આઇ હેટ યુ
પ્રકરણ-25
વરુણને નંદીનીનાં સંબધની ખબર પડે છે અને એ નશામાં ઉશ્કેરાઇને નંદીનીને ફોન કરે છે. નંદીની અને એનાં વચ્ચે તૂ તૂ મૈં મેં થાય છે નંદીની છડેચોક રાજ સાથેનાં સંબંધનો સ્વીકાર કરે છે. વરુણનો દબાવ કોઇ કામ નથી કરતો. નંદીની એને પડકાર આપીને કહે છે તારે જે નિર્ણયચ લેવો હોય એ લઇલે મને કોઇ ફરક નથી પડતો.
વરુણ જુએ છે કે નંદીનીએ ફોન કાપી નાંખ્યો. એ સમસમીને બેસી રહે છે વિચારે છે કે આતો સાવ છેલ્લે પાટલે બેસી ગઇ હવે શું કરવું ? એણે એં રૂમમાં જઇને સીગરેટ બોક્ષ લઇ આવે છે સીગરેટ સળગાવે છે અને વિચારે છે નંદીનીને કોઇ ફરક જ નથી પડતો પણ એ હું એને છોડી દઇશ તો મને ફરક પડશે એની આવક ઘરમાં આવે છે એ બંધ થઇ જશે. બધુજ મારાં માથે આવશે સમાજમાં કુટુંબમાં બદનામી થશે હેતલી કંઇ કામ કરી શકે એમ નથી એમ એને ઘરમાં બેસાડી નહીં દેવાય. ડાયવોર્સ, લેવાં પડશે. એની પાસે મારાં ફોટા, ચેટ અને બધુ છે મારી પાસે કોઇ પુરાવો નથી અને એ રાજ વિશે તો હું કશું જાણતો નથી ફોટો નથી જોયો એ મારાં કરતા વધારે સ્માર્ટ નીકળી.
મને ખબર પડી ગઇ છે એવું મેં એને કહી દીધું મને ટાઢક થઇ બીજી વાત કે હેતલ વિશે જાણે છે અમારાં છેક સુધીનાં સંબંધો વિશે જાણે છે એને કેવી રીતે ખબર પડી ? એને જણાવનાર કોણ હશે ? અને મારી હેતલ સાથેની ચેટ અમારાં ફોટાં એની પાસે કેવી રીતે છે ? એ મારો ફોન તપાસતી હશે ? એણે બધું કોપી કરી લીધું છે ? શું કરવું ? એ એક પછી એક સીગરેટ સળગાવીને ફૂંકી રહેલો. એણે નક્કી કર્યું કે એને છોડવી નથી એની કમાણી ખાવી છે અને હવે હું એવી હેરાન કરીશ કે એને એનો. મરેલો બાપ યાદ આવી જશે. મારે ચોક્કસ પ્લાન પ્રમાણે કામ કરવું પડશે હું નહી જીવવા દઊ શાંતિથી એનાં મનમાંથી રાજ નામનો શબ્દ કાઢી નંખાવીશ.
વરુણ મનમાં વિચારતો એમજ બેડ પર ક્યારે નશામાં સૂઇ ગયો એને ખબરજ ના પડી...
પણ વરુણને કેવી રીતે બધી ખબર પડી ગઇ એ વિચારમાં નંદીનીને નીંદર જ ના આવી. એ બધી રીતે વિચારો કરવા લાગી કે આજે અચાનક એને કેવી રીતે ખબર પડી ? ખબર પડીતો પડી હવે શાંતિ એને જે નિર્ણય લેવો હોય એ લઇલે મને કોઇ ફરક નહીંજ પડે. પણ હું તપાસ કરીશ કે કોણે વરુણને બધી માહીતી મારી આપી.
રાજનાં વિચારોમાંથી અચાનક એની સામે બધી વાસ્તવિક પરિસ્થિતિ આવી ગઇ. એ આખી રાત નીંદરજ ના આવી વરુણનાં વિચારો ફગાવી એણે રાજ સાથેની વિતાવેલી પળો યાદ કરવા લાગી.
