આઇ હેટ યુ
પ્રકરણ-24
નંદીનીને રાજની બધી વાતો યાદ આવી રહી હતી. રાજે મુંબઇ બોલાવી હતી બે દિવસ માટે ફ્લાઇટની ટીકીટ મોકલવા કહેલું પણ પાપાની તીબયત વણસી હતી હું વિવશ હતી હું જઇ ના શકી. રાજ ખૂબ નિરાશ થઇ ગયો હતો. એ જે અંકલનાં ઘરે રહેતો હતો એમને પણ વાત કરી દીધી હતી કે જે છોકરી સાથે લગ્ન કરવાનો છું એને અહીં બે દિવસ બોલાવું છું ત્યાં આંટીએ કહ્યું બહુ સારુ દીકરા બોલાવી લે અમે પણ તારી થનાર વહુનું મોઢું જોઇશું બે દિવસ રહેશે હળીભળી જશે એ પણ ગમશે અને અમને પણ ખૂબ ગમશે. રાજ ખુબ ખુશ હતો ત્યાં મુંબઇમાં સાથે ફરવાનાં શમણાં જોતો હતો પણ હું મજબૂર હતી ના જઇ શકી.
US જવાનાં દિવસે વહેલી પરોઢે એનો ફોન આવેલો. નંદુ પાપાને કેમ છે ? તું ના આવી આપણાં મિલનનો ચાન્સ ખોયો. મારાંજ નસીબ નથી કે હું તારો ચહેરો જોયા વિનાં US જવાનો. મેં કીધું નસીબ મારાં ચાર ડગલાં આગળજ છે. રાજ અત્યારે વીડીયો કોલ કર્યો તને જોવાયો તારો આ ચહેરો કાયમ યાદ રહેશે. તું પણ મને જોઇલે એમ કહીને હું ખૂબ રડી. પછી સ્વસ્થ થઇને કહ્યું તને મારા આમ રડતાં રડતાં વિદાય નથી આપવી તું સરસ ભણીને આવ જલ્દી જલ્દી તારી આવવાની રાહ જોતી હોઇશ. મારાં મનની મનમાં રહી ગઇ રાજ.
રાજે કહ્યું નંદુ પાપાનો ખ્યાલ રાખજે કંઇક પણ જરૂર પડે ડોક્ટર અંકલ પાપા મંમીને કહેજે મેં કહી દીધું છે એમને પાપા મંમી અહીં છે અત્યારે નીકળતાં પહેલાં પણ મેં ખાસ મંમીને કહ્યું છે ત્યાં તારુ ધ્યાન રાખે કાળજી લે. નંદુ આમ જવું મને નથી ગમી રહ્યું તારી યાદ સતાવશે મને.
નંદીનીએ કહ્યું રાજ તું નિશ્ચિંત થઇને જા હવે સમય ખૂબ ઓછો છે પણ વિરહ ખૂબ લાંબો છે. નંદીનીની આંખમાંથી અશ્રુધારા છૂટી. ત્યાં રાજની પાછળથી એનાં પાપાનો અવાજ સંભળાયો "રાજ ચાલ મોડું થશે સમય થઇ ગયો તારો સામાન અને બીજા કારમાં પણ બેસી ગયાં ઉતાવળ કર.
નંદીની આ સાંભળી આગળ કશુંજ બોલી ના શકી બસ એટલુજ બોલી શકી બાય રાજ આઇ લવ યુ રાહ જોઇશ તારી અને ફોન નંદીનીએજ કાપી નાંખ્યો. નંદીની અત્યારે પણ એ ક્ષણો યાદ કરીને રડી ઉઠી...
*****************
વરુણ મૃગાંગનાં ઘરેથી નીકળીને સીધો ઘરે આવ્યો. એનાં મનમાંથી વિચારો નીકળતાં નહોતા. નંદીનીને કોઇ રાજ નામનાં છોકરા સાથે સંબંધ હતો ? એણે મને કંઇ કીધું નહીં ? એણે ઘરમાં જઇને પહેલાં ફ્રીઝમાંથી પાણી કાઢીને પીધું. ઘડીયાળમાં જોયુ કેટલાં વાગ્યાં છે ? 11.00 વાગ્યા છે નંદીની જાગતીજ હશે... વરુણ થોડાં નશામાં તો હતો જ એણે મનોમન નક્કી કર્યું હું અત્યારેજ એને ફોન કરુ છું એ મને આમ અંધારામાં કેવી રીતે રાખી શકે ?
