડુ અત્યારે મને લટકતું દેખાતું હતું. મારા મમ્મી પપ્પાને હું અર્ધબેભાન અવસ્થામાં રડતા જોઈ શકતો હતો. ઈશાને હોસ્પિટલના બેડ ઉપર તડપતી જોઈ શકતો હતો.
બે દિવસ પછી હું ઓફિસથી 15 દિવસની રજા લઈને ગામડે જવા નીકળ્યો. એ દિવસે કૃણાલ પણ ઓફિસથી વહેલો આવી ગયો હતો. અમે બંને આજે રેલવે સ્ટેશન નજીક ઢોસા ખાવાનું વિચાર્યું હતું. એટલે એ પતાવીને કૃણાલ મને ત્યાંથી સ્ટેશન છોડી ગયો.
મારી ટ્રેન આવી એટલે હું બેગ લઈને ડબ્બામાં પ્રવેશ્યો. અને કૃણાલ અમારી રૂમ તરફ વાળ્યો. ડબ્બામાં પ્રવેશ્યો ત્યારે બહુ ઘોંઘાટ ન હતો. રાતના 1 વાગ્યા હતા એટલે વધારે પેસેન્જર પણ ન હતા. મેં ફટાફટ મારી સીટ શોધતા આગળ વધ્યો. હું સીટ ઉપર જઈને બેઠો. થોડીવાર બાદ બેગમાંથી બુક કાઢીને વાંચવા લાગ્યો. આ એજ બુક હતી જે મને ટ્રેનની મુસાફરીમાં માડી હતી. "નોર્થપૉલ" જે આટલા સમય બાદ આજે પુરી કરવાનો સમય મળ્યો હતો. અત્યારે હું એક શાંત સ્મરણમાં બેઠો હતો. બારીમાંથી આવતો પવન મને વધારે શાંત કરી રહ્યો હતો.
અત્યારે મને મારી ટ્રેનની પહેલી મુસાફરી યાદ આવી રહી હતી. એ યુવાન કપલ જેમાં હું પોતાને અને ઈશાને જોઈ રહ્યો હતો. ત્યાં રમતું એ નાનકડું બાળક જેમાં હું મારા બાળકને જોતો હતો. અને એ પ્રૌઢ વ્યક્તિત્વ જેમને મને આ બુક આપી હતી. મને અત્યારે એ યાદો તાજા થઈ રહી હતી. જે સમયમાંથી નીકળતા મને વર્ષો લાગ્યા હતા તેજ યાદો આજે બેચેન કરી રહી હતી.
" એ ભાઈ... એ ભાઈ... થોડા ખસોને.." કોઈએ મારો પગ હલાવતા કીધું. આંખ ખોલીને જોયું તો સવાર થઈ ગઈ હતી. ડબ્બામાં સવારનો ધમધમાટ વધી ગયો હતો. હું મારી સીટ ઉપર સરખો બેસતા ઉભો થયો. વિચારોમા રાત ક્યાં ગઈ ખબર જ ન રહી.
" ચાય....ચાય... બેટા ચા પીવી છે?" અવાજ સાંભળીને મેં ઉપર જોયું તો એક વૃદ્ધ માજી હાથમાં કીટલી લઈને ચા વેચી રહ્યા હતા. તેમની સાથે એક સાત આઠ વર્ષનો ટેણીયો હાથમાં ખરી બિસ્કિટ લઈને ઉભો હતો.
સવારનો સમય હતો એટલે ચા પીવાની ઇચ્છતો હતી અને ઉપરથી માજીનો ચહેરો જોઈને ના પડવાની ઈચ્છા ના થઇ. ઘડિયાળમાં જોયું તો 6 વાગવા આવ્યા હતા.
માજી ચા તો કંપ હાથમાં આપતા ત્યાં જ મારી બાજુમાં બેસી ગયા. તેમની સાથેનો ટેણીયો પણ ત્યાં બેઠો. હું તેમના હાથમાંથી ચાનો કપ લઈને ચા પીવા લાગ્યો. ચા પીતાપીતા મારી નજર એ માજી ઉપર ગઈ. તેમને ખૂબ થામ લાગ્યો હતો. તેમનો શ્વાસ ભૂલી રહ્યો હતો. કદાચ તેઓ વહેલી સવારના ચા વેચવા આ ટ્રેનમાં ચઢી ગયા હશે.
મેં માજીને આટલી ઉંમરે આ ટ્રેનમાં ચા વેચવાનું કારણ પૂછ્યું.
" જો બેટા હવે હું અને આ છોકરો બે જ છીએ. દીકરીનો દીકરો છે. મારી દીકરીએ એના મનગમતા છોકરા હારે એની મરજીથી પ્રેમલગ્ન કર્યા હતા. છોકરો પણ સારો હતો. મારી દીકરીને ખૂબ ખુશ રાખતો હતો. આજ સ્ટેશન ઉપર ચાની કીટલી ચલાવતો હતો. એક દિવસ પાટો પસાર કરતા ટ્રેન નીચે કચડાઈ ગયો. તેના દુઃખમાને દુઃખમાં મારી દીકરી પણ તેની પાછળ ચાલી ગઈ હોવી આ એકનો એક દીકરો છે. અને અમે બંને સવારે ઘરેથી ચા બનાવી લાવીએ છીએ અને અહીંયા વેચીએ." માજીએ ભર્યાભાવે બધુજ કહી દીધું.
આ બધું સાંભળીને હું અચરજ અનુભવવા લાગ્યો. આટલી ઉંમરે આ માજી હાર નથી માનતા. જિંદગીને સામે ટક્કર આપી રહ્યા હતા. જ્યારે હું નાસીપાસ થઈ ગયો હતો. જીવનમાં સુખ, દુઃખ,પ્રેમ, દ્વેષ,દગો,વિશ્વાસ બધું મળશે અને નહીં પણ મળે. તેનાથી નાસીપાસ નથી થવાનું. હું ચ પીતો ગયો અને માજીની વાતો સાંભળતો ગયો. આગળ એક સ્ટેશન આવ્યું એટલે એ માજી અને ટેણીયો બન્ને ઉતરી ગયા.
આજે મને પણ એક નવો અનુભવ શીખવા મળ્યો હતો. એ ટેણીયો જતા જતા મારી સામે હસી રહ્યો હતો. મારૂ સ્ટેશન પણ હવે નજીકમાં હતું. મેં ઘરે જાણ નહોતી કરી કે હું આજે આવવાનો હતો. આખી રાતની મુસાફરી બાદ આખરે ઘરે પહોંચ્યો.
....................................( ક્રમશઃ )...........................