Pollen 2.0 - 42 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | પરાગિની 2.0 - 42

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પરાગિની 2.0 - 42

પરાગિની ૨.૦ - ૪૨




બે દિવસ બાદ એશા અને માનવની સગાઈ હોય છે. સમર માનવ સાથે જઈ બધી શોપિંગ કરી આવે છે. આ બાજુ એશા રિની અને નિશાને લઈ સગાઈમાં પહેરવા માટે ગાઉન, મેચીંગ જ્વેલરી અને બીજી જરૂરીયાત વસ્તુની શોપિંગ કરવા જાય છે. પરાગ રિનીને પણ કહે છે કે સગાઈમાં પહેરવા તારે કંઈ જોઈએ તો લઈ લેજે..! સમર પણ નિશાને તે જ કહે છે.


બે દિવસ બાદ....

સગાઈનું મૂર્હત બપોરનાં બે વાગ્યાનું હોય છે. આશાબેન અને રીટાદીદી ઘરે બધી તૈયારી કરતાં હોય છે. જે સગાઈનો સામાન હોટલ પર લઈ જવાનો હોય છે તે પેક કરતાં હોય છે. રિની બે દિવસથી પોતાના ઘરે જ રોકાય ગઈ હોય છે. ત્રણેય બહેનપણીઓ વહેલી ઊઠીને નાહી-ધોઈને નાસ્તો કરી સગાઈમાં જે પહેરવાનું હોય છે તે બેગમા પેક કરી લે છે અને તૈયાર થવા પાર્લરમાં પહોંચી જાય છે. જૈનિકા પણ તે જ પાર્લરમાં તૈયાર થવા જાય છે.

આ બાજુ સમર માનવને હેલ્પ કરવા જાય છે. પરાગ તેમની પાસે જલ્દી આવશે તેવું કહી ઓફિસ પર જઈ બધા કામ પતાવે છે. બાર વાગ્યે પરાગ તેના કપડાં લઈ હોટલ પર પહોંચે છે. પરાગ બધી વ્યવસ્થા જોઈ લે છે અને તેની મુજબ થોડા ચેન્જીંસ પણ કરાવે છે ત્યારબાદ તે માનવની રૂમમાં જાય છે. સમર માનવને હેલ્પ કરતો હોય છે તૈયાર થવામાં.. માનવને જોઈને પરાગ હસતા કહે છે, ઓહો... હાફ દુલ્હે રાજા તૈયાર એમને...!

સમર- હા, ભાઈ... આનો ઉત્સાહ તો જુઓ....

પરાગ અને સમર બંને હસે છે. પરાગ અને સમર બંને તૈયાર થઈ જાય છે. પરાગ રિનીને ફોન કરે છે અને પૂછે છે, કેટલી વાર લાગશે તમને? દોઢ વાગવા આવ્યો... તમે તો કોઈ દેખાતા નથી બધા આવી ગયા છે.

રિની- હા, બસ અમે નીક્ળ્યા જ છે. જૈનિકાની ગાડીમાં આવીએ છીએ..!

પરાગ- ઓકે.

બંને ઘરનાં બધા સભ્યો આવી ગયા હોય છે અને તેઓએ જમી લીધું હોય છે. દસ મિનિટ બાદ જૈનિકા, રિની, એશા અને નિશા આવી જાય છે અને તેઓ સીધા હોટલની રૂમમાં જતા રહે છે અને ત્યાર જ જમવાનું મંગાવી જમી લે છે. પરાગ રિનીને ફોન કરે છે અને કહે છે, જો તારું કામ પતી ગયું હોય તો બહારનું કામ જોઈ લઈએ? સવારનાં મમ્મી, દાદી અને રીટાદીદી બધું સંભાળે છે.

રિની- હા, હમણાં જ આવી તમે બહાર લોબીમાં ઊભા રહો.

રિની ફોન મૂકી નિશાને કહે છે, હું બહાર જરા પરાગની હેલ્પ કરીને આવું... હું ફોન કરું એટલે તું અને જૈનિકા બંને એશાને લઈને હોલ પર આવી જજો...!

