An untoward incident Annya - 27 in Gujarati Fiction Stories by Darshana Hitesh jariwala books and stories PDF | An untoward incident અનન્યા - ૨૭

Featured Books
Categories
Share

An untoward incident અનન્યા - ૨૭

આગળના ભાગમાં રમેશ રાકેશને બ્લેકમેલ કરી, બે દિવસ વધુ રોકાવા કહે છે, જો તે નહીં માને તો તેઓના ફોટા વાયરલ કરી તેઓની બદનામ કરવાની ધમકી આપે છે, અનન્યાને ખબર પડતાં રાકેશને ઘરે જવા કહે છે. તેની રડતા રડતા અચાનક સ્વીચબોર્ડના ગેજેટ પર નજર પડે છે,


એ ગેજેટ સિક્રેટ કેમેરાનું હતું, જે હોટલના દરેક રૂમમાં ફીક્સ હતું. મરિયમના રૂમમાંથી રમેશ સરનો મોબાઈલ મળે છે, મોબાઈલ જોતા સરનો છૂપો ચહેરો બંનેની સામે આવે છે, રાકેશ અમુક વિડિયો પોતાના મોબાઈલમાં લઈને બાકીના દરેક વિડીયો ડીલીટ કરી નાખે છે.. બંને છાના પગલે હોટલ માંથી નીકળી મુંબઈ જવા ટેક્સી કરે છે. માથેરાનની વાદીઓમાંથી બહાર આવી તેઓ રાહતનો શ્વાસ ભરે છે. થાકને કારણે બંને ની આંખ લાગી જાય છે, હવે આગળ..


ઠોકરે શીખ્યા, અમે પણ ઘણું બધું,
આ જિંદગીની સફરમાં..
વિરામ નહિ, અંતે પૂર્ણવિરામ જ હોય,
આ અલ્પવિરામ જિંદગીમાં..


બંને નિરાંતે સૂઈ ગયા, પણ મુસીબત તેમનો પીછો કરી રહી હતી.. અચાનક રાકેશની આંખ ખુલી ગઈ.. મુંબઈ પહોંચવાને હવે કલાકની વાર હતી.. પોતાના ખભે માથું રાખી શાંતિથી સૂતા જોઈ તેને રાહત થઇ.. પણ સાથે સાથે તેની સુરક્ષાની ચિંતા પણ થઇ રહી હતી.. બંધ આંખોએ પણ આંસુની ધાર વહી રહી હતી.. રૂમાલથી લૂછવાની કોશિશ કરતાં હું ઉઠી ગઈ..


રાકેશ, "તુ શું કરે છે.!?"


કંઈ નહિ, "તારી આંખોના આંસુ લૂછતો હતો.. ઊંઘમાં પણ તે વહી રહી હતી.."


ત્યાં તો ટપોટપ ધાર થવા લાગી.. અને તે રાકેશને ભેટી પડી..


આમ, રડ નહિ.. હું તારી સાથે જ છું..


પ્લીઝ, "તુ મને જલ્દીથી ઘરે લઈ જા.. મારે ઘરે જવું છે.. મારે મારું કેરિયર બનાવું છે, મારે તારી સાથે જીવવું છે, મારે તારી સાથે લગ્ન કરવા છે, મારે તારી સાથે જિંદગીના દરેક સપનાં પૂરાં કરવા છે.. "


તારા સપનાં મારા પણ છે.. ને આપણે ઘરે જ તો જઈ રહ્યા છીએ.. "તું જરાક પણ ચિંતા નહિ કર.." ("હું છું ને..!!")


ટેક્સી ડ્રાઇવર બોલ્યો: સાહેબ, "ચા - કોફી નાસ્તો કરશો, તો અહીં ટેક્ષી ઊભી રાખું..


"અહીંથી મુંબઈ કેટલું દૂર છે.!!"


સાહેબ, બસ અડધો પોણો કલાક.. પણ અહીં તમે ફ્રેશ થઈ શકો છો..!


ના - ના અમારે ફ્રેશ નથી થવું..


સારું, "હું અહીં ચા નાસ્તો કરી આવ, ત્યાં સુધી તમે -


રાકેશે કહ્યું : "અમે ટેકસીમાં બેસીએ છીએ.. તમે તમારે જલ્દી આવો.."


મારા લીધે આટલા ખૂબસૂરત ચહેરા પર ઉદાસી છવાઈ..અનન્યા, "મને તુ માફ કરી દે.!"


