Treason in Gujarati Short Stories by આર્યન પરમાર books and stories PDF | કર્તવ્યદ્રોહ

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

Categories
Share

કર્તવ્યદ્રોહ

શાંતિથી જિંદગી જીવનાર વધુ સમજુ નહોતો પરંતુ આપેલ કામ ચોક્કસ કરી નાખનાર રોનક, એક નાના મધ્યમ પરિવારમાંથી આવતો હતો. તેના પિતા વ્યવસાયે સરકારી વીજ કમ્પનીમાં નાની જોબ કરતા હતા.રોનકની એક મોટી બહેન હતી.આખા પરિવારમાં ન તો કોઈને વધારે ખાસ કંઈ આશાઓ હતી કે ન તો કોઈપણ જાતનું દુઃખ હતું.
આજથી વર્ષો પહેલા રોનકના પિતા ગામડે બધું જ વેચીને વ્યવયાય અર્થે શહેર આવી ગયા હતા જ્યા તેમણે ઘણા જ દુઃખો સહન કર્યા,
હોટેલમાં વાસણ સાફ કરવાથી લઈને સોસાયટીની ચોકીદારીનું કામ પણ તેમણે ખંતપૂર્વક અને ખૂબ જ પ્રામાણિકતાથી નિભાવ્યું જેનું પરિણામ કુદરતે એમને સરકારી નોકરીના માધ્યમે આપ્યું.
લીંબાણી પરિવાર પોતાની જિંદગી ઘણી જ ઈજ્જત સાથે જીવી રહ્યો હતો જ્યાં સુધી રોનકએ સમાજમાં તેના પપ્પાનું નામ ખરાબ ન કરી દીધું. આજે આ વાતને ૩ મહિના વીતી ચુક્યા હતા રોનક પોતાનાથી બીજી ધર્મની છોકરી સાથે ભાગીને લગ્ન કરી ચુક્યો.
લીંબાણી પરિવાર કે છોકરીનો પરિવાર આ લગ્નને વિરૃદ્ધ નહોતો પરંતુ સમાજનો ડર અને લોકોના મહેણાં સાંભળીને જીવવાનું છોડીને છોકરા છોકરીને અપનાવવા તૈયાર થઈ નહોતા રહ્યા.
બીજી બાજુ રોનક ખુશ પોતાની જિંદગીમાં જે મેળવવું હતું તે મેળવીને ખુશ હોય તેમ પોતાના શહેરથી દૂર શહેર વસી ગયો હતો જ્યા તેના એક મિત્રની ઓળખાણથી કમ્પનીમાં નોકરી મેળવી નાની પણ સારી જિંદગી જીવી રહ્યો હતો.
બૃમ....બૃમ.....બૃમ......
પોતાના મોબાઈલમાં વાઈબ્રેશન થતા થાકીને આવેલો રોનક આંખો મિચડતો ઉભો થયો ઘડિયાળમાં જોયું તો રાતના એક વાગ્યા હતા.
હેલો સામેથી અવાજ આવ્યો,
અવાજ રોનક ઓળખી ગયો. જવાબમાં તેણે મમ્મી કહીને સંબોધન કર્યું અને ખુશીના માર્યો તેની પત્ની રોમાને જગાવવા લાગ્યો.હે દેખ કોનો કોલ આવ્યો.
કોણ છે અત્યારે રાત્રે? તમારા રખડુ દોસ્તારો હશે બીજું કોણ હશે તમારે જવું હોય તો જઈ શકો છો.
ઓ ચૂપ પોતાની આંગળી મોઢા પર મુકતા રોમા સામે જોઇને ફોન આપતા કહ્યું મમ્મી છે.
રોમા થોડી હડબડાઈ તેણીએ ક્યારેય પોતાની સાસુ સાથે વાત નહોતી કરી એટલે ફોન લેતા ગભરાયેલી રોમાએ ધીમા અવાજે હેલો કહ્યું,
સામેથી અવાજ આવ્યો દીકરા બધું મજામાં છે ને? તમને કોઈ મુસબીત તો નથી ને? અત્યારે આટલી રાતે ફોન કર્યો પણ મારી પાસે બીજો કોઈ ઉપાય નહોતો મને આજે રોનકનો એક દોસ્ત મળેલો ઘણી આજીજી કર્યા પછી તેણે નમ્બર આપ્યો.
ના ના મમ્મી અમને કોઈ તકલીફ નથી તમે કેવા છો? સારું કર્યું તમે અત્યારે ફોન કર્યો મને અને રોનકને ઘણું જ સારું લાગ્યું.
