Pranayama - 10 - The last part in Gujarati Fiction Stories by જયદિપ એન. સાદિયા books and stories PDF | પ્રણયમ - 10 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

પ્રણયમ - 10 - છેલ્લો ભાગ

અંતિમ ભાગ : ૧૦

સાંભળો, આજે હું તમારા હરિને એક શુદ્ધ ભાવે કઠણ કાળજે પ્રાર્થના કરવાની છું કે " હે હરિ, મને મારા જયની સાથે ભાવિ જીવન જીવવા ના આપી શકે તો કાંઇ નહિ પણ મોત સાથે આપી દે જે હું સદાય તારી આભારી

રહીશ. "( આટલું બોલતાં હારિકા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે.) જોર જોરથી રડવાનો અવાજ સાંભળી સૌ રૂમમાં દોડી આવે છે. બંને ને શાંત પાડી કહે છે ચાલ, હારિકા હવે જયદીપ ને આરામ કરવા દે આપણે સવારે આવીશું. ત્યાં તરતજ હારિકા કહે છે" ના..... ના.... ના.... હું મારા જયને એક પળ પણ હવે એકલા નહીં મૂકું હું તેની સાથે આજ રૂમ માં રહીશ."
સૌ ખૂબ મનાવે છે પણ હારિકા એકની બે નથી થતી અંતે તે જયદીપ જોડે રૂમમાં તેની પાસે સૂતી હોય છે. માધવભાઈ અને મીનાબેન બાજુના દર્દી પરિવાર રૂમમાં સૂતા હોય છે.
હારિકાના મમ્મી પપ્પા જતી વેળા કહે છે આવતી કાલે જયદીપનો જન્મદિવસ છે એની સુંદર ઉજવણી આપે સૌ અહીં જ સાથે મળીને કરીશું. સવાર થી અમે અહીં આવી જઇશું અને એક સુંદર વાતાવરણમાં સૌ આનંદ કરીશું.
હારિકા જયદીપની છાતી પાસે માથું રાખી એકમેકના આલિંગનની હુંફમાં સૂતી સૂતી વાતો કરે છે. એવામાં જયદીપ કહે છે " મારી વહાલી હારિકા મેં તમારાં માટે કશુંક લખ્યું છે આ બેડની નીચે રહેલું ખાનું ખોલી તેમાં મારી ડાયરી છે એ આપો હું વાંચી સંભળાવું.
હારિકા તુરંત જ ડાયરી આપે છે અને કહે છે વાંચો ને જય મારે સાંભળ્યા જ કરવું છે એમ કહી જયદીપના માથા પર હાથ ફેરવી વ્હાલ કરે છે.
જયદીપ ખોખરો ખાઈ અને વાંચન શરૂ કરે છે.
કહે છે, " હારિકા આ પદ્ય કૃતિનું શીર્ષક છે... હું અને મારી લેખિકા"
આ સાંભળી હારિકા ખૂબ લાગણી વ્યક્ત કરતા કહે છે, " Ohhh, my Beloved Jay.... I really Love you my darling. "



લોકોની મેદનીમાં મિલન મુલાકાત જરાય ના ગમે મને, અવસર એક બહાનું છે હું તો તમને મળવાં આવી છું.

આ વિષય મારો પણ નથી તમારો પણ નથી ખબર ને !
તમારી પ્રેરણાથી લેખનની અદ્ભુત સફર ખેડવા આવી છું.

અજાણી વ્યક્તિને વાત કરવાં હું કદી તક ના આપતી ;
વગર વાતે તમારી સંગાથે સઘળી વાતો કરવા આવી છું.

વિષયોની વાતને ન્યાય આપવાં લખીને સાવ થાકી ચૂકી ;
તમારી સંગાથે પ્રણયનું સહિયારું લેખન કરવાં આવી છું.

અણગમો ભલે ને લાગે પણ કોઈ દિવસ વ્યક્ત ના કરતી ;
હુકમ નહીં હેત લાગે છે એટલે બધી વાત માનવા આવી છું.

