My “Sojitra” town in Gujarati Mythological Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | મારું “સોજીત્રા” નગર

Featured Books
Categories
Share

મારું “સોજીત્રા” નગર

મારુ “સોજિત્રા” નગર

આપણા મલકના માયાળુ માનવી

માયા મેલીને મરી જાશું મારા મેરબાન

હાલોને આપણા મલકમાં..

આપણા મલકમાં ઉતારા ઓરડા

ઉતારા કરી ઘોડે ચડજો મારા મેરબાન

હાલોને આપણા મલકમાં

ગુજરાત રાજ્યમાં વિવિધ જિલ્લા, વિવિધ તાલુકા અને વિવિધ તાલુકાના અસંખ્ય ગામો, આ ગામો જેમાં દરેકમાં કંઈક ને કંઈક વિવિધતા સમાયેલી છે. અને ગુજરાત રાજ્યોના વિવિધ વિસ્તાર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ આ રીતે વિવિધ પ્રદેશોમાં વહેંચાયેલ છે. જેમાં મધ્ય ગુજરાતમાં ચરોતર ભૂમિ તરીકે ઓળખાતો વિસ્તાર બહુ જ ખ્યાતિ પામેલ છે. આ વિસ્તારમાં વસ્તીનો મોટો ભાગ ખેતી તેમજ પોતાના સ્વ- ધંધા-રોજગાર માટે જગવિખ્યાત છે. અને આ ચરોતર વિસ્તારની પટેલ જ્ઞાતિ વિદેશોમાં વર્ષોથી સ્થાયી થઈ તેમના ગામનો એટલે કે તેમની જન્મભૂમીનો વિકાસ કરવામાં સહયોગ આપવામાં સહેજ પણ પાછીપાની કરતાં નથી. અને આ વિસ્તારમાં આવેલ દરેકે દરેક ગામો તેની કંઈક ને કંઈક વિવિધતા માટે જાણીતા છે. આજે એવા જ ચરોતર ભૂમિના એક ગામસોજીત્રાકે જે ગામે ભારત દેશની આઝાદીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, મહત્વપૂર્ણ એવા અગ્રણી નેતાઓ પણ આપ્યા છે, તેવા આ તાલુકાનું મુખ્ય મથક તરીકે હાલ જેની ગણના થાય છે, તેવાસોજિત્રાગામનો રસપ્રદ ઇતિહાસ રજૂ કરતાં મને આનદ થાય છે. આ ગામની ભૂમિમાં મેં મારું ભણતર-ગણતર અને યુવાનીના દિવસો વિતાવેલા હોય ત્યારે આ ભૂમિ માટે હેતની લાગણી હોય તેમાં કાંઈ નવું નથી.

લોકવાયકા અનુસાર પ્રાચીન નગરી હાલ જેનું નામાભિધાનસોજિત્રાતરીકે વિખ્યાત છે, આ ગામ સોજાત-સોજન નામના ભરવાડ (આહીર) દ્વારા વસાવવામાં આવેલ તેમ દંતકથા અનુસાર જણાયેલ છે. આ નગરની આજુબાજુના કેટલાંક ગામો ચાંગા,પાળજ,આશી, વિશ્રામપુરા, અગાશ વગેરે નાના ગામો પણ આજ સોજાત-સોજન નામના ભરવાડ (આહીર) દ્વારા વસાવવામાં આવેલ છે. આ કથા સારાંશ ચરોતર સંગ્રહમાં દર્શાવવામાં આવેલ છે.

