(ગયા અંકમાં આપણે જોયું કે, અમેરિકાથી આવેલ જેનીફર ની મુલાકાત આકાશ સાથે થાય છે.અને તેમની વચ્ચે મિત્રતા બંધાઈ જાય છે.અને તે આકાશ ના પડોશમાં જ રહેવા આવે છે.હવે આગળ.......)
લુસી અને અમર આકાશને પેલે થી સાવધાન રહેવાનું કહે છે અને પોતાના લક્ષ્ય પર ધ્યાન આપવાનું કહે છે.હવે, આકાશ જેનીફર ને દરરોજ લિફ્ટ આપે છે.ક્યારેક ક્યારેક ઘરે ડિનર માટે પણ બોલાવતો, આકાશ અને જેનીફર
બંને ખૂબ સારા મિત્રો બની ગયા હતા.જેનીફર નો પાછો જવાનો સમય નજીક આવી રહ્યો હતો પણ તેને આકાશ સાથે પ્રેમ થઇ ગયો હતો.આથી, આકાશને પોતાની સાથે અમેરિકા ચાલવાનો આગ્રહ કરી રહી હતી.આકાશને તેણે કહ્યું કે,"પૈસાની ચિંતા ના કરશો.મને તું જોઈએ."
આકાશ અસમંજસમાં હતો.એક બાજુ તેનું સપનું જેને તે વર્ષો થી પૂરું કરવા ઈચ્છતો હતો.બીજી તરફ તે તેના માતા_ પિતાને એકલા છોડી શકતો નહોતો પણ હવે નિર્ણય લેવાનો સમય હતો.માતા- પિતા કે સપના?ના,આકાશ માતા પિતા વિના રહી શકતો ન હતો અને જેનીફર ને છોડી શકતો હતો પણ નદી ના બે કિનારાને ક્યારેય જોડી શકાતું નથી. આથી,તે પોતાના માતા- પિતાને વાયદો કરે છે કે, જેવો તે પગભર થશે અને સર્જન બની જશે તો તેમને પણ પોતાની સાથે અમેરિકા લઈ જશે અને ત્યાં સુધી દર મહિને અમુક રકમ મોકલશે.
અમર અને લુસી નો આકાશ એક માત્ર સંતાન હતો.આથી,તેમના માટે આ કઠોર નિર્ણય લેવો ખૂબ જ મુશ્કેલ હતો પણ તેઓ પોતાના સ્વાર્થ માટે પોતાના પુત્રની કારકિર્દી દાવ પર લગાડવા નહોતા ઇચ્છતા અને કોઈ અહેસાન જતાવીને દબાણ કરવા નહોતા ઇચ્છતા હતા.આથી, તેઓ આકાશ ને પરવાનગી આપી દે છે.આકાશ ખૂબ જ ખુશ હતો.જેનીફર અને આકાશ ઇન્ડિયામાં જ લગ્ન કરીને અમેરિકા જાય છે અને તેને ગ્રીન કાર્ડ મળી જાય છે.શરૂ શરૂમાં આકાશ દર ત્રણ મહિને, ત્યારબાદ છ મહિને એક વખત મળવા આવતો પણ સમય જતાં આ સમયનું અંતર વધી જાય છે.સમય જતાં જેનીફર અને આકાશને જોડિયા બાળકોનું આગમન થાય છે.આકાશ તે જ સમયે તેના માતા પિતાને અમેરિકા બોલાવે છે પણ માત્ર થોડા દિવસો માટે.પોતાના પૌત્ર પૌત્રીને જોઈને અમર અને લુસી ખૂબ ખુશ થઈ જાય છે.થોડા મહિના અમેરિકામાં રહેતા બાદ આકાશ તેમની પરત ટીકીટ કઢાવી દે છે ત્યાંના નિયમો અનુસાર મળેલ ક્વાટર માં બે થી વધુ લોકો રહી શકે નહી.
હવે,આકાશ અમેરિકા સર્જન બનવા ગયો.ધીરે ધીરે તે સફળતાના શિખરો સર કરી રહ્યો હતો અને આગળ વધી રહ્યો હતો .તેને તેના સપના સાચા થતાં દેખાઈ રહ્યા હતા.સમયના અભાવને કારણે તેની વાત તેના માતા પિતા સાથે માત્ર ફોન કે વિડિયો કોલિંગ પર જ થતી હતી.
આ રીતે માતા પિતા સાથે મુલાકાત થયાને એક વર્ષ વિતી ચૂક્યું હતું.લુસી અને અમર ને હવે એકલતા સાલતી હતી.અમર અને લુસી આકાશના નાનપણના ફોટા જોઇને તેને યાદ કરીને સમય વિતાવી રહ્યા હતા.કહેતા હતા કે વૃદ્ધા અવસ્થામાં હવે આ સિવાય કશું નથી બચ્યું!હવે સમય ના અભાવે અને કામના પ્રભાવના કારણે મુલાકાતો ઇન્ટરનેટ સુધી સીમિત થઈ ગઈ.પુત્ર સાથે મુલાકાત જાણે એક ઉત્સવ બની ગઈ હતી.એક દિવસ અમર ચાલતા જઈ રહ્યો હતો ત્યારે કોઈ ટ્રક તેને ઠોકીને ગઈ અને તેમની ત્યાં જ
મૃત્યુ થઈ.આકાશને ખબર કરી દેવામાં આવી.આકાશને ત્યાં ઓપરેશન ચાલી રહ્યું હોવાથી તે મેસેજ જોઈ શક્યો નહિ જ્યારે જોયું ત્યારે મેસેજને પાંચ થી છ કલાક વિતી ચૂક્યા હતા.હવે,ઘણી વાર થઈ ચૂકી હતી.પિતાની અર્થી પુત્રના કાંધા ની રાહ જોઈને તેના વિના જ જતી રહી.લુસીના કહેવા પર અમરનું અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે........ક્રમશ:
મહેક પરવાની