I Hate You - Can never tell - 26 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-26

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-26

આઇ હેટ યુ
પ્રકરણ-26
નંદીની હોટલમાંથી જમવાનું લાવી અને પછી એનાં રૂમમાં જઇને વરુણને ફોન કરીને કહે છે. વાહ રેસ્ટોરન્ટની સામે ઉભા રહ્યા વિનાં હેતલને એમાં જમવા લઇજા એમ કહીને ફોન કાપી નાંખે છે. બંન્ને માં દિકરી આનંદની જમવાનું જમે છે. ત્યાં નંદીનીનાં ફોનમાં રીંગ આવે છે.
નંદીનીએ જોયું વરુણનો ફોન છે એટલે મંમીને કહે છે તું શાંતિથી જમીલે પછી આઇસ્ક્રીમ ખાઇએ છીએ હું આવું એમ કહીને એનાં રૂમમાં જઇ ફોન ઉપાડી વરુણ સાથે વાત કરે છે. વરુણ કહે છે શું મારી જાસુસી કરે છે ? તારી વાત મેં જાણી એટલે તું ... નંદીનીએ એને અટકાવતાં કહ્યું વરુણ મને એવો કોઇ રસ નથી તું તારે શાંતિથી ફર હું કાલે ઘરે આવું પછી બધી સ્પષ્ટ વાત કરી લઇશું અને તને નહીં ફાવે તો ડાઇવોર્સ પણ લઇ લઇશું મને કોઇ ફરક નથી પડતો. આતો મારી નજર પડી અને તમને લોકને આંખ સામે જોયાં એટલે ફોન કરેલો જસ્ટ એન્જોય એમ કહી ફોન કાપી નાંખ્યો. પછી ફોન સ્વીચ ઓફ કરી દીધો.
મંમીએ પૂછ્યું ખાતા ખાતા ઉભી થઇ ? કોનો ફોન હતો ? નંદીનીએ કહ્યું અરે એતો મારી સાથે ઓફીસમાં છે એ છોકરીનો હતો. મેં તો જમી લીધું છે તું કહે એટલે આઇસ્ક્રીમ લાવું.
પછીથી માં દિકરીએ શાંતિથી આઇસ્ક્રીમ ખાધો. પછી નંદીનીએ કહ્યું માં કાલે તો હું ઘરે પાછી જઇશ. માઁ એ કહ્યું પેલો વરુણ કંઇ કહેશે તો ? તને મારે બારે નહીં ને ? રાજનું બધુ જાણી ગયો છે તો ?
નંદીનીએ કહ્યું માં તમે શા માટે ચિંતા કરો છો ? તમારી છોકરી બધુ પહોચી વળે એવી છે. મેં એને સ્પષ્ટ કરી દીધુ છે ડાઇવોર્સ જોઇતાં હોય તો પણ તૈયાર છું એ મને શું આંગળી અડાડતો હતો ? પોલીસ કમ્પલેઇન કરીને અંદર કરાવી દઊં હું ડરુ એમ નથી.
માઁ એ કહ્યું શાંતિથી વાત કરજે આપણે એવું બધુ કશુ નથી કરવું પણ ગભરાતી પણ નહીં હું તારાં સાથમાં છું.
નંદીનીને માં ને વ્હાલ કરીને કીધું. મારાં જીવનમાં માં તુજ છે પણ તને ચિંતામાં નહીં નાંખુ હું મારું ફોડી લઇશ. માઁ હું રૂમમા જઊં કોઇ બુક વાંચીશ તમે પણ આરામ કરો.
નંદીની એનાં રૂમમાં આવી ગઇ. એણે એનાં રૂમની ડેસ્ક પરથી બુક લીધી રોમેન્ટીક નોવેલ હતી થોડાં પાનાં વાંચ્યા અને રાજ ફરીથી યાદ આવી ગયો. એણે પુસ્તક બાજુમાં મૂક્યું અને રાજની યાદ તાજી કરવા લાગી.
રાજનો છેલ્લો ફોન આવેલો વીડીયોકોલમાં છેલો રાજને જોયેલો રાજ ખૂબ ઉદાસ હતો એની આંખો ભરાઇ આવેલી એનો સાચો પ્રેમ અને લગાવ નંદીની સમજી શક્તી હતી.