રિની બહાર જાય છે.. પરાગ બહાર ઊભો હોય છે.. રિની પરાગને જોતી જ રહી જાય છે. કેઝ્યૂલ બ્લ્યુ કલરનો શુટ પહેર્યો હોય છે. શુટ એકદમ બોડી ફિટીંગ હોય છે જેના લીધે પરાગ વધાકે આકર્ષક લાગતો હોય છે. રિની પરાગ પાસે આવીને કહે છે, મિસ્ટર હેન્ડસમ.. આજે કોને ઘાયલ કરવાનો ઈરાદો છે?

પરાગ પાછળ ફરે છે અને રિની તરફ જોતા કહે છે, તને...!

રિની- હું તો થઈ જ ગઈ છું...

પરાગ રિનીને જોતા કહે છે, તું પણ કોને ઘાયલ કરવાની છે?

રિનીએ બહુ હેવી પણ નહીં અને બહુ સાદી નહીં તેવી શિફોનની લાઈટ વર્ક વાળી લાઈટ યલો કલરની ડિઝાઈનર સાડી પહેરી હોય છે. બ્રોડ પટ્ટી વાળો બ્લાઉઝ, કમરએ થી સાડી પર વર્કવાળો બેલ્ટ બાંધ્યો હોય છે. ખુલ્લા સીધા વાળ, લાઈટ મેકઅપ અને પગમાં હિલ્સ..!

પરાગ જવાબ આપતાં કહે છે, મને જ ને...!

ત્યારબાદ બંને હોલમાં જાય છે અને બધી તૈયારી જોઈ લે છે. સગાઈની વીટીં પરાગ રિનીને તેના પર્સમાં મૂકવાનું કહે છે. પંડીતજી આવી ગયા હોય છે. તેમના કહ્યા પ્રમાણે રિની બધુ તૈયાર કરી દે છે. મૂર્હતનો સમય થતાં પંડીતજી માનવ અને એશાને બોલાવાનું કહે છે. રિની નિશાને ફોન કરે છે અને પરાગ સમરને..!

હોલમાં બધા આવી ગયા હોય છે. માનવ અને એશા આવી જાય છે. માનવ નેવી બ્લ્યુ શુટમાં હેન્ડસમ દેખાતો હોય છે. એશાએ બ્લ્યુ કલરનું ટ્રેડીશનલ લોન્ગ વર્ક વાળું ગાઉન પહેર્યુ હોય છે. એશા ખરેખરમાં આજે ખૂબ જ સુંદર લાગતી હોય છે.

સમર પણ ગ્રે કલરના શુટમાં હેન્ડસમ લાગતો હોય છે. ટોમબોય નિશાએ લોન્ગ મરૂન કલરનું ગાઉન પહેર્યુ હોય છે. નિશા ખૂબ જ સુંદર લાગતી હોય છે.

એશા માનવનાં હાથમાં હાથ પરોવીને આવતી હોય છે. બંનેને ખુશ જોઈ બધા ખુશ થતાં હોય છે. બંને પંડીતજી પાસે આવી ખુરશીમાં બેસે છે અને પંડીતજી વિધી શરૂ કરે છે. સમર અને નિશા બંને સાથે માનવ અને એશાની પાછળ બેઠા હોય છે. પરાગ અને રિની સાથે સામેની બાજુ બેઠા હોય છે. રિની પરાગને કહે છે, પરાગ ચાલોને મસ્ત ફોટો પડાવીએ..!

પરાગને ફોટો પડાવવાનું બિલકુલ પસંદ નહોતુ.. છતાં તે રિની માટે હા કહે છે. ફોટોગ્રાફરને કહી બંને ફોટો પડાવે છે.

સગાઈની વિધી પતે છે. માનવ અને એશા બંને એકબીજાને વીટીં પહેરાવે છે. માનવ અને એશા વડીલોનાં આર્શીવાદ લે છે. પરાગે તેમના માટે સ્પેશિયલ એન્ગેજમેન્ટ કેક બનાવડાવી હોય છે જે બે માણસો હોલમાં લઈને આવે છે. માનવ અને એશા કેક કટ કરે છે. સમર અને નિશા માનવ અને એશાને કપલ વોચ ગીફ્ટમાં આપે છે. પરાગ માનવને કહે છે, મારું ગીફ્ટ પેન્ડીંગમાં રાખજે..! તને ખબર જ છે એ તો..!

