Our intentions are not good – Divyesh Trivedi in Gujarati Science by Smita Trivedi books and stories PDF | આપણા ઈરાદા સુંદર નથી! – દિવ્યેશ ત્રિવેદી

Featured Books
Categories
Share

આપણા ઈરાદા સુંદર નથી! – દિવ્યેશ ત્રિવેદી

૧૧. આપણા ઈરાદા સુંદર નથી!

11. Our intentions are not good!

વન અને વનરાજીનું એક લક્ષણ એની સુંદરતા છે. પરંતુ એમની તરફ ખેંચાતી આપણી નજરો સુંદર નથી, આપણા ઇરાદા જ દૂષિત છે.

જંગલોના રક્ષણ માટે સરકાર એક આખું તંત્ર નિભાવે છે, પરંતુ એ રક્ષકોના હાથે જ જંગલોનું ભક્ષણ થતું રહે છે.

જંગલમાં વસતાં પ્રાણીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવા પાછળ પણ જંગલોના વિનાશની પ્રવૃત્તિનો જ મોટામાં મોટો ફાળો છે. શિકારીઓનો દૂષિત આનંદ અને ખણખણિયા કમાઈ લેવાની પાશવી ભૂખ જંગલોના મોતનું કારણ બને છે!

આ વિનાશે પ્રાણીઓના ઘર-બાર લૂંટી લીધાં છે. ચિત્તા જેવાં કંઈક પ્રાણીઓનું નિકંદન નીકળી ગયું છે અને બીજાં અનેક પ્રાણીઓ નિકંદનના આરે આવીને ઊભાં છે.

સુંદરવન જેવાં કેટલાંક જંગલોમાં થોડા વાઘ રહ્યા છે. પરંતુ જો આમ જ ચાલતું રહ્યું તો ચિત્તાની જેમ વાઘ પણ થોડા સમય પછી માત્ર પ્રાણી સંગ્રહાલયોમાં અને એ પછી કેવળ ચિત્રોમાં જ જોવા મળશે!

૧૨.વાવજો પછી, પહેલાં બચાવો!

12. First Save, then plant!

ઉછેરવાની કલા અને ઉછેરવાના વિજ્ઞાનની એક નારીથી વિશેષ કોને જાણકારી હશે?

વૃક્ષો વાવવાની ઝુંબેશ પછી, પહેલાં તો જે છે એને બચાવવાની ઝુંબેશ ઉપાડવી પડશે. વૃક્ષોને કપાતાં અટકાવીને એમના જતનની જવાબદારીથી જો નારીને સભાન કરી શકાય તો નારી એને પોતાના બાળકની જેમ સાચવશે.

પોસ્ટરો ઉતરાવીને જ પોતાના કાર્યની ઈતિશ્રી સમજતી મહિલા સંસ્થાઓ, તમે કંઇ સાંભળ્યું?

૧૩. કુહાડી અને કવિતા

13. Axes and Poetry

કહે છે કે એક દિવસ એક માણસ પોતે જે ડાળ પર બેઠો હતો એ જ ડાળ પર કુહાડીના ઘા કરી રહ્યો હતો. એનું નામ હતું કાલિદાસ. સમય સમયનું કામ કરે છે. સમયે એ જ ‘મૂર્ખ’ માણસને મહાકવિ કાલિદાસ બનાવી દીધો.

‘તરુનો બહુ આભાર’ એવી કવિતા બાળપણમાં ભણ્યા પછી યે આપણે એનો મર્મ પામ્યા નથી. એક જ જગ્યાએ તપસ્વીની માફક ઊભું ઊભું પણ વૃક્ષ જિંદગીના આરંભથી અંત સુધી માણસ જાતનો સાથ નિભાવે છે. તો ય આપણે જંગલમાં મંગલ કરવા જંગલોને ઉજાડતા જ ગયા છીએ. પરિણામે મંગલનું જંગલ થઇ ગયું છે.

