Love or separation - 2 in Gujarati Love Stories by Neel Bhatt books and stories PDF | પ્રેમ કે પછી જુદાઈ - 2

Featured Books
Categories
Share

પ્રેમ કે પછી જુદાઈ - 2

પ્રેમ કે પછી જુદાઈના પહેલા ભાગમાં આપણે જોયું કે આ વાર્તા આર્યન અને એન્જલ નામના બે વ્યક્તિની પ્રેમકથા છે. જેમાં આપણે જોયું કે આર્યન એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. આ ઉપરાંત તેના બચપણના શોખ ફોટોગ્રાફી માટે એ રવિવારના દિવસે સમય ફાળવે છે અને અદભૂત ફોટોગ્રાફી કરે છે. જેના લીધે તેની ફોટોગ્રાફીની છોકરીઓ પણ ફેન હોય છે. એક સવારે આર્યનના ફોન પર એની કોલેજની બેસ્ટ ફ્રેન્ડ અનુજાનો વીડિયો કોલ આવે છે. જેમાં અનુજા કહે છે કે એનો આવતા અઠવાડિયામાં બર્થડે આવે છે. પછી વાતવાતમાં આર્યન કહે છે કે એ ફોટોગ્રાફી કરે છે. પછી અનુજા આર્યનને મળવા માટેનું કહે છે. હવે આર્યન અનુજાના ઘરે તેને પિક કરવા માટે જાય છે.

હવે વાર્તામાં આગળ જોઈએ...

બીજા દિવસે આર્યન એનું બાઈક લઈને અનુજાના‌ ‌ઘરે પહોંચી જાય છે. પછી આર્યન એની ફ્રેન્ડ અનુજાને ફોન કરે છે. અનુજા થોડીક જ વારમાં નીચે આવી જાય છે.

હવે આર્યન અનુજાને જોઈને કહેવા લાગે છે. "બહુ મસ્ત લાગે છે આજે તુ અનુજા." ☺️☺️☺️

પછી અનુજા કહેવા લાગે છે "આર્યન બસ હવે લાઈન ના માર મને એમ કહીને એ હસવા લાગે છે." 😅😅😅

કેમકે ક્યાંક ને ક્યાંક એ પણ આર્યનને પસંદ કરતી હતી. અને આ વાત આર્યન પણ જાણતો હતો. પણ આર્યન અનુજાને ફ્રેન્ડ જ માનતો હતો. અને આ વાત અનુજાને પણ ખબર હતી.

આર્યન : "અનુજા હવે બેસી જા બાઇક ઉપર."

હવે આર્યન અનુજાને લઈને એમની કોલેજ પાસેના ગાર્ડનમાં જવા માટે અનુજા સાથે એના ઘરેથી નીકળી જાય છે.

ત્યાં જ અનુજા આર્યનને બાઇક રોકવા માટે કહે છે. પછી આર્યન તેને પૂછે કે "અનુજા શું થયું?"

પછી અનુજા કહે છે કે "કંઈ નથી થયું."

ત્યારે આર્યન કહે છે કે "કહી દે હવે શું થયું?"

પછી અનુજા કહે છે કે "કંઈ નહીં થયું આર્યન, આ તો બસ ભૂખ લાગી હતી એટલા માટે તને બાઇક રોકવા માટે કહ્યું હતું."

પછી આર્યન કહે છે કે "ઓહ એમ વાત છે."

ત્યારે અનુજા કહે છે કે "હા આર્યન."

પછી આર્યન થોડો ચિડાઈને અનુજાને કહે છે કે "પાગલ છે તું પણ ભૂખ લાગી હતી તો તારા ઘર નીચે ઉભા હતા ત્યારે ના કહેવાય. તારા ઘરે નાસ્તો કરીને આપણે બંને નીકળતા ગાર્ડનમાં જવા માટે."

પછી અનુજા કહે છે કે "કંઈ વાંધો નહીં આર્યન. આ તો ભૂલી ગઈ હતી એટલે ના કીધું."

ત્યારે આર્યન કહે છે કે "શું કઈં વાંધો નહીં? તને ભૂખ લાગી છે અને તું બોલતી પણ નથી. શું આપણા બંનેની દોસ્તી આટલી કમજોર છે? તારે કંઇક કહેવું હોય અને તું કહી પણ ના શકે કે મને ભૂખ લાગી છે."

પછી અનુજા કહે છે કે "સારું બસ હવે કહી દઈશ. તું નાહકનો ગુસ્સો ના કર."

પછી આર્યન કહે છે કે "સારું અનુજા." 😊😊😊

હવે અનુજા કહે છે કે "આર્યન તારું બાઇક અહીંયા પાર્ક કરી દે."