"તુ શું કામ માફી માંગે છે. ભૂલ તો મારી પણ છે.." આપણે બંને જવાબદાર છીએ, મેં જ બીમારીનું નાટક કરી અજાણી જગ્યાએ રોકાવા કહ્યું હતું.. "તું મને માફ કરી દે.!" એમ કહી હું તેને ભેટી પડી..


તેણે મારા આંસુ લૂછી, માથે ચૂમી, મારા હોઠોને ચૂમી લીધું..
હું તેના આ સ્પર્શમાં બેઘડી બધું ભૂલી ગઈ.. દસ મિનિટ થયા પછી પણ ટેક્સી ડ્રાઇવર આવ્યો નહિ.. એટલે રાકેશે કહ્યું: "તું અહીં જ બેસ, હું તેને બોલાવી આવ છું..


ત્યાં બ્લેક કારમાંથી બે વ્યક્તિ ઉતરીને અમારી કાર પાસે આવ્યા. તેઓ જબરજસ્તીથી કારમાં બેઠા.. અને મોઢા પર રૂમાલ મૂક્યો, તેથી મારો અવાજ ના સંભળાઈ.. પછી એકે મને ઇન્જેક્શન આપ્યું.. મને યાદ છે કે રાકેશના આવતા તેઓએ તેને પણ ઇન્જેક્શન આપ્યું. તેઓએ બેહોશીને કારણે અમને આસાનીથી તેમની કારમાં બેસાડી દીધા.. અમારી આંખ ખુલી તો અમે કોઈ હોટેલની રૂમમાં હતા..


ત્યાં મરિયમ અને રમેશ સર પણ હતા.. ઇન્જેક્શનની અસરને કારણે ફ્કત વાતો સંભળાતી હતી..


તમારો ખુબ ખુબ આભાર સર.. તમારા લીધે આજે રાકેશ મારી પાસે છે.!


તું આભાર શા માટે કરે છે.! "જ્યારે તને બોલાવું ત્યારે આવી જજે..!"


તમારો મતલબ શું છે.? મે તો ફ્કત રાકેશને ફસાવા તમારી મદદ લીધી હતી. !


તું ખૂબ ભોળી છે, મરિયમ.. મે તને મદદ નથી કરી.. મારો તો આ જ ધંધો છે.. "જ્યાં સુધી અમારું કામ પૂરું નહિ થાય, ત્યાં સુધી તારે અહીં જ, આ રૂમમાં જ રોકાવું પડશે.!" મારી ઈચ્છાને માન આપવું પડશે..


"શું બોલી રહ્યા છો.?" આપણે તો રૂમમાં નાટક કર્યું હતું.. તમે મને કહ્યું હતું તેથી...


"આ નાટકને રિયાલિટીમાં કરીએ.."


મરિયમે જોરદાર તમાચો માર્યો.. શરમ નથી આવતી.!


રમેશ સરે તેને બે ત્રણ તમાચા માર્યા.. તને નાટક કરતાં શરમ નહિ આવી, તો મને શા માટે આવે.! એમ જ તને મદદ નથી કરી, તું અમારી જાળમાં આસાનીથી ફસાઈ ગઈ છે.! ત્યાં તો બાથરૂમમાંથી તેની ભાઈ માઈકલ આવ્યો.. ભાઈ મને બચાવી લે..


"કોણ ભાઈ.!?" તું મારી બેન નથી, તું તો મારા બાપની રખાતની ઓલાદ છે.. ચાલ સર કામે લાગ..મરિયમનો વિડિયો હું ઉતારું છું, પછી અનન્યનો વારો..


હું અનન્યા સાથે અન્યાય નહિ થવા દઈશ.. "મારી ભૂલ થઈ ગઈ, હું તમારી વાતોમાં આવી.."રાકેશને પામવા મે આવું પગલું ભર્યું હતું..


તો એની કિંમત તો તારે ચૂકવી જ પડશે.. મરિયમને ઇન્જેકશન આપી બેહોશ કરી.. આ બાજુ મને થોડું થોડું ભાન આવ્યું..


તેઓએ બેહોશીનો ફાયદો ઉઠાવી, તેનો વીડિયો ઊતાર્યો.. રાકેશ અને મારો પણ વિડિયો ઉતાર્યો.. સતત બે દિવસ સુધી તેઓ ઇન્જેકશન આપી અમારી પર દુષ્કર્મ આચર્યું.. જીવતા જીવ નરક જેવી યાતના મળતી.. જે થયું એ હું શબ્દોમાં કહેવું ઘણું જ મુશ્કેલ છે..


