જુઓ નીલ તમને સાચું કહું તમે મારા ડેડ ને કહી કહેશો તો એ હું જરાય ચલાવી નહિ લઉ. તમે તમારી જગ્યાએ ગમે તેટલા સાચા હશો પણ મારા માટે તો એ જે કહે એ બધું જ સાચું અને બરાબર છે.. આલીશાન બંગલા નાં બેડરૂમ માં કૃપાએ પોતાના સસરા ની તરફેણ માં એના હસબન્ડ જોડે વાત કરતા કહ્યું. .
તને શું લાગે છે ? આપણે અહિયાંથી જઈએ છીએ એટલે એમને નથી ગમતું ? એવું નથી સાચી હકીકત એવી છે કે એ મારી પ્રગતિથી એમનો ઈગો ઘવાય છે. પોતાની પત્નીને સમજાવતા નીલે પોતાના જ ડેડ વિષે અભિપ્રાય આપ્યો.
હું ક્યારેય એ માનવા તૈયાર નથી કે કોઈપણ માં બાપ પોતાના સંતાનો ની પ્રગતી થી નિરાસ થાય. એટલે તમે ખોટે ખોટું વિચારવાનું બંધ કરો તો કેવું રહે?
કોઈ કોર્ટરૂમ માં ચાલતી હોય એવી દલીલો આજે નીરવ બંગલાનાં બેડરૂમ માં ચાલતી હતી.
વાત જાણે એમ હતી કે આજે નીલે એના ડેડ ને કહ્યું કે એને ઓફીસ તરફથી જર્મની મોકલવામાં આવે છે. જો કે આ અચાનક ન હતું. નીલ બે વર્ષથી આ તક ની રાહ જોતો હતો અને એના માટે એને મહેનત પણ કરી હતી. અને એ બે વર્ષની મહેનતનું એ ફળ હતું કે એને જર્મની મોકલવા એની કંપની તૈયાર થઇ હતી. જ્યારે એ વાત એને એના ડેડ ને કહી તો એમને કહ્યું કે આટલા દુર જવાની શું જરૂર છે તું મહિના નાં લાખો રૂપિયા પગાર અહિયાં મેળવે છે. અહિયાં જ શાંતિથી રહે અને એન્જોય કર. જે મેં કમાવ્યું છે એ પણ તારું જ છે તો વિદેશ જવાની કોઈ જરૂર નથી. એક પિતા તરીકે પોતાના દીકરા ને સમજાવતા કહ્યું પરતું નીલને એમની વાત માં એક રિટાયર્ડ આઈ.એ.એસ ઓફિસરે એમની ટેવ મુજબ અપાયેલું આદેશ લાગ્યું. એટલે જ આજે નીલ અને એની પત્ની વચ્ચે અત્યારે દલીલો ચાલતી હતી.
કૃપા અને નીલ આઈ.આઈ.એમ માં સાથે ભણતા હતા. કૃપાની માતા બાળપણમા જ ગુજરી ગયેલ હતા અને પિતા આર્મી માં જનરલ હતા. જયારે નીલ નાં ડેડી વિક્રાંત અરોરા એક આઈ.એ.એસ ઓફિસર હતા. તેઓ ઇચ્છતા કે નીલ પણ આઈ.એ.એસ બને પરતું નીલે આઈ.આઈ.એમ માં અભ્યાસ કરી એક મલ્ટીનેશનલ કંપની સાથે જોડાઈ ગયો. અને મહેનત કરીને એક ઉચા હોદ્દા ઉપર જગ્યા મેળવી લીધી.
