UNTOLD THING - 15 in Gujarati Fiction Stories by DAVE MITAL books and stories PDF | વણકેહવાયેલી વાતો - ૧૫

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

વણકેહવાયેલી વાતો - ૧૫

ચાર વર્ષ બાદ અચાનક મિત્તલે એક દિવસ અબ્દુલને પૂછી લીધુ કે તું મારી સાથે લગ્ન કરીશ???







હવે આગળ........

બધાને વેકેશન ચાલી રહ્યું હતું તો અમે બધા મધ્ય પ્રદેશમાં તેના નાના નાના ગામડઓમાં આવ્યા હતા. અમે અમરકંટકથી ઘણા નજીક હતા. તો વિચાર્યું કે ત્યાં જઈને નર્મદાનું ઉદગમ સ્થાન જોતાં આવી. ત્યાં સરસ મંદિર પણ છે અને ધોધ પણ છે. અમે બધા ત્યાં ગયા. અમે મધ્ય પ્રદેશમાં ટ્રેનથી આવ્યા હતા. તો અહીં આવવા માટે બસ લીધી. અનહદ ખૂબસૂરતી વાળું મંદિર, તેની આસપાસ ઉભુ કરવામાં આવેલ બગીચા, તે ત્રણ મોંઢાવાળી પ્રતિમા જોવાની બધાને ખુબ મજા આવી. રોન અને ઢીંગલી તો દોડી દોડીને બધે જઈ રહ્યા હતા. પછી અમે ધોધ પાસે ગયા. જ્યાંથી નર્મદા નદી નીચે આવી રહી હતી તે મૈકલ પર્વત શ્રેણી પાસે ઉભા રહ્યા. તેને જોઈને બધા ત્યાં જ સ્થિર થઈ ગયા. આમ તો અમારી લાઈફ ખુબ જ વ્યસ્તમાં જાતી. મુંબઈની ખૂબસૂરતી માણવાનો પણ સમય ન મળતો. તેમ છતાં થોડાક સમયની ચોરી કરીને આવા કુદરતી નજારા જોવા બેસી જતાં. એમ આજે પણ અહીં બધા બેઠાં હતાં.

પ્રયાગ રોમેન્ટિક મૂડમાં બોલ્યો, "નાઝિયા આવુ વાતાવરણ જોઈને તો કીસ કરવાનુ મન થાય!"

પણ નાઝિયાએ જવાબ આપવાને બદલે તેનું મોઢું પકડી તેના ગાલ પર પપ્પી કરી દીધી. પ્રયાગ તો એકદમ ચોંકી ગયો. આ જોઈ શિવે પણ આશિષના ગાલ પર બે બે ચૂમી કરી. તો પેરી અને મયંક તો લિપ ટુ લિપ કિસ કરવા જઈ રહ્યા હતા એટલે મેં કહ્યું, "ધીમે ફ્રેન્ડસ, બાળકો અહીં જ છે. "

તો બંને તરત એકબીજાના ગાલ પર પપ્પી ભરવા લાગ્યાં. તે જોઈ અબ્દુલ હસતાં બોલ્યો, "મેં દોનો બચ્ચો કો થોડા દૂર લે જાતા હું. ફિર આપ સબકો જો કરના હૈ કીજીયે."

તે આમ પણ દૂર ઉભો હતો. આ સાંભળી પ્રયાગ બોલ્યો, "આ છોકરો હસતાં, બોલતાં અને મશ્કરી કરતા શીખી ગયો. નહિતર પેલાતો જરા પણ હસે નહી. "

આશિષ: આપણા બધાની સંગતની અસર છે.

હું તરત ઊભી થઈ ગઈ. મને મગજમાં એક જ વિચાર આવતો હતો. અને હવે મેં તેનાં વિશે ઘણુ વિચારી લીધું છે. એટલે ઊભી થતાં બોલી, "બસ હવે બહુ થયુ. અબ્દુલ મારે તારી સાથે લગ્ન કરવા છે.. તું મારી સાથે લગ્ન કરીશ?????"


અબ્દુલ જરા પણ આશ્ચર્ય પામ્યાં વગર બોલ્યો, "અબ કોનસે નાટક કી તૈયારી હો રહી હૈ? આપ હંમેશા એસે અચાનક કયું બોલતે હૈ. કયું પ્રયાગ સર, અબ કોનસી સ્પર્ધા આને વાલી હૈ??"

પ્રયાગ આશ્ચર્ય માં બોલ્યો, "મને પણ નથી ખબર!! મિત્તલ, તું શેની પ્રેક્ટીસ કરે છે?"

મેં અબ્દુલની વધુ નજીક જતાં કહયું, "હું કોઈ નાટકની પ્રેક્ટીસ નથી કરી રહી. અને હું કોઈ મજાક કે ખોટું પણ નથી બોલી રહી. હું એકદમ પોતાના બધા મગજના દરવાજા ખોલીને, બધી રીતે વિચારીને બોલી રહી છું.. મારે તારી સાથે લગ્ન કરવા છે... તારાથી વધુ પરફેક્ટ લાઈફ પાર્ટનર મને ક્યાંય મળશે નહી!!! તો બોલ, તું મારી દિકરીનો પિતા બનવા માંગીશ????"

અબ્દુલ અવાક્ થઈ ગયો. તે કશું બોલી જ ન શક્યો. પણ શિવ તરત બોલ્યો, "મિત્તલ, પેલાં બોય ફ્રેન્ડ માટે તો પ્રપોઝ કર! સીધું લગ્ન માટે પુછી લીધું!! આવી રીતે કોણ પૂછતું હશે??"

નાઝિયા પણ ખુશ થતાં બોલી, "આપણી મિત્તલ પૂછે છે ને!! અબ્દુલ, આમ મોઢું ખુલ્લું રાખી શું ઉભો છે?! હા પાડ."

અબ્દુલ આ સાંભળી તરત જોરથી બોલ્યો, "નહિ. મિસ દવે, આપ પાગલ હો ગયે હૈ ક્યાં?"

મેં હસતાં કહ્યું, "અબ્દુલ તે મને આ પ્રશ્ન પૂછવાનું ઘણા સમય પહેલા જ મુકી દીધું હતું. તને ખબર છે, હું બધા નિર્ણય સમજી વિચારીને લઉં છું. પોતાના મગજનો પુરો ઉપયોગ કરું છુ અને મારા બધા નિર્ણય પ્રેકિટકલ હોય છે. હું ભાવનામાં વહીને નિર્ણય નથી લેતી, આ વાતની તને પણ ખબર છે. અને આજે હું જે કાઈ કહી રહી છું તે પણ સમજીને જ કહી રહી છું. "

અબ્દુલ તરત આવેશમાં બોલ્યો, "ક્યાં સોંચકે નિર્ણય લીયા આપને?? આપકો તો મેરે જૈસા બોરિંગ ઔર ઉમ્ર મે જ્યાદા ફર્ક હો એસા પર્સન નહી ચાહીયે થા. ફિર અબ કેસે?"

મિત્તલ: અરે! હવે તું બોરિંગ થોડી રહ્યો છે! હમણાં પ્રયાગ બોલ્યો કે તું હસતાં બોલતાં શીખી ગયો. અને તારી ઉમર ક્યાં વધારે છે! ખાલી મારાથી ત્રણ વર્ષ જ મોટો છો. અને આ કાઈ રિઝન ન થયુ, લગ્ન ન કરવા માટે!!

અબ્દુલ: નહી. સોરી મિસ દવે. મેને આપકી હર બાત હંમેશા માની હૈ, ક્યૂંકી આપ હંમેશા સહી હોતે હૈ. પર ઈસ બાર આપકા ફૈસલા ગલત હૈ. મહેર કા ક્યાં? મહેર કે બારેમેં તો જરા સોંચિયે...ઔર આપકે પાસ એસી કોઈ વજહ નહિ હૈ જિસસે મેં આપકી બાત માનું!"

મેં તેની સામે જોઈને જ મહેરને બોલાવતાં કહ્યું, "મહેર બેટા, તું હંમેશા પૂછ્યા રાખતી હતી ને કે બધાનાં ડાડ, અબ્બુ, પાપા છે. મારે કેમ નથી! તો લ્યો, હું તારી માટે તારા પપ્પા લેતી આવી. અબ્દુલ આજથી તારો પિતા છે, અને તું એને પપ્પા કહી શકે છે. તને કશો વાંધો નથી ને બેટા?"

