Ek Pooonamni Raat - 15 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ-15

Featured Books
Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ-15

એક પૂનમની રાત
પ્રકરણ-15
દેવાંશ થાક્યો પાક્યો ગરમ દૂધ પીને સૂઇ ગયો. એને માનસિક અને શારીરીક ખૂબ થાક હતો. મીલીંદનાં ચહેરો અને એનાં શરીરને આંખ સામેથી હટાવી નહોતો શકતો પણ પછી ક્યારે સૂઇ ગયો ખબર ના પડી.
હજી દેવાંશની આંખ મીચાઇ છે અને એને ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. એણે આંખો ખોલી અને અંધારામાં જોવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એને સમજાતુ નહીં આવું કોણ હસે છે ? એ પથારીમાં બેઠો થઇ ગયો. ત્યાં એને અંધારામાં માત્ર બે લાલ આંખો જોઇ પછી અધૂરો ચહેરો જોયો અને ખડખડાટ હસતું મોંઢુ જોયુ એ ગભરાયો આવું કોણ છે ? અને અચાનક પાછુ અદશ્ય થઇ ગયું એને થયું આટલી રાત્રે કોણ છે ? આ હું શું જોઇ રહ્યો છું.
એને થયું હું આવાં આગોચર પુસ્તકો વિશે વાંચીને આવાંજ વિચાર અને સ્વપન જોઊં છું એણે બધુ ભૂલીને સૂવાનો પ્રયત્ન કર્યો.
ત્યાં અચાનક કોઇ નાની છોકરી રડતી હોય એવો અવાજ આવ્યો એની હવે ઊંઘ ઉડી ગઇ એને થયું કે આ સ્વપન નથી કે કોઇ વિચાર નક્કી કોઇ છે એ ઉઠીને રૂમની લાઇટ ચાલુ કરે છે તો એણએ જોયા બારીમાં એક નાની છોકરી રડતી બેઠી છે. એનાં વાળ વીખરાયેલાં છે. એ એની નજીક ગયો અને પૂછ્યું તું કોણ છે ? અહીં બેઠી બેઠી કેમ રડે છે ? ક્યાંથી આવી છે તું?
પેલી છોકરી રડતી રડતી હસવા લાગી અને દેવાંશને થયું નક્કી આ કોઇ પ્રેત છે પણ અહીં ઘરમાં કેવી રીતે આવી ? એણે કહ્યું તમે કોણ છો ? કેમ અહીં આવ્યાં છો ?
પેલી છોકરી ફરી રડવા માંડી એણે કહ્યું મારો ભાઇ મરી ગયો છે ? મને છોડીને ગયો પણ તમે આવોને મારાં ભાઇને બચાવો એ ઉપરથી નીચે પડી ગયોને એ આખો લોહીલુહાણ થઇ ગયો છે એની ખોપરી ફાટી ગઇ છે એને બચાવી લો.. દેવાંશે એને કહ્યું કોણ ભાઇ ? તું કોની વાત કરે છે ? પેલી છોકરીએ કહ્યું તમે મને ઓળખી નહીં ? હું અંગારી ... તમારી મોટી બહેન છું નાનપણમાંજ મને અકસ્માત થયેલો મને પણ આવુંજ લોહી નીકળ્યુ હતું મારું માથું ગાડી નીચે આવીને ફાટી ગયું હતું હું એકલીજ છું અહીં તહીં રખડ્યા કરુ છું તમે મને બચાવી લો ને એમ કહી ફરીથી રડવા માંડી.
દેવાંશે કહ્યું અંગારી ? મારી બહેન ? તું આટલાં વરસો ક્યાં હતી ? અને મારો ખાસ મિત્ર મીલીંદ ઉપરથી પડીને આજે મૃત્યુ પામ્યો છે એની બહેન વંદના દીદી એકલાં પડી ગયાં પણ તને કેવી રીતે ખબર ? તને કેવી રીતે ખબર પડી ? તું અહીં આવીને આવું કેમ કહે છે ? તું મૃત્યુ પામી છે તારો જીવ ભટકે છે. આજે મેં મારો મિત્ર ગુમાવ્યો છે. બહેન હું તારો જીવ ગતિ કરે એનાં માટે વિધી કરાવીશ તને આ પ્રેત યોનીમાંથી મુક્ત કરીશ. દેવાંશે એને મુક્તિ અપાવવાની વાત કરી.
