મિત્રો, આગળ જોયું કે દિવાળીના તહેવારોનો મજા સૌ માણી રહ્યા હતા, પ્રવાસની ગોઠવણ ચાલી રહી હતી ત્યાં ચેતનાબહેનના મોટાભાઈ સુરેશભાઈ તથા ભાભી સ્મૃતિબહેનને વડોદરાથી આવતાં આણંદ નજીક વઘાસી ગામ પાસે અકસ્માત નડ્યો. સમાચાર મળતાં જ હરસુખભાઈ, હરિતા અને પરિતા સિવાય બધા આણંદ જવા નીકળી ગયા.
હવે આગળ સોપાન ... 16 પર.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
નીલગગનની સ્વપ્નપરી ... !!
સોપાન 16.
હરેશભાઈ અને રવિન્દ્રભાઈ લગભગ રાતના 08:00 વાગ્યાની આસપાસ કરમસદ પહોંચી ગયા. સુરેશભાઈ અને સ્મૃતિબહેન બંનેને હાથે અને પગે ફ્રેક્ચર થયું હતું. દસેક દિવસ હોસ્પિટલમાં રહેવું પડે તેમ હતું. ખાસ ચિંતા કરવા જેવું ન હતું. જો કે સુરેશભાઈને વધારે ઈજા થઈ હતી. સુરેશભાઈની દીકરી શ્વેતા તો તેનાં ફોઈને બાઝીને રડવા લાગી. શ્વેતા સુરેશભાઈના પરિવારની એક માત્ર લાડલી દીકરી છે. શ્વેતા ભણવામાં ખૂબ જ હોશિયાર છે.
તે વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી વી. પી. સાયન્સના કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. સુરેશભાઈ આણંદની ખેતીવાડી કોલેજમાં પ્રાધ્યાપક છે જ્યારે સ્મૃતિબહેન આણંદ આર્ટ્સ કોલેજમાં ગુજરાતીનાં અધ્યાપિકા છે .
ચેતનાબહેન તથા સરસ્વતીબહેન હોસ્પિટલમાં રોકાયા અને બીજા બધા શ્વેતાને લઈને સુરેશભાઈને ધરે ગયાં. રસ્તામાં આવતા શાકમાર્કેટમાંથી શાક તથા દૂધ ખરીદી ઘેર આવ્યા. શ્વેતાએ ચા બનાવી અને તેના ફૂવા તથા રવિન્દ્રભાઈને આપી. સોનલબહેને રસોઈ બનાવવાની શરૂ કરી. હરેશભાઈ અને રવિન્દ્રભાઈએ વાતો કરતાં કરતાં ચા પી લીધી. રસોઈ તૈયાર થઈ એટલે જમી લીધા બાદ હરેશભાઈ અને રવિન્દ્રભાઈ ચા તથા ટીફીન લઈને દવાખાને ગયા. થોડો સમય રોકાયા બાદ સરસ્વતીબહેન ને લઈ હરેશભાઈ અને રવિન્દ્રભાઈ ઘેર આવ્યા.
બીજે દિવસે સવારે રવિન્દ્રભાઈ, સોનલબેન અને કવિતા સાથે સુરત આવવા તૈયાર થતાં હરેશભાઈએ
હર્ષનો અભ્યાસ ન બગડે એટલે સૂરત મોકલવાની વાત કરી. હર્ષ પણ સુરત જવા માટે તૈયાર થઈ ગયો. હરેશભાઈ પોતે , ચેતનાબહેન અને સરસ્વતીબહેન થોડા દિવસ રોકાશે તેમ નક્કી થયું. રવિન્દ્રભાઈએ સુરત પરિતાને પણ ફોનથી જણાવી દીધું કે અમે ચાર જણ સાડા દસ વાગ્યા સુધીમાં સુરત પહોંચીશું. આમ તેઓ સાત વાગ્યાની આસપાસ આણંદથી એક્સપ્રેસ હાઈવે પર નીકળી ગયા અને 10:20 am વાગે સુરત પણ પહોંચી ગયા.
હરિતા અને પરિતાએ ચા બનાવી. રવિન્દ્રભાઈને ચા આપી અને એક પ્યાલો ચા આપવા હરિતા હર્ષને ત્યાં પહોંચીને મુખ્ય દ્વારની જારી અંદરથી બંધ કરીને રસોડામાં ગઈ. હર્ષને તેની રૂમમાં ન જોતાં તે ચા ટેબલ પર મૂકી બાથરૂમ તરફ ગઈ. હર્ષ હાથપગ ધોઈ કપડાં બદલતો હતો. તે હર્ષા શરીર સૌષ્ઠવને નિહાળી રહી. તે એકાએક હર્ષને બાઝી પડી તો હર્ષે તેને હગ કરી લીધી. કેટલી વાર સુધી તેઓ આમ જ એકબીજાને નજરો મિલાવતા ઊભા રહ્યા. આ પછી પરિતાએ હર્ષને ચા સાથે બિસ્કીટ આપ્યાં. તેણે પણ હર્ષ સાથે એક જ પ્યાલામાં ચાના ઘૂંટ પીધા. બપોરે આવીશ એવી વાત સાથે આંખ મિચૌલી કરતી ચાલી ગઈ.
