Amangal Lagna - 3 in Gujarati Love Stories by Keval Makvana books and stories PDF | અમંગળ લગ્ન - 3 - છેલ્લો ભાગ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અમંગળ લગ્ન - 3 - છેલ્લો ભાગ


રાતનાં બાર વાગવા આવ્યાં હતાં. આદિત્ય અને વેદિકા જંગલ તરફ આગળ વધી રહ્યાં હતાં. જંગલમાં ખૂબ અંધારું હતું. શિયાળાનાં રડવાનાં ભયાનક અવાજો આવી રહ્યાં હતાં. અચાનક તેમની સામેથી એક કાળી બિલાડી પસાર થઈ. આદિત્ય અને વેદિકા એકબીજા સામે જોવા લાગ્યાં.

(આદિત્ય આગળ વધવાં જતો હતો ત્યાં વેદિકા બોલી)

વેદિકા : બિલાડીએ આપણો રસ્તો કાપ્યો છે. હવે આપણે આગળ કેમ જશું? બધાં કહે છે કે બિલાડી રસ્તો કાપે તો કંઈક અમંગળ થાય છે."

આદિત્ય : અત્યારે તો વેદિત્ય આપણી પાસે નથી, એનાથી વધારે શું અમંગળ થવાનું? ચાલ! અત્યારે એ બધું વિચારવાનો સમય નથી."

(પછી તેઓ આગળ વધવાં લાગ્યાં. ચાલતાં ચાલતાં અચાનક વેદિકાને પગમાં પથ્થર લાગ્યો. તેનાં પગમાંથી લોહી નીકળવા લાગ્યું, પણ તે આગળ વધતી રહી. આદિત્યને આ‌ વાતની જાણ ન હતી.)

આદિત્ય અને વેદિકા ચાલતાં ચાલતાં જંગલનાં કૂવા પાસે આવી ગયાં હતાં. ત્યાં કૂવા પાસે વેદિત્ય રડી રહ્યો હતો અને કોઈ સ્ત્રી તેને પકડીને કૂવા તરફ મોઢું રાખી ઊભી હતી. વેદિકા વેદિત્યને જોઇને તેની તરફ દોડવા લાગી, ત્યાં સામેથી એક પથ્થર આવીને વેદિકાનાં માથામાં લાગ્યો અને તેનાં માથામાંથી લોહી નીકળવા લાગ્યું. પથ્થર લાગવાથી તેને આંખે અંધારા આવી ગયાં અને તે જમીન પર બેસી ગઇ. આદિત્ય વેદિકા પાસે ગયો અને તેને સહારો આપીને તેને ઊભી કરી.

અચાનક તે સ્ત્રી ખૂબ જોર જોરથી ભયાનક રીતે હસવા લાગી. તેનો હસવાનો અવાજ સાંભળીને વેદિત્ય ખૂબ ડરી ગયો હતો. તે સ્ત્રી કૂવા તરફથી આદિત્ય અને વેદિકાની સામે તરફ ફરી. આદિત્ય અને વેદિકા તેને જોઈને ચોંકી ગયાં.

તે સ્ત્રીનાં લાંબા વાળ હવામાં ઊડી રહ્યાં હતાં. તેની આંખમાંથી લોહી નીકળતું હતું. તેનાં નખ લાંબા અને તીક્ષ્ણ હતાં. તેણે લગ્નનું પાનેતર પહેર્યું હતું. પાનેતર ક્યાંકથી બળી ગયું હતું તો ક્યાંકથી ફાટી ગયું હતું.

આદિત્ય : જિજ્ઞાસા, તું?

સ્ત્રી : હા! તારી સામે જે શરીર છે તે જિજ્ઞાસા નું છે, પણ આત્મા જિજ્ઞાસાની સહેલી અને તારી પ્રેમિકા મીરાની છે.

આદિત્ય : શું? મીરાંની આત્મા? જિજ્ઞાસા, આ તું શું બોલે છે? મીરાંનું મૃત્યુ ક્યારે થયું?

વેદિકા : તું જે પણ હોય, Please વેદિત્યને છોડી દે.

(જિજ્ઞાસાનાં શરીરમાં રહેલી મીરાની આત્મા હસતાં હસતાં બોલી)

મીરાં : આને હું કેવી રીતે છોડી શકું? જેનાં કારણે મારી જીંદગી ખરાબ થઈ, તેને હું કેવી રીતે છોડી શકું? જેનાં કારણે મારો પ્રેમ મને ન મળ્યો તેને હું કેવી રીતે છોડી શકું? નહીં છોડુ, આને તો હું નહીં છોડુ.

