સંગીત....A Poem for Music Lovers
સા..રે..ગ..મ..પ..ધ..ની..શા..
શા..ની..ધ..પ..મ..ગ..રે..સા..
સાત રંગ મળી બને સુંદર મેઘધનુષ
સાત સૂરો થી બને સુમધુર ગીત સંગીત
સંગીત સંભાળી નાચી ઊઠે તન મન
સંગીત સાંભળી ઉગે દિન ને પડે રાત
ઈશ્વર દેખાય સાંભળી સૂરીલા સુફી ગીત
વગાડી એ સંગીત જોરશોર થી પાર્ટી સજી જાય
પ્રેમભર્યા ગીત સાંભળી આવે યાદ પ્રિયજનની
મસ્તી ભર્યા ગીત સાંભળી આવે યાદ દોસ્તોની
આનંદ અને ગમગીની ની ભાષા સંગીત
જીવન નુ અભિન્ન અંગ છે સંગીત
દુઃખ દર્દ નો અકસીર ઈલાજ સંગીત
જીવનપથ નાં દરેક વળાંકે જરુરી છે સંગીત
શ્વાસોશ્વાસ છે સંગીત
એકલતા નો સાથી છે સંગીત
દરેક ખાટીમીઠી લાગણીની
અભિવ્યક્તિ અને પરિભાષા છે સંગીત..
ગીત સંગીત વગર
વેરાન રણ સમી છે જીંદગી...
🎵🎶 🎼🎻🪕🎸🎤🎤🎧❤️❤️
કાવ્ય 05
કોણ છું "હું" ??
એક પતુય હલે નહી મારી મરજી વગર
એવું રાવણ સમુ ઘમંડ હતુ મારું
"હું" છું તો છે બધું મારા સીવાય બધું નકામું
આમ વિચારી આખી જીંદગી ફરતો રહયો
"હું"..."હું" ...ને .. માત્ર "હું" કરી..
આવી કુદરતી વિકટ વિપત્તિ અણધારી
નિકળી ગઈ બધી "હું"ની હવા મારી
આખરે થયો પ્રશ્ન મને "કોણ છું "હું "??
શુ કામ અવતર્યો છું "હું" ધરતી ઉપર
શુ કામ હું ..હું ..કરતો ફરું છુ "હું"??
દુનિયા તો છે ઈશ્વરે રચેલો એક રંગમંચ
"હું" છુ એ રંગમંચ ની એક નાનકડી કઠપૂતળી
છેલ્લી મંજિલ છે બધાની એક સરખી
એક દિવસ કહ્યા વગર પડવાનો છે
જીંદગીરુપી રંગમંચ નો પડદો બધાનો..
તો પછી "હું"..."હું"..કરી ને
શુ કામ ફરી રહ્યો છું "હું" ??
નાનકડી ઈચ્છા છે મારી
નિભાવવુ છે જીંદગી માં એવું જૉરદાર કિરદાર
વસી જાઉં દરેક નાં હૃદય માં ઍક મીઠી યાદ બની
એક દિવસ "હું" હસતો નીકળીશ સૌની આગળ
જયારે ચાર જણા ના ખંભા ઉપર થઈ સવાર
ત્યારે લોકો આક્રંદ કરતા ચાલતા હશે મારી પાછળ