ઓકે દીકરા હું અત્યારે તો મૂકુ છું કોઈ જાગી જશે મારે તો ખાલી તમારો અવાજ સાંભળવો હતો એટલે કર્યો હતો,સવારે હું લાગ જોઈને ફોન કરાવીશ કોઈના નમ્બર પરથી,
સારું મમ્મી રોમાએ કહ્યું અને ફોન રોનકના હાથમાં આપ્યો.
હેલો મમ્મી !! રોનકએ કહ્યું પણ ફોન કટ થઈ ગયો હતો.
આજે રોનકના ચહેરા પર એક અલગ જ ખુશી જોવાઇ રહી હતી, એક સૂકુની હસી.
રો શુ કીધું મમ્મીએ? કઈ નહિ કાલે ફોન કરશે એમ કીધું એમણે, ચલો તમે થાક્યા હશો અત્યારે સુઈ જઈએ કાલે વાત કરીશું. રોનક પણ થાકેલો હતો એટલે સુઈ ગયો.
બીજી રાત્રે આ જ માફક રોનકના પપ્પાનો કોલ આવ્યો,
હેલો મમ્મી, આજે તું કોલ કરવાની હતી ને અમે બન્નેએ ઘણી રાહ જોઈ પણ આવ્યો નહિ તારો કોલ.
બેટા ! રોનક થોડો અટવાઈ ગયો તેને લાગ્યું શાયદ પપ્પા છે અને અકડાશે મમ્મીને કદાચ પકડી લીધી હશે કોલ કરતા,
રોનકએ ધીમેથી કહ્યું પપ્પા,
હા દીકરા !! તારે કંઈપણ જરૂર પડે તો કહેજે મને અને હા પૈસા જોઈએ તો પણ કહેજે હું તારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈશ.
ના ના પપ્પા તમે પોતાનું ધ્યાન રાખો દવા લો છો ને ટાઈમ પર?
મમ્મીનું પણ ધ્યાન રાખજો અને દીદીનું પણ !
તું ચિંતા ના કરીશ દીકરા બધા હેમખેમ છે તું સાચવ અને હા હવે થોડો જ ટાઈમ હું તને ઘરે લઈ આવીશ ગમે તેમ કરીને.
વહુનું ધ્યાન રાખજે એકલી મૂકીને ક્યાંય મિત્રો જોડે જતો ના રહીશ. હા પપ્પા,
સારું ચલ કાલે ફોન કરીશું અમે હમણાં સુઈ જાવ તમે હું પણ સુવા જ જાઉં છું આ તો તારી યાદ આવી એટલે ફોન કરી લીધો. રોનક આટલું સાંભળતા જ પોતાનું રડવાનું રોકી ન શક્યો ફટાફટ ફોન કટ કર્યો અને રડવા લાગ્યો. રોમાએ સાચવીને સમજાવીને સુવડાવી દીધો.
૨૩ વર્ષના આ દંપતી કે જે હમણાં જ મેચ્યોરિટીની કાચી ઈંટ પર પોતાનું મકાન બનાવી રહ્યા હતા ત્યાં ફક્ત જરૂર ન હતી તો એક તુફાની વરસાદની!!
ભાગ્યે જ કોઈક હોય છે જેના જીવનમાં તકલીફ દરવાજો ખટકટાવતું નથી તકલીફ ન તો તમારા સંબંધો જોઈને આવે છે ન તો તમારી પરિસ્થિતિ સમ્યસ્યા ફક્ત ને ફક્ત સમસ્યા જ છે.
જ્યાં માણસએ પોતાની જાતને ન સાચવ્યો તો સમજવું કે ગાડી ગગડવાની શરૂઆત થઈ જ ગઈ છે.
ઈંટોના કાચા મકાને જમીનદોસ્ત થવામાં ફક્ત એક જ દિવસના અમુક સમયનો જ સમય લાગે.
રોનક રોમાનું જીવન આગળ પણ સરસ ચાલ્યું તેના પપ્પાએ સ્વીકારી લીધો ઘરે બોલાવી લીધા એક સારી નોકરી અપાવી દીધી શહેરમાં બીજુ નોકરીથી નજીક પડે એવું ઘર લઈ આપ્યું.
પરંતુ ધીરે ધીરે રોનક બદલાયો નવી નવી છોકરીઓના સંપર્કમાં આવ્યો જેમાંની એક પોતાના જ સમાજની છોકરીએ તેના દિલને ઘાયલ કરી દીધું.
તે છોકરીની છટા પહેરવેશ અને મોડર્ન વિચારધારા આગળ રોનક મોહાઈ ગયો.
પૈસે ટકે સધ્ધર એ છોકરીની જાળમાં રોનક એવો તો ફસાઈ ગયો કે ભાન ન રહ્યું પોતાની એક ધર્મપત્ની સાથે બંધનમાં બંધાઈ ગયો છે. તમે તો ટિફિન ભૂલી જાઓ છો પણ મારે ઘરના બધા કામ કરીને પાછું આપવા આવાનું