મહેર એકદમ ખુશ થતાં બોલી, "નહી બિલકુલ નહી. મેં તો અબુલ ઇસી લિયે તો બુલા રહી થી. વો મેં અપને દોસ્તો કો યહી કેહતી થી કી અબુલ હિ મેરા પિતા હૈ." તે તરત અબ્દુલને પગ પાસે ચોંટી ગઈ. અને બોલી, "મેરે પપ્પા!"

રોન તરત જ મહેર પાસે આવ્યો અને બોલ્યો, "મહેર નોટ નાઉ. તુમ બાદમે મિલ લેના. અભી માસી કો બાત કરને દો."

રોન હજુ પણ અમારી સાથે જ રહે છે. અને તે કાઈ નાનો નથી. તે બધું સમજે છે. એટલે જ તે ઢીંગલીને દુર લઈ ગયો.

અબ્દુલ ઢીંગલીની આવી પ્રતિક્રિયા જોઈ ડઘાઈ ગયો. તે હજુ ચૂપ હતો. ત્યાં પેરી બોલી, "ઈટસ સો બ્યુટીફુલ.!!"

આશિષ તો ક્યારનો બધું શૂટિંગ કરી રહ્યો હતો. જે બોલતું તેની તરફ કેમેરો કરી નાખતો.

ત્યાં મયંક પણ પેરીનો હાથ પકડતા બોલ્યો, "સાચુ કહ્યું તે. પેરી, મિત્તલ જ્યારે પેલી વાર આપણને મળી ત્યારે તેણે એક વાત કહી હતી કે પાર્ટનર પસંદ કરતાં પહેલાં બે વાર વિચારી લેવું જોઈએ. ત્યારે તો આપણે બધા નાના હતા. પણ હવે પાંચ વર્ષનો અનુભવ છે. મેં ઘણી બધી છોકરીઓ સાથે વાતુ કરી છેે, સમય સ્પેંડ કર્યો છે. પણ તું મારા દિલમાં એવી જગ્યાએ બેઠી છો કે જ્યાથી કોઈ તને ખસેડી શકે તેમ છે જ નહી, હું પણ નહી!! એટલે હું ક્યારનો એમ કહેવા માંગુ છુ કે...."

"હા, મારી હા છે!!" પેરી મયંકની વાત પુરી થયાં પહેલા જ બોલી. "હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. જો અત્યારે જ કરવા હોય તો અહીં જ ચર્ચ ગોતી લઈએ અને લગ્ન કરી લઈએ. મારે રાહ જોવી નથી. ફરી પાછો શંકાનો કીડો મગજમાં ઘૂસે તેની પહેલા જ કરી લઈએ!"

આ સાંભળી મયંક પેરીની ગળે ચોંટી ગયો. અને માથા પર હળવું ચુબન કરતા બોલ્યો," નહી. આપણે આપણાં પેરેન્ટ્સને કહી ધામધૂમથી કરશું."

ત્યાં જ નાઝિયા બોલી, "સાચું કહ્યું મયંકે, ઘણો સમય લઈ લીધો વિચારવા માટે."
અને પછી પ્રયાગ તરફ ફરતાં બોલી, " આટલા બધા દિવસો તારી સાથે વિતાવ્યા પછી પણ હજુ મને એ ખબર પડી નથી કે આપણે બંને સાથે કેટલો સમય રહી શકીશુ. અને આ વાતની ગેરંટી તો કોઈ આપી પણ ન શકે. મને એટલી ખબર છે કે હું તારી વગર નહી રહી શકું. હું તને મારી લાઈફનો એક ખુબ જ સરસ હિસ્સો બનાવા માંગુ છું. હું તારી સાથે નિકાહ કરવા માંગુ છું. શું તું મને તારી બેગમ તરીકે અપનાવીશ?"


આ સાંભળી પ્રયાગ એટલો ખુશ થઈ ગયો કે તેણે નાઝિયાને આખી ઉંચકી લીધી અને ગોળ ગોળ ફેરવતાં બોલ્યો, "અરે મેરી જાન!! હું તો ક્યારનો તારો શોહર બનવા તડપી રહ્યો છું. હું તો બસ આ દિવસની રાહ જ જોઈ રહ્યો હતો. આઈ લવ યુ સો મચ. આજનો દિવસ હું ક્યારેય નહી ભૂલું."

નાઝિયા ખીજાવા લાગી એટલે તેને નિચે ઉતારી. પણ પછી તો તે જ સામેથી પ્રયાગના ખભે માથું રાખી તેનો હાથ પકડી મારી સામે જોયું. હું પણ તેની સામે હસી.

તો શિવ પાછળ કેવી રીતે રહી જાય. તે પણ બોલ્યો, "ચાલ આશિષ, હવે તો બધા લગ્ન કરી રહયા છે. આપણે પણ કરી લઈએ!"
જેવો શિવ આ વાક્ય બોલ્યો તો રોને આશિષના હાથમાંથી કેમેરો લઈ લીધો અને તે બંનેને શૂટ કરવા લાગ્યો.

આશિષ હસતાં બોલ્યો, "આપણે લગ્ન ન કરી શકીએ! ભારતમાં તે કાયદાકીય નથી. અને કોઈ ધાર્મિક રીતી રિવાજો પ્રમાણે પણ આપણા લગ્ન નહી કરી દે. "

શિવ આ સાંભળી બોલ્યો, "તો કાઈ વાંધો નહી. જે દેશમાં વેલિડ હોય તે દેશમાં જઈ લગ્ન કરી પાછાં આવી જાશું. બોલ જાવું છે? હવે તો તારા પરિવારના લોકોએ પણ મને અપનાવી લીધો છે."

આશિષે આજે સામેથી શિવનો હાથ પકડતા અને તેને પોતાની વધુ નજીક ખેંચતા કહ્યું, "ઠીક છે. બા - બાપુજીને વાત કરશુ. તે હા પાડે તો જાશું."

આ સાંભળી શિવ અબ્દુલને કહેવા લાગ્યો, "જોઈ લે, અબ્દુલ. આજે તો આ આશિષમાં પણ હિંમત આવી ગઈ. બધાને પોતાનો પ્રેમ મળી ગયો. હવે તું પણ જરાક હિંમત કર અને હા પાડ મિત્તલને!"

અબ્દુલ વિચાર્યા વગર તરત બોલ્યો, "નહી. બિલકુલ નહી. હમ પીછલે પાંચ સાલસે ભી જ્યાદા સમયસે સાથમે હૈ, ઔર હમારે બીચ કભી કુછ એસા હુઆ નહી હૈ. યે નહી હો સકતા!"

મેં એકદમ મક્કમતાથી કહ્યું, "નહી અબ્દુલ. આપણે છેલ્લાં પાંચ વર્ષ, ત્રણ મહિના અને વીસ દિવસ થી આપણે સાથે છીએ!"

બધા આશ્ચર્ય માં પડી ગયા. નાઝિયાએ તો મને પૂછયું પણ ખરી કે," મિત્તલ, સાચે આટલો જ સમય થયો છે?"

મેં તેની સામે જોતા કહ્યું, "મને શું ખબર!! મને જે આંકડા મનમાં આવ્યા તે બોલી નાખ્યાં. બધાને ખબર છે કે મને તારીખ અને નામ યાદ રહેતા નથી."

બધા હસી પડ્યા. એટલે અબ્દુલ ચિડાતા બોલ્યો, "મિસ દવે, આપકો યે સબ મજાક લગ રહા હૈ ક્યાં? મુજે પતા હૈ, થોડી દેર બાદ આપ કહેંગે કી આપ મજાક કર રહે થે!"

હું ગંભીર થઈ અબ્દુલ સામે જોતાં બોલી, "આમ તો અબ્દુલ, તને મારી આંખમાં મારા દિલના ભાવ દેખાઈ જતાં હોય છે. અને આજે આવડી મોટી વાત હું કરી રહી છું તો તને સમજાતું નથી કે હું મજાક નથી કરી રહી. ચલો, તારા માટે હું કસમ ખાવા પણ તૈયાર છું. તને ખબર છે મને આ સમ- કસમ ઉપર વિશ્વાસ નથી. કેમકે મને મારી ઉમર અને મારા વહાલા લોકોની ઉમર ઓછી કરવાનો જરા પણ શોખ નથી. છતા તારી સંતુષ્ટિ માટે બોલી રહી છું, હું મારી દિકરી - મહેરના સમ ખાઈને કહી રહી છું કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છુંં, અને તને મારો પતિ બનાવો છે."