ત્યાં પેલી મોટું રૂપ ઉભુ કરીને વિકરાળ મોઢું કરીને હસવા લાગી. તું મારી મુક્તિ શું કરવાનો ? માં મારાં દિલમાં રહે છે. એને મારી યાદ આવે છે અને તમને લોકોને મારી યાદ પણ નથી આવતી હૂં આટલા સમયથી પ્રેતયોનીમાં રીબાઊં છું દુઃખી થઊં છું તમને કંઇ પડી નથી.
માં તમને કંઇ કહે છે સાંભળતા નથી અને બીજાનાં ઘરની ચિંતા વધારે છે. તારે બહેન નથી તને હવે બહેન મળી ગઇ મને મારો ભાઇ મળી જશે હવે એમ કહીને હસતી હસતી અદશ્ય થઇ ગઇ.
દેવાંશને કંઇ સમજણજ ના પડી એણે એનો રૂમ છોડીને એ મંમી પાપાનાં રૂમમાં ગયો કે એલોકો જાગી ગયાં છે ? તો પાપા મંમી ઘસઘસાટ ઊંઘી ગયાં હતાં એમને કોઇ અણસાર સુધ્ધાં નહોતો આવ્યો. એને થયું પાપા ખૂબ થાકીને સૂઇ ગયાં છે ડીસ્ટર્બ નથી કરવા.
દેવાંશની ઊંઘ ઉડી ગઇ. એ વારે વારે બારી તરફ જોયાં કરતો હતો એને પાછી મીલીંદની યાદ આવી ગઇ. એને થયું સવાર પડે એ મીલીંદનાં ઘરે જશે. વંદના દીદીને આશ્વાસન આપશે. એણે પાછો ઉંઘવાનો પ્રયત્ન કર્યો પણ અંગારીની વાતો સાંભલી ડીસ્ટર્બ થઇ ગયેલો એને થયું સવારે પાપાને વાત કરીને અંગારી પાછળ બધી વિધી કરાવી લઇશું. એને મુક્તિ મળી જાય. આમ ને આમ ઉઘાડી આંખે સવાર સુધી પડી રહ્યો.
સવાર પડતાંજ દેવાંશ ઉઠીને સ્નાન કરી લીધું. અને માં પાસે ગયો અને કહ્યું માં રાત્રે અંગારી ને મેં જોઇ એ ખૂબ લોહી લુહાણ હતી અને કહેતી હતી કે માં સિવાય કોઇ મને યાદ નથી કરતું માં એની પાછળ વિધી કરીને એની સદગતિ કરાવી લઇએ એ પ્રેત યોનીમાં હેરાન થઇ રહી છે.
માં તો આશ્ચ્રર્ય અને આધાતથી દેવાંશની વાતો સાંભળી રહી એની આંખમાંથી આંસુ વહી રહયાં ત્યાં વિક્રમ ઉઠીને આવી ગયાં. માઁ એ દેવાંશે કીધેલી વાત એમને કરવા માંડી. વિક્રમસિંહ દેવાંશને પૂછ્યું દીકરા આ બધું શું છે ? દેવાંશે કહ્યું પાપા સાચું કહુ છું રાત્રે મેં અંગારીને જોઇ મારાં રૂમની બારી પર બેઠેલી રડતી હતી. એની વિધી કરાવી લઇએ એનો આત્મા સદગતિ પામી જાય.
વિક્રમસિહ થોડીવાર દેવાંશની સામે જોઇ રહ્યાં પછી બોલ્યાં દીકરા તું કાલનો ખૂબ થાકેલો છે અને વળી મીલીંદનાં આવા અપમૃત્યુથી તું ખૂબ ડીસ્ટર્બ છે તું મારી સાથે ડોક્ટરને ત્યાં ચાલ તારે દવાની સારવારની અને આરામની જરૂર છે.
