friends from childhood in Gujarati Short Stories by Rutvi books and stories PDF | બાળપણના મિત્રો

The Author
Featured Books
Categories
Share

બાળપણના મિત્રો



બાળપણ એટલે જીંદગી ના સોથી મહત્વ ના વર્ષો જ્યાં રોકટોક નહીં મસ્તી માં જીવવા નું , જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠવાનું ,‌ જ્યારે સુવું હોય ત્યારે સૂવા નું , જ્યારે ભૂખ લાગે ત્યારે જમી લેવાનું ત્રણ વર્ષ સુધી તો સ્કૂલ એ નહીં જવાનું પછી જ્યારે જઈ એ ત્યારે ત્યાં પણ મજા ‌છે

બાળપણ એટલે મસ્તી નું જીવન

આ વાર્તા આવા જ બે મિત્રો ની છે.
બાળવગૅ નો પહેલો દિવસ હતો .આખાં કલાસ માં અવાજ થઈ રહ્યો હતો કોઈ બાળક રડતું હતું અને કોઈ વાતો કરતું હતું અને કોઈ મસ્તી કરતા હતા પણ રુહી અને શ્યામા શાંતિ થી એકબીજા ને જોઈ રહ્યા હતા . એ બંને એક બીજા ને ટગરટગર રીતે જોતાં હતાં .
ત્યારે ક્લાસ માં ટીચર આવ્યા એમણે બધાં ને વ્યવસ્થિત બેસાડ્યા પણ રુહી અને શ્યામા એક બીજા ને જ જોઈ રહ્યા હતા. પછી ટીચરે ભણાવવાનું શરૂ કર્યું પણ પેલા બન્ને એકબીજાને જ જોતા હતા પછી ધીરે ધીરે એક દિવસ ગયો બીજો દિવસ ગયો એમ કરતાં કરતાં એક મહિનો થઈ ગયો બન્ને ધીરે ધીરે ફ્રેન્ડ બનતા ગયા એ બંને હવે એક બીજા વગર રહી નહતા શકતા એક બીજા ને પોતાની બધી વાતો કરતા હતા . બન્ને ની દોસ્તી હવે ‌આખા કલાસ માં ઓળખાવવા લાગયી . ત્યારે એ બંને નાના હતા એટલે ‌ દોસ્તી એટલે શું એ બન્ને ને નહતી ખબર .

ધીરે ધીરે સમય વિતતો ગયો પણ એ બન્ને ના બદલાયા એમની દોસ્તી તો એવી જ રહી . પણ એ બન્ને ને નહતી ખબર કે એમની દોસ્તી માં અલગ મોડ આવવાનો છે ૧ ધોરણ બધા માટે બેસ્ટ હોય છે એ બન્ને માટે પણ એવું જ હતું પણ એ બન્ને ને નહતી ખબર કે એ બન્ને અલગ થઈ જશે શનિવાર નો એ દિવસ‌ હતો એક કલાસ અલગ કરવાનો હતો બધા કલાસ માથી થોડા થોડા છોકરાઓ ને લઈ ને એક નવો કલાસ બનાવવા નો હતો . એક લિસ્ટ બનાવવામાં આવ્યું એ દિવસે અને એ લિસ્ટ માં રુહી નું નામ હતું. પણ એ બન્ને આ વાત ની ખબર પડી પછી પણ બન્ને ને થયું કે કંઈક બીજું હશે એમાં રુહી નું નામ હશે . એવું સમજી ને બન્ને પાછા પોતાની મસ્તીમાં મસ્ત થઈ ગયા . એક મહિના પછી કલાસ અલગ કરવાનો નિર્ણય કર્યો અને એ દિવસ પણ આવી ગયો. એ દિવસે બન્ને પોતાની મસ્તીમાં મસ્ત હતા ત્યાં ટીચરે આવી ને જેટલા લોકો ના નામ હતા એ લિસ્ટમાં એ બાળકો ને બોલાવ્યા રુહી પણ ગઈ પણ છેક સુધી એ શ્યામા ને જોઈ રહી .

પછી બીજા ક્લાસ માં ગઈ . ત્યાં ‌ ઘણાં બાળકો હતા ‌. પણ રુહી તો શ્યામા ને જ શોધી રહી હતી ‌. ટીચર કલાસ માં આવ્યા . ભણવાનું શરું કર્યું પણ રુહી શ્યામા ને ગોતી રહી હતી . પણ એમ એક દિવસ પત્યો . હવે એને સ્કૂલે જવું નહતું ગમતું પણ મમ્મી ને ‌કોણ સમજાવે કે હવે શ્યામા મારા ક્લાસ માં નથી એટલે મારે નથી જવું પણ જવું તો પડે જ ‌. પછી રુહી ને બીજા મિત્રો બનતા ગયા એને મજા આવતી ગઈ શ્યામા એને રોજ એના ક્લાસ માં મળવા આવતી હતી . ધીરે ધીરે સમય જતો ગયો અને પહેલું ધોરણ પત્યું . બીજું ધોરણમાં પ્રવેશ્યા . જે અલગ ક્લાસ કર્યો હતો એ કલાસ બંધ કરી દિધો પણ રુહી નું નામ પોતાના જૂના ક્લાસ માં નહતું પણ એનું નામ બીજા નવા જ ક્લાસમાં હતું . ધોરણ ૨ થી ૪ તો બન્ને નું નીકળી ગયું . રુહી ના નવા મિત્રો બન્યા . શ્યામા ના પણ નવા મિત્રો બન્યા પણ રુહી ની યાદ આવતી હતી . બન્ને એક સ્કૂલમાં રહી ને મળી નહોતાં શકતાં . કલાસ અલગ હતા . બન્ને એકબીજાના કલાસ માં નહોતાં પણ દિલથી તો જોડે જ હતા.

