Room Number 104 - 19 in Gujarati Thriller by Meera Soneji books and stories PDF | Room Number 104 - 19

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

Room Number 104 - 19

Part 19

સાહેબ માંડ માંડ મે કવિતાને મનાવીને પાછળના રસ્તેથી કવિતાને રૂમમાં લઈ આવ્યો. પરંતુ કવિતા રૂમની હાલત અને ત્યાં પડેલી નીલેશની લાશને જોઈને એકદમ અચંબિત થઈ ગઈ અને ત્યાં જ ચક્કર ખાઈને બેહોશ થઈ ગઈ. કવિતાને આમ બેહોશ જોઈને હું પણ ગભરાઈ ગયો. બે ઘડી તો હું પણ બેશુદ્ધ થઈ ગયો કે હવે શું કરું? શિયાળા ની કાળી રાત હતી અને અજવાળું થાય તે પહેલાં જ મારે અહીંયાથી સહીસલામત નીકળી જવાનું હતું. જે કોઈની મદદ વગર શક્ય ન હતું. હું એકદમ હાફડોફાફડો થઈને કવિતાને ઉઠાડવાની કોશિશ કરવા લાગ્યો. એટલામાં મારું ધ્યાન પલંગ પાસે રાખેલા ટેબલ પર પડેલી પાણીની બોટલ પર પડી. મે ફટાફટ એ પાણીની બોટલ લઈને આખી બોટલ કવિતાના ચહેરા પર રેડી દીધી. જેવી કવિતા ભાન માં આવી હું તરત તેની આગળ હાથ જોડીને વિનંતી સાથે કહ્યું કે "પ્લીઝ કવિતા તું એક વાર મારી પૂરી વાત સાંભળી લે પછી તું કહીશ તો હું ખુદ મારી જાતને પોલિસ ના હવાલે કરી દઈશ."

કવિતા આઘાતના કારણે બેશુદ્ધ થઈને મને જોઈ રહી તેના મોઢામાંથી એક પણ શબ્દ નહોતો નીકળી રહ્યો. મે એને જંજોડીને ફરી વિનંતી કરતા કહ્યુ કે " તું પ્લીઝ એક વાર એકવાર મારી પૂરી કહાની સાંભળી લે, મે મજબૂરી માં નિલેશ નું ખૂન કર્યું છે કારણે કે તેને મારી રોશનીનું ખૂન કર્યું છે."

રોશનીનું નામ સાંભળતા જ કવિતા ચોંકી ગઈ. તે એકદમ બોખલાઈ ગઈ ને મને મારવા લાગી. એ ગભરાઈ ગઈ કે કદાચ હું એનું પણ ખૂન કરી નાખીશ. માંડ માંડ ઘણી બધી આજીજી કર્યા પછી કવિતા મારી વાત સાંભળવા માટે માની ગઈ. કવિતાએ મારી વાત સાંભળવા માટે સહમતી દર્શાવી. મે કવિતાને મારી સાથે ઘટેલી ઘટનાઓનો ટુંકો સાર કવિતા સામે રજૂ કરી દિધો. જે જણાવતા મારી આંખો ફરી વાર ભીંજાય ગઈ. મારી આંખોમાં આવેલ આંસુથી કવિતાને પણ મારા પ્રત્યે દયા ઉપસી આવી મારી વાત સાંભળીને એની આંખો પણ ભીની થઇ ગઈ. છતાં પણ તેને મારી વાત સત્ય હોવાનું સબૂત માંગ્યું. મે કવિતાને મુકેશ હરજાણી ના ખુફિયા રૂમ માંથી મળેલ તમામ સબૂત મુકેશ હરજાણીના બધા જ કાળા કામ નો કાચોચીઠો કવિતા સામે ધરી દીધો. બધી પેન ડ્રાઈવ ફાઈલોમાં લખેલા છોકરીઓના નામ અને એડ્રેસ, કેટલીક છોકરીઓના નગ્ન ફોટા પણ હતા. નિલેશના મોબાઈલમાં પણ ઘણી છોકરીઓના વીડિયો કલીપ હતા. એ બધા જ વિડ્યો મે કવિતાને બતાવ્યા. નિલેશ અને મુકેશ હરજાણીના મેસેજ દ્વારા થયેલી વાતચીત પણ દેખાડી. કવિતા આ બધું જોઇને કંપી ઉઠી અને મે કવિતાને આ તમામ સબૂત પોતાની પાસે રાખવાનું પણ કહ્યું. પરંતુ તેને એકદમ ગભરાતા સ્વરે કહ્યું કે" ના ના હું આ સબૂત નહિ રાખી શકું તું કહીશ એ તારી મદદ કરીશ. હું પણ એક સ્ત્રી છું રોશનીની વેદના સમજી શકું છું. તું બોલ શું મદદ જોઇએ છે?"