ત્રીજા દિવસે મરિયમને ભૂલથી ઓવર ડોઝ અપાયો.. અને તે બેહોશ થઈ ગઈ.. હું આ સમયનો ફાયદો ઉઠાવી, ત્યાંથી જવા ગઈ, ત્યાં મારી નજર રાકેશ પર પડી.. રૂમમાં એક વ્યક્તિ જ હતી, રાકેશને પણ ચેતના આવી રહી હતી, તેની સીધી નજર મારી પર પડી, અને અમે બંને રૂમમાંથી બહાર નીકળી ગયા.. ઇન્જેક્શનને કારણે અમારા બંનેમાં ઘણી જ વીકનેસ આવી ગઈ હતી.. અમારી પાસે પૈસા પણ નહતાં.. અજાણ્યા શહેરમાં હવે શું કરવું.!! તેની કંઈ ખબર પડતી ન હતી.. થોડી વાર પછી ટોટલી ઇન્જેક્શનનો પાવર ઉતરી ગયો.. સદ નસીબે રાકેશ પાસે તેનો એ ટી એમ કાર્ડ હતો.. અમે કેશ ઉપાડી રેલવે સ્ટેશન જવા ટેક્સી કરી.. અમને ખૂબ ભૂખ લાગી હતી.. તેથી સ્ટેશન નજીક પહોંચતા અમે ચા અને વડા પાવ ખાધા..


"માથેરાનમાં બહાનું કાઢીને રહેવાનો અફસોસ એકબીજાની આંખોમાં સાફ સાફ દેખાઈ રહ્યો હતો.." મે મારી નજર નમાવી દીધી..


તેણે કહ્યું: "મને માફ કરજે, હું તારી લાજ બચાવી શક્યો. નહ.."


આ વાતનો અફસોસ નહિ કર.. અત્યારે ફ્કત આપણે સુરત પહોંચવું જરૂરી છે.. એકવાર સુરત પહોંચી જઈએ.. પછી કોઈ ટેન્શન નથી.. (રહ્યો સવાલ માફીનો તો મારી નાદાનીને કારણે આજે આપની આ દશા છે...)


"તારું મારું દુઃખ ક્યાં જુદુ છે.!આજે પણ મારે જીવવું છે. મારે મારા સપનાં પૂરાં કરવા છે.. તું મને સાથ આપશે .! આ દુઃખ પણ સમયની સાથે ધીરે ધીરે કરી ભૂલી જઇશું. કદાચ આપણા નસીબમાં આ દુઃખ લખ્યું હતું..


અમિત પાંપણ લૂછતાં બોલ્યો, "તમે તો બોમ્બેથી સ્ટેશન આવી ગયા હતા, પછી શું થયું..!? તારી આ હાલત કેવી રીતે થઈ.. રાકેશ નું શું થયું..!? તે ક્યાં છે.!?"


વિરાર રેલવે સ્ટેશને ઇન્કવાયરી વિન્ડો પાસે પહોંચ્યા, ટ્રેનની પૂછપરછ કરી, સુરત રિટર્ન આવવા માટે ટિકિટ લીધી.. ઘરે જાણ કરવા અમારી પાસે મોબાઈલ પણ ના હતો.. અમને ટ્રેનમાં બેસતા હાશકારો થયો.. લાગ્યું કે હવે કંઈ તકલીફ નહિ પડે. આખરે અમે નિરાંતે શ્વાસ ભર્યો.. એક હળવી મુશ્કાન ચહેરાને સ્પર્શી ગઈ..


ટ્રેનમાં અમારી મુલાકાત એક ભલા માણસ સાથે થઇ.. તેઓ અમારી સાથે એવા ભળ્યા કે જાણે એમને વર્ષોથી ઓળખાતાં ના હોય.. અમે અમારું બધું દુઃખ ભૂલી ગયા.. તેમણે કહ્યું: "હું વેસુ જ રહું છું. મારી કારમાં તમને છોડી દઈશ.."


અનન્યા, પછી શું થયું..!? હું અને મોમ તને કેવી રીતે મદદ કરી શકીએ..!? તારી આ હાલત કેવી રીતે થઈ.!? તને અમારી પાસે થી કેવી મદદ જોઈએ.!?


(ક્રમશ:)


અનન્યા અને રાકેશ સાથે શું થયું.?
અમિત અને તેની મોમ અનન્યા ને કેવી રીતે મદદ કરશે.!?


દર મંગળવારે માતૃભારતી પર વાંચતા રહો, An untoward incident (અનન્યા) ખુશ રહો, હસતા- હસાવતા રહો.. તમારા પ્રતિભાવ આપતા રહો.. માસ્ક પહેરો, સુરક્ષિત રહો..


🙏જય શ્રી કૃષ્ણ🙏🌺 રાધે રાધે🌺