બબડળતી રોમા દરવાજો નોક કર્યા વગર જ કેબીનમાં ઘુસી આવી જ્યા જોઈને તેના હાથમાંથી ટિફિન બોક્સ નીચે પડી ગયું અને દાળ સબ્જી નીચે ઢોળાઈ ગઈ.
વોટ્સ થિસ હુસ થીસ નોંસેન્સ , પેલી જે ખુરશીમાં બેઠેલા રોનકના ખોળામાં બેઠી હતી તે બોલી.
રોમા કંઈપણ બોલી નહિ સીધી ભાગીને ઘરે જતી રહી રોનક પણ ઉભો થયો અને પોતાની કારની ચાવી શોધી ઘરે જવા નીકળ્યો,
હની ક્યાં જાય છે આજે તો તારે મારી સાથે ટાઇમ સ્પેન્ડ કરવાનો હતો. બેબી ટુમોરો એમ કહી રોનક ત્યાંથી એજ સ્પીડમાં ઘરે જવા નીકળ્યો. શીટ ! આ રોમા પણ છે ને ક્યાય પણ ઘુસી જાય છે મેનર્સ તો હોવા જોઈને યાર કોઈના કેબીનમાં ઘૂસવા માટે,એ જ પળ દિલમાથી અવાજ આવ્યો પત્ની છે તારી ગમે ત્યાં આવી જઇ શકે છે તું જ્યાં હોય ત્યાં.પત્ની હોય તો શું થયું રુલ્સ બધા માટે સરખા જ છે.
તું ક્યારેય નહીં સુધરે ક્યારેય નહીં તું સેલ્ફીસ હતો અને રહીશ. હા છું તો છું બંધ થઈશ પ્લીઝ? રોનકએ દબાણ કરીને પોતાના દિલમાંથી આવતા અવાજને દબાવા પ્રયાસ કર્યો.
ક્યાં સુધી દબાવીશ મને તું? જે સાચું છે તે સાચું છે તારા જેટલો હરામી માણસ મેં આજદિન સુધી નથી જોયો. ચુપપ્પ..
સ્ટિયરિંગ પર જોરથી હાથ પટકાવી રોનક ગુસ્સામાં બોલ્યો.
રોનક કોની સાથે જગડો કરી રહ્યો હતો પોતાની સાથે? કે પોતાના ખોટા રસ્તાને જસ્ટીફાઈ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો?
ઘરે જઈને રોનકએ ઘણા જ બહાના બનાવ્યા ઘરના બધા લોકોએ તો એમ પણ કહી દીધું કે,
પાક્કું આ રોમા જ બધા ખેલ કરાવે છે મારા દીકરાને બદનામ કરે છે એવું જ હોય તો જતી રે પાછી તારા પિયરમાં ઠીક છે?
આજે પોતાના મમ્મી પપ્પાની યાદ રોમાને ઘણી જ આવી રહી હતી અને એ જઇ પણ શકતી હતી બસ પોતાની જવાબદારી તેને રોકી રહી હતી. હું ત્યાં પાછી જઈશ તો ફરીથી મારા મમ્મી પપ્પાની ઈજ્જત બગડશે. આખી રાત સ્ટ્રેશમાં જમવાનું કાઢીને ડાઇનિંગ ટેબલ પર એકલી બેસી રહેલી રોમા રાહ જોતી હતી કે ગુસ્સે થયેલો રોનક હમણાં પાછો આવશે પરંતુ તેવું બન્યું નહિ રાતના ૩:૩૦ થયા પણ રોનક ન આવ્યો આખરે રોમા ઉભી થઇ પોતાના બેડરૂમમાં ચાલુ પંખાને બંધ કર્યો, વોર્ડરોબમાંથી ઓઢણી કાઢી અને બેડ પર ચઢવા આગળ વધી.........


( પ્રભુ શ્રી રામ કહી ગયા છે કે પ્રેમ અને કર્તવ્ય માણસે એક સાથે રાખીને ચાલવું પડે છે, તમારા પ્રેમમાં ઉતાર ચઢાવ આવે છે ઉંમરના એ આયામ પર જ્યાં તમારી પાસે યુવાની હોય છે ત્યારે પ્રેમ કઈક અલગ ભૂમિકા નિભાવે છે અને સમાજમાં એક જવાબદાર પતિ પત્ની તરીકે પોતાની ભૂમિકા નિભાવો છો ત્યારે કઈક અલગ,
મનુષ્યએ હમેશા પોતાના પ્રેમ સાથેના કર્તવ્યને તોડવાનો પ્રયાસ ન કરવો જોઈએ.)

સમાપ્ત