"કવિતા હું ચાહું છું કે મુકેશ હરજાણીને પણ તેના કર્મોની સજા મળે." પ્રવીણ એ કહ્યું

" તો પછી તારે પોલીસને અહીંયા બોલાવી જોઈએ! ઓહ સમજી ગઈ તું ચાહે છે કે મુકેશ તો પકડાઈ જાય પણ તું અહીંયા થી ભાગીને કોઈ સલામત જગ્યાએ છુપાઈ જાય" કવિતા એ પોતાનો ગુસ્સો દર્શાવતા કહ્યું

" ના ના તું મને ગલત સમજે છે. મને તો મારા કર્મોની સજા મળી જ ગઈ છે. મારી રોશની મારાથી હંમેશા માટે દૂર થઈ ગઈ છે. રોશની વગર મારો જીવવાનો કોઈ અર્થ જ નથી. એક વાર મુકેશ હરજાણીને તેના કર્મોની સજા મળી જાય પછી હું ખુદ મારી જાતને પોલિસને સોંપી દઈશ. તારે બસ ત્યાં સુધી પોલીસને ગુમરાહ કરવાના છે એવું દર્શાવવા નું છે કે રોશનીનું ખૂન મે જ કર્યું છે અને હું રોશનીનું ખૂન કરીને ભાગી ગયો છું. પરંતુ એ પહેલાં તારે મને સહીસલામત કોઈને શક નાં જાય તે રીતે મને મારા ડાન્સ કલાસ સુધી પહોંચવા માં મદદ કરવાની છે. જ્યાં સુધી મુકેશ દુબઈથી પાછો ના આવી જાય ત્યાં સુધી હું ત્યાં જ છૂપાઈને રહીશ. બસ તું મને અહીંયાથી બહાર લઈ જા અને સુરક્ષિત રીતે પહોંચાડી દે. પ્લીઝ આટલો અહેસાન કર મારી ઉપર પ્લીઝ!

કવિતા એ થોડું વિચારી ને કહ્યું કે" પણ મે હમણાં બે મહિના પહેલાં જ આ હોટેલ માં જોબ જોઈન કરી છે. એટલે હું અહીંયાના લોકોથી ખાસ પરિચિત નથી. હા નિલેશ સાથે મારી દોસ્તી થઈ હતી. ટુંકા ગાળામાં અમે બંને ખૂબ સારા દોસ્ત બની ગયા હતા. પણ હું એના આ ચહેરાથી સાવ અજાણ હતી. પરંતુ હા એક વ્યક્તિ છે જે આપણને મદદ કરશે અને તને સહીસલામત અહીંયાથી તારા ડાન્સ ક્લાસ સુધી પહોંચવા માં મદદ પણ કરશે."

"કોણ?" મે તેને આશ્ચર્યથી પૂછ્યું..

"આ જ હોટેલનો વેઇટર રાજુ એ અહીંયા જ આ જ હોટેલના સ્ટાફ રૂમમાં રહે છે." કવિતાએ કહ્યું..

" ના ના કવિતા હું આ હોટેલના બીજા કોઈ સ્ટાફ ઉપર ભરોસો ના કરી શકું કોણ જાણે કોણ આ લોકો સાથે ભળેલું હોય તો" મે તેને મારી શંકા વ્યક્ત કરી..

" તો પછી મારા પર ભરોસો કેમ કર્યો? હું પણ તો આ જ હોટેલમાં કામ કરું છું. કવિતાએ ખૂબ આશ્ચર્યથી પૂછ્યું..