કૃપા જ્યારે સાસરે આવી ત્યારે એના સાસુ હયાત હતા પરતું થોડાક સમયમાં જ એ ગુજરી ગયા. કૃપાને એના સસરા માટે ખુબ જ પ્રેમ હતો અને એમના માટે એ કેટલીય વાર નીલ સાથે ઝગડો કરી લેતી. એમની દવાઓથી લઇ ને અન્ય નાની નાની જરૂઆત નો કૃપા ખુબ જ સારી રીતે ધ્યાન રાખતી એના સસરા પણ પોતાની વહુ માટે આદર અને પ્રેમ દાખવતા. એમને વહુના રૂપમાં એક દીકરી મળી હતી જે હંમેશા એમની જ તરફેણ કરતી. બીજા દિવસ સવારે નાસ્તાનાં ટેબલ ઉપર ફરીથી એજ વાત શરુ થઇ અને નીલ ગુસ્સામાં જ ઘરની બહાર જતો રહ્યો. વિક્રાંતે કૃપા સામે જોયું. કૃપાએ કઈ કહ્યું નહિ એટલે એ પણ ગુસ્સા માં ત્યાંથી જતા રહ્યા. કૃપા એની ટેવ મુજબ નાસ્તાનાં ટેબલ ઉપર બેસી રહી અને વિચારવા લાગી. એને વિચાર્યું કે ડેડ એકલા અહિયાં કેવી રીતે રહેશે. ઉપરાંત એમની દવાઓ નો સમય , એમનો બી.પી. સુગર બધું કેવી રીતે સચવાશે. નોકરો ઉપર કેવી રીતે ભરોષો કરાય. અચાનક જ એને એક વિચાર આવ્યો અને એ વિચાર અમલમાં લાવવાની એને તૈયારી શરુ કરી દીધી. બપોરે લંચ સમયે એને વિક્રાંત ને કહ્યું. ડેડ હું એક સ્ત્રી ને ઓળખું છું. વિધવા છે અને એમની બે દીકરીઓ છે જેમના લગ્ન આ મહિનામાં જ થવાના છે. હમમ વિક્રાતે કહ્યું કેટલા રૂપિયા આપવા છે તારે અથવા નીજી કઈ મદદ કરવી છે ? ના ડેડ તમે સમજ્યા નહિ. એ સ્ત્રી ને એવી કોઈ જરૂર નથી એ તો પોતે ફિઝીક્સ નાં પ્રોફેસર છે અને એમની દીકરીઓ ની ઈચ્છા એવી છે કે એમના લગ્ન પહેલા એમની મમ્મી નાં લગ્ન થાય. એક કામ કરીએ આપને જઈ ને મળી આવીએ. આપને શું કામ મળવું પડે? વિક્રાતે પૂછ્યું. ડેડ તમે કેમ સમજતા નથી ? કૃપાએ જરાક ચીઢવતા વાત કરી. આપણે મળીએ અને તમને બંને ને યોગ્ય લાગે તો તમે એમની સાથે લગ્ન કરી લો.
વિક્રાંત એમની વહુ સામે જોઈ રહ્યા, પહેલા તો વિશ્વાસ ના થયું કે કૃપા જે બોલી એ સાચેજ બોલી કે એને કઈ વહેમ થયો છે. એટલે એને ચોખવટ કરતા ફરી પૂછ્યું કે શું કહ્યું તે ? કૃપાએ ફરીથી કહ્યું કે ડેડ તમે લગ્ન કરી લો તો મને તમારી ચિંતા ઓછી થશે. અને ત્યાં અમે શાંતિ થી રહીશું. વિક્રાતે એને ઠપકો આપતા કયું કે આજે આ વાત કરી છે હવે નાં કરતી, આવું તું વિચારી પણ કેવી રીતે શકે? ડેડ તમે પોતાને સાઈડ માં રાખી મારા વિષે વિચારો મને મમ્મી નો પ્રેમ ક્યારેય મળ્યો નથી. જો તમે લગ્ન કરશો તો મને મમ્મી મળી જશે એમનો પ્રેમ મળશે. આ ખોટા ઈમોશનલ બ્લેક મેલિંગ કરવાનું બંધ કર હવે હું વૃદ્ધ થઇ ગયો છું. એટલે આવી વાતો વિચારવાનું જ નહિ. જો તારા હિટલર પતિ ને ખબર પડશે તો તારી સાથે મને પણ ઘરમાંથી કાઢશે. એમ કહીને જોર થી હસવાનું શરુ કર્યું. કૃપાએ નારજ થતા કહ્યું કે તમને પેલા હિટલર ની લાગણી છે મારી જરાય નથી. જો કે એના કરતા વધારે પ્રેમ અને આદર હું તમને આપું છું. કૃપાના માથા ઉપર હાથ રાખી વિક્રાંત ત્યાંથી ઉભા થઇ ગયા. અને આરામ કરવા માટે એમના રૂમ માં ગયા અને કૃપાની વાત ઉપર વિચારવા લાગ્યા. આમાં ખોટું કાઈ જ નથી પણ હવે આ ઉમરે પાત્ર કેવું મળે એ પણ જોવાનું હતું. એક વાર તો વિચાર આવ્યો કે કૃપાએ માત્ર મારું મન તપાસવા તો આ વાત નહિ કહી હોય? પણ પછી તરત જ કહ્યું કે ના કૃપા એવું કઈ નાં કરે. એ મારા વિશે હંમેશા સારું જ વિચારે. અને પછી તરત જ કૃપાની વાત ઉપર સહમત થતા એમને બીજા લગ્ન કરવાના નક્કી કરી લીધું.