મનગમતા વ્યક્તિ સાથે નિત્ય વાતચીતમાં તું કહી બોલાવતી ;
સુંદર વ્યક્તિત્વ જોઈ તમને "જય" કહી સંબોધવા આવી છું.

મને બધી જ ખબર છે એટલે કેવી ભારપૂર્વક ના પાડી દીધી!
પોતીકાપણું લાગે છે હવે માટે તમારી ચિંતા કરવાં આવી છું.

ખબર છે મને..!,ઘણાં લોકો છે સાર સંભાળ રાખવાવાળા ;
ગમે છે મને એટલે તમારી સવિશેષ કાળજી રાખવા આવી છું.

પોતાનાં તોફાની નખરાંથી મસ્તીનો સુંદર માહોલ બનાવતી ;
દુઃખની દવા તો તમે જ માટે ખભે માથું રાખી રડવા

આવી છું.

અંગત ઘવાયેલી લાગણીને તમે સદાય કેવી છૂપી રાખી!
પ્રેમમાં અવશેષ બનેલાં તમારાં ' સ્પર્શ ' ને વાંચવા આવી છું.

ઘરેથી આવતી લગ્નની વાત સાંભળતાં તરત મોં ફેરવી લેતી ;
સ્નેહ સાથે કોઈ સંગે પ્રણયથી આજીવન જોડાવા આવી છું.

સહિયારા લેખન અર્થે જ સંગાથે છીએ તે જાણતી છતાં ;
તમારાં પવિત્ર " સ્પર્શ " ની સંગાથે હું ઘરડી થવાં આવી છું.
વાંચન બાદ હજી પૂછે કે કેવી છે રચના... એ પહેલાં જ
હારિકા તરત જ જયદીપને બાથ ભરી રડવા જ લાગે છે કહે છે જય.... તમે મને બહુ પ્રેમ કરો છો... જય હું તમારા વગર એક ક્ષણ જીવી શકું એમ નથી જય તમે બહુ જ સુંદર લખ્યું છે જય..... જય..... જય... મને મૂકીને ક્યાંય નહીં જાવ ને નહિતર હું નહીં બોલું હો. હું તો તમારી જોડે સૂતી વખતે હરિ સ્મરણ કરવાની છું કે મને મારા જય જોડે જ રહેવું છે. જયદીપ વ્હાલથી હારિકાને શાંત કરે છે અને પોતાની બાથમાં લઈ ખૂબ લાગણી સાથે ચુંબન કરતાં કરતાં બન્ને ક્યારે સૂઇ જાય છે ખબર જ નથી રહેતી.
સવારે સાત વાગે હારિકાના મમ્મી પપ્પા છાના પગલે કિશોર ભાઈ અને મીના બેન સાથે અગાઉ થયેલ વાત મુજબ સુંદર તૈયારી સાથે ધીમે ધીમે જયદીપની રૂમ તરફ કેક, ફુગ્ગા અને સુંદર ભેટ લઈ જાય છે અને અંદર જઈ અચાનક કહે છે, " Happy Birthday to you..... Happy Birthday to you.....Happy Birthday dear Jaydip.... Happy Birthday to you.." પણ આ શું અહીં આભાર વ્યક્ત કરવા માટે સામેથી કોઈનો પણ પ્રતિસાદ આવતો નથી.....

આશા રાખું છે કે, આપ સૌને મારી “ પ્રણયમ ” નવલકથા તમને સૌને ગમી હશે. આપ સૌ છેક સુધી મારી નવલકથા સાથે જોડાય રહ્યાં તે બદલ હું આપ સર્વેનો હ્રદય પૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપનો પ્રતિભાવ ( Rate & comment) દ્વારા આપવાનું ચૂકશો નહીં. આપનો પ્રતિભાવ મને લેખન માટે પ્રેરણાસ્ત્રોત છે.
ફરી મળીશું ભવિષ્યમાં એક નવી નવલકથા સાથે માતૃભારતીની સુંદર વ્યાસપીઠ પર....
સૌ માતૃભારતી વાચકમિત્રોને મારાં જયશ્રી કૃષ્ણ , જય સ્વામિનારાયણ.
સમાપ્ત.