અબ્દુલ: યે ક્યાં કર રહે હૈ આપ? આપ જાનતે હૈ, હમ દોનોકે બીચ એસા કુછ નહી હૈ!

મિત્તલ: કોણે કહ્યું!! તારા ખાલી બોલવાથી સત્ય ફરી થોડી જાય. તારા મગજમાં તે બધા ચિત્રો આવી જ ગયા હશે જ્યારે આપણે આપણી લિમિટ ક્રોસ કરતા કરતા અટકી ગયા હશુ. ભુલી ગયો, જ્યારે મારો ડ્રેસ પાછળથી બંધ કરવા હું શિવને બોલાવતી હતી અને તેના બદલે તું આવ્યો. અને પછી તે મને પોતાની તરફ ખેંચી મારી પીઠ પર હાથ ફેરવતાં ફેરવતાં મને પોતાની તરફ ફેરવી હતી! તે પણ ભુલી ગયો, જ્યારે તું મારા ખુલ્લાં લાંબા વાળ જોઈ એટલો પ્રભાવિત થઈ ગયો કે તું મારા વાળને અડવા આવી ગયો હતો. હજુ એવું તો ઘણું થયુ છે આપણી વચ્ચે. કેટલો સમય ભાગિશ અબ્દુલ?"

અબ્દુલ: વો સિર્ફ એક આકર્ષણ થા, ઔર કુછ નહી. એસા કિસીકે સાથ ભી હો સકતા હૈ. મેં નહી માનતા. આપકે પાસ કોઈ વજહ નહી હૈ અપની બાત સહી સાબિત કરને કે લિયે.

મિત્તલ: અરે! પણ હું કોઈ તારી સાથે ડીબેટ થોડી કરી રહી છું કે મારે મારી વાત સાચી સાબિત કરવાની!! અને તેમ છતાં પણ અબ્દુલ મારી પાસે એવા હજાર કારણો છે કે જેનાથી મારો નિર્ણય સાચો છે તે હું સાબિત કરી શકું છું.

અબ્દુલ: ક્યાં મતલબ હૈ આપકા?

મિત્તલ: જો હું તારી સાથે લગ્ન કરુ તો મારે મારા એક પણ કામ છોડવા નહી પડે. વધારામાં તું મારી મદદ કરીશ. તું એક ગુંડો છે તેને લીધે હું હંમેશાં સેફ રહીશ. કોઈ બીજા સાથે લગ્ન કરવાના થાય તો તેને મારે મારાં ડ્રીમસ સમજાવા પડશે. તને તો બધી વાત પેલેથી ખબર છે. તું મહેર, મારી ઢીંગલીને મારી કરતા પણ વધુ પ્રેમ કરે છે. ભવિષ્યમાં આપણું બાળક થયુ તો પણ તારી માટે મહેર જ પહેલું સંતાન રહેશે. તારી સાથે લગ્ન થયાં તો મારે દરરોજ કરતી કામોનું લીસ્ટ મારા પતિદેવને આપવું નહિ પડે. હું ઘણી વખત ખુબ ગુસ્સો કરીને વાત કરવા લાગુ છું ત્યારે તારો શાંત સ્વભાવ જ મને સંભાળે છે. અને સૌથી સારી વાત કે તું મને ખુબ જ સારી રીતે ઓળખે છે. મારી પસંદ- નાપસંદની તને ખબર છે.

અબ્દુલ: યે કોઈ રિઝન નહી હુઆ. આપકે બારેમેં તો યે સબ લોગભી સબ જાનતે હૈ.

મિત્તલ: એમ ત્યારે, ચાલો જોઈ લઈએ. ઓકે, મારા વહાલા મિત્રો, હું હવે અમુક સવાલો પૂછીશ મારા વિશે. જેને પણ જવાબ આવડતા હોય તે બોલશે. અબ્દુલ, તું પણ બોલીશ. પ્રોમિસ કર કે તને જે જવાબ આવડતા હશે તેનો જવાબ તું આપીશ!

અબ્દુલ: ઠીક હૈ. મેં જવાબ દુંગા.

ત્યાં ઢીંગલી બોલી, "મમ્મી સવાલ કા જવાબ મેં ભી દુંગી."

મેં તેની સામે હસતાં કહ્યું, "હા બેટા બિલકુલ તું પણ જવાબ આપજે. ઓકે રેડી, સ્ટેડી, ગો. મારા ફેવરીટ કલોથ?"

પેરી: મિત્તલ, આવા સહેલા સવાલ! તારા ફેવરીટ કલોથ જીન્સ- ટીશર્ટ છે. અથવા જીન્સ- શર્ટ.

મિત્તલ: મારો ફેવરીટ કલર?

મયંક: મિત્તલ બ્લુ. મને ખબર છે.

મિત્તલ: કેવો બ્લુ? બ્લુ માં પણ ઘણા શેડ આવે.

બધા વિચારતા હતા. ત્યાં અબ્દુલ બોલ્યો, "સ્કાય બ્લુ."

મિત્તલ: મને બુક વાંચવા સિવાય બીજુ શું નવરાશની પળોમાં કરવુ ગમે?

શિવ: મને ખબર, મને ખબર. મુવીઝ જોવી.
યુ લવડ મુવીઝ.

મિત્તલ: શું કામ મુવીઝ જ જોવા એટલાં બધાં ગમે છે?

પ્રયાગ: એમા વિચારવા જેવું શું! આપણે ફ્રેશ થઈ જઈએ. થોડીક વાર શાંતી મળે.

અબ્દુલ: મિસ દવે, મુવીઝ ઇસલિએ દેખતે હૈં કયુંકિ સિર્ફ તીન ઘંટે મે એક સ્ટોરી દેખ પાતે હૈ. વો મૂવી સિર્ફ ઉસકી સ્ટોરી કે લિયે દેખતે હૈ.

મિત્તલ: કઈ મુવીઝ વધારે ગમે?

નાઝિયા: સાઉથની ફિલ્મ. તે એક વખત કીધું હતું.

મિત્તલ: શું કામ તે જ ગમે?

ફરી બધા અટકી ગયા. એટલે અબ્દુલ બોલ્યો, "ક્યુંકિ સાઉથ કી ફિલ્મે સબસે અચ્છી સ્ટોરી દિખાતે હૈ. કભી કભી તો એક હિ મૂવી મેં તીન તીન સ્ટોરી હોતી હૈ.

મિત્તલ: મારો ફેવરીટ હીરો?

રોન: માસી ટાઈગર શ્રોફ.

મિત્તલ: શું કામ?

ફરી બધા મૌન. અબ્દુલ: ઉસે ડાન્સ ઔર માર્શલ આર્ટ્સ દોનો આતે હૈ. ઔર વો જ્યાદા પબ્લીસિટી સ્ટંટ નહી કરતે.

હું અબ્દુલ તરફ ફરી ગઈ. અને બોલી, "મારી ફેવરીટ ઋતુ?"

અબ્દુલ: વિન્ટર. આપકો બારિશ ભી બહોત પસંદ હૈ. પર ઠંડીમે આપકા ચેહરા કુછ જ્યાદા હિ ખીલ જાતા હૈ.

મિત્તલ: મારું ફેવરીટ ફુડ?

અબ્દુલ: મુંબઈકી ગિલી ભેલ.

મિત્તલ: હું ખુબ ગુસ્સામાં કે સ્ટ્રેસ માં હોઉં ત્યારે શું ખાવાનું પસંદ કરું?

અબ્દુલ: સમોસે ઔર ચોકોલેટ. દોનો મેં સે જો પેહલે મિલે.

મિત્તલ: એવું કયું વાગવાનું નિશાન મારાં શરીર પર છે જેને જોઈ મને ખુશી થાય છે?

અબ્દુલ: જબ આપને મુજે ઔર મેરે સાથીયો કો શિરડીમેં આગસે બાચાયા થા. તબ આપકા હાથ જલ ગયા થા. ઉસકા નિશાન આજભી આપકે લેફટ હેન્ડ મેં ઉપરકી તરફ હૈ. ઉસ નિશાન કો આપ અચ્છા માનતી હૈ.