રાજ US ગયો અને અઠવાડીયું થયું હતું એનો કોઇ કોલ નહોતો આવ્યો. અચાનક એક દિવસ રાજે ફોન કરેલો કોઇ નવોજ નંબર હતો ત્યાંનો નંબર હશે નંદીનીએ તરતજ ફોન ઉપાડેલો રાજે કહ્યું નંદુ અહીં મને ગમતુજ નથી તારી ખૂબ યાદ આવે છે. કાલથી યુનીવર્સીટી ચાલુ થશે નિયમિત ભણવાનું ચાલુ થશે અઠવાડીયું અહીથી બધી ફોર્માલીટી પતાવવા અને સેટ થવામાં સમય ગયો આપણાં સમયનાં ગેપમાં અહી સવાર ત્યાં રાત્રી હોય એમાં અટવાયા કર્યો. તું કેમ છે નંદુ ? પાપાની તબીયત કેમ છે ? તું યાદ કરે છે મને ?
નંદીનીએ કહ્યું તારી યાદ સિવાય મારાં જીવનમાં કંઇજ નથી બસ તુંજ છે અઠવાડીયું મેં તારા સમાચાર વિના કેવું કાઢ્યું મારું મન જાણે છે. તારાં મંમી પપ્પા અમદાવાદ આવી ગયાં ? એ લોકોનો પણ ફોન નથી.
રાજે કહ્યું ના હજી એ લોકો મુંબઇજ છે એમની સાથે પણ આજે જવાત કરી છે મેં એ લોકો 10-15 દિવસ મુંબઇ છે પછી અમદાવાદ આવશે. મંમી આવશે ત્યારે તને જરૂર ફોન કરશે. એય નંદુ આઇ લવ યું હવે મેં અહીનો ફોન સીમ લઇ લીધો છે મેં જે નંબર થી ફોન કર્યો છે એજ મારો નંબર છે. હું હવે ટાઇમ સેટ કરીને ફોન કરીશ આઇ લવ યુ જાન. હવે કાલની તૈયારી કરીશ સૂઇ જઊં અહીં રાત્રીનાં 11 થયાં છે. ત્યાં સવાર હશે.
નંદીનીએ કહ્યું હાં પણ તું મને અહીની અડધી રાત્રે પણ ફોન કરજે હું એક રીંગ ઉપાડીશ. તારો અવાજ સાંભળયા વિનાં અને તને જોયા વીના મારો દિવસ નહીં જાય ત્યાં તુ તારું ધ્યાન રાખજે. ત્યાં ઠંડી છે કે કેમ ?
રાજે કહ્યું અહીં ખૂબજ ઠંડી છે. હું તો આખો વખત ગરમ કપડાં ઓવર શુટ પહેરી રાખું છું ધીમે ધીમે ટેવાતો જઇશ કાલથી કોલેજ ચાલુ થશે પછી જે સિડ્યૂલ હશે તને જણાવીશ અહીં રહેવાનું સારુ છે અંકલ આંટી સારાં છે મારું ખૂબ ધ્યાન રાખે છે. અહીની ક્લાયમેટ ઠંડી પણ મસ્ત છે. એમાં તારી યાદ વધુ આવે છે. તે કઇ શરૂ કર્યું ? કોઇ જોબ શોધી ? પહેલાં પાપાનું ધ્યાન રાખજો જરૂર પડે તો કઈ પણ હોય મને કહેજે હું બધું મેનેજ કરી લઇશ પણ તું ક્યાંય એકલી નથી તારી સાથેજ છું જેટલો દૂર છું એટલો જ નજીક છું મારી લાગણી અને વિવશતા સમજજો.
આઇ લવ યુ નંદુ હું ફોન મૂકું પાછો ફરીથી ટાઇમ મેનેજ કરીને ફોન કરીશ. મંમી-પાપાને મારી યાદ અને ખબર પૂછજે બાય ડાર્લીંગ કહીને ફોન મૂકેલો.