પણ આર્યન કહે છે કે "ના અનુજા."

ત્યારે અનુજા એને પૂછે છે કે "આર્યન કેમ તું ના પડે છે?"

ત્યારે આર્યન કહે છે કે "આપણે જે ગાર્ડનમાં જઈ રહ્યા છે, ત્યાં એની સામે એક રેસ્ટોરન્ટ છે. આપણે બંને ત્યાં જ જઈશું."

પછી અનુજા કહે છે કે " ઓકે સારું આર્યન." 😊😊😊

હવે થોડીકવારમાં આર્યન અને અનુજા એમની કોલેજ પાસેના ગાર્ડનમાં પહોંચી જાય છે. અને ત્યાં પહોંચીને અનુજા એકદમ ખુશ થઈ જાય છે. કારણકે બહુ દિવસો પછી એ આ ગાર્ડનમાં આવી હતી. ☺️☺️☺️🤗🤗🤗

આમ પણ કોલેજ ચાલુ હતી ત્યારે ભાગ્યે જ અહીંયા આવવાનું થતું હતું. કેમકે આર્યન અને અનુજા બંને ભણવામાં એકદમ હોશિયાર હતા. એટલે કોલેજના જેટલા પણ લેક્ચર હોય એ બધામાં હાજરી આપતા હતા. પણ જ્યારે કોઈ લેક્ચર ના હોય ત્યારે આર્યન અને અનુજા બંને અહીંયા નજીકના ગાર્ડનમાં આવતા હતા.

અનુજા જ્યારે આ બધું કહેતી હતી ત્યારે આર્યનનું ધ્યાન નહોતું.

પછી અનુજા આર્યનને કહેવા લાગે છે કે "ઓ હીરો ધ્યાન ક્યાં છે તારું?"

પછી આર્યન કહે છે કે "કંઈ નહીં થયું. આ તો બસ હું ફોટો પાડવા માટે જગ્યા શોધતો હતો."

પછી અનુજા કહે છે કે "ઓહ આર્યન સારું સારું." 😊😊😊

પછી આર્યન અનુજાને કહે છે કે "અનુજા અહીં આવ તો તું."

અનુજા કહે છે કે "ઓકે આર્યન આવી."

કેમકે અનુજા બહુ દિવસો પછી ગાર્ડનમાં આવી હતી, એટલા માટે તે ખુશીથી ઝુમી ઉઠે છે અને આખા ગાર્ડનમાં ફરવા લાગે છે. આ જોઈને આર્યન પણ ખુશ થઈ જાય છે. 😊😊😊

પછી આર્યન અનુજાને કહે છે કે "તું મસ્ત પોઝ આપ અનુજા. હું મારા કેમેરામાં તારા થોડાક ફોટો પાડવા માંગુ છું."

પછી અનુજા આર્યનને કહે છે કે " આર્યન થોડાક ફોટો નહીં, પણ વધારે પાડજે. 😉😉😉 પછી તું મારા બર્થડેમાં આવીશ ત્યારે આપણે બધાને એ ફોટો બતાવીશું."

પછી આર્યન કહે છે કે " સારું અનુજા." 😉😉😉

હવે આર્યનના કહેવા પ્રમાણે અનુજા મસ્ત પોઝ આપે છે. ત્યાર બાદ આર્યન તેના કેમેરામાં એના ઘણાં બધાં ફોટો પડે છે.

પછી અનુજા આર્યનને કહે છે કે " વાઉ આર્યન તું એકદમ જોરદાર ફોટો પાડે છે. મને બધાં ફોટો ખૂબ જ ગમ્યાં." ☺️☺️☺️

પછી આર્યન કહે છે કે "તારો ખૂબ ખૂબ આભાર અનુજા." ☺️☺️☺️

ત્યાર પછી આર્યન અનુજાને એના કેમેરામાં પાડેલા તેના ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીનું કલેક્શન બતાવે છે. એ પણ અનુજાને‌ ખૂબ જ ગમે છે. ☺️☺️☺️

ત્યાર બાદ આર્યન અને અનુજા ગાર્ડનમાં થોડો સમય પસાર કરે છે. ત્યાં બંને અનુજાના બર્થડે માટે થોડીક વાતો કરે છે અને પછી આર્યન અને અનુજા સામેના રેસ્ટોરન્ટમાં જવા માટે નીકળી જાય છે. કેમકે ગાર્ડનમાં જ બંનેને વધારે સમય લાગી જાય છે અને બપોરના બાર વાગી જાય છે.

