Infinite love .. in Gujarati Love Stories by Ajay Khatri books and stories PDF | પ્રેમ નીઅનંતવાટ..

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

પ્રેમ નીઅનંતવાટ..

આજે નવેમ્બર મહિના ની ૨૪ તારીખ બને પડોશીઓ ખુશ હતા.એક ના ઘરે પુત્ર તો બીજા ના ઘરે પુત્રી નો જન્મ થયો હતો.
નવાઈ ની વાત તોએ હતી કે બને એકજ સમય પર જન્મ્યા હતા....!!

ગરીબ અને સાધારણ કુટુંબ માં જન્મેલો જ્યંત ખુબજ પ્રભાવશાળી હતો.જ્યારે શ્રીમંત કુટુંબ માં જન્મેલી રાધા ખુબજ સુંદર અને સ્વરૂપવાન હતી..

નાનપણ થી સાથે રમેલા અને તે બન્ને નો ઉછેર પણ સાથે થયેલ બને યુવા અવસ્થા માં પ્રવેશે છે.અને બને વચ્ચે પ્રેમ ના ફૂલો ખીલવા માંડે છે.રાધા જ્યાં પગ મૂકી ત્યાં જ્યંત પોતાનું હૃદય મૂકી દેતો મેળા ઓમાં સાથે ફરવું સાથે જીવન વ્યતીત કરવું આ બાબતો હવે રાધા ના પિતાજી ને નોહતી ગમતી ગમે તેમ તોય દીકરી યુવાન થઈ હતી અને બાપ ની જવાબદારીઓ પણ વિશેષ હોય..

એક દિવસ જ્યંત રાધા ના ઘરે આવે છે.અને પોતે મુંબઈ અભ્યાસ અર્થે જાય છે.એવું જણાવ્યું રાધા ની આંખો માંથી આશું ની ધારા વહી નીકળી ત્યારે જ્યંત એ તેને કીધું હું આવીશ જલદીજ તું મારી રાહ જોઇશ ને..?? રાધા એ હા પાડી.. ત્યાંજ તેના બાપુજી આવ્યા મુંબઈ જવાની વાત જ્યંતએ તેઓ ને કરી અને આશીર્વાદ લીધા જય શ્રી કૃષ્ણ કરી તે ત્યાંથી નીકળ્યો

થોડાજ દિવસો બાદ અમદાવાદ થી રાધા માટે લગ્ન ની વાત આવી રાધા ના પિતાજી એ હામી ભરી ને રાધા ના લગ્ન નક્કી કરી દે છે.રાધા સમાજ માં પોતાના પિતાજી ની સાખ ને જોઈ ચૂપ રહે છે.એક દીકરી નો ધર્મ નિભાવતા જ્યંત ની યાદો ને સાથે લઈ રાધા ની વિદાય થાય છે.

હવે જ્યંત ડોકટરી નો અભયાસ પુણ કરી ને ગામે આવ છે.રાધા ના લગ્ન ના સમાચાર સાંભળતાજ તેનો હૃદય ભાંગી જાય છે.સીધો તે રાધા ના ઘરે દ્વારકાધીશ ના મંદિરે પહોંચે છે.થાળ નો સમય થતા ભગવાન ને ભોગ લગાવતી રાધા દેખાય છે.પણ મર્યાદા નો ભાન આવતા જ્યંત સીધો રાધા ના પિતાજી ને મળીને પોતે ડોકટર બની ગયો અને ગામ માં દવાખાનું ખોલવાની વાત કરે છે.અને રાધા ના લગ્ન માં ન બોલાવવા ની ફરિયાદ પણ કરે છે.પિતાજી એ કીધું અરે રાધા પગ ફેરો કરવા આવીજ છે બોલાવું..
રાધા ને અવાજ આપતા ત્યાં સોળે શુંગાર સજેલી નવી દુલહન આવી આંખો થી હજારો વાતો ત્યારે આ બને પ્રેમીઓ એ કરી ત્યાંજ અરે જ્યંત માટે નાસ્તો લાવ થાળ માં આજે રાધા એ પૂરણ પુરી બાનવી છે.ભગવાન નો ભોગ લાવ અમે સાથે જમશું જ્યંત ગણા સમય પછી આવ્યો છે..
પૂરણ પુરી ખાતા તેના વખાણ કરતો જ્યંત અને રસોડા માં રડતી રાધા હવે જ્યંત ત્યાં થી નીકળતા નીકળતા પાટણ નો પટોરો અને શુંગાર નો સામાન જે લાવ્યો હતો તે પોતાની પ્રેમિકા માટે અને બીજા ની પત્ની ને આપે છે.અને કહેછે ફરી આ સ્વાદ ક્યારે મળે પણ મને જીદંગી ભર આ પૂરણપુરી નો સ્વાદ સદાય યાદ રહેશે રાધા...