વિનાશ કરવો સહેલો છે, સર્જન કરવું જ અઘરું છે. અઘરાં કામોની અપેક્ષા કંઇ કૂતરાં-બિલાડાં પાસે ન રખાય, એ તો માણસ પાસે જ રખાય. આપણે એ અપેક્ષા પૂરી કરીએ અને કાલિદાસમાંથી મહાકવિ નહિ તો કવિ પણ બનીએ.

કારણ કે કદાચ કુદરતે પર્યાવરણના કાગળ પર વૃક્ષ જેવી ઊંચેરી કવિતા બીજી કોઇ કરી નથી!

૧૪. આવા દેખાડા શા કામના?

14. Why are such show-offs?

થોડા સમય પહેલાં એક ઠેકાણે વન-મહોત્સવનું આયોજન થયું. વડાપ્રધાન જેવા મહાનુભાવના હાથે વૃક્ષારોપણ કરાયું અને બીજા અનેક ઉત્સાહીઓએ હજારેક વૃક્ષો આંખના પલકારામાં વાવી દીધાં.

થોડીક પળો પછી વડાપ્રધાનનો કાફલો ત્યાંથી થોડેક દૂર વૃક્ષારોપણ માટે આગળ વધ્યો. પાછળ ઊભેલું જિજ્ઞાસુ લોકોનું ટોળું પેલા તાજા જ વાવેલા છોડવાઓને પગ તળે મસળતું વડાપ્રધાનના કાફલાની પાછળ દોડયું.

બિચારા એ કુમળા છોડ પર શી વીતી હશે?

આવા દેખાડા કરવાનો કોઈ અર્થ ખરો? વન-મહોત્સવો અને વૃક્ષારોપણના કાર્યક્રમોના નામે આથી વધુ ક્રૂર હાંસી બીજી કઈ થઈ શકે?

૧૫. રાચરચીલું શાને માટે?

15. Why this furniture?

સુંદર મજાનું ઘર હોવું એ દરેક માનવીનું સ્વપ્ન હોય છે. એથી જ તો એ ઘરને કલાત્મક રાચરચીલાથી સજાવે છે.

પરંતુ એ રાચરચીલું લાકડાનું જ હોય એ જરૂરી છે? ઇમારતી લાકડાં અને રાચરચીલાની ભૂખને લઈને કંઇક જંગલો વહેરાઇ ગયાં છે.

સજાવટ એ અંદરની આવડત છે. લાકડાને બદલે લોખંડ, પ્લાસ્ટિક અને એવી બીજી વસ્તુઓ ન વાપરી શકાય?

એક જબરજસ્ત ઝુંબેશ વિના આ માનસિકતામાં પરિવર્તન નહિ લાવી શકાય.

૧૬. વનવાસીઓનો પણ વિચાર તો કરવો જ પડશે!

16. Even the forest dwellers must be considered!

જંગલોમાં અને જંગલોની આસપાસ ઘણી પ્રજા વસે છે. એમની તમામ પ્રાથમિક જરૂરિયાતો જંગલો જ પૂરી પાડે છે. બળતણ અને ઢોરઢાંખરના ખોરાકનું દબાણ જંગલો પર આવે છે.

જંગલોને બચાવવા હોય તો વનવાસીઓની જરૂરિયાતોનો પણ વિચાર કર્યા વિના ચાલે નહિ.

આ માટે આપણે સામાજિક વનીકરણનો કાર્યક્રમ તો ઉપાડયો, પરંતુ એ પાર કેટલો પાડ્યો?

સામાજિક વનીકરણના નામે ભ્રષ્ટાચાર ચાલે છે અને ઉંદરડા રૂપિયા તાણી જાય છે. આવા કામમાં વનવાસી પ્રજાને સક્રિય બનાવીને જોતરીશું નહિ ત્યાં સુધી કશો અર્થ સરવાનો નથી.