મિત્તલ: અત્યાર સુધીમાં મેં જેટલું શીખ્યું, જેટલી કલા શીખી, તેમાંથી મારી ફેવરિટ કલા કંઈ?

અબ્દુલ: વાયોલિન બજાના. આપ જબ અપને ઘરપે થે તબ સે આપ વાયોલિન શિખના ચાહતે થે. અબ આપકો વો મૌકા મિલા હૈ.

મિત્તલ: મારી એવી એક યાદ જેને હું ક્યારેય ભુલવા નથી માંગતી.

અબ્દુલ: જબ મહેરને આપકો મમ્મી કહા!

મિત્તલ: મારે ઘર છોડવું પડયું તે માટે સૌથી વધુ દોષી હું કોને માનું છું?

અબ્દુલ: અપને પાપા કો.

મિત્તલ: મેં શિવણ શીખ્યું ત્યારે બીજી વસ્તુ શું સીવ્યું?

અબ્દુલ: મેરા શર્ટ. ઔર બાકી સબ બોયઝ કેલિયે ભી.

મિત્તલ: મારા શરીર પર અત્યાર સુધીમાં કેટલા વાગવાના કે પછી દાઝવાના નિશાન છે?

અબ્દુલ: ટોટલ દસ.

મિત્તલ: હું મારા આંખના નંબર ઘણી સરળતાથી ઉતારી શકું છું. પણ આટલાં વર્ષોમાં મેં તે શું કામ ન કર્યું??

અબ્દુલ: ક્યુંકી આપકે યે ચશ્મે આપકી પહેચાન હૈ. આપકો સબને ઈન ચશ્મે કે સાથ હિ દેખા હૈ. આપકો ગાલી મિલી હો યા તારીફ, ઉસમે આપકે ચશ્મે કા ઝિક્ર હુઆ હૈ. આપ ઈસ લિયે ઇસે નિકાલના નહી ચાહતે..

હું તેની પાસે ઘણી નજીક ગઈ, અને તેના હ્રદય પર હાથ મૂક્યો, અને કીધું, " હજુ સવાલોની જરૂર છે?"

અબ્દુલ તરત પાછળ ચાલ્યો ગયો. તે બોલ્યો, "ઈન સબ બાતોસે મેં આપકી બાત નહી માનને વાલા! મિસ દવે, મેરા મઝહબ ઔર કામ આપકો ચૈન સે જીને નહી દેંગે. આપને અભી તક અપને પેરેન્ટ્સ સે બાત નહી કી હૈ. વો જાનેગે તો તો ઔર બાત કરના બંધ કર દેંગે."


મિત્તલ: અરે અબ્દુલ!! તારો ધર્મ તો મને વધુ ફાયદો કરાવશે. મારા મમ્મી પપ્પાને લાગશે કે કોઈ મુસ્લિમ છોકરો હિન્દુ છોકરીને ભોળવી તેનું ધર્મ પરિવર્તન કરાવી રહ્યો છે. આ વાત સમજાવા માટે તે લોકો તો મારી સાથે વાત કરશે. અને પછી તો હું મારી વાત તેમને સમજાવી દઈશ. અને જ્યાં સુધી વાત રહી તારા કામની તો, તું આમ તો મારી કંપનીમાં પચાસ ટકાનો ભાગીદાર છો. તે એક જ કામ કહેવાનું. બસ ને હવે તો??"

અબ્દુલ: પર મિસ દવે....

"શું અબ્દુલ પણ બણ ક્યારનો કરી રહ્યો છે!!" મેં તેની વાત વચ્ચે કાપતાં કહ્યું. "અબ્દુલ મેં સમજી વિચારી નિર્ણય લીધો છે. તારી પાસે એક કારણ નથી મને ના પાડવા માટે. પણ મારી પાસે હજાર કારણ છે તારી સાથે લગ્ન કરવા માટે. આ વાત હું ફરી ફરીને કહી રહી છું. ક્યારનો એમ જ કહી રહ્યો છે કે મારો નિર્ણય ખોટો છે. પણ એમ નથી કહેતો કે તું મારી સાથે લગ્ન કરવા નથી માંગતો!!"

અબ્દુલ હજુ પણ ચૂપ ઉભો હતો. એટલે મેં આગળ કહ્યું, "ઓકે તારો આ જ નિર્ણય છેલ્લો છે તો મને કાઈ વાંધો નથી. કોઈ સાથે ફોર્સ ન કરી શકાય. હવે આપણે એક સાથે એક ઘરમા નહી રહી શકીએ. તને પતિ તરિકે ઈમેજ કર્યા બાદ ખાલી રુમ પાર્ટનર હું સમજી નહી શકું! હજુ અહીંયા એક અઠવાડિયાનું કામ બાકી છે તે કરીને પાછાં આવશું ત્યારે હું બંને બાળકોને લઈ પ્રયાગના ઘરે શિફ્ટ થઈ જાઈશ. શિવ પણ મારી સાથે આવશે. તું ક્યારનો એમ કહે છે ને કે મારી માટે તને કોઈ ફિલિંગ નથી. તો હવે તું એકલો રહે!! હવેથી તું મને ક્યારેય નહી મળે!! મારા ખબર અંતર પૂછવા માટે આપણા ગ્રુપના એક પણ ફ્રેન્ડને મળીશ કે વાત નહી કરે. તારા માણસોને મારી કે બીજા કોઈની પણ પાછળ નહી મોકલે. ઠીક છે ને???"


અબ્દુલ કાઈ પણ બોલ્યાં વગર ત્યાંથી જતો રહ્યો. અબ્દુલનો સ્વભાવ જ નથી વધારે બોલવાનો! તો પણ તેણે આજે આટલું બધું બોલ્યું. તેને જતાં જોઈ બધા દુઃખી થઈ ગયા. કેમકે અબ્દુલ ખાલી મારી સાથે જોડાયેલો નોતો. અહીં ઊભેલી દરેક વ્યક્તિ સાથે તેને સંબંધ હતો. ઢીંગલી તો તરત મારી પાસે આવતા બોલી, "મમ્મી પપ્પા તો ચલે ગયે! વો મેરે પાપા નહી હૈ?"

મેં એક સરસ સ્મિત સાથે તેનાં માથા પર હાથ ફેરવતાં કહ્યુ, "નહી બેટા, એવું કાઈ નથી. તારા પપ્પાને કામ છે એટલે તે પાછાં ગયા. જો જે આપણે પાછાં ઘરે જાશું ને તો તે આપણું સ્વાગત કરતાં ઘરે ઉભા હશે."

આ સાંભળી ઢીંગલી ખુશ થઈ ગઈ. પણ નાઝિયા બોલી, "મિત્તલ, આવુ બધુ કીધું એની કરતા એમ ન કહેવાય કે તું એને પ્રેમ કરે છે!! આવુ શું કામ બોલી??"

પેરી: એક્ઝેક્ટલી મિત્તલ, કોણ લગ્નના પ્રપોઝલને પ્રેક્ટીકલ નિર્ણય કહેતું હશે!!

મયંક: મિત્તલ, તારે પ્રપોઝ કરતાં પહેલા કાઈક રોમેન્ટિક નોવેલ વાંચવી જોઈતી હતી! આવી રીતે ફાયદા કોણ ગણાવે!

અબ્દુલના જવાથી બધા મારી ઉપર ચડી ગયા. હું હસી રહી હતી.

મિત્તલ: ફ્રેન્ડસ શાંતી. મને ખબર છે હું શું બોલી છું! અને અબ્દુલને પણ!! તે તો મારા બોલ્યાં વગર બધું સમજી જાય છે. અને મારા દરેક બોલેલા શબ્દો પાછળનો સાચો ભાવ પણ! મેં એને એટલે જ એકલો કરી દીધો. તે એકલો ક્યાંક શાંતી વાળી જગ્યાએ બેસશે તો જ તેને મારી વાત સમજાશે. અને નાઝિયા, જે કોઈ એમ કહે છે કે તેણે પ્રેક્ટીકલી વિચારી નિર્ણય લીધો છે તે ખોટું બોલે છે. સાયન્સ આ વાત સાબિત કરી ચૂક્યું છે! દરેક વ્યક્તિ જે કોઈ પણ નિર્ણય લે છે તેમાં તેના મનના ભાવ ભાગ ભજવે જ છે. કોઈ માત્ર પોતાનું વિચારીને નિર્ણય લે, તો કોઈ સમાજનું વિચારી. પણ નિર્ણયો તો દિલથી જ લેવાય છે. મેં પણ આજ સુધી આમ જ કર્યું છે! અને આ વાત અબ્દુલને સારી રીતે ખબર છે.