મૌર્યકાળ (ઈ.પૂ.૩૨૨-ઈ. પૂ.૧૮૫) ના સમયની ઈટો પ્રાપ્ત થઇ છે. આ ગામના પ્રાચીન કુંડમાંથી શૃંગ કાલીન મૂર્તિઓ પણ પ્રાપ્ત થયેલ છે. ગ્રીક લેખક ટોલેમાઈ (ટોલેમી) ની ભૂગોળમાં ઈ. સ. ની બીજી સદીમાં લખવામાં આવેલ પુસ્તકના સાતમા પ્રકરણમાં આ બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ ગામ વર્તમાન ખંભાત નગરની ઉત્તરે આવેલ છે. મહી નગરથી ઉત્તર ભારત અને પૂર્વ ભારતમાં જવાના રસ્તા સોજીત્રા થઈને જતા હતા. સોજીત્રા પાસેના ગામોમાંથી ક્ષાત્રપ કાળના અનેક સિક્કા મળી આવેલ છે. અને આ સમય સોજીત્રાની જાહોજલાલી નો સમય હતો. અગાઉના સમયમાં સોજીતા તેમજ તેના આસપાસના ગામો ઉપર ગુપ્તોનું શાસન રહ્યું હશે તેના પુરાવા આણંદમાંથી કુમારગુપ્તના મળી આવેલ સિક્કા પરથી જણાઈ આવે છે, અને આ સમય દરમિયાન વિશાલ પ્રકારનો કુંડ બનાવવામાં આવેલ હોય તે પ્રકારના પુરાવા પણ ઉપલબ્ધ થયેલ છે. એક દંતકથા અનુસાર મહામુદશાહ-૧ ઉર્ફે મહામુદ બેગડો ઈ. સ. ૧૪૫૯ દરમિયાન ગાદી પર આવ્યા હતા. તેમણે ઈ. સ. ૧૪૮૩ માં પાવાગઢ પર ચઢાઇ કરી ચાંપાનેર જીતી લીધું હતું. તેથી પાવાગઢમાં ચૌહાણ વંશનો અંત આવ્યો હતો. ચાંપાનેર જીતતા જ વેપારીઓ સોજીત્રા અને બીજા પ્રદેશો તરફ જવા લાગ્યા હતા.

આ જ સમયગાળા દરમિયાન સોજીત્રા ગામમાં લેઉવાં પાટીદારો પણ આવી વસેલા હતા. આ બાબતમાં અનેક મતમતાંતરો છે. પરંતુ એક અનુશ્રુતિ મુજબ પાટીદારો આંતવેદ(ગંગા યમુના) ના દોઆબમાંથી રણથંભોર આવ્યા, ત્યાંથી ચાંપાનેર- અડાલજ- અમદાવાદ- થઈ પાસેના દેવાતજ ગામમાં આવી વસેલા હતા અને ત્યાંથી સોજીત્રા ગામમાં આવ્યા હશે એમ માનવામાં આવી રહ્યો છે. એક બીજી લોકવાયકા અનુસાર વીરાભાઇ ના વંશજ દેવાતજથી ઈ. સ ૧૧૫૬ માં વસ્યા હોવાનાં પણ કેટલાક આધાર પુરાવા છે.

આ ગામમાં સોલંકી વંશના કુળદેવી શ્યામ કલ્યાણી માતા (ખોજાઈ માતા) હતા જે મંદિર આજે પણ ઉપલબ્ધ છે. માતાજીની સ્થાપના મહિડા રાજા કનકસિંહજી દ્વારા સંવત ૧૦૦૩ (ઈ.સ. ૯૪૬-૯૪૭) કરાવવામાં આવેલ હતી. કનકસિંહજી બાદ, પૃથ્વીરાજસિંહ, સલતાનજી, હમીરજી, વિરમજી, પરણમલજી, મેઘરાજજી, રાઓતજી, રખભાણજી, વીરભાણજી, કેસરજી, કલ્યાણસિંહજી, જગરૂપજી, વગેરેનું શાસન હતું. આ સમયગાળા દરમિયાન જ નગારા પાસે સ્તંભતીર્થ ( ખંભાત) બંદર નું સર્જન થયું અને વેપાર બધો ખંભાત બંદર થી થવા લાગ્યો હતો. નગારા બંદર બંધ થવા પામ્યું હતું. આ સમયે મેવાળના વાણીયા-વણિકોની વસ્તી સોજીત્રામાં વધારે