દેવાંશની મંમી તરલીકાબહેને કહ્યું દેવાંશ થાકેલો અને ગભરાયેલો છે પણ અંગીરાની જોવાની વાત સાચી હશે. તમે લોકો મારી વાત પણ નહોતાં માનતાં એનો આત્મા રખડે છે મેં એને ઘણીવાર બારણે બેઠેલી જોઇ છે રડતી હોય છે. આજે દેવાંશે જોઇ એટલે મારો વિશ્વાસ સાચો પડ્યો હું મારો ભ્રમજ સમજતી હતી.
વિક્રમસિંહ કહ્યું શું તમે પણ બધામાં હા એ હા કરો આવું કશુ ના હોય છતાં એનાં અંગે કોઇ વિધી કરાવવી હોય તો મને વાંધો નથી પણ આવું કશુંજ ના હોય. દેવાંશ તું મીલીંદને ત્યાં જવાનો હોય તે જઇ આવ એલોકોને તારી જરૂર હશે ખાસ મીલીંદના આજે અગ્નિ સંસ્કાર તારે ત્યાં હાજર રહેવું જોઇએ. તું ચા નાસ્તો કરીને જઇ આવ પછી તું મારી ઓફીસ આવી જજે.
દેવાંશ કહ્યું હાં મારી ત્યાં જરૂર હશે ચા નાસ્તો કરીને મારી બાઇક લઇ જઇને જઊં છું વિક્રમસિહે કહ્યું તારી બાઇક કાલથી ઓફીસ પાર્કીગમાં પડી છે તું મારી સાથે ચાલ ત્યાંથી બાઇક લઇને જઇ આવ.
વિક્રમસિહ અને દેવાંશે ચા નાસ્તો કર્યો અને ઓફીસ જવા નીકળ્યા તરલીકાબહેને કહ્યું પછી આપણે પણ મીલીંદનાં ઘરે જઇ આવીશું યશોદાબેનની શું હાલત હશે હું સમજી શકું છું મારી અંગારી ગઇ પછી હું.. એ આગળ બોલતાં અટકી ગયાં.
દેવાંશે ઓફીસ પાર્કીગમાંથી બાઇક લીધી અને સામે સિધ્ધાર્થે અંકલ મળ્યાં. આપણે કહ્યું દેવાંશ હવે કેમ છે ? થાક ઉતર્યો ? ક્યાં જાય છે.
દેવાંશે કહ્યું અંલ મીલીંદને ત્યાં જઊં છું આજે એનો અગ્નિસંસ્કાર છે. સિધ્ધાર્થે થોડો વિચાર કરીને કહ્યું ચાલ હું પણ આવું છું. રસ્તામાં આપણે વાતો થશે તું બાઇક રહેવા દે આપણે જીપમાંજ જઇએ છીએ.
દેવાંશે કહ્યું ભલે એમ કહીને સિધ્ધાર્થ સાથે જીપમાં મીલીંદનાં ઘરે જવા નીકળ્યો રસ્તામાં દેવાંશ મૌનજ રહયો એ માનસિક ખૂબ ડીસ્ટર્બ હતો.
મીલીંદના ઘરે પહોચી જોયુ તો મીલીંદને આખરી સ્નાન કરાવી પૂજા કરીને સુવડાવેલો એને સમશાન લઇ જવાની તૈયારી ચાલી રહેલી અને ત્યાંજ વંદનાદીદીએ દેવાંશને કહ્યું આવી ગયો ભાઇ ? મીલીંદ તો કંઇ બોલતોજ નથી મેં રાત્રે તને કહેલું બધુ યાદ છે કે ભૂલી ગયો ?દેવાંશ આધાત સાથે વંદના દીદીને જોઇ રહ્યો.
વધુ આવતા અંકે - પ્રકરણ - 16