આશિષએ ક્યારનો કેમેરો બંધ કરી દીધો હતો. તે કેમેરા ને અંદર મૂકતા બોલ્યો, "મિત્તલ, તે પાછો ન આવ્યો તો?"

મેં હસતાં કહ્યું, "તે પાછો આવશે જ! તે કદાચ મારી વગર રહી શકે, તમારા બધા વગર પણ રહી લેશે. પણ રોન અને ઢીંગલી વગર નહી રહી શકે!!

મયંક: હા, એતો ખબર છે! જ્યારે રોનને તમારે ત્યાં રહેતા ત્રણ વર્ષ થઈ ગયા. તો અબ્દુલ દરરોજ પૂછતો કે દીદી જીજુ કયારે આવશે! પણ જ્યારે ખબર પડી કે હમણાં તેઓ નહી આવી શકે તો ખુબ રાજી થયો હતો.

રોન ખુશ થતાં બોલ્યો, "સચમેં! અબ્દુલ અંકલ મુજસે ઈતના પ્યાર કરતે હૈૈ, મામા!!"

ત્યાં ઢીંગલી પણ બોલી, "વો મુજસે ભી બહોત પ્યાર કરતે હૈ, ભાઈ!"

મારો પડેલો ચહેરો જોઈ શિવ મારી પાસે આવ્યો અને મારા ખભે હાથ રાખતાં બોલ્યો, "યાદ આવે છે તેની!"

મેં ખાલી હા માં માથુ હલાવ્યું. પણ હું ત્યાં વધુ સમય ન રહી.

ત્યાર પછી તો અમે બધા કામમાં વ્યસ્ત થઈ ગયા. પણ કોઈ અબ્દુલને ભૂલ્યું નહોતું. અબ્દુલ ઘણી વાર ઘરથી દૂર રહ્યો છે. કયારેક તો મુંબઈમાં જ હોય તો પણ ઘરે ન આવતો. પણ હમેશા મેસેજ કે પછી ફોન કરી દેતો કે તે ઠીક છે. અમે બધા અહી કેમ છીએ. તેવા મહત્વના સવાલ સિવાય વધુ કોઈ વાત ન હોય. તેના ફોનની રાહ આખું ઘર જોતું હોય. અબ્દુલ ફોનમાં કોઈ પણ મશ્કરી કે મજાક ન કરતો. તે તો સામે હોય તો પણ વધુ બોલવાનું ટાળતો તો ફોનમાં શું બોલવાનો! તેમ છતાં બધાને તેને કાઈ થયુ નથી તે સાંભળી લેતાં તો પણ શાંતી થઈ જતી!

આ એક અઠવાડિયું કાઢવું મારી માટે અઘરું પડી ગયું. બધાને દેખાતુ હતુ કે હું ખુશ નથી. જાણી બુઝી કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયત્ન કરું છુ. મારાથી વધુ ત્યાં રહેવાયું નહી, કામ હોવા છતાં અને અમારી પાસે રજા હોવા છતાં, અમે લોકો પાછા મુંબઈ આવા માટે રાતે જ ટ્રેનમાં બેસી ગયા. અમે સવારે ચાર વાગ્યે બોરીવલી રેલ્વે સ્ટેશને પહોંચ્યા. બહાર ઘણુ અંધારું હતું. અને પાછો વહેલી સવારનો સમય હોવાથી વધુ ચહલ પહલ પણ નહોતી.

અમે બધા રેલ્વે સ્ટેશનની બહાર આવ્યા. મને વાતાવરણ થોડુક અજીબ લાગ્યું. આજુ બાજુ કોઈ હતું નહી. મેં નાઝિયા અને પેરી સામે જોયું તે બંને પણ ચિંતામાં હતા. આ મુંબઈ છે, આખી રાત જે શહેર જાગતું હોય છે તે શહેરના મહત્વના સ્ટેશને આટલી શાંતી!! બોયઝ પણ સમજી ગયા.

મયંક: મિત્તલ, કાઈ થાય તેની પહેલાં અહીંથી જતું રહેવુ જોઈએ.

અમે બધા તરત મેઈન રોડ પર આવી ગયા. અને રિક્ષા કે ટેક્સી જે આવે તેમાં બેસી જાશું એમ નકકી કર્યુ. પણ એક પણ વાહન ન આવે.

શિવ: કાઈ કરફ્યુ લાગ્યો છે કે પછી સ્ટ્રાઈક થઈ છે? ન્યુઝ માં તો કાઈ આવ્યું નથી. આટલી ભેંકાર શાંતી કેમ છે??

ત્યાં પાછળથી અવાજ આવ્યો, "આ શાંતી તોફાન આવ્યા પહેલાની શાંતી છે! બેટા!!"

અમે બધા તરત પાછળ ફર્યા. તો દસેક જેવી ગાડીઓ આવી ઉભી રહી. તેમાંથી પેલી સિલ્વર કલરની બલેનો કારમાંથી ત્રણ પુરૂષ અને બે સ્ત્રી બહાર ઉતરી. હું તેમને તરત ઓળખી ગઈ. આગળ ઉભેલા બે પુરૂષ તરફ આંગળી કરતા હું બોલી, "તમે બંને તો બાલા અને વિક્રમ છો ને? અબ્દુલના બિગ બોસ!! અને આ બનેની સાથે તું છો એટલે તું રેહાન હોઈશ, અબ્દુલનો જીગરી દોસ્ત. અને તમે બંને ગર્લ્સ દિશા અને વનિતા હશો. પણ કોણ દિશા અને કોણ વનિતા તે મને નથી ખબર. આપણે પેલી વાર મળી રહ્યા છીએ."

ત્યાં બાલા બોલ્યો, "અને આટલુ બધું બોલવા વાળી તું મિત્તલ હોઈશ, બરાબર ને?"

હુ ખુશ થતાં બોલી, "અરે વાહ! તે તો મને તરત ઓળખી લીધી! પણ અહીં તમે લોકો કેમ આવ્યા? અબ્દુલે મોકલ્યા? તુ અબ્દુલને સાથે કેમ ન લાવ્યો?

ત્યાં રેહાન ગુસ્સે થતા બોલ્યો, "અબે એય છોકરી! માન દઈને બોલાવ! તું તાડી કરીને શું બોલી રહી છે?"

મિત્તલ: પહેલા તું છોકરીઓ સાથે કેમ વાત કરાય તે શીખ. પછી મને કહેવા આવજે.

રેહાન ફરી ગુસ્સે થઈ ગયો, "તું મને શીખવાડિશ? અમે અહીં તને મારવા આવ્યા છીએ. મરી ગયા પછી ઊપર જઈને ત્યાંના લોકોને શિખવાડજે."

આ સાંભળી અમે બધા ચોંકી ગયા. નાઝિયાએ તરત બંને બાળકોને પોતાની પાછળ લઈ લીધાં. અને મયંક પણ તરત આડો ઉભો રહી ગયો. બાલા અને વિક્રમની પાછળ ગાડી પાસે ઉભેલા બધા લોકો પોતાના હાથમાં હથિયાર લઈ આગળ આવ્યા. હું અને બાકી બધા તરત પોઝિશનમાં આવી ગયા. અને જેવા તે લોકો મારી ઉપર અટેક કરવા ગયા ત્યાં તેમાંનો એક મને જોઈ ગયો, અને તરત બાકી બધાને અટકાવતા બોલ્યો, "અબે રુકો સાલો, ક્યાં કુછ ભી દેખે બગેર મારને નિકલ પડે!! અબે યે તો અપુન સબકી દીદી હૈ. યે તો મિત્તલ દીદી હૈ!!"