વરુણે નંદીનીને ફોન લગાવ્યો. નંદીની રાજની યાદોમાં આંસુ સારી રહી હતી એનાં મોબાઇલમાં રીંગ આવી એણે આર્શ્ચયથી ફોન ઉપાડ્યો વરુણનો હતો એનું આર્શ્ચય વધી ગયું વરુણનો ફોન અત્યારે ? શું થયું હશે ? એણે ફોન ઉપાડ્યો. તરત વરુણ બોલ્યો. નંદીની હું આ શું સાંભળી રહ્યો છું ?
નંદીનીએ કહ્યું વરુણ અત્યારે ફોન ? કેમ શું થયું ? એ રાજનાં વિચારોમાંથી બહાર નીકળી ગઇ અને સ્વસ્થ થઇ પૂછ્યું કેમ શું સાંભળ્યુ ?
વરુણે કહ્યું તું મને લગ્ન પહેલાંથી અંધારામાં રાખતી આવી છે ? મારી સાથે આવું કપટ કેવી રીતે કરી શકે ? બોલતાં બોલતાં વરુણનો અવાજ લથડ્યો...
નંદીનીએ કહ્યું શું બોલે છે ? શેનું કપટ ? મેં તને શું અંધારામાં રાખ્યો ? અને તે ડ્રીંક લીધું છે ?
વરુણે કહ્યું મને પ્રશ્નોનાં કર હું પૂછું એનો જવાબ આપ. લગ્ન પહેલાં તારે કોની સાથે લફડું હતું ?
નંદીનીને ગુસ્સો આવ્યો અને હૃદયમાં એક થડકો પણ આવી ગયો એણે કહ્યું શું બોલે છે ? કેવા શબ્દ વાપરે છે ? શેનું લફડું ? તને કોણે કહ્યું ?
વરુણે કહ્યું મને હવે વધારે બેવકૂફ બનાવવાની કે સમજાવાની કોશીસ ના કરીશ. તું શાણી સીતા થઇને વાત ના કરીશ. આ રાજ કોણ છે ? કેટલાં સમયથી તમારો સંબંધ હતો ? આવાં આડા સંબંધ હતાં તો મારી સાથે લગ્ન કેમ કર્યા. ? અને પાછી પવિત્ર રહેવાનાં નાટક કરે છે મને હજી સુધી એક આંગળી અડાડવા નથી દીધી પેલા માટે સાચવી રાખ્યું છે ?
વરુણ એક સામટું માથામાં વાગે એવું બોલી રહેલો. નંદીનીએ કહ્યું વરુણ વાત બંધ કર તું પીધેલો છે તને ભાનજ નથી તું શું બોલી રહ્યો છે.
વરુણે કહ્યું એય શાણી મને બધુ ભાન છે તું મારાં પ્રશ્નનો જવાબ આપ હું શું છું અને શું કરુ છું એની મને ખબર છે તારી વાત કર.
નંદીનીએ પછી બેઘડક કહ્યું હાં મારે રાજ સાથે સંબંધ હતો. હું રાજનેજ પરણવાની હતી પણ શક્ય ના બન્યુ અને પાપાએ તારી સાથે પરણાવી દીધી એ મારી મજબૂરી હતી મેં કહી દીધું તને બોલ હવે શું કરવું છે ? ડાઇવોર્સ આપવાં છે ? તો આપી દે મને કોઇ ફરક નથી પડતો. તારી સાથે પરવણું પડ્યું છે પણ તને હું પ્રેમ નથી કરતી મેં માત્ર રાજનેજ પ્રેમ કર્યો છે અને એનેજ કરીશ ભલે એ મારાં જીવનમાં નથી આવ્યો. તું તારું નક્કી કરીને કહે એટલે આપણે ચોખવટ થઇ જાય. પણ તને આ કહેવા વાળું કોણ છે ? કોણે તારાં કાન ભર્યા છે ?
