Losted - 58 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | લોસ્ટેડ - 58 - છેલ્લો ભાગ

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

લોસ્ટેડ - 58 - છેલ્લો ભાગ

લોસ્ટેડ 58

રિંકલ ચૌહાણ

રયાન ગાડી લઈને આવ્યો એટલે તરત જીજ્ઞાસા એ જમણા હાથ નો અંગુઠો ઉપર કરી તેણી તૈયાર છે એવો ઈશારો કર્યો, જીજ્ઞાસા નો ઈશારો મળતાં જ આધ્વીકા તેની યોજના મુજબ રડવા લાગી.
"રાહુલ આપણું બાળક, મને બહું જ દુખે છે પેટ માં. મિતલ ક્યાં છે તું અહીં આવ, તું આ બાળક સાથે રહેવા માટે જ આ બધું કરી રહી હતી ને? મને નથી લાગતું હું અહીં થી હલી શકીશ મને બહું દુઃખે છે........" આધ્વીકા એનું પેટ પકડી ને રાહુલ ના ખોળા માં ઉંઘી ગઈ.
"બેબી ઠીક તો છે ને? મને માફ કરી દે આધ્વીકા, મારો ઈરાદો બેબી ને નુકસાન પહોંચાડવાનો નહોતો." મિતલ ત્યાં આવી, તેના ચહેરા પર ચિંતા હતી.

આધ્વીકા મિતલ સાથે વાત કરી રહી હતી, એ વખતે ગાડી માંથી પેટ્રોલ ની બોટલ લઈ ને દબાતા પગલે જીજ્ઞાસા બોડી પાસે ગઈ. રયાન તેની સાથે ગયો, ધીમે રહીને જીજ્ઞાસા એ પેટ્રોલ આખી બોડી પર છાંટ્યું અને માચિસ નીકાળી, બસ અમુક સેકન્ડ અને આ મુસીબત નો હંમેશાં માટે અંત આવી જવાનો હતો.
આ અમુક સેકન્ડ માં એકસાથે ઘણી ઘટનાઓ ઘટી ગઈ, આધ્વીકા ની આવી હાલત હોવા છતાંય જીજ્ઞાસા ને રયાન કેમ અહીં નથી એ જોવા રાહુલ એ માથું ઉચું કર્યું તેની નજર જીજ્ઞાસા અને રયાન પર પડી, એના ચહેરા પર આઘાત ના ભાવ આવ્યા, મિતલ જોઈ ન લે એ વિચારે તરત એ સ્વસ્થ થયો.

રાહુલ ના હાવભાવ નો ક્ષણિક બદલાવ મિતલ ની નજરોમાં આવ્યો અને એણે પાછળ જોયું, જીજ્ઞાસા અને રયાન તેના પાર્થિવ દેહને બાળવાની તૈયારી માં છે એ જોઈ ને મિતલ પળવારમાં બધું સમજી ગઈ.
"દગો........" એ બરાડી અને બન્ને હાથ જીજ્ઞાસા અને રયાન તરફ કર્યા અને એક ઝટકા સાથે બન્ને ને દુર ફેંકી દીધા. જીજ્ઞાસા લીમડાના ઝાડ પર ફેંકાઈ અને ડાળીઓ માં અટવાતી અટવાતી નીચે પડી, રયાન એક મોટા પથ્થર પર પેટ ના બળે પછડાયો.
મિતલ એ તેના હાથ એ બન્ને તરફ કર્યા ત્યારે જીજ્ઞાસા એ માચિસ જળાવી ને બોડી પર ફેંકી દીધી હતી, એક સેકન્ડ ની પણ‌ ચુક આજે ચારેય ની જીંદગી નો અંત આણી શકતી હતી પણ જીજ્ઞાસા એ અવિશ્વસનીય ઝડપે તેનું કામ કર્યું હતું.

"અમે તને ખુબ જ પ્રેમ કરીએ છીએ મીનુ અને હંમેશા કરીશું, પણ આ દુનિયા હવે તારી નથી રહી મારી ઢીંગલી. તારો જવાનો સમય આવી ગયો છે, આઝાદી તરહ આગળ વધ ખુશી ખુશી....." રાહુલ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

મિતલ નો પાર્થિવ દેહ આગ ની લપેટ માં ધીરે ધીરે ઓગળી રહ્યો હતો અને એની સાથે ઓગળી રહી હતી એક માસુમ અને દુઃખો ના ડુંગર તળે દબાયેલ યુવતી ની આત્મા. શરીર ની સાથે એ ધીરે-ધીરે આ દુનિયા છોડી ને એ એક નવી શરૂઆત તરફ આગળ વધી રહી હતી.