આ સાંભળી બધાએ પોતાના હાથમાં રહેલા હથિયાર નીચે નાખી દીધા. અને મારી નજીક આવી ખાતરી કરવા લાગ્યા કે પેલો સાચુ તો બોલ્યો છે ને! ત્યાં બધા મને ઓળખી ગયાં. તો એમાંથી બીજો એક બોલ્યો, "અરે દીદી, તું અહીં શું કરે છે? અહીં અમે બધા એકને મારવા આવ્યા છીએ. તુ અહીંથી જા. આ બધું તારી દિકરીને જોવાય નહી. તે હજુ નાની છે."

મેં હસતાં કહ્યું, "હવે તે એટલી બધી પણ નાની નથી. જુઓ બધા, એ રહી."

નાઝિયા તરત બાજુમા ખસી ગઈ. બધાએ તેને જોઈ. એટલે એક ફરી બોલ્યો, "આયેલા, દેવા કી કસમ! આ તો કેવડી મોટી થઈ ગઈ! છેલ્લે દીદી, તું જ્યારે તેને લઈને આવી હતી ત્યારે તો મારા પગ પાસે માંડ પોચતી હતી!"

આ સાંભળી ઢીંગલી બોલી, "મેં તો અભીભી આપકે પેર કે પાસ હિ પહોચતી હું. "

થોડીક ક્ષણો પહેલા જ્યાં માર કાટ થવાની હતી. ત્યાં હવે હાસ્યએ સ્થાન લઈ લીધું. રેહાન આ જોઈ એટલો બધો ગુસ્સે ભરાયો કે આગળ આવતાં પોતાના જ માણસને થપ્પડ મારતાં બોલ્યો, "અબે એય! મગજને શું વેચીને આવ્યા છો બધા! આપણે અહીં આને જ મારવા આવ્યા છીએ. સમજાયું?"

તો એમાંથી એક જણ સીધો બાલા પાસે ગયો અને બોલ્યો, "બીગ બોસ, તમારાથી કોઈ ભુલ થતી હશે. આ તો દીદી છે. તેણે તો હંમેશા અમારાં બધાની ખુબ મદદ કરી છે. અને તેને એક દિકરી પણ છે. બોસ અમારાં માંથી કોઈ દીદીને નહી મારે!!"

વિક્રમ બોલ્યો, "અબે તું અમારી ગુલામી કરે છે કે તેની?"

પેલાંના બદલે બીજો એક બોલ્યો, "બોસ ગુલામ તો અમે તારા જ છીએ. પણ અમે બધા પેલી છોકરીના ભાઈ છીએ. અને એક ભાઈ ક્યારેય પોતાની બહેનને ન મારી શકે."

રેહાન તેના માથે બંદૂક મુકતા બોલ્યો, "અબે તો તું મર!"

હું તરત વચ્ચે બોલી, "એક મિનિટ, એક મિનિટ. શાંત થઈ જાવ બધા. મને એતો સમજાવો કે મારો ગુનો શું છે કે આમ મારવા માટે આટલાં બધાં માણસોને લઈને તું આવ્યો છે?"

બાલાને બદલે વિક્રમ બોલ્યો, "મિત્તલ, અમને ખબર છે કે તું અબ્દુલની પત્ની છે. અને તમારા બંનેનું એક બાળક પણ છે. અબ્દુલે આ વાત આટલાં સમય સુધી અમારાંથી છુપાડિને રાખી, એતો હજુ પણ ઠીક, પણ હવે તે કામ તારા લીધે છોડી રહ્યો છે. અને જો એવું થયુ તો તે અમારાં ઘણા રહસ્યો પોલિસને આપી દેશે. અમે તે થવા દઈશું નહી. તુ મરી ગઈ તો બધી વાત જ પુરી એટલે તારે મરવું પડશે."

હુ તેમની ભૂલ સુધારવા જઈ રહી હતી, ત્યાં પાછળથી કોઈક દોડતું દોડતું આવ્યું. અને સીધો બાલા અને વિક્રમના પગ પકડતાં બોલ્યો, "બિગ બોસ, યે ગલતી મત કરો. અપુન બોલરેલા હૈ, યે બીગ મિસ્ટેક હૈ. વો અબ્દુલકી જાન હૈ, અગર ઉસકો કુછ હો ગયાં તો અબ્દુલ સબ ખલાસ કર ડાલેગા. તું સમજ અપુનકી બાતકો!"

તેની આ વાત સાંભળી મને ખુશી થઈ મેં એનો ચહેરો જોવાનો પ્રયત્ન કર્યો. તે બીજુ કોઈ નહી પણ રઘુ હતો. અબ્દુલનો ખુબ નજીકનો મિત્ર. બને એક સાથે અનાથ આશ્રમમાં હતા અને અત્યારે પણ એક સાથે જ છે. પણ રઘુ ની વાત સાંભળવાને બદલે તેને ધક્કો મારી દીધો. અને સીધો તે રસ્તાની બાજુની પાળી સાથે ભટકાયો. તેના માથામાં વાગ્યું. તેમ છતાં તે હજુ બાલા અને વિક્રમને સમજાવા જઈ રહ્યો હતો તો આ વખતે તો રેહાને જ તેને માર માર્યો અને ચાકુ કાઢી સીધું પેટમાં ઘુસાડી દીધુ.

આ જોઈ અમે બધા રાડ પાડી ગયા. હું હવે ગુસ્સે થઈ ગઈ. અને બોલી, "અરે એ ગાંડા! પોતાના જ મિત્રને મારી રહ્યો છે. તને એમ લાગે છે ને કે હું અબ્દુલની પસંદ છું. તો હા હું છું. અને મને મારવા આવ્યો તો અબ્દુલની સાથે કામ કરતાં માણસો ને જ લઈને આવ્યો!! ચાલ, તું અહીં જેટલા માણસો લાવી શકે તેને લાવ. આજે હું તને બતાવીશ કે અબ્દુલની પસંદ જેવી તેવી નથી. અહીં ઉભેલા બધા સાથે હું એકલી જ લડીશ. ચાલો થઈ જાય બે બે હાથ."

ત્યાં પેલાં લોકો તરત બોલ્યાં," નહી દીદી અમે તને નહી મારીએ!"

મેં તેમને કહ્યું, "થોડાક સમય પહેલા તમારા માંથી જ કોઈ સાથે કુસ્તીની પ્રેક્ટીસ કરી રહી હતી. તેમાં જેવી રીતે આપણે સ્પર્ધા કરી હતી. તેવી જ રીતે અહીં કરો છો તેમ વિચારી લો. અને હા, પેરી, આશિષ."

તે બંને એક સાથે બોલી ઉઠ્યા, "હા મિત્તલ." અને રઘુ જ્યાં માર ખાઈ પડ્યો હતો ત્યાં ગયા. પોતાની બેગ માંથી ફસ્ટ એડ કીટ કાઢી તેને જ્યાં વાગ્યું હતું ત્યાંથી વધુ લોહી વહી ન જાય તે માટે કામ કરવા લાગ્યાં. બાકી બધા થોડાક દૂર ખસી ગયા. પ્રયાગ મને પાણી પીવડાવી ગયો અને મારા ચશ્માં લઈ ગયો.