**********
નંદીની સવારે વહેલી ઉઠી ગઇ આમતો એ આખી રાત ઊંઘજ નહોતી આવી. સવારે ઉઠી એનો ચહેરો આંખો સૂજેલી હતી. માં એ પૂછ્યું કેમ નંદીની તારો ચહેરો આવો છે ? તને નીંદર નથી આવી ? માં ના ઘરે આવી તારે તો નીંદરજ ગાયબ થઇ ગઇ ? આખી રાત વરુણ સાથે વાતો કરી છે કે શું ? એમ કહીને માં હસી.
નંદીનીને ગુસ્સો આવી ગયો. માં તું પણ શું આવી વાતો કરે છે ? વરુણ કોઇ રાજ છે ? વરુણ સાથે શું વાત કરવાની ? એનું અને મારું કોઇ રીતે સરખુ નથી કોઇ અમારી વચ્ચે એવી વાત કે ટ્યુનીંગ નથી એ મારે લાઇક નથી કે હું એને લાયક. આખી રાત રાજજ યાદ આવ્યો છે એની પરદેશ જતાં પહેલાની વાતો તું કોની સાથે સરખામણી કરે છે ? ક્યાં રાજ ક્યાં એ વરુણ ?
નંદીનીની મંમીએ કહ્યું આવું શું બોલે છે ? તારાં એની સાથે લગ્ન થયાં છે ? ધીરે ધીરે ગાડી પાટે આવી જશે. આવું તો બધાની વચ્ચે થાય આવું ના બોલ.
નંદીનીએ કહ્યું માં તારે સાચી વાત સાંભળવી છે ? તારાંથી હું કંઇ નહી છૂપાવું. વરુણને આજે રાજ સાથેનાં સંબંધની જાણ થઇ ગઇ છે. એનો ફોન હતો એ કહેવાં.
નંદીની મંમી ડરી ગઇ એણે કહ્યું શું વાત કરે છે ? હવે શું થશે ? નંદિનીએ કહ્યું આમાં ડરે છે શું ? મેં કોઇ પાપ નથી કર્યું અને એ જે છીનાળા કરે છે એવું મેં નથી કર્યું હું ડરતી નથી મારે એની સાથે આમ પણ કોઇ જાતનાં સંબંધ નથી એ મેં તને કહ્યુંજ છે. હું શા માટે ડરું ? એને જે કરવું હોય એ કરે. મને નહીં ફાવે તો એનું ઘર છોડી દઇશ.
નંદીનીનાં મંમી બેસી પડ્યાં અને નંદીનીને કહ્યું દીકરા સમજી વિચારીને બોલ સમાજમાં બદનામી થશે કેમ આવું કરે ? રાજ તો ગયો તે ગયો પછી તારી ખબર પણ ક્યાં લીધી છે ? એની પાછળ જીવન બગાડવાનું છે ?
નંદીનીએ કહ્યું માં રાજ વિશે કંઇ ના બોલીશ તું કંઇ જાણતી નથી. રાજને તો ખબર પણ નથી કે મેં લગ્ન કરી લીધાં છે. મેં મારો ફોન નં હતો એ બંધ કરી દીધો છે. એનાં મંમીનાં ફોન પણ બંધ થઇ ગયાં છે. એમાં જવાબદાર હું છું એ લોકો નહીં. પાપાની લાગણી સમજી એમનું મોત ના બગડે એટલે મેં લગ્ન કરી લીધાં હજી હું કેટલાં બલીદાન આપું ? બોલ ? તારી લગાણી સમજી મેં એવું કોઇ પગલુ નથી ભર્યું એમ કહેતાં કહેતાં રડી પડી. એની મંમી પણ નંદીનીને વળગીને ખૂબ રડ્યાં. માં દીકરી શાંત થયાં પછી એની મંમીએ કહ્યું તું વરુણને મળીને ચોખવટ કરી લે પડ્યું પાન નીભાવી લે આમાં બીજો કોઇ રસ્તો નથી.
