. પોત પોતાની વિચારધારા અને તેમાં વિકસતું પોત પોતાનું સુખ..... દરેક વ્યક્તિના પ્રેમ વિશેના, લાગણી વિશે ના, લગ્ન વિશેના, અને સંબંધો વિશે ના વિચારો અલગ અલગ હોય છે તેને કારણે તેને ગમતા સુખમાં સુખી રહી શકે છે બીજાની વિચારધારા પ્રમાણે તેને જીવવા માટે કહેવામાં આવે તો તે કદાચ સુખી ન પણ થઈ શકે.
અલાયદા આલયને તો આપણે મળી લીધું... ચાલો હવે મળીએ આવનારા દિવસોને પલટાવનારી બે અલગ અલગ જગ્યાએ ઊભેલી પણ એક જ ક્ષિતિજ ને નિહાળતી મૌસમ અને લેખાને
મૌસમ..... મનમૌજી મૌસમ..... મોસમ એટલે ધબકતી ઋતુ..... વરસાદના ફોરા સાથે નાચતી શિયાળા ની સુંદરતા અને વૈશાખી વાયરો..... કૂંપળ માંથી વટવૃક્ષ બનવા ની કામના.....
ન ગમે તો બસ એક જ વસ્તુ બંધન પછી ભલે તે બંધન શિસ્તનું હોય કે સંબંધનું....
કે. ટી. એટલે મૌસમના પરિવારનું એકમાત્ર સભ્ય તેના પપ્પા અને આ મૌસમને કે ટીની કિલ્લેબંધી એટલે કે શિસ્તબદ્ધ જીવનશૈલી માંથી બહાર નીકળવાની છૂટ ન હતી.
પરંતુ મોસમ જેનું નામ..... દરરોજ ઉગતા સૂર્ય ની કિરણ મોસમ માટે એક નવી જ સુગંધ લઈ આવે જેને કે. ટી.નું અનુશાસન રોકી ન શકે. મૌસમને સૌથી વહાલી તેની મમ્મી હતી કે જેણે આદર્શ ગૃહિણી બની કે.ટી.ના ઘર ને સાચવી રાખ્યું હતું પરંતુ તેના અચાનક ગયા પછી મોસમ ને લાગ્યું કે આ સંબંધના બંધન માં જ વહાલી મમ્મી ગૂંચવાઈ ગઈ અને બસ એક વસ્તુ મનમાં નક્કી કરી લીધી કંઈ પણ થાય ,પ્રેમ સ્વીકાર્ય પણ લગ્નનું બંધન નહીં, આવા વિચારો ની દુનિયા ધરાવતી મૌસમને સંભાળનાર તેની એકમાત્ર સખી હતી લેખા..
લેખા એટલે અનંતભાઈ અને કુસુમ બહેનની એકની એક આદર્શ પુત્રી....
લેખા એટલે કુસુમ બહેનની જીવતી-જાગતી સંવેદના....
લેખા એટલે લગ્ન પ્રણયમાં શ્રદ્ધા રાખી પ્રતિક્ષાના તોરણે ભાવિ સુખની કલ્પનામાં રાચતી ભાવિલી ભાવના....
જેવી રીતે મોસમને સ્વતંત્ર વિકાસવું હતું લેખા ને પ્રેમમાં બંધાવું હતું લેખા ને ઘરમાંથી બધા પ્રકારની છૂટ હતી એટલે તેના માટે એ સાહજિક વસ્તુ હતી તેમાં તેને નવાઈ ન લાગતી પરંતુ મૌસમને તો તે ભાગ્યશાળી લાગતી.
આમ બંને ના ઘર નું વિરોધી વાતાવરણ બંનેને એકબીજા માટે આકર્ષણ ઉત્પન્ન કરતું અને નાનપણના મિત્રતા ક્યારે યુવાનીમાં પ્રવેશી ગઈ ખબર પણ ન પડી
તો ચાલો મૌસમ અને લેખા ની આ મિત્રતા ને માણીએ......
કુસુમબહેન:- "અનંત હું શું કહું છું.. કાલે મારે સમીર સાથે વાત થઈ ."(સમીર ભટ્ટ કુસુમ બહેનના ભાઈ)
અનંત ભાઈ:-"શું વાત થઈ?"
કુસુમબહેન:- "તેના મિત્ર ઉર્વીશભાઈ તેમના દીકરા ની વાત કરતા હતા..... આલય નામ જ કેવું સરસ છે.....સમીર ના મનમાં લેખા માટે વસી ગયો....સમીર પણ વખાણ કરતો હતો.
અનંત ભાઇ:- "તારી બધી વાત સાચી પણ લેખા હજુ નાની નહીં?"અત્યારથી ક્યાં તેને જવાબદારીમાં પરોવી નાખવી થોડું પગભર થઈ જાય પછી વિચારીએ તો?"