રાજનો ફોન આવેલો એજ દિવસે સાંજે પાપાની તબીયત લથડી હતી એમને લોહીની ઉલ્ટીઓ થઇ હતી અને ખૂબ ગભરાઇ ગયાં હતાં. ડોક્ટર અંકલને ફોન કરેલો એમણે કહેલું હવે સાચવજો મેં જે દવાઓ આપી છે એ ચાલુ રાખજો અને કાલે સવારે મારી ક્લીનીક પર આવી જજો પછી રીપોર્ટ કઢાવીને આગળ સારવાર કરીશું જરૂર પડે એમને એડમીટ કરી દઇશું.
આખી રાત ચિંતામાં કાઢેલી. સવારે પાપા એકદમ સ્વસ્થ હતાં. એમણે કહ્યું હું તમને લોકોને ખૂબ હેરાન કરી રહ્યો છું પૈસાનાં પાણી થાય છે અને મારી તબીયત બગડતી જાય છે.
હું સવારે ડોક્ટર અંકલનાં કલીનીક જઇને પાપાની સ્થિતિ કીધી એમણે નવી દાવો અને ઇન્જેક્શન આપ્યાં કહ્યુ સાંજે મારો આસીસ્ટન્ટ આવીને ઇન્જેક્શન આપી જશે પણ હવે બધુ કાળજી રાખજો.
રાજના ગયાં પછી પણ સથવારો હતો ડૉક્ટર અંકલ ખૂબજ કાળજી લેતાં. એક પણ પૈસો ક્યારેય એમણે લીધો નથી.
હું ઘરે આવી ત્યારે માં-પાપા મારીજ રાહ જોઇને બેઠાં હતાં. પાપાની આંખમાં આંસુ હતાં. મેં દવાઓ આપીને સાંત્વન આપવા પ્રયત્ન કર્યો. એમણે મારી સામે હાથ જોડીને કહ્યું નંદીની તમારી બધાની સેવા ચાકરી મારાં સર આંખો પર મેં કહ્યું પાપા આવું કેમ બોલો છો ? અમારી ફરજ જ છે આમા તમારાં સિવાય બીજું છે કોણ ?
પાપાએ કહ્યું એટલેજ મારે તને એક વિનંતી કરવાની છે. હું પણ જમાના નો ખાધેલ છું મેં દુનિયા જોઇ છે મારી વિનંતી છે કે મને કંઇ થઇ જાય એ પહેલાં હું તારાં હાથ પીળા કરવા માંગુ છું તે રાજને પસંદ કર્યો છે મને પણ ગમ્યો છે. ખૂબ ડાહ્યો અને લાગણીશીલ છે પણ એ ભણીને ક્યારે આવશે ? ત્યાં નવી દુનિયામાં જો ખોવાઇ ગયો તો તારું શું ? તું અહીં રાહ જોઇને બેસી રહે.... એનાં કરતાં મારાં જીવતે જીવત તારાં લગ્ન કરી લઊં.. સારો છોકરો શોધીને તો મારાં આત્માને શાંતિ મળશે. મારો જીવ અવગતિએ ના જાય. દીકરી વિચાર કરીજો તારો બાપ તારી પાસે ભીખ માંગે છે. મારી પાસે વધારે સમય નથી દીકરી માની જા...
મેં પાપાની વાત સાંભળી અને રડતી રડતી મારાં રૂમમાં આવી ગઇ. મારી પાછળ પાછળ માં આવી અને મને કહે તારાં પાપા જીવે છે ત્યાં સુધી તારો પ્રસંગ ઉકલી જાય તો સારું રાજ સારો છોકરો છે પણ એ ક્યારે પાછો આવશે કોને ખબર છે ? ત્યાંથી દુનિયામમાં ખોવાઇ ગયો તો તારું ભવિષ્ય શું ? વિચારી જો જો એમ કહી મને એકલી મૂકી ને બહાર જતાં રહ્યાં.
રાજનો ફોન આવ્યાં પછી બીજું અઠવાડીયુ નીકળી ગયું એનો ફોન ના આવ્યો એણે કરેલો જે નંબર ઉપરથી એ નંબર પર વોટ્સઅપ થી ફોન કરવા પ્રયત્ન કર્યો પણ રીસ્પોન્સ ના આવ્યો. અને એક સાંજે રાજનાં પાપાનો ફોન આવ્યો એમણે કીધું......
વધુ આવતા અંકે ---- પ્રકરણ-27