આદિત્ય : જો મીરાં! એ બધામાં વેદિત્યનો કોઈ વાંક નથી. તું એને છોડી દે.

મીરાં : આદિત્ય! વાંક તો મારો પણ કંઇ ન હતો, છતાં પણ મને સજા મળી. હા એક વાંક હતો, કે મેં તને પ્રેમ કર્યો. કદાચ મને એની સજા મળી.

આદિત્ય : પણ વેદિકાએ તને સમજાવી હતી અને તું સમજીને અમારાથી દૂર પણ જતી રહી હતી.

મીરાં : નાં આદિત્ય નાં! વેદિકાએ મને સમજાવી ન હતી. તું અને પપ્પા રૂમની બહાર ગયાં પછી હું પણ તમારી પાછળ આવતી હતી, ત્યારે વેદિકાએ મને ધક્કો માર્યો હતો. મારૂં માથું દિવાલ સાથે અથડાવાથી હું બેભાન થઈ ગઈ હતી. પછી વેદિકા મારાં કપડાં પહેરી અને મને રૂમમાં બંધ કરી નીકળી ગઇ હતી. હું જ્યારે ભાનમાં આવી ત્યારે હું ત્યાંથી ભાગી ગઇ. તારાં અને પપ્પા સિવાય મારું આ દુનિયામાં કોઈ ન હતું. પપ્પાએ પણ પોતાનાં સ્વાર્થ માટે મારી સાથે અન્યાય કર્યો અને તે પણ મને છોડી દીધી. હું તારાં વગર જીવી ન શકી એટલે મેં આત્મહત્યા કરી લીધી.

(આટલું બોલીને મીરાં રડવા લાગી. આદિત્ય વેદિકા તરફ જોઈને બોલ્યો)

આદિત્ય : વેદિકા! મીરાં કહે છે તે સાચું છે?

(વેદિકા માથું નીચું કરીને બોલી)

વેદિકા : હા.

મીરાં : અને આદિત્ય તને હજી એક વાતની જાણ નથી.

આદિત્ય : મને કઇ વાતની જાણ નથી?

મીરાં : આ બાળક તારાં ભાઈ કબીરનું નથી, પણ આશિષનું છે. એ જ આશિષ જેણે તારાં ભાઇની હત્યા કરી હતી. વેદિકાનાં તેની સાથે આડાસંબંધો છે એ વાતની જાણ કબીરને થઈ ગઈ હતી એટલે વેદિકા એ તેને મળવાં બોલાવ્યો અને આશિષે તેની હત્યા કરી. પછી આશિષે વેદિકા ને છોડી દીધી એટલે તેણે તારી સાથે લગ્ન કર્યા.

(આ સાંભળી આદિત્યની આંખમાં આંસું આવી ગયાં. તેણે ગુસ્સામાં વેદિકાને થપ્પડ મારી દીધી.)

વેદિકા : જે પણ થયું, તું મારાં બાળકને છોડી દે.

મીરાં : આને તો હું નહીં છોડુ.

(આટલું બોલીને મીરાએ વેદિત્યને કૂવામાં ધક્કો મારી દીધો. વેદિત્યની ચીસ આખાં જંગલમાં ગૂંજી ઉઠી. આ જોઈને વેદિકા ડઘાઈ ગઈ અને તેને હાર્ટ એટેક આવી જવાથી તે મૃત્યુ પામી. આદિત્ય મીરાં પાસે જઈને બોલ્યો)

આદિત્ય : મીરાં! મને માફ કરી દે. મેં તારી જીંદગી ખરાબ કરી દીધી. પણ હવે તો મને એવું લાગે છે કે તે અમંગળ લગ્ન કરીને મારી જીંદગી મેં ખુદ ખરાબ કરી છે. મારી સાથે આટલો મોટો ફરેબ થયો. હવે મારાં જીવવાનો કોઈ મતલબ નથી. હું હવે તારી પાસે આવું છું. ભગવાને ઈચ્છ્યું તો આવતા જન્મમાં આપણા મંગળ લગ્ન થશે.

(આટલું બોલીને આદિત્ય કૂવામાં કૂદી ગયો. મીરાં અને આદિત્યની આત્મા એક થઇ ગઇ.)

•~•~•~ સમાપ્ત ~•~•~•