લગભગ 12:30 વાગે પરિતા હર્ષને જમવા માટે બોલાવવા આવી. તેની પાછળ પાછળ કવિતા પણ આવી. એટલે પરિતા કવિતા પર ગુસ્સે થઈ. આથી કવિતા ભાગી ગઈ. પરિતા તરફથી કોઈ પ્રતિભાવ ન આવ્યો પણ ગુસ્સો અપાર હતો. એટલે હર્ષ તેની પાસે ગયો, તેની પીઠ પર હાથ ફેરવતાં કમરેથી પકડી હગ કરી ગાલે એક તસતસતું ચુંબન કરતાં થોડીવાર સુધી પોતાના આગોશમાં જકડી રાખી. પરિતા પણ તેને ચીપકીને બાઝી રહી અને હેતના હિંડોળે ઝૂલતી રહી. પછી હર્ષને લઈને તે આનંદસહ તેને ઘેર ગઈ.
હર્ષ જમીને ઘેર આવ્યો. તેણે આજે નક્કી કરી લીધું હતું કે દિવાળી સુધીમાં જે પાઠ્યક્રમ થયો છે તેનું આ રજાઓ દરમિયાન પુનરાવર્તન કરી લેવું. તેણે આ માટે સમયપત્રક પણ બનાવી લીધું. ઘેર આવીને તણે ભૌતિકશાસ્ત્રની તૈયારી શરુ કરી. પઠન અને મનન સાથે રાખી અભ્યાસમાં ઊડો ઊતરતો ગયો. આમ જ ચાર વાગી ગયા ખબર ન પડી. હરિતા અને પરિતા બંને હર્ષ માટે ચા લઈને આવ્યાં. ત્રણેયે ચા પીતાં પીતાં અભ્યાસની વાતો કરી. ત્યારબાદ તેમનું રજાઓના સમયમાં વાંચવા-શીખવાનું આયોજન પણ થયું. હર્ષે હરિતાને સ્ટેટ. અને પરિતાને વિજ્ઞાન શીખવા માટે તૈયાર કર્યાં. અત્યારે બંનેને એક એક પાઠ સમજાવવાની શરૂઆત પણ કરી દીધી. ત્રણેય ડાઈનિંગ ટેબલ પર જ છ વાગ્યા સુધી બેઠા રહ્યા. આ
પછી હરિતા અને પરિતા રસોઈ માટે ઘેર ગયા.
હરિતાએ તેની કાકીને જણાવ્યું કે અત્યારની રસોઈ હું મારે ઘેર બનાવીશ. હર્ષ પણ મારી સાથે જ
જમશે. સોનલબહેને આનાકાની કરી પણ એમ કંઈ હરિતા થોડી સમજે. એટલે તમણે તું અને પરિતા બન્ને સાથે મળી રસોઈ બનાવો તેમ જણાવ્યું. પરિતા પણ હરિતા સાથે તેના ઘેર ગઈ. બન્ને એ સાથે મળીને રસભરી રસોઈની તૈયારીમાં લાગી ગયાં. સાંજની રસોઈમાં પાઉં-ભાજી તૈયાર થતાં હરિતાએ તેના પપ્પાને પહેલા જમાડી દીધા. હરિતાના પપ્પા જમીને મસાલો ખાવા નીચે ગયા. આ પછી હરિતા, પરિતા અને હર્ષ જમવા બેઠા. વાતો કરતાં ગયાં અને જમતાં ગયા. હર્ષે બંનેના સ્વાદિષ્ટ રસોઈ માટે ઘણા વખાણ કર્યા. બન્ને હર્ષના વખાણ પર વારી ગયાં. હર્ષ જમીને ઘેર જતાં જતાં પરિતાને વિજ્ઞાનનો પાઠ પૂરો કરવા સાથે લઈ ગયો તેમજ હરિતાને પરવારીને આવવા સૂચન કર્યું.
પરિતા વિજ્ઞાનનું સાહિત્ય લેવા તેને ઘેર ગઈ અને હર્ષ પોતાના ઘરે આવ્યો. પરિતાને વિજ્ઞાનમાં આપણા નૈસર્ગિક સ્ત્રોતોની સંપૂર્ણ સમજ આપી રહ્યો હતો. પરિતા પણ એક ધ્યાનથી સાંભળી સમજીને ગ્રહણ કરી રહી હતી. જરૂર લાગે ત્યાં સવાલ પણ કરી લેતી હતી. આ દરમિયાન હરિતા પણ આવી ગઈ હતી. પરિતા ભણે છે ત્યાં સુધી પોતે સ્ટેટના પુસ્તકમાંથી પ્રકરણ સૂચક આંકના ઉદાહરણના દાખલા ગણતી રહી. આ પછી હર્ષે તેને સૂચક આંકની તમામ પ્રકારની યાદ રાખવાની માહિતી અને સૂત્રોની નોંધ પણ કરાવી દીધી. આમ હર્ષ રજાઓ દરમિયાન પોતાનો અભ્યાસ તો પૂરો કરે જ છે સાથે સાથે અવનવી ટીપ્સ સાથે હરિતા અને પરિતાને પણ ભણાવી તૈયાર કરે છે. દિવાળી તેમજ નૂતન વર્ષની ઊજવણી પણ સરસ રીતે થાય છે. આમ હવે તો તે ત્રણેય એકમેકમાં એકાકાર થઈ રહ્યા હોય એવો અહેસાસ પણ થાય છે. અહીં દેહ ત્રણ છે પરંતું આત્મા એક જ છે. તેઓ એક જ રાહ , એક જ ધ્યેય પર આગળ વધી રહ્યાં હોય તેવું મહેસુસ થાય છે.
