🧚🏾♀️ ગર્ભ સંસ્કાર...! 🧚🏾♀️
......પ્રકાશિત લેખ :- બી કે ન્યૂઝ.....
કેટલા સુંદર વિષય સાથે આજ કલમ ઉપડી છે . એક જીવ ની ઉત્પતિ ....માં બનવું અને એ બાળક ને આ દુનિયામાં લાવવા વચ્ચે ની પળો માં જે જતન અને વિચારો સાથે માં અને બાળક ને સેવવામાં આવે તે છે ગર્ભ સંસ્કાર ....!!ઉત્તમ બાળકની ખેવના દરેક માં - બાપ ને હોય છે અને તે માટે તે બને એટલા પ્રયત્નો કરે જ છે.બુદ્ધ ,મહાવીર ,રામ કે કૃષ્ણ જેવા બાળકની ઝંખના કંઇ માં ને ન હોય..!!! માતા ના મન અને હૃદયની દરેક વાત નો અનુભવ બાળક માં ના ગર્ભ માં રહી ને કરે છે.અભિમન્યુ જ્યારે સુભદ્રાના ગર્ભ માં ઉછેરતા હતા.ત્યારે પિતા અર્જુનના કહેલા વર્ણન થી ચક્રવ્યૂહ ને ભેદી શક્યા હતા. તે છે ગર્ભ સંસ્કાર ની તાકાત ..!!રોજિંદા જીવન માં ગર્ભવતી માં ને કયા પરિબળો ગર્ભ સંસ્કાર માં અસર કરે છે ચાલો તેની વાત કરીએ.
👼 પરિવાર :-
ગર્ભ સંસ્કારમાં પરિવાર એ મહત્વનો ભાગ ભજવે છે.પરિવારના સદસ્યો નું માં સાથે
જે વર્તન છે તે બાળક પર અસર કરે છે .પરિવારનો માં સાથે નો વ્યવહાર કેવો હશે તેવો જ વ્યવહાર બાળક પરિવાર સાથે કરશે .અને આવનાર બાળક ની ખુશી તેમજ કાળજી કરવાની જવાબદારી માં - બાપ સાથે પરિવાર ની પણ બની રહે છે.તેથી માટે પરિવાર નું વાતાવરણ પોઝિટિવ હોવું જરૂરી છે.
👼 આહાર - પહેરવેશ :-
પોઝિટિવ વાઈબ્રેશન થી બનાવેલ ખોરાક જો માં ગ્રહણ કરશે તો ગર્ભ પણ તે જ આરોગશે.સાથે સાથે પહેરવેશ માં સાદાઈ અને સાત્વિકતા ની ચોક્કસ થી ગર્ભ પર અસર કરે છે તેથી આહાર અને પહેરવેશ ની પણ ગર્ભ પર અસર થાય વિના રહેતી નથી . ' વાવો તેવું લણો. ' એ કહેવત પૂરવાર થઈ શકે.
👼 ધાર્મિકતા :-
ખુદા તારા સજાવેલ દરબાર માં ,
ખોવાયેલ એક દિ' મારી શ્રદ્ધા ,
વાટ નીરખી મેં પ્રાર્થનાની કેડી એ ,
કાચા સૂતરને તાંતણે બાંધી બાધા.
ગર્ભ સંસ્કાર અને ધાર્મિકતા એક બીજાને પૂરક હોય તે યોગ્ય લાગે છે .આવા સમયે રામાયણ , ભગવદ્ ગીતા અને ગાયત્રી મંત્ર જેવા ધાર્મિક પુસ્તકો વાંચવા તેમજ સાંભળવાની સલાહ આપવામાં આવે છે કારણ પવિત્રતા અને ધાર્મિકતાનો અનુભવ થાય .સાથે સાથે મન અને હૃદય શાંત રહે છે અને ગર્ભ પણ આવા ગુણો ધારણ કરે છે.
👼 સ્વજન :-
હું છું ને ...!!
ઉંમરના દરેક પડાવમાં....
સુકુન આપે છે આ ત્રણ શબ્દ ,
નવી ઉમ્મીદ જગાવે છે ,
આ ત્રણશબ્દ..!!!
મુખ્યત્વે ભાગ ભજવનાર સ્વજન છે જે માં અને પિતા દ્વારા થનાર જીવ ઉત્પત્તિનો અંશ છે.પિતા નો લાગણીશીલ અને પોતીકા જેવો વ્યવહાર તેમજ કાળજી એ મહત્વનો ભાગ ભજવે છે.આવા સમયે માતા ના હૃદય અને મન ની વાત બાળક જાણે છે તેથી એક સુંદર અને સંસ્કારી ગર્ભ માટે સ્વજનનો સ્વભાવ પ્રેમાળ હોવો જોઈએ.
👼 કડવી વાસ્તવિકતા :-
માતા માટે પ્રથમ સંતાન હોય કે બીજું...તે તો દરેક વખતે ૯ માસ ગર્ભ ધારણ કરે છે.તો પછી પરિવાર કે આસપાસ નું વાતાવરણ પણ એટલુ જ પોઝિટિવ રાખવું જેટલું પ્રથમ વખતે હતું.માં ના હૃદયમાં ઓટ ન આવે તો પછી આપણે કેમ સંસ્કાર આપવામાં પાછળ પડીએ.ગર્ભ ધારણ ન કરી શકનાર યુગલ માટે ટેસ્ટ ટ્યુબ જેવી કેટલીય વૈજ્ઞાનિક સવલત ઉપલબ્ધ છે .મિત્રો , સંસ્કાર જેટલું પવિત્ર કાર્ય કોઈ જ નથી તેથી સેવામાં પણ કદી પાછળ ન રહેવું.
- વનિતા મણુંદરા
વાણી કલમે