સમજણી થઈ ત્યારથી લઈને થી મૃત્યુ સુધી ની તેની જિંદગી મિતલ ની આંખો સામે ફિલ્મ ની જેમ પસાર થઈ. મોન્ટી તેની આંખો ની સામે બેભાન પડ્યો હતો, એને ત્યાં જ મુકીને એ પ્રથમ જોડે ગઈ. એ ગ્રામીણ યુવતીનું રુપ લઈ ને કૂવા ને કીનારે તેના તીક્ષ્ણ નખથી પ્રથમ નું ખુન કરી હતી અને પછી રોશન ને પણ એવી જ રીતે મારી રહી હતી. એ ત્યાં થી સમીર પાસે ગઈ હતી સમિર ને એક ઘર ને આંગણે પડેલા ત્રિકમ થી ઉપરાછાપરી વાર કરી મારી રહી હતી, સાહિલ ની ચામડી ને તેણી એ તેના તીક્ષ્ણ નખથી ઉતરડી કાઢી અને એને વારંવાર દિવાલમાં પછાડી રહી હતી.
બન્ને ને જંગલમાં ફેંકી એ મોન્ટી જોડે પાછી આવી હતી પણ આધ્વીકા ત્યાં આવી ને મોન્ટી ને લઈ ગઈ હતી.


આ બધી ઘટનાઓ મિતલ ની આંખો ની સામે જાણે જીવંત ભજવાઈ રહી હોય એવું તેને લાગી રહ્યું હતું, તેના ગુનેગારો ને મારતાં પહેલાં કલાકો સુધી તરફડાવ્યા હતા તેણીએ, વારાફરતી બધી ઘટનાઓ તેની આંખો સામે થી પસાર થઇ ગઈ અને છેલ્લે વધ્યો સંતોષ.


પોતાના ગુનેગારો ને પણ પોતે મરી હતી એવી જ ભયાનક મોત આપ્યાનો સંતોષ. હા; બધા સાચાં હતાં, હવે આ દુનિયા એની નથી, આ સંબંધ એના નથી, જે શરીર સાથે સંબંધો ની કડી જોડાયેલી હતી એ ફરીથી માટીમાં મળી ગયું હતું. હવે એનું અહીં કોઈ નથી, આ ભવ ની લેણદેણ પુરી થઈ ચુકી હતી.


એણે સંતોષ ભરેલી આંખોથી રાહુલ અને આધ્વીકા સામે જોયું, થોડુંક હસી અને આ દુનિયા છોડી ને જતી રહી હંમેશા હંમેશા માટે.


"ભગવાન તને ખુશીઓથી ભરેલું નવું જીવન આપે, તું જ્યાં પણ રહે ખુશ રહે." આધ્વીકા આકાશ તરફ જોઈને મનોમન બોલી.


રયાન જીજ્ઞાસા ને લઈને ત્યાં આવ્યો, આધ્વીકા એ રાહુલ નો હાથ પકડ્યો અને ચારેય ગાડી તરફ જવા નીકળ્યા.


ગાડી માં બેસતા જ આધ્વીકા નો ફોન વાગ્યો, તેણીએ ફોન જોયો ત્રણ ફોન જયશ્રીબેન ના આવેલા હતા.


"નો યાર સોનું, નોટ અગેઈન..... જો ફરી થી તારા આ ફોનની રિંગ ખરાબ સમાચાર લઈ ને આવી ને તો..... તો હું તારી સાથે આવીશ જ નહીં ઘરે પાછી, અહીં જ સેટલ થઈ જઈશ." જીજ્ઞાસા અકળાઈ ને બોલી.


આધ્વીકા એ ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો અને સ્પીકર પર મુક્યો,"હેલ્લો ફઈ, શું થયું?"


"અરે બેટા તમે લોકો ક્યારે ઘરે આવશો? રાજેશ એ કહ્યું છે કે એ કાલે જ પોલીસ પાસે જઈને તેના બધા ગુના કબુલી લેશે, કદાચ આ જ રસ્તો છે મિતલ ની માફી માંગવાનો. તમે બધા જલ્દી થી ઘરે આવી જાઓ બેટા....." જયશ્રીબેન એ ફોન કટ કરી નાખ્યો.


બધા

એ રાહત નો શ્વાસ લીધો, અને જીજ્ઞાસા એ ગાડી ચાલું કરી.

એમની નવી જિંદગી ની તરફ, આવનારી દરેક મુસિબત નો સામનો કરવાની હિંમત સાથે, આવનારી જિંદગી ને ખુશીઓથી ભરવાના ઈરાદા સાથે, એમના જીવન ના દરેક સંબંધ ને પ્રેમથી સિંચવા ના નિર્ણય સાથે ચાર માણસો નીકળી પડ્યાં હતાં જીવન ના સુંદર અને ખુશહાલ રસ્તા પર જેને પ્રેમ કહેવાય છે.

સમાપ્ત