'હરીશ. બહાર જા.' સ્મિતા બોલી. પણ આનું નામતો નિરત ન હતું? તેમ સુધા વિચારે છે.
હરીશ/નિરત/દૈત્ય સુધા સામે જોવે છે, 'હરીશ મલિક.' કહી રૂમની બહાર ગયો.
આ શું ચાલે છે? સુધા વિચારે છે. રૂમ બંધ કરી સ્મિતા ખુરસી પર બેસી સુધા સામે જોવે છે. અને જોયાજ કરે છે. હવે સુધાને શરમ આવી રહી છે.
'શું..?'
'મસ્ત લાગશે.'
'અમ..'
'તને મારો વેશ મસ્ત લાગશે.' રૂમના દરવાજા પર ખખડાટ.
સ્મિતા દરવાજો ખોલે છે. એક ૫'૪ ફૂટનો પાતળો માણસ કોઈ સૂટકેસ લઈને આવે છે. સ્મિતા દરવાજો બંધ કરે છે. અને કહે છે, 'ડુ હર સર્જરિ નાઉ. આઈ'લ મેક સ્યોર નો વન વિલ ગેટ અ હિંટ ઓફ ઇટ.' (તમે સર્જરિ કરો. હું ધ્યાન રાખીશ કોઈ જાણી ના જાય.)
પેલો માણસ સુધા તરફ આગળ વધે છે. સ્મિતા ટીવી ચાલુ કરી મ્યુઝીકની ચેનલ પર મોટે અવાજે ગીતો ચાલુ કરે છે. પેલી બાજુ સુધા જોર - જોરથી સ્મિતાને 'શું ચાલે છે અહીં?' 'આ કોણ છે?' એવું પૂછે છે.
સ્મિતા સુધાના ગરદનપર નાનું ચપ્પુ મૂકે છે. 'એક અવાજ કર્યો છેને તો..' પછી પેલો માણસ કોઈ ઇન્જેકશન જોરથી સુધાના હાથમાં ઘૂસેડે છે.
_________________________________________________________________
સુધાની આંખો ખૂલી. ઉપર પંખો છે. તેણે ઠંડી લાગે છે. પેલો હરીશ/નિરત/દૈત્ય સામે ખુરસી પર બેસી કઈક વાંચી રહ્યો છે. સુધાના અંગ પર એક પણ વસ્ત્ર નથી. એ ઓઢણથી તેના શરીરને છુપાવે છે. સુધાએ ચીસ પાડી, 'આ!'. હરીશ/નિરત તેની સામે જોવે છે. પછી બોલે છે, 'સ્મિતા. શિ ઇસ અવેક.' અને પાછો પુસ્તક વાંચવા લાગે છે. બાથરૂમ માંથી સ્મિતા તેના વાળ સુકવતી - સુકવતી આવે છે.
'લુક એટ માઈ બ્યૂટીફૂલ ફેસ. શિ લૂકસ સ્ટનિંગ.' (મારા મુખ ને જોવો, એને કેટલી સુંદર બનાવી દીધી.)
નિરત/હરીશ હસે છે.
'આ શું ચાલી રહ્યું છે!' સુધા એ અવાજ ગામમાં કાઢ્યો હોત તો આખું ગામ ભેગું થાત.
'કઇ નઈ સુધા. અમે તો તને સુંદર કરતાં હતા.'
'પેલો માણસ.. એને મારી જોડે શું કર્યું?'
'તને સુંદર બનાવી.'
'એને મારા કપડાં.'
'વધારે ના વિચાર! એને ખાલી તારી સર્જરિ કરી તને અદલ મારા જેવી બનાવી છે.'
'પણ કેમ!'
'ગોશ, શિ ઇસ પથેટીક.' (હાઈ, આ છોકરીતો બુધ્ધિહિન છે.)
'ઇંગ્લિશમાં અપશબ્દો ના બોલ.'
'હું તો ખાલી એટલુંજ કહું છે કે તું બુધ્ધિ વગરની છે. કેમ અત્યારથી ગાળો સાંભળવી છે?'
'પણ આવું કેમ કર્યું?'
'સ્મિતા. હવે તો કહી દે.' હરીશ/નિરત/દૈત્ય બોલ્યો.
'અત્યારથી? ના. પછી મજા નઈ આવે.'
'પણ મારા કપડાં -'
'એ! જોરથી બોલી છેને તો આમજ તને આખા હોટલમાં ફેરવીશ. મને ઓર્ડર ના કર!'
'પ્લીઝ. પ્લીઝ.'
'હરીશ/નિરત/દૈત્ય ઊભો થઈ અલગ દરવાજા માં જાય છે. તેના હાથમાં કપડાં છે. આ કપડાં સુધાના નથી.
'નિસર્ગ? થોડુંકતો હેરાન કરવા દે.' અને પછી સ્મિતા હસે છે.
'ના.' નિસર્ગ/હરીશ/નિરત/દૈત્ય તેની પર આંખ કર્યા વગર કપડાં આપી દે છે. અને પેલા દરવાજા પાછળ જાય છે. દરવાજો બંધ કરી દે છે.
'તમે પણ.. -'
'મને ગાંડી સમજી છે. હું જવું એટલેતું ભાગી જાય એમ?'
'હું નઈ ભાગું.'
'હું તારા પર વિશ્વાસ પણ નઈ કરું.' સુધાની કોપી કરે છે.
આ કપડાં એકદમ સ્મિતાના કપડાં જેવા છે. પાશ્ચયતસ્ય. આ લાંબુ જીન્સતો ઘણું ટાઇટ છે. અને કેટલા કાળા કપડાં છે..
'નિસર્ગ. હવે આવી જા.' કહી તે હસે છે.
અને તે નિસર્ગ/હરીશ/નિરત/દૈત્ય રૂમમાં પ્રવેશે છે. થોડીક વાર માટે તો તે સુધાને જોઈજ રહે છે.
પછી બોલે છે, 'હવે શરૂ કરીએ?'
'બિલકુલ.'