હવે જ્યંત ના દવાખાનો શરૂ કર્યું .અને તે પોતાનું સમય માનવ સેવા અર્થે વ્યતીત કરતો હતો એ સમય દરમિયાન લગ્ન લેવાય પરંતુ મન માં તો એજ રાધા વસેલી હતી..
જ્યંત ની લોક ચાહના એક ડોકટર તરીકે ખ્યાતિ પામતી ગઈ અને ધીરે ધીરે એ ખુબ પ્રગતિ કરતો ગયો અને એક અમીર વ્યક્તિ બની ગયો.
પણ રાધા ની યાદ તો ભુલાવી ન શક્યો. અને શરાબ ની લત લાગતા તે અંદર ને અંદર તૂટતો ગયો અને એક દિવસ જ્યંત લોહી ના રિપોર્ટ માં બ્લડ કેન્સર આવ્યો બધી દવાઓ કર્યા પછી પણ એને સારૂ ન થયુ..

અંતિમ સમય નજીક આવતા પરિવાર જનો ખુબજ ચિંતિત હતા કેન્સર ના કારણે અશક્ત જ્યંત નો જીવ દેહ ત્યાગ કરે તો આ પીડા માંથી મુક્તિ મળે એવી હાલત વચ્ચે તેણે તેના મોટા પુત્ર લાલજી સમક્ષ રાધા ને મળવા ની ઇચ્છા દર્શાવી તેનો પુત્ર લાલજી તરત રાધા ના ઘરે જઈ રાધા ના બાપુજી ને તાર કરવાનું કહે છે. અને સાથે રાધા ને લેવા જવું છે. તેવું કહે છે ખુબ સમજાવ્યા બાદ રાધા ના બાપુજી તેના નાના ભાઈ ને લાલજી સાથે રાધા ને તેડવા મૂકે છે.અને અમદાવાદ તાર કરી ટેક્સી કરી બને નીકળે છે.

રાધા ની ઉંમર પણ અર્ધ સદી પૂર્ણ કરી ચુકી છે. લાલજી એકી ટશે રાધા ને જોતો રહી ગયો. મારા બાપુજી ના હૃદય માં જે રહે છે.તે કેટલી સોહમ ને સુંદર સ્ત્રી છે.રાધા ગામે આવે છે અને જ્યંત તેનો હાથ પકડી પૂરણ પુરી બનાવવા નું કહે છે.રાધા ના હાથ ની પૂરણ પુરીનો સ્વાદ લેતા જ્યંત વખાણ કરતા થાકતો નથી.બોલાતું નથી તોય બોલવું છે.રાધા એજ સ્વાદ હજુ એ એવીજ સ્વાદિષ્ટ બની છે.મને પાણી આપ છેલ્લા શ્વાસ રાધા ના હાથો માં લેતા કામણગારી મોટી આખો માં રાધા ને સમાવી જ્યંત દેહ ત્યાગ કરે છે.

જ્યંત ની વિદાઈ આખો ગામ શોક માં ઘરકાવ થઈ જાય છે.રાધા નિશબ્દ થઈ દ્વારકાધીશ ની સામે બેસી જાય છે.અન જળ ત્યાગ કરી રાધા કૃષ્ણ મય બનતી જાય છે.ભાઈ ભાભી બધા ના સમજવ્યા છતાંય પાણી ની એક બુંદ પણ ન લેતા તે ત્રીજા દિવસે જ પોતાનું દે ત્યાગ કરી રાધા પણ અંનત ની વાટ પકડી લે છે...