Adhuri Puja - 9 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 9

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 9

ભાગ - 9
આજે દિવ્યા, અત્યંત કામુક થઈ, આક્રમક અને નશીલા પીણાંની જેમ માદક થઈ, પ્રમોદ થકી પોતાનુ હલકી કક્ષાનું અને અમાનવીય કૃત્ય કરાવવા અઘીરી થઈ છે, અને એટલેજ, એના ભાગરૂપે આજના આખા ખેલનો માસ્ટર પ્લાન એણે બનાવ્યો છે.
કે જે પ્લાનમાં, આજે પ્રમોદને બરાબરનો ભોળવી ભરાવી
ગમે-તેમ કરીને એને આ કામ કરાવવા રાજી કરવાનો છે.
આજે દિવ્યા, ગમે તેમ કરી પ્રમોદને પોતાની પ્રિ-પ્લાનિંગવાળી મોહજાળમાં ફસાવી, પોતાનો સ્વાર્થ પ્રમોદ થકી પૂરો કરવા માંગે છે, કે જેની પ્રમોદને બિલકુલ જાણ સુદ્ધાં નથી.
હાલતો, દિવ્યા અને પ્રમોદ બંને એકબીજાની બાહોમાં ભરાઈને અંગત પળો માણી રહ્યા છે. અત્યારે, પ્રમોદ ભલે શરીર સુખની ભૂખ ભાંગવામાં સાન-ભાન ભૂલ્યા હોય, પરંતુ
દિવ્યા બિલકુલ સચેત થઈ, પ્રમોદ દ્વારા પોતાનું કામ કઢાવવા પ્રમોદ પર ખાલી દેખાવ પૂરતીજ
ઓત-પ્રોત થઈ રહી હોય, એવું હાલ તો એ પ્રમોદ સાથે, નાટકજ કરી રહી છે, અને એ પણ રોજ કરતાં વધારે ઉત્સાહથી.
બન્ને જણા, અંગતપળો માણતા-માણતા, હવે પ્રમોદ પૂરેપૂરો લીન થઈ ગયો છે, તેવું દિવ્યાને લાગતા, દિવ્યાને મનમાં થઈ જાય છે કે,
હવે તે પ્રમોદને પોતાની વાત કરશે, તો પ્રમોદ ના નહીં પાડી શકે.
ત્યારે
દિવ્યા હળવેકથી અને ચાલાકીથી પોતાની વાત પ્રમોદ સામે રજૂ કરે છે.
દિવ્યા :- પ્રમોદ
પ્રમોદ :- હા
દિવ્યા :- પ્રમોદ, આટલા સમયથી મેં ભલે જેમ-તેમ કરીને આટલા દિવસો કાઢ્યા, પરંતુ
આટલા સમયમાં મને લાગી રહ્યું છે કે, હવે હું તારા વગર રહી નહીં શકુ.
મને તારી આદત પડી ગઈ છે.
24 કલાક મને તારાજ વિચારો આવે છે.
પ્રમોદ :- હા તો હું તારો જ છું ને ? તુ જ્યારે બોલાવે, જયાં બોલાવે, જેટલા સમય માટે બોલાવે, હું આવીજ જાઉં છું ને ?
પછી શું કામ આવું વિચારે છે ? દિવ્યા :- વાત એમ નથી પ્રમોદ, મને તું મારી પાસેનેપાસે, તુ હંમેશ મારી સાથે રહે તેવું હું ઇચ્છું છું.
પ્રમોદ :- હા બોલને, હું અહીજ છુંને, તારી પાસે ને તારી સાથે.
તું કહે ત્યારે જ જઈશ, તુ મને જવાનું ના કહે, ત્યાં સુધી હું તારી પાસે ને તારી સાથેજ છું ને ?દિવ્યા :- (પ્રમોદ પોતાની વાતને બરાબર સમજી નથી રહ્યો એવું દિવ્યાને લાગતા, હવે દિવ્યા એના મનની મેલી વાત સાફ-સાફ શબ્દોમાં પ્રમોદ સામે રજૂ કરે છે) દિવ્યા :- પ્રમોદ, એક વાત કહું, મેં આજ સુધી, તારા ઘર વિશે તો વધારે નહીં, પરંતુ તારા અને તારી પત્ની વિશે થોડી ઘણી માહિતી મેળવી છે, અને એ માહીતી પ્રમાણે, તારે ને તારી પત્નીને બરાબર બનતું નથી.
તું તારી પત્ની સાથે શરીર સંબંધ તો બિલકુલ રાખતોજ નથી, પરંતુ તેને સરખું બોલાવતો પણ નથી.
( આટલુ બોલી દિવ્યા ક્ષણિક અટકે છે, વચ્ચે પ્રમોદ )
પ્રમોદ :- હા, તારી વાત બિલકુલ સાચી છે, પરંતુ એનું શું ?
તુ કહેવા શુ માંગે છે ?
તારી શું ઈચ્છા છે ?
દિવ્યા :- ( દિવ્યા પ્રમોદને વધારે કસતા અને પ્રમોદના માથે પ્રેમથી હાથ ફેરવતા, સીધીજ પોતાની ઈચ્છા જણાવે છે. )
પ્રમોદ, મારી ઈચ્છા છે કે, તું આ બધી ઝંઝટમાંથી બહાર આવ, તું તારી પત્નીને છૂટાછેડા આપી દે, અને પછી આગળ તારે શું કરવું ? એ પણ હું આજે તને જણાવી દઉં છું.
મારી ઈચ્છા છે કે, હોસ્પિટલમાં કોમામાં રહેલ મારા પતિને તુ ત્યાંજ, હોસ્પિટલમાંજ ખતમ કરી નાખ, અને થોડા સમય પછી તુ મારી સાથે લગ્ન કરી લે, એટલે તને તારી પત્નીથી છુટકારો મળી જશેને, મને આ જીવન તું મળી જઈશ,
અને પછી, તુ અને હું, આપણે બંને આ કરોડોની મિલકતના માલિક બની, એસથી જિંદગી જીવી શું.
( અત્યારે દિવ્યાએ પ્રમોદ સામે કરેલ લાંબી, અને અઘટિત વાત સાંભળી,
પ્રમોદના શરીરમાં, એક હળવી કંપારી પસાર થઈ જાય છે.
પરંતુ
પ્રમોદ દિવ્યાને, તેનો જરા સરખો અણસાર પણ, આવવા દેતો નથી.
પ્રમોદે, અચાનક એના જીવનમાં આવો પડાવ આવશે, એવું તો એણે સપનામાંય વિચાર્યું પણ ન હતું.
વધુ ભાગ - 10 માં