માનવ- હા, તારું ગીફ્ટ હંમેશા સ્પેશિયલ હોય છે.

સમર અને નિશાને સાથે જોઈ શાલિનીને બિલકુલ નથી ગમતુ પરંતુ બધા હોય છે એટલે તે કંઈ બોલતી નથી.

સગાઈ બાદ વડીલો ઘરે પહોંચે છે. પરાગ અને સમર બધા વહીવટ પતાવે છે. માનવ-એશા, સમર-નિશા એક જ ગાડીમાં હોય છે. પહેલા તેઓ એશા અને નિશાને તેના ઘરે મૂકી પછી તેઓ તેમના ઘરે પહોંચે છે. પરાગની ગાડીમાં રિની અને જૈનિકા હોય

છે. પરાગ જૈનિકાને તેના ઘરે મૂકીને તેમના ઘરે જાય છે. ઘરે બધા થાકી ગયા હોવાથી પોતપોતાના રૂમમાં હોય છે. રિની ગાડીમાં જ તેની હિલ્સ કાઢી નાંખે છે અને ખુલ્લા પગે જ પાર્કીંગથી ઘર તરફ ચાલતી જતી હોય છે પરંતુ પરાગ પાછળથી આવી રિનીને ઉંચકી લે છે. રિની પરાગને કહે છે, પરાગ શું કરો છો તમે? ઘરે બધા હશે..!

પરાગ- કોઈ નહીં જોઈ... બધા પોતપોતાના રૂમમાં હશે..!

પરાગ રિનીન ઉંચકીને ઉપર તેમના રૂમમાં લઈ જઈને નીચે ઉતારે છે. રિની તેની હિલ્સ ચંપલના કબાટમાં મૂકે છે. રિની પરાગ પાસે જઈ તેના શુટનો કોટ કાઢે છે અને ટાઈ છોડીને કાઢે છે. રિની પરાગને કહે છે, તમે પહેલા ફ્રેશ થઈ જાઓ..પછી હું થઈ જાઉં..! પરાગ બાથરૂમમાં જાય છે. રિની પરાગ માટે કપડાં બેડ પર મૂકી નીચે કિચનમાં પાણીની બોટલ ભરવા જાય છે. બોટલ ભરીને ઉપર રૂમમાં આવી બેડ પર બેસી તે ફોનમાં તેના અને પરાગનાં ફોટોસ જોતી હોય છે અને ફોટોસ જોઈને મલકાતી હોય છે. પરાગ પાછળથી આવીને ફોટસ જોતો હોય છે. રિનીને ખબર નથી હોતી કે પરાગ નાહીને આવીને પાછળ ઊભો હોય છે.

રિની ફોટો જોતી તેના છૂટા વાળ ભેગા કરી ઊંચો અંબોડો વાળી દે છે. પાછળથી રિનીની કમર જોઈ પરાગ વિચલિત થઈ જાય છે. તે રિનીની નજીક જઈ સાડીનો બેલ્ટ ખોલી નાંખે છે અને બીજા હાથથી બ્લાઉઝની દોરી ખોલી નાંખે છે. અચાનક પરાગનાં સ્પર્શથી રિની તરત ઊભી થઈ પાછળ ફરીને જોઈ છે તો પરાગ હોય છે. રિની પરાગને કહે છે, પરાગ હું તો ગભરાય ગઈ.. શું તમે પણ..

પરાગ- સોરી... મારો ઈરાદો એવો નહોતો પરંતુ તુ બેઠી હતી એવી અને સાડીમાં પણ તું દેખાય છે ખૂબસુરત કે મારી જાતને રોકીનાં શક્યો..! સોરી

રિની પરાગનો હાથ પકડી લે છે અને કહે છે, અરે એમાં સોરી કેમ કહો છે..! બાય ધ વે.... અત્યારે તમે પણ મને ડિસ્ટ્રેક્ટ કરી રહ્યાં છો.....

પરાગ હમણાં ફક્ત બોક્સર પહેરીને જ ઊભો હોય છે.




દાદાની બિમારી વિશે રિનીને જાણ થશે?

જાણવા માટે વાંચતા રહ આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૪૩