વરુણ તો જવાબ સાંભળીને સડકજ થઇ ગયો થોડીવાર મૌન રહ્યો પછી બોલ્યો આમ ફોન પર વાત નહીં થાય તું રૂબરૂ આવ પછી વાત કરીશું. મારે જાણવું હતું એ જાણી લીધું. અને આ વાત તારાં ફલેટમાં રહેતાંજ કોઇએ કીધી ત્યાં તો તું ફેમસ હતી વાહ કહેવું પડે ચોરી પર સીના જોરી.. તેં ખોટું કર્યુ ઉપરથી મને જવાબ આપે છે. એક કામ કરુ છું હું અત્યારેજ તારી માં ના ઘરે આવું છું. ચોખવટ કરવા મને કેવો બેવકૂફ બનાવ્યો છે તમે લોકોએ.... નંદીની ગભરાઇ ગઇ એણે કહ્યું અત્યારે એવો સમય નથી તને ભાન છે રાતનાં 11.30 થયાં છે. હુંજ સવારે ત્યાં આવું છું પછી ચોખવટ કરી લઇશું આમ મને દબડાવીને તારું ધાર્યુ નહીં થવા દઊં.
વરુણે કહ્યું કેમ અત્યારે ના અવાય ? તારી પોલ ખૂલી ગઇ એટલે ડર લાગે છે ? હવે નંદીનીથી ના રહેવાયુ એણે કહ્યું તું પાછો બહુ સીધો એમ ? તારે કેટલા લફડા છે મને ખબર છે. તારા ફોનમાં કોના કેવા મેસેજ ફોટા આવે છે મને ખબર છે મે જોયા છે. પેલી તમાંરી કોણ છે હાં.. હેતલ.. એ કોણ છે ? એની જોડે તો તારાં બધી જાતનાં સંબંધ છે મને બધી ખબર છે તું શું મને કહેતો હતો તારે અત્યારે આવવુ હોય તો આવ હું તને પણ બધાં સામે ઉઘાડો પાડી દઇશ. મને આવાં ભવાડા ગમતાં નથી પણ તારે કરવાજ હોય તો હું ડરતી નથી આવીજા...
વરુણે આર્શ્ચથી પૂછ્યું તને ક્યારથી ખબર છે ? અને હેતલતો નાનપણની મારી ફ્રેન્ડ છે. તું કહે છે એવું કાંઇ નથી તું પકડાઇ ગઇ એટલે મારાં પર આળ મૂકે છે ?
નંદીનીએ કહ્યું વરુણ વધારે સ્માર્ટ ના બનીશ અને આ હેતલની વાત હું લગ્ન પહેલાંથી જાણુ છું મેં તારી બધી તપાસ કરાવી હતી તારે એ બધું જાણવું હોય તો એ બધી જાણકારી આપવા તૈયાર છું મને મારાં જીવનમાં તારા આવાં સંબંધોથી કોઇ ફરક નહોતો પડતો એટલે મેં કદી આવી વાતો ઉચ્ચારી નથી પણ તું કંઇ શાણો થવા આવીશ તો મારી પાસે તો બધાં પુરાવા-ફોટાં તમારી ચેટ બધું છે. તારે જે જોઇએ એ બતાવવા તૈયાર છું મને અહીં માં નાં ઘરે આવવા દઇ તે શું અત્યારે ધંધા અને ઐયાશી કરી હશે એ હું કલપી શકું છુ.
મારાં પાપાનો આગ્રહ એમનું મોત મારાં માટે મજબૂરી બની ગયું એટલે મારે લગ્ન કરવા પડ્યાં છે પણ મને તારાં જીવનમાં કે તારાં સંબંધોમાં કોઇ રસ નથી તારે જે નિર્ણય લેવો હોય લઇ શકે છે મને કોઇ ફરક નથી પડતો. તારે અહીં આવી ફજેતા કરવા હોય તો આવી શકે છે કહી ફોન કાપી નાંખ્યો.
વધુ આવતા અંકે ---- પ્રકરણ-25