અને પછી દ્વંદ્વ ચાલુ થઈ ગયુ. ત્યાં પચાસ લોકો હતા. પેલાં ખાલી બે જણા આવ્યા. તેમને હરાવી દીધા તો પછી ચાર આવ્યા, અને પછી પાંચ એક સાથે લડવા આવ્યા. પોતાના માણસોને આવી રીતે હારતાં જોઈ રેહાન ખુબ રઘવાયો થઈ ગયો હતો. તેણે બીજા વીસ જણાને બોલાવ્યા. તે વીસ જણા પણ મને ઓળખતા હતા. તેમને પણ પેલાં લોકોની જેમ સમજાવ્યા ત્યારે મારી સાથે લડવા તૈયાર થયાં. મેં એકલી એ બધાને હરાવી દીધા. કોઈને મારી નોતા નાખવાના, કે પછી સાવ ક્યારેય ઉભા જ ન થઈ શકે તેવી રીતે હાથ, પગ તોડવાના ન હતાં. એક ફેર સ્પર્ધા થઈ રહી હતી. મને હાથમાં એક વ્યક્તિનું ચાકુ વાગી ગયું હતુ. અને એક વખત વચ્ચે ફરી એકવાર પ્રયાગ પાણી પીવડાવી ગયો હતો. હું ખુબ શ્રમ કરી રહી હતી. એટલે શરીરમાંથી પાણી ઓછું થવું સ્વાભાવિક છે. જો હું વચ્ચે વચ્ચે પાણી પીવાનું ન રાખું તો મરી પણ શકું!! તેના સિંતેર માણસો હારીને નીચે પડ્યા હતા. હું જીતી હતી. હું ખુબ થાકી ગઈ હતી. બધા હારી ગયેલા લોકો મને ચીયર અપ કરી રહ્યા હતા. તેમને એ વાત નું જરા પણ દુખ નોતું કે તેઓ એક છોકરીથી હારી ગયા!! આ જોઈને બાલાના ચેહરા પર સ્મિત હતું તો વિક્રમના ચહેરા પર ચિંતા! અને રેહાન તો ક્યારનો ગાળું બોલી રહ્યો હતો. અને પોતાના માણસોને ખિજાઈ રહ્યો હતો. પાછળથી દિશા અને વનિતા ઊભા ઊભા બધું જોઈ રહ્યા હતા. તેમણે બાલાને કહ્યું, "ગજબ છોકરી છે આ! પેલેથી તેણે બધાને પોતાના કરી નાખ્યાં છે. અને આટલાં બધાં સામે લડ્યા પછી પણ અડીગ થઈ ઉભી છે. તેણે સાચુ કહયું હતું કે અબ્દુલની પસંદ જેવી તેવી ન હોય!!"

આ વખતે બાલાએ પોતાનો શર્ટ કાઢ્યો અને પોતાની ગાડી ઉપર મુક્યો. તેને એમ કરતા જોઈ વિક્રમ પણ મેદાનમાં આવ્યો. ત્યાં રેહાન બોલ્યો, "બોસ ક્યાં કર રહે હો તુમ? ઈસ લડકીકો વક્ત કયું દે રહે હૈ હમ?? મેરી એક ગોલીસે યે મર જાયેંગી! તુમ બોલો સિર્ફ!"

બાલા બોલ્યો, "ત્યારે તો આપણે આ ધંધો જ છોડવો પડશે! બધા એમ જ કહશે કે એક છોકરી જેણે સિંતેર જણાને માર્યા, તેનાથી પોતે હારી ન જાય તે માટે ગોળી મારી દીધી!"

રેહાન ગુસ્સામાં બોલ્યો, "ત્યારે તો હું જ એને હરાવી દઈશ. તમારે બંનેએ જવાની જરૂર નથી."

તે મારી સામે પોતાનું નાનું ચાકુ લઈ આવ્યો. અને સીધો મારી ઉપર પ્રહાર કર્યો. તે ખુબ ગુસ્સામાં હતો. એટલે તેનો કોઈ પણ વાર સચોટ ન હતો. હું શાંત હતી. અને તેના દરેક મુવઝ જોઈ રહી હતી.

મેં તેને એક જ ઘાતમાં પછાડી દિધો. તે તરત ઊભો થયો અને મને જ્યાં વાગ્યું હતું ત્યાં જ તેણે પોતાનુ ચાકુ મારી દીધું. હું તરત પાછળ વઈ ગઈ. બધાં તરત મારી પાસે આવવા ગયા તો મેં બધાને પાછળ રહેવા જ કહી દીધું. હું સમજી ગઈ કે તે મારી નબળાઈ ગોતી રહ્યો છે. અને હવે તે ત્યાં જ વાર કરશે. એટલે આ વખતે જેવો તે ચાકુ મારવા ગયો મેં તેના હાથ પર મારા હાથની ચોપ મારી ચાકુ પછાડી દીધુ. અને પછી સરખી રીતે માર મારી તેને સાવ અધમૂઓ કરી નાખ્યો. અને તેના ગળા ઉપર તેનું જ ચાકુ રાખ્યુ. અને તે હારી ગયો છે તે સાબિત કરી દીધું. તે ખુબ ગુસ્સે હતો.

હવે બાલા અને વિક્રમ આવ્યા. બાલા ની લડવાની સ્ટાઈલ અનોખી હતી. એક તો પેલા જ હું થાકી ગઈ હતી. અને ઉપરથી રેહાન જેવાં ઝનૂની માણસે મને વધુ થકાવી દીધી. તેને લીધે હું તે ટ્વીન્સ બ્રધર્સ સાથે લડવામાં પાછળ પડી રહી હતી. પણ મને તેમની શૈલી સમજાતા તેમનો જ વાર તેમની ઉપર નાખ્યો. જેનાથી તેઓ સહેજ ડગમગી ગયા. અને પછી તો મારી માટે જીતવું સહેલું થયું. મેં તે બંનેને પછાડી દીધા.

ત્યાં જ અબ્દુલ આવ્યો. રઘુએ વિડિયો કોલ કરી તેને અહીનું વાતાવરણ દેખાડ્યું હતું. એટલે તે જેટલો ઝડપી આવી શકે તે આવ્યો હતો. હવે તો ખાસુ અજવાળું થઈ ગયુ હતુ. ચશ્માં પહેર્યાં વગર પણ દુરથી હું અબ્દુલને ઓળખી ગઈ!! તે બધું જોઈને જ સમજી ગયો કે હું એકલી બધાં સાથે લડી. તેણે મને માથાથી લઈ પગ સુધી જોઈ. મને હાથમાં, મોંઢા ઉપર, બધે વાગ્યું હતું. પગના તળિયે એક કાચનો ટુકડો ઘુસી ગયો હતો. મને મારવા માટે રેહાન જ કાચની બોટલ તોડીને તેના ટુકડા રસ્તામાં નાખ્યાં હતાં. તેમાનો એક મને વાગી ગયો. પણ તેમ છતાં હું જીતી ગઈ હતી. હું અબ્દુલને જોઈ હસી. તેની તરફ જવા ગઈ. ત્યાં તેણે જોરથી ચીસ પાડી, "મિસ દવે, પીછે. નીચે ઝુકિયે."

પણ હું નીચે ઝુકવાને બદલે પાછળ ફરી. રેહાન ચાકુ લઈ સીધો મને મારવા મારી તરફ ઘસ્યો. તેનું ચાકુ મારા પેટમાં ઘુસી ગયું. તે પણ ખુબ અંદર! અને તેણે એટલી જ ઝનૂનથી ચાકુ બહાર કાઢ્યું. મારા બધા ફ્રેન્ડસ ચીસ પાડી ગયા. અબ્દુલે તરત રેહાનને તેના ચાકા વડે હાથમાં માર્યું. તે તો તેને મારી જ નાખત, પણ મેં તેનું નામ લીધું એટલે તે તરત મારી પાસે આવ્યો.

અબ્દુલે મને તેડતા કહ્યું, "મિસ દવે, કુછ નહિ હોગા આપકો! પેરી મેમ, પ્લીઝ જલ્દી કુછ કીજીયે."

બધાં મારી પાસે તરત આવી જ ગયા હતા. પેરી અને આશિષ મારો ઘાવ જોવા ગયાં. તો મેં તરત કહ્યું, "કોઈ મને નહી અડે. બધા દૂર ખસો. નહિતર હું મારા ઘાવને વધુ દબાવી વધારે લોહી કાઢી નાખીશ."

નાઝિયા: મિત્તલ, શું કરે છે તું? તને કાઈ નહી થવા દઈએ અમે! તું અમને પાસે તો આવા દે."

હું ખૂબ થાકી ગઈ હતી. પીડા અસહ્ય થઈ રહી હતી. હું ઊંડા ઊંડા શ્વાસ લેતાં બોલી, "મને સમજાઈ ગયું છે કે આ મારી છેલ્લી ઘડી છે. આ સમય હું અબ્દુલ સાથે વાત કરવા માંગું છું. એટલે મને બોલી લેવા દો."

અબ્દુલ રડતાં રડતા બોલ્યો, "મુજે માફ કર દીજિયે. મેરી વજહ સે આપકી યે હાલત હુઈ હૈ."