હવે રેસ્ટોરન્ટમાં પહોંચ્યા પછી એક ખાલી ટેબલ પર બંને બેસી જાય છે. થોડીવારમાં રેસ્ટોરન્ટનો માણસ ઓર્ડર લેવા માટે આવે છે.

પછી આર્યન અનુજાને‌ પૂછે છે કે "શું ખાવું છે તારે અનુજા?"

ત્યારે અનુજા કહે છે કે "તું જે મંગાવિશ એ ખાઈશ."

આર્યન કહે છે કે " સારું અનુજા. અહીંયાનું ગુજરાતી ખાવાનું એકદમ મસ્ત હોય છે. આપણે બંને એ જ જમીશું." ☺️☺️☺️

અનુજા કહે છે કે "સારું આર્યન." ☺️☺️☺️

આર્યન રેસ્ટોરન્ટના માણસને ઓર્ડર આપે છે કે "અત્યારે જે ગુજરાતી થાળી મેનુમાં છે એ તમે લઈને આવો."

પછી રેસ્ટોરન્ટનો માણસ કહે છે કે "ઓકે સર, પણ દસેક મિનિટ જેવું લાગશે."

પછી આર્યન કહે છે કે " ઓકે સારું, વાંધો નહીં." 👍👍👍

ત્યાર બાદ થોડીવારમાં રેસ્ટોરન્ટનો માણસ બંને માટે ગુજરાતી થાળી લઈને આવે છે.

આ જોઈને અનુજા ખૂબ જ ખુશ થઈ જાય છે. કારણકે એનું મનપસંદ ગુજરાતી ખાવાનું આવેલું હોય છે. આ જોઈને આર્યન પણ ખૂબ જ ખુશ થઈ જાય છે. 🤗🤗🤗

હવે આ ગુજરાતી થાળી છે જ એવી રસથી ભરપૂર, જેને જોઈને લખતાં લખતાં પણ મોંમાં પાણી આવી જાય. તો તમને જણાવવી દઈએ કે આ ગુજરાતી થાળીમાં આર્યન અને અનુજાએ શું શું ખાધું?

આ ગુજરાતી થાળીમાં છે, ઘીથી તરબોળ થયેલી ગરમા ગરમ ફૂલકા રોટલી, ભરેલાં રીંગણાનું શાક, કેરીનો રસ, તરેલાં નાના નાના પાપડ, દાળ, ભાત, કાકડી, ગાજર, ફરસાણમાં જલેબી, ગાજરનો હલવો દ્રાક્ષથી ભરપૂર અને છેલ્લે મસાલા છાશ, વગેરે વગેરે હતું.

આ બધું ખાઈને આર્યન અને અનુજા બંનેને તો ખાવાની મજા આવી ગઈ. આ બધું ખાઈને અનુજા બહુ જ ખુશ થઈ ગઈ. પછી આર્યન અને અનુજા બંનેએ જમ્યાં પછી વરિયાળીનો મુખવાસ ખાધો . ત્યાર પછી રેસ્ટોરન્ટનો માણસ બિલ લઈને આવ્યો અને બિલ ચૂકવીને આર્યન અને અનુજા ત્યાંથી ઘરે જવા માટે નીકળી ગયા.

હવે આર્યન અને અનુજા રેસ્ટોરન્ટના પાર્કિગમાં ઉભા હોય છે. ત્યારે અનુજા આર્યનને કહે છે કે "આર્યન મને આજે ખૂબ જ મજા આવી તારા સાથે, જે વાત કરવાની હતી એ પણ થઈ ગઈ અને ગુજરાતી થાળી ખાવાની પણ ખૂબ જ મજા આવી." ☺️☺️☺️

પછી આર્યન અનુજા ને કહે છે કે " હા સાચી વાત છે તારી અનુજા." ☺️☺️☺️

આ બધી વાત કર્યા પછી આર્યન અને અનુજા ઘરે જવા માટે નીકળી જાય છે. થોડીકવારમાં આર્યન અનુજાને એના ઘરે ડ્રોપ કરી દે છે.

પછી અનુજા કહે છે કે " સારું ત્યારે આર્યન, આપણે મળીયે ૨૨ એપ્રિલે મારી બર્થડે પાર્ટીના દિવસે." ☺️☺️☺️

આર્યન કહે છે કે "ઓકે સારું અનુજા." ☺️☺️☺️

હવે જોઈએ આગળના ભાગમાં અનુજાની બર્થડે પાર્ટીમાં શું થાય છે?
શું આર્યન અને એન્જલની મુલાકાત આ બર્થડે પાર્ટીમાં થશે ?
જલ્દી મળીશું નવા ભાગ સાથે...