કુસુમબહેન:- "હા એ વાત પણ સાચી લેખા છે પણ ભોળી હજુ ક્યા ઘરની બહાર નીકળી છે? પણ હું શું કહું છું લક્ષ્મી સામેથી ચાંદલો કરવા આવે તો મોઢું ધોવા ન જવાય, આપણે એમ કરીએ તો કે છોકરો જોઈ અને સારો લાગે તો વાત રાખે તો?"
અનંતભાઈ;-"જેવી લેખા એવી તું બિલકુલ ભોળી આપણા માટે કુસુમ લેખા આપણી દીકરી છે પરંતુ જ્યાં જશે તે દિવસથી ત્યાં ની વહુ બની જશે અને પછી આપણે તેમની વહુ ની જિંદગી માં ઇન્ટર ફિયર નહીં કરી શકીએ સંબંધ સાચવવા લેખા અને આપણે બધું જ માનવું પડશે.
કુસુમબહેન :-"એક કામ કરીએ લેખા સાથે જ વાત કરી લઈએ તો કેમ?"
અનંતભાઈ ::-હા એ કરી શકાય અત્યારે જ પૂછી લઈએ.."
કુસુમબહેન :-લેખા....લેખા.....
આવી ગઈ.મા..... અને એ રણકાર સાથે લવંડર બાંધણીના ડ્રેસ માં આવતી લેખા ને જોઈને અનંતભાઈ ને તો જાણે યુવાન કુસુમ જ આવી ગઈ.
લેખા : હા" મા બોલ".
અનંતભાઈ :-"મને એમ થાય દીકરા કે સમય અહીં જ થંભી જાય."
લેખા : " કેમ શું થયું?"
અનંતભાઈ -:"બસ..... મારું ચાલતું હોત ને તો તું પહેલીવાર સ્કૂલે જવા તૈયાર થઈને આવી ને ત્યારે જ સમયને થંભાવી દીધો હોત ઈશ્વર કેમ આટલી જલદી દીકરીઓને મોટી કરી દે છે?"
લેખા:-" કારણકે ઈશ્વરને ખબર છે કે મોટા થતા પપ્પાને સંભાળવા મોટી લેખા જ જોઈએ."
કુસુમબહેન: લેખા એક વાત કરવી.... મંદિરે જઈ આવ પછી કે અત્યારે?"
લેખા:-"હમણા ઓલી મોસમી આવતી જ હશે અને તે પોતાના ઘરની ઘડિયાળ ને મગજમાં લઈને આવતી હશે એક કામ કરું થોડીવારમાં આવી જઈશ પછી વાત કરીએ?"
કુસુમબહેન :-"હા ચોક્કસ દીકરા તારી આ ઉંમરે ઈશ્વરમાં શ્રદ્ધા જ સંતતિની સંતુષ્ટિ આપે છે."
અને ત્યાં તો જાણે ઘરમાં વાવાઝોડું પ્રવેશ્યું પણ વાવાઝોડું કેવું ?જે કુસુમબહેન અને અનંતભાઈ નાનકડા ' હાશ' નામના બંગલામાં નવી ઉર્જા લઈ આવતું."
મૌસમ:-"અરે મારી લેખી કેટલી વાર છે?"
લેખા:-"બસ આવી ચાલ."
મૌસમ:-"તને તો ખબર છે જાની... ઘરની ઘડિયાળ પણ પણ સેલ વીના ચાલવા લાગે છે જલ્દી કર મારી મા નહીંતર કાલથી મંદિરે જવાનું પણ બંધ."
લેખા :-"પ્લીઝ યાર પપ્પા બોલને."
મૌસમ:-" કે. ટી. એમ બોલું ને તો આ મૌસમને યાદ રહે કે તેને ગમે ત્યા વરસી જવાની છૂટ નથી."
લેખા :-"પ્લીઝ મોસમ આ વાત નહીં."
મૌસમ:-"ઓકે જાની.... મને પણ નથી મજા આવતી આ તો સારું છે તારા કારણે ખુલ્લી હવામાં શ્વાસ લેવા મળે છે મંદિરના બહાને."
લેખા:-"આવી મોસમી ડ્રાઇવર મળી ગઈ છે એટલે તો હું સ્કૂટર નથ શીખતી."
મૌસમ:-"ચાલ જલ્દી હવે પેલો નીકળી જશે."
લેખા:-" કોણ."
બસ..... બસ..... બસ...... કોણ નીકળી જશે એ જોશું આવતા ભાગમાં ત્યાં સુધી.....
❣️ કુંપળ પ્રેમ
બનતું વટવૃક્ષ
વિસ્તરે શાખા ❣️
(ક્રમશ)