રાત્રે ડીનર ટાઈમે એમને કૃપાને કહું કે ક્યારે મીટીંગ રાખવી છે પેલા ફિઝીક્સ નાં પ્રોફેસરની . આ વાત પૂરી પણ થઇ ન હતી અને કૃપા ઉછળીને એમને વળગી પડી. સાચે જ ડેડી તમે મને બહુ મોટી ખુશી આપી રહ્યા છો. આપણે રવિવારે જ મીટીંગ રાખીશું. નીલ બંને ની વાત સાંભળતો રહ્યો અને પૂછ્યું શાની મીટીંગ રાખવાની છે. આ વખતે કૃપા કઈ બોલે એ પહેલા વિક્રાતે જવાબ આપ્યો કે હું લગ્ન કરું શ્હું. હાથ માં રેહેલું કોડિયું એમ જ રહી ગયું. નીલ ને વિશ્વાસ ના થયું કે એના ડેડી શું બોલી રહ્યા છે? એને ગુસ્સામાં કહ્યું કે તમને બંને ને કોઈ પાગલપણનું દોરું પડ્યું છે શું બોલો છો એનું ભાન પણ રાખો. અને ડેડ આ કૃપા તો કઈ પણ કહે એટલે તમારે માની જ જવાનું. તમારી ઉમર નો વિચાર કરો? સમાજ માં તમારી પ્રતિષ્ટા વિષે વિચારો. જો આ બધા વિષે નાં વિચારવું હોય તો કાઈ નહિ મારી આબરૂ અને મારી પ્રતિષ્ઠા વિષે વિચારો અને આવા વિચારો કરવાનું બંધ કરો.
કૃપા એ એની વાત કાપતા જ કહ્યું કે આમાં શું ખોટું છે જો ડેડી મેરેજ કરે છે તો તું અને હું જર્મની માં શાંતિ થી રહી શકીએ. એમની ચિતાં ન થયા કરે અને અહિયાં એમને પણ કોઈનું સાથ મળે તો એ પણ સારી લાઈફ જીવી શકે. અને એક વાત સાંભળી લે જો તું ડેડીને લગ્ન કરવાનું નાં કહે તો તારી પાસે બે ઓપ્શન્સ છે , એક આપણે અહીયાજ રહીએ એમની સાથે અથવા બીજું તું એકલો જા જર્મની હું અહિયાં રહીશ મારા ડેડી સાથે. અને જો આ ઘર તમારું હોય તો હું મારા ડેડ ને અહિયાથી લઇ ને જતી રહીશ મારે પણ તારા જેટલું જ એજ્યુકેશન છે એટલે અમે બાપ-દીકરીને કોઈ પ્રોબ્લેમ નહિ આવે. હવે શું કરવાનું છે એ તું નક્કી કર. કાલે સવારે મારે જવાબ જોઈએ.
નીલ કૃપાનાં જીદ્દી સ્વભાવથી પરિચિત હતો. તેને ખબર હતી કે કૃપા એક વાર કઈ નિર્ણય કરે તો એના નિર્ણયથી એને કોઈ હટાવી નાં શકે. અંતે એને પણ લાગ્યું કે કૃપાનો નિર્ણય સારો છે. અઠવાડિયા પછી શહેરની ફાઈવ સ્ટાર હોટલ માં લીમીટેડ લોકો સાથે એક મેરેજ રીશેપ્સનનો આયોજન નીલે એના ડેડી માટે કર્યો