મે તેના મોંઢા પર હાથ મૂક્યો અને આંસુ લૂછતાં બોલી, " તને તો મારી માટે કોઈ લાગણી હતી નહી. તો રડે છે શું કામ!! અબ્દુલ મને લાગી રહ્યુ છે કે હવે હું મરી જઈશ. તો છેલ્લે એક વાત કહેવા માંગુ છુ કે હુ સાચે તારી સાથે લગ્ન કરવા માંગતી હતી. તું દુનિયાનો બેસ્ટ પતિ અને બેસ્ટ ફાધર બનીશ તેની મને ખાતરી હતી અને હજુ પણ છે. તારા મનમાં મારી માટે કાઈ નથી તે જાણ્યા પછી પણ હું તને મારી ઢીંગલીની જવાબદારી સોંપી રહી છું, તેને ખુબ પ્રેમથી મોટી કરજે.."

અબ્દુલ મારા મોંઢા પર હાથ મુકતા બોલ્યો, "કુછ નહી બોલેંગે આપ! મેં અકેલા કયું મહેરકા ખ્યાલ રખુ? આપકો ભી મેરે સાથ ઉસે બડા કરના હૈ."

મેં તેનો હાથ હટાવતા કહ્યું, "પણ તું ક્યાં મારી સાથે રહેવા માંગે છે!"

અબ્દુલ વચ્ચે જ બોલ્યો, "મેં તુમ્હારે સાથ હમેશાસે રહેના ચાહતા હું, મિત્તલ!"
તેણે મને આટલાં વર્ષોમાં પહેલી વાર તુંકારે અને મારા નામથી બોલાવી! તે આગળ બોલ્યો, "જબ સે તુમ્હે શિરડી મેં દેખા થા, તબસે તુમ્હારા સાથ પાને કે લિયે તડપા હું. જબ તુમ મેરે સાથ મેરે ઘર રેહને આયી વો દિન મેરી ઝીંદગીકા બેસ્ટ દિન થા. મેં તો તુમ્હારે પીછે પાગલ હું.!!!!"

મેં આંખ બંધ કરતા કહ્યું, "તું ખોટું બોલે છે! હુ મરવાની છું એટલે આવુ કહી રહ્યો છે!"

અબ્દુલે મને ઢંઢોળી. અને મને બોલાવતાં કહ્યું, "નહી કુછ નહી હોગા તુમ્હે! કોઈ નહી મરને વાલા!! ઔર મેં તુમ્હારે સામને જૂઠ નહી બોલતાં હું યે તુમ જાનતી હો, મિત્તલ!! મેં તુમસે હમેશાસે શાદી કરના ચાહતા થા. પર મેરા મઝહબ ઔર કામ કી વજહ સે ચૂપ થા. ઇસિલિયે ઉસ દિન મેને તુમ્હારા પ્રપોઝલ નહી લીયા. મેરે દિલમેં તુમ્હારે સિવા ઓર કોઈ નહી હૈ, મિત્તલ!!"

મેં તેનો હાથ વધુ મજબૂતીથી પકડતાં કહ્યું, "તો તું મારી સાથે અત્યારે જ લગ્ન કર. ખબર નહી કેટલું જીવીશ! પણ તારી પત્ની બની મરવું છે!"

અબ્દુલ રડી પડ્યો. તેણે હા પાડી. એટલે હું જરાક સરખી રીતે તેના ઊપર ઢળતા બોલી, "અરે આશિષ! મારા અને અબ્દુલ ના લગન થઈ રહ્યા છે. શૂટ તો કર. મારી ઝીંદગીની આ ખુબસુરત ક્ષણોને તારા કેમેરામાં બંધ કરી લે." અને પછી અબ્દુલને પૂછ્યું, "તો મિસ્ટર અબ્દુલ શેખ, શું તને આ અડધી ગાંડી, અડધી મારવાની હાલત માં પડેલી, જિદ્દી, ગુસેલ, ચસમિશ અને પોતાના જ ઘરેથી ભાગીને આવેલી, મિત્તલ દવે સાથે નીકાહ કબુલ છે?"

અબ્દુલ મારો હાથ પકડતાં બોલ્યો, "હા કબુલ હૈ.. ઔર ક્યાં આપકો એક બોરિંગ, કમ બાત કરને વાલા, ગુંડા ઔર અનરોમેન્ટિક લડકા, અબ્દુલ શેખ શૌહર કે રુપમેં કબુલ હૈ?"

મેં થોડુક જોરથી કહ્યું, "એક વાર નહી, ત્રણ વાર પણ નહી, હજાર વખત કબુલ છે. આ કમઅક્કલ સાથે જ મારે લગ્ન કરવા હતા. અને મારા લગન થઈ ગયા."

અબ્દુલ હજુ રડી રહ્યો હતો. તેણે મને ગળે ચોંટાડી દીધી. એટલે હું હસતાં બોલી, "હવે મને મરવાનો કોઈ શોખ નથી. હવે મરવાનું કેન્સલ."

આટલું બોલી હું ઝટકા સાથે ઊભી થઈ ગઈ. અને બધા બાઘા થઈને મને જોઈ રહ્યા. આશિષના કેમેરામાં આ બધું રેકોર્ડ થયુ. પણ હું આમ અચાનક ઊભી થઈ તો તેનો કેમેરાવાળો હાથ તરત નિચે થઈ ગયો. મેં જ મારા કુર્તીની અંદર રાખેલું પતરું કાઢ્યું. અને બધાને બતાવ્યું. મેં બંને બાળકો તરફ જોયું. તે બંને ખુબ રડી રહયા હતા. એટલે બંનેને મારી પાસે બોલાવ્યા. તે બંને મને તરત ચોંટી ગયા.

એટલે મેં કહ્યું, "અરે! મને કશું નથી થયુ. હું પહેલા જ બોલી દેત કે મેં અંદર આ પતરું રાખ્યુ છે. પણ અબ્દુલના રિયેક્ષન જોઈ અટકી ગઈ. આનાથી વધારે સારો સમય કયો હોય અબ્દુલની વાત તેના મોંઢા પર લાવવા માટે!!"
આટલું બોલી ત્યાં તો બધા મને ચોંટી ગયા. શિવે તો મને એક ટાપલી પણ માથામાં મારી.

નાઝિયા પોતાના આસુ લૂછતાં બોલી, "આમ હોય મિત્તલ ક્યાંય? અમે બધા કેટલા ડરી ગયા હતા."

મયંક: મિત્તલ, તને હું હવે ચાકુ મારી દઈશ! અમને તો કહી દેવું હતું!

પ્રયાગ મારા ચશ્માં મને પાછાં આપતો બોલ્યો, "મિત્તલ, પણ મજા ખુબ આવી!!"

હું નીચું માથુ રાખી બધાંની વાત સાંભળી રહી હતી. ત્યાં અબ્દુલ બધાને દૂર કરતો મારી પાસે આવ્યો અને બોલ્યો, "મિસ દવે, આપ સચમે ઠીક હૈ ના?"

મેં તેનો હાથ પકડતાં કહ્યું, "હા અબ્દુલ, હું એકદમ ઠીક છું. એટલે, પેટમાં ચાકુ નથી વાગ્યું. પણ, જોને આ હાથમાં, માથા પર વાગ્યું છે, અને આ પગમાં તો કાચ જ ઘુસી ગયો!"

પેરી: તેને કાઢવાની ટ્રાય કોઈ નહી કરે. એમા બીજુ નુકશાન પણ થઈ શકે. તું પગ પર જરાય વજન ન આપતી હો..

બધા મારી સાથે વાત કરતા હતા ત્યારે અબ્દુલે પેલાં તેના માણસો સામે તીરછી નજરે જોયું. એટલે તે બધા સોરી બોસ અને કોઈક તો સોરી ભાઇજાન બોલતાં ત્યાંથી જતાં રહ્યા. દિશા અને વનિતા બાલા- વિક્રમને સંભાળી રહી હતી. રેહાન એકલો નિચે પડેલો હતો. અબ્દુલ રઘુ પાસે ગયો. પેરી અને આશિષ બંનેએ ભેગાં મળીને સારી ટ્રીટમેન્ટ આપી હતી એટલે તેને ઘણુ સારુ હતું.

ત્યાં જ અચાનક મને આંખ આગળ કાળું કાળું દેખાવા લાગ્યું. મને કશું દેખાતુ નહતું. મેં તરત આશિષ એમ ચીસ પાડી. અને વધુ કાઈ કરવા જાવ એની પહેલા મને મારી આજુબાજુ બધું ગોળ ગોળ ફરતું લાગ્યું. પછી શું થયું તેની મને ખબર નથી!!!









વધુ આવતા અંકે....