હું અને કશ્યપ ની બહેન મીની બને કાન નાં ઝૂમખાં જોઈ રહ્યા હતા, કશ્યપ ની વાત સાવ સાચી હતી , મીની ખૂબ મિલનસાર સ્વભાવની હતી...થોડી જ વાર માં તો જાણે એ મારી નાની બહેન હોઈ એમ મારી ચારેબાજુ કૂદવા લાગી.થોડી જ વાર માં કશ્યપ પણ ત્યાં આવી પહોંચ્યો,મીની મારા કાન પાસે ઝૂમખાં રાખી કશ્યપ ને બતાવવા લાગી " જો ભાઈ , તું કે દીદી પર ક્યાં ઝૂમખાં સારા લાગશે, મને તો બને જ ગમે છે"
" બને ખૂબ સારા લાગે છે" કસ્યપે કહ્યું
" તો હવે શો નો તમે થઈ ગયો છે અમે બને અંદર જઈ , તું આ બને નાં પૈસા આપી દેજે, આ ઝુખમાં દીદી માટે મારી સોરી ગિફ્ટ છે"
" ના, મે તને માફ કરો દીધી છે મીની" મે કહ્યું
"અરે , મે કહી દીધું ને તો બસ હવે તમે એમ માની લો કે તમારી નાની બહેન પ્રેમ થી એની દીદી માટે કઈક લેવા ઇચ્છે છે, સુ તો પણ તમે એનું દિલ તોડશો"
મારા ચહેરા પર હળવું સ્મિત આવી ગયું, અને મે કહ્યુ" ઠીક છે"
પછી અમે શો જોવા માટે અંદર ગયા..
લગભગ 2 કલાક પછી શો પૂરો થયો, બધા બહાર આવી ગયા, મીની સાથે કાર અને ડ્રાઇવર હતા માટે તે મને જોર થી ભેટી ગઈ, અને પોતાની પસંદ નાં ઝૂમખાં ફરી ફોટા મોકલવા કહ્યું..વળી કાર માં બેસતા ધીરે થી કશ્યપ ને કહ્યું" જો ભાઈ તું આમનું ધ્યાન રાખજે , જો દીદી એ તારી કઈ ફરિયાદ કરી તો પછી હું તારાથી નારાજ થઈ જઈશ"
કશ્યપ પણ મસ્તી માં હાથ જોડી કહેવા લાગ્યો" હા મારી માં, હું ધ્યાન રાખીશ તું જા , હવે વાચવા બેસ હમણાં તારી પરીક્ષા આવશે".તરત જ કાર અમારી આંખ સામેથી નીકળી ગઈ..
કશ્યપ મને હોસ્ટેલ સુધી મુકવા માટે આવ્યો.હોસ્ટેલ પહોંચ્યા તેને યાદ આવ્યું અને તેને કહ્યું" હા પ્રાચી, તારા ફોન માં એક કોલ આવતો હતો, 3 રીંગ થઈ એટલે મને થયું, કોઈ કામ નો કૉલ હસે તો મે ઊઠવ્યો,અને કહ્યું કે તું તારો ફોન કાર માં જ ભૂલી ગઈ છે ,પણ સામેથી કદાચ ત્યાં ફોન કપાઈ ગયો..
" ફોન પર કોણ હતું , નામ કઈ ખબર છે"મે પૂછ્યું
" હા , તારા ફોન પર પ્રશાંત ફ્લેશ થતું હતું..."
તેનું આટલું બોલતા જ મને થયું કે પ્રશાંતને કઈ ગેરસમજણ નાં થઈ તો સારુ, અને આજ વિચાર માં હું હોસ્ટેલ ની અંદર જતી રહી અને કશ્યપ ને બાય કહેવાનું પણ ભૂલી ગઈ.
રૂમ પર પહોંચતા જ મે વિચાર્યું પેલા , ફ્રેશ થઈ જાઉં પછી પ્રશાંત ને કોલ કરું.
અડધી કલાક માં ફ્રેશ થઈ મે પ્રશાંત ને કોલ કર્યો, ફોન રીંગ ગઈ પણ સામેથી કોઈ એ કોલ ઉઠાવ્યો નહિ, લગભગ 4- 5 વખત મે ફોન ટ્રાય કર્યો...પછી મને ખૂબ ચિંતા થવા લાગી કે કદાચ પ્રશાંત એવું ના વિચારે કે મારા ને કશ્યપ........આટલું વિચરતા જ ફોન ની રીંગ વાગી, સ્ક્રીન પર પ્રશાંત નુ નામે હતું.
મે જલ્દી થી કોલ ઉઠાવી લીધો અને કહ્યું" કેમ , તું ફોન નથી ઉઠાવતો"
સામેથી જવાબ આવ્યો , " અરે બપોરે જમ્યા મારા કપડાં ખરાબ થઈ ગયા હતા, ,તો બાથરૂમ માં ચેન્જ કરતો હતો , એમાં તારા ફોન ઉઠાવતા નથી..
મને મન માં થયું કે હું નહિવત જ ચિંતા કરું છું, બની સકે કદાચ એને આ વાત મન માં પણ ના હોઈ કે , એવું પણ કે ત્યાં એની જિંદગી માં બીજી કોઈ છોકરી પણ હોઈ , એમ પણ હજી અમારી કોઈ કમિટમેટ તો છે નહિ પણ મારે તેને દરેક વાત કહેવી જરૂરી છે.
માટે મે કહ્યુ" આજે હું પ્લે જોવા માટે ગઈ હતી, તને યાદ છે મે તને પેલી કૉફી વળી એક છોકરી વિશે કહ્યું હતું, તેને મને સોરી કહેવા માટે બોલાવી હતી, કશ્યપ તેનો જ ભાઈ છે ને અમારા કોલેજ નાં ડાયરેક્ટ નો છોકરો પણ છે,અને સવભાવ પણ ખૂબ સારો છે, માટે તેને કહ્યું હતું કે પ્લે જોવા જઈએ..માટે તેને કહેવા નુ હતું પણ આજ સવારે આપની વાત ના થઇ માટે કહેવાનું રહી ગયું.
" સારુ , ને એમ પણ તને ત્યાં સાવ એકલું લાગે છે, જો થોડા ફ્રેન્ડ બની જાય તો તાને ત્યાં 5 વર્ષ રહેવું સહેલું થઈ જશે" પ્રશાંત કહ્યું
આ સાંભળી મને થયું કે ચિંતા ની કોઈ વાત જ નથી, હું પણ કઈક વધરે જ વિચારું છું.
પણ પ્રશાંત ના મન માં સંકા હતી , જે આ વખતે મારું બધુ જણાવવા અને કારણ કહેવાથી લગભગ મટી ગઈ હતી, પણ આગળ હવે આવું કંઈ ન થઈ તે ધ્યાન રાખવા મે મન માં નિશ્ચય કર્યો.