પાંચમા ધોરણમાં આવ્યા . પાછો એક નવો કલાસ બનાવાયો . પણ આ વખતે રુહી અને શ્યામા બન્ને હતા. પણ આ વખતે બન્ને વચ્ચે મૌન હતું આખું વર્ષ બન્ને એકબીજાની જોડે બોલયા જ નહીં .

છઠ્ઠા ધોરણમાં પણ બન્ને જોડે હતા . પણ બન્ને ની વચ્ચે પાછી મિત્રતા આવી ગઈ . એવું એ બન્ને ને લાગતું હતું પણ એમણે શરમ અને બીજી અમુક છોકરીઓ ના કારણે પાંચમાં બન્ને વાત ના કરી શક્યા પણ છઠ્ઠા માં એ છોકરી ઓ નું ચાલ્યું નહિ . બન્ને પાછા બોલવા લાગ્યા . ઘણી બધી છોકરીઓ ને નહતું ગમતું . જલન થતી હતી . બહુ કોશિશ કરી પણ એમને કોઈ અલગ ના કરી શક્યું . છઠ્ઠા ધોરણમાં તો બન્ને ની દોસ્તી બહુ આગળ આવી . એકબીજા વગર બન્ને જમતા પણ નહોતાં .
છઠ્ઠુ ઘોરણ પત્યું .

સાતમા ધોરણમાં પ્રવેશ્યા . શ્યામા અને રુહી ‌ની મિત્રતા માં વિઘ્ન આવાના હતા. પણ એ બન્ને તો એમની જ મસ્તી માં મસ્ત હતા . રુહી અને શ્યામા નું સાતમું ધોરણ તો બહુ જોરદાર ચાલી રહ્યું હતું . પણ રુહી ના પપ્પા ની બદલી રાજકોટ થઈ . રુહી ને ઈચ્છા નહોતી પણ જવું પડ્યું . બન્ને અલગ થઈ ગયા . એક અમદાવાદ અને બીજી રાજકોટ . પણ હજી ફોન ઉપર વાત થતી રહેતી હતી . બન્ને અગિયાર માં ઘોરણ માં આવી ગયા . રુહી એ કોમર્સ લીધું . શ્યામા એ સાયન્સ લીધું બી ગ્રુપ . હવે બન્ને સંપર્ક તૂટી ગયો . હવે બન્ને ભણવામાં આગળ વધતા ગયા .

સમય પાણી ની જેમ હાથ થી સરકતો ગયો . જોત જોતામાં શ્યામા હાર્ટ સર્જન થઈ ગઈ અને રુહી લેખક અને શિક્ષક બન ગઈ .
બન્ને એ બહુ કોશિશ કરી સંપર્ક કરવાની પણ બન્ને સોશ્યલ મીડિયા પર નહોતાં . અને ફોન નંબર બદલાઈ ગયા . સમય તો આગળ વધતો ગયો.
બન્ને ના લગ્ન થઈ‌‌ ગયા . રુહી પાર્થ ભાઈ શાહ માંથી હવે રુહી રુદ્ર પટેલ બની ગઈ . અને શ્યામા હેત ભાઈ પંડ્યા માંથી શ્યામા વેદ ભાઈ ઠક્કર બની ગઈ‌.
હવે બન્ને પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા .

બહુ જ વર્ષો થઈ ગયા . બન્ને હવે દાદી બની ગયા હતા . રુહી ‌અમદાવાદ રહેવા આવી ગઈ હતી . એક દિવસ રુહી ને હ્દય નો દુખાવો થાયો . એ અમદાવાદ ના હાર્ટ સર્જન ને બતાવા ગઈ. એ અંદર ગઈ . એને શ્યામા નામ પર થી એની મિત્ર યાદ આવી . પણ એને થયું કે એ આ નહીં હોય પછી અંદર ગયા પછી એણે ફોટોઝ જોયા અને બોલી " તું શ્યામા પાર્થ ભાઈ પંડ્યા જ ને . લાવ હથેળી શ્યામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં .
રુહી આજ રીતે શ્યામા ને ચિડાવતી હતી . "
શ્યામા ને ખબર પડી ગઈ કે આ રુહી છે બન્ને એકબીજાના ગળે મળ્યા ઘણા વર્ષ પછી ‌પણ બાળપણ ના મિત્રો આજે ઘડપણમાં મળ્યા .