Piyar - 1 in Gujarati Short Stories by Krishna books and stories PDF | પિયર - 1

The Author
Featured Books
Categories
Share

પિયર - 1

ઉંગલી પકડકે તુને, ચલના સિખાયા થા ના,
દહેલીઝ ઊંચી હૈ યે, પાર કરા દે,

બાબા મૈં તેરી મલ્લિકા, ટુકડા હું તેરે દિલ કા,
ઈકબાર ફીરસે દહેલીઝ, પાર કરા દે,

મુડકે ના દેખો દિલબરો, દિલબરો,
મુડકે નાં દેખો દિલબરો,

ફસલેં જો કાટી જાય, ઉગતી નહીં હૈ,
બેટીયાં જો બ્યાહી જાય, મુડતી નહીં હૈ,

ઐસી બિદાઈ હો તો, લંબી જુદાઈ હો તો,
દહેલીઝ દર્દ કી ભી, પાર કરા દે,

બાબા મૈં તેરી મલ્લિકા, ટુકડા હું તેરે દિલ કા,
ઈકબાર ફીરસે દહેલીઝ, પાર કરા દે.......
ઈકબાર ફીરસે દહેલીઝ પાર કરા દે.......

સંગીત સંધ્યા માં થનારી દુલ્હન મીતા એ આ ગીત પર પરફોર્મન્સ આપ્યું ત્યારે એનાં હાવભાવ જોઈને ત્યાં હાજર દરેક મહેમાનોએ તાળીઓના ગડગડાટ સાથે મીતાને પ્રોત્સાહન આપ્યુ, પણ....આ ભીડમાં એક એવી વ્યક્તિ પણ હતી જે આ શબ્દો સાંભળીને પોતાની જાતને રોકી ન શકી, ને એનાથી રડી પડાયું. એમાં પણ જયારે મીતાની સાસુએ મીતાનાં પપ્પા ને કહ્યું કે," વેવાઈ તમે જરાય ચિંતા ન કરતાં, હવેથી તમારી દિકરી અમારી જવાબદારી, ને અમારા ઘરનું સન્માન છે. ને કયાં અમે વધુ દુર રહીએ છીએ,કે તમે એને મળી નહીં શકો, તમને જયારે મન થાય ત્યારે તમે તમારી દિકરીને મળી શકો છો,ને અમારી વહુ ને પણ પુરી છુટ છે કે જયારે એને મન થશે એ આવી જશે,દોડીને તમને મળવા".આ વાકયો એ તો એને જાણે વજ્રાઘાત માર્યો હોય એવી પીડાની ટીસ એનાં કાળજાને ચીરી નીકળી. ને એ બિચારી કોઈ જોઈ ન જાય એ હેતુથી હૉલથી બારે નીકળી જાય છે.
કોણ છે આ સ્ત્રી? મીતાની સાસુ ની વાત સાંભળીને કેમ એને દુઃખ થાય છે? એવુ તે શું યાદ આવ્યું એને કે એ રડી પડી? જાણવા માટે ચાલો મારી સાથે, એક નવી સફરે, શરૂ કરીએ એક નવો અધ્યાય, એક નવી દાસ્તાન, "પિયર".અવની નું પિયર.

હા દોસ્તો "પિયર", મારી આ વાર્તા સાથે કદાચ તમને પણ એવુ લાગશે કે યાર આતો કયાંક મારી જ વાત છે, હા આવુ મારી સાથે પણ થયુ છે, આ અવની ની જગ્યાએ હુંજ હોઉં એવું લાગે છે. તો ચાલો કરીએ શરુઆત જઈએ પંદર વર્ષ પહેલા જયારે આપણી અવની હજુ માંડ અઢારમા વર્ષે વળાંક લે છે,ને એ સાથે જ વળાંક લે છે એની કિસ્મત. તો ચાલો જઈએ અવની નાં પિયર માં.


"અરે સવિતા(અવની ના મમ્મી )સાંભળો છો, કયાં છો તમે!જરા અહીં આવોતો એક અગત્યની વાત કરવી છે".
વિરેન(અવની નાં પપ્પા) નો અવાજ સાંભળતા જ સવિતા ઉપર અગાસી પરથી ઝડપી પગલે નીચે આવે છે. ને હાંફતા હાંફતા કહે છે, "શું થયું કેમ બુમો પાડો છો?.."આવી હું બોલો હવે.વિરેન ની બાજુમાં બેસતા સવિતા બોલી, શું વાત છે? કેમ ચિંતા માં લાગો છો?આજ કંઈ વકરો નથી થયો ? કે પછી બીજી કોઈ વાત છે? કેમ ચુપ છો?કંઈ બોલો ને...
અરે અરે અરે તું શાંત થાય તો હું બોલું ને, બંને વાત કરતા હતા ત્યાં જ ઉછળતાં ઉલડતા, કુદતા નાચતા, અવની ઘરમાં દાખલ થાય છે, મમ્મી પપ્પા બંને ને બુમ પાડીને જોરથી ભેટી પડે છે. કહે છે "મમ્મી પપ્પા હું બઉજ ખુશ છું, મને બારમાં માં 95% મળ્યા છે, ને પપ્પા મારો પહેલો નંબર આવ્યો છે".
પપ્પા હવે હું પણ ભાઈ સાથે કૉલેજ જઈશ, આગળ ભણવા, ડૉ બનવા. અવની પોતાની માર્કશીટ વિરેન નાં હાથ માં આપે છે ને કહે છે," પપ્પા મને થોડા પૈસા આપોને મંદિર જવું છે, મેં કાના ની માનતા માનીતી કે જો હું પહેલા નંબરે પાસ થઈ તો એને માખણ મીશ્રી નો પ્રસાદ ચડાવીશ".
આપણા ઘરે તો માખણ નથી હોતું એટલે મારે લાખાભાઇ નાં દુકાનેથી ખરીદી ને ભોગ લગાવવો પડશે, આપોને પપ્પા, મોડું થાય છે, કાનો વાટ જુએ છે મારી.
વિરેન અવની ને 50 રુપિયા આપે છે, ને કહે છે," જા બેટા તું ને તારો કાનો આજ માખણ મિશ્રી ની મોજ કરો".
૫ૈસા લઈને અવની તો દોડી એના કાના ને મળવા, પણ આ બાજુ વિરેન ચિંતા માં બેસી જાય છે, સવિતા એમને વારે ઘડીએ પુછે છે કે શું થયું, પણ વિરેન થોડી વાર માં આવુ પછી વાત કરીએ, એમ કહીને બારે નીકળી જાય છે.

શું વાત હશે, કેમ વિરેન ચિંતા માં હતા, જાણવા માટે મળીએ આવતા ભાગ માં. તમને આ નવી સફર, નવો અધ્યાય કેવો લાગે છે તે કોમેન્ટ કરી ને ચોકકસ જણાવજો.
જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