સુરેશભાઈ અને સ્મૃતિબહેનને સારું થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. આ પછી બે દિવસ બાદ હરેશભાઈનો આવવાનો ફોન પણ આવી ગયો હતો. હરિતા અને પરિતાએ ચેતનાબહેનની ગેરહાજરીમાં ઘરની સાફ-સફાઈ તેમજ અન્ય કામ પતાવી દેતાં તેથી હર્ષને કોઈ ચિંતા નહોતી. હરેશભાઈ તેમજ ચેતનાબહેન અને સરસ્વતીબહેન આવી ગયાં. હવે શાળા વેકેશન પણ પૂરું થવાની તૈયારીમાં હતું. ત્રણેય જણે પ્રથમ સત્રના પાઠ્યક્રમનુ પઠન અને મનન કરી પુનરાવર્તન પણ કરી લીધું.
આમ ને આમ શાળાઓ પણ ચાલુ થઈ ગઈ. ત્રિપુટી તેમના નિશ્ચિત ધ્યેય તરફ આગળ વધી રહી છે. ત્યાં ચેતનાબહેને 20 ડિસેમ્બરની સૌને યાદ અપાવી. આ દિવસ એટલે હર્ષનો જન્મદિવસ. આ દિવસ પણ ત્રણેય પરિવારે ભેગા મળી 'હોટલ અવધ' માં હર્ષનો જનમદિન મનાવ્યો. બધાએ ઘણી મજા માણી. રવિન્દ્રભાઈએ જણાવ્યું કે 18 એપ્રલે પરિતા નો જન્મદિવસ આપણ સૌ સાથે મળીને ઉજવીશું. આવી વાતથી ત્રિપુટી રાજીની રેડ થઈ ગઈ. લગભગ રાત્રે 11:30 વાગ્યે બધા ઘેર આવ્યા અન નિદ્રાધીન થયા.
બીજે દિવસે 21 ડિસેમ્બરને બુધવાર. સૌ નક્કી
કરેલા ધ્યેયને સતત લક્ષ્યમાં રાખી સવાર થતાં સ્કૂલ તરફ રવાના થાય છે. શાળામાં પહોંચ્યા કે તરત જ બીજી સત્રાંત પરીક્ષાનું સમયપત્રક આપી દેવામાં આવ્યું. જે 30મી જાન્યુઆરી ને સોમવારથી શરુ થઈ 08મી ફેબ્રુઆરીને ગુરુવારે પૂરી થવાની છે. બપોરે ત્રણે જણ હર્ષના ઘરે મળ્યા અને પરીક્ષા બાબતે ચર્ચા કરી તેમાં શ્રેષ્ઠતા મેળવવા માટે આયોજન થયું. સાથે ઉત્તરાયણની ઉજવણી અને પરીક્ષા પછીના રવિવારે ડૂમસના દરિયા કિનારે ફરવા જવાનું નક્કી થયું. આ પછી તો તેઓ પરીક્ષાની તૈયારીમાં પડી ગયાં.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
બીજી કસોટીની તૈયારી શરુ થઈ. વળી આ દિવસો દરમિયાન ઉતરાયણનો તહેવાર પણ આવશે. હવે હર્ષની ફિરકી કોણ પડડશે. અહીં તો પ્રણય ત્રિકોણ રચાતો હોય તેવા સંજોગો ઊભા થતા દેખાય છે તો તેની સાથે મહત્ત્વકાંક્ષાની ઝંખના પણ ઉભરતી આગળ વધે છે. બંને છોકરી ગૃહિણી બની ગુલામી સ્વીકારવાને બદલે સ્વમાનભરી ગુલાબી જિંદગીને સુલઝાવી માણવા તરફ આગળ વધી રહી હોય તેવો આભાસ થઈ રહ્યો છે. સમય સાથે સઘળું બદલાશે અને નવું સમાજ પરિરવર્તન આવશે એવું જણાય છે.
હવે તો સોપાન 17 આવે તેની રાહ જોઈએ.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'.
સુરત (વીરસદ/આણંદ)
માત્ર વૉટ્સ ઍપ (No Call) : 87804 20985.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