"મારે નિલેશ સાથે વાત થઈ હતી કે તે હમણાં જ આ હોટેલમાં કામ કરવાની શરૂઆત કરી છે. તું નિલેશ ના હાથ નીચે હોટેલ મેનેમેન્ટની ટ્રેનીંગ લઈ રહી હતી અને ખૂબ ટૂંકા ગાળામાં તમે બંને દોસ્ત બની ગયા હતા. અને નીલેશનો ઈરાદો પણ તારી સાથે એ જ કરવાનો હતો જે બીજી બધી છોકરીઓ સાથે થયું. તને પ્રેમમાં ફસાવીને મુકેશ હરજાણીના હવાલે કરી દેત"..

" શું તું સાચું કહે છે?" મારી વાત સાંભળીને કવિતા એકદમ ચોંકી ઉઠી. તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. અને કહેવા લાગી કે" તો તો મારે તારો ધન્યવાદ કરવો જોઈએ કે મારી સાથે કશુંક ખરાબ થાય એ પહેલા જ તે નિલેશને આ દુનિયામાંથી જ વિદાય આપી દીધી."

" ના મે તો ફક્ત મારી રોશની માટે કર્યું પરંતુ તને જો એવું લાગતું હોય કે તને આ રાક્ષસોથી મે બચાવી છે તો પ્લીઝ મારા માટે આટલું કામ કર મુકેશ હરજાણીને તેના કર્મોની સજા અપાવવા માં મારી મદદ કર." મે તેને હાથ જોડીને વિનંતી કરી..

" હા હું જરૂરથી તારી મદદ કરીશ. હું એક કામ કરું છું મારા એક અંકલ છે તે ટેક્સી ડ્રાઈવર છે એ તને સહીસલામત ઉદયપુર તારા ડાન્સ ક્લાસીસ સુધી પહોંચાડી દેશે. અને હા એ પહેલા તું તારા આ ખૂનથી લથબથ કપડા બદલી લે. કોઈ પણ તને આ હાલતમાં જોશે તો તારા ઉપર શંકા જશે. અને તારો લુક પણ થોડો બદલવો પડશે જેથી તને કોઈ ઓળખી ના શકે."

" હા એના માટે મારા પાસે એક ઉપાય છે. હું એક ડાન્સ ટીચર છું ડાન્સ પ્રમાણે અમારે અમારો લુક ચેન્જ કરવો પડે એટલે હું જ્યારે રોશની સાથે અહીંયા આવ્યો ત્યારે જ મે મારી બેગમાં નકલી દાઢી મુછ રાખ્યા હતા જેથી કોઈ મને ઓળખી ના શકે."

" વાહ તો તો આપણું કામ થઈ ગયું તું જલ્દી થી તારો લુક ચેન્જ કરી લે હું હમણાં જ મારા અંકલ ને અહીંયા પાછળના ગેટ પર બોલાવી લવ છું."
સાહેબ ત્યારબાદ મે મારા લોહી વાળા કપડાં મારા બેગમાં મૂકી દીધા અને મુકેશ હરજાણીના ખિલાફ બધા સબુતો ભેગા કરી ને મારી બેગમાં મૂકી દીધા. ત્યાંથી જે મે સીસીટીવી કેમેરા કાઢ્યો હતો એ પણ મેં મારા બેગમાં મૂકી દીધો થોડી જ વારમાં કવિતાના અંકલનો ફોન આવ્યો કે તે પાછળના ગેટ પર આવીને ઊભા રહ્યા છે એટલે મે કવિતા ને મારી બેગ લઈને રૂમ ના પાછળના દરવાજા થી નીકળવાનું કહ્યું અને હું નિલેશ ના ખિસ્સામાંથી આગળના દરવાજા ની રીમોટ વાળી ચાવી કાઢીને આગળના દરવાજા થી નીકળ્યો. કોઈને શકના જાય તે રીતે દરવાજા આગળ જે રીતે તેલ ના ડબ્બા ને બધુ ગોઠવ્યું હતું તે રીતે વ્યવસ્થિત ગોઠવી દીધું. હોટલની પાછળ જવાનો એક રસ્તો કિચનમાં પણ હતો હું ત્યાંથી નીકળીને કવિતા પાસે પહોંચી ગયો...

ક્રમશ...