નંદીનીએ સ્વસ્થ થઇને મક્કમ મને કહ્યું માં તું ચિંતા ના કરીશ હું બધીજ પરિસ્થિતિને પહોચી વળીશ પણ તું ક્યારેય રાજને ભૂલવાનું અને વરુણને સ્વીકારવાની સલાહ ના આપીશ.
નંદીનીમાં મંમી ઉંચાટ કરતાં કરતાં શાંત થઇ ગયાં એમણે કહ્યું મને કંઇ સમજ નથી પડતી પણ એટલું કહું તમારાં લગ્નને 6 મહિના પણ નથી થાયં. જેમ તેમ ગાડુ ગબડાવ ઇશ્વરે ખબર નહીં તારા નસીબમાં શું લખ્યું છે ?
એ આખો દિવસ નંદીની અને એની મંમીએ ઉચાટમાં કાઢ્યો. સાંજે નંદીનીએ કહ્યું માં બધુ ભૂલીજા નહીતર આમ આપણાંથી જીવાશે પણ નહીં. પ્લીઝ ચાલ હું અત્યારે રસોઇ બનાવું છું શું જમવું છે કહે આપણું બન્નેનું ભાવતું બનાવી દઊ. નંદીનીની મંમીએ કહ્યું રાંધવાનું છોડ જા બહારથી કંઇક સારુ જમવાનું લઇ આવ આપણે સાથે જમીએ સાથે આઇસક્રીમ પણ લાવજે.
નંદીનીએ થોડું આશ્ચ્રર્ય પણ થયું આનંદ પણ એણે કહ્યું માં આવોજ સ્પીરીટ રાખજો. આપણને એમ કોઇ હેરાન નહીં કરી શકે તારી સાથે હું છું અને મારી તને હૂંફ પછી કોઇની ચિંતા નહી કરવાની.
નંદીની તૈયાર થઇને સાંજે બહાર નીકળી. ઘરની બહાર નીકળીને એને સારું લાગ્યું એ અને રાજ જે રેસ્ટોરોમાં જતાં ત્યાંથી સ્પાઇસી અને ગમતાં શાક રોટી અને આઇસ્કરીમ લીધાં સાથે સાથે રાજ સાથેની પળો યાદ આવી ગઇ એ રેસ્ટોરામાંથી પાર્સલ લઇને બહાર નીકળતી હતી અને એની નજર વરુણ પર પડી. વરુણની નજર નહોતી એની સાથે હેતલ પણ હતી. બંન્ને જણાં હસી હસીને વાત કરી રહેલાં નંદીનીએ કંઇક વિચાર કર્યો અને એ પર્સ લઇ એનાં એકટીવામાં મૂક્યું પછી એણે ફોને કાઢીને એ લોકોને દૂરથી ફોટો લીધો પછી ત્યાંથી એ નીકળી ગઇ. ઘરે આવીને માં ને કહ્યું મસ્ત ગરમાગરમ લાવી છું સ્પાઇસી શાક -રોટી અને આઇસ્ક્રીમ.
માં એ કહ્યું તું ફેશ થઇ જા ત્યાં સુધીમાં હું જમવાનું કાઢું છું નંદીની રૂમમાં ગઇ અને તરતજ વરુણને ફોન લગાવ્યો એ કંઇ બોલે પહેલાં નંદીનીએ કહ્યું વાહ તમારી જોડી. સરસ લાગે છે રેસ્ટોરન્ટની સામે ઉભા ઉભા વાત કરે છે. તો એને આઇ મીન હેતલને જમવા લઇ જા ને. અને પછી હસીને ફોન કાપી નાંખ્યો અને બહાર આવી ગઇ.
માં એ પીરસેલું એ બંન્ને જણાં આનંદથી જમી રહ્યાં અને ત્યાં નંદીનીનાં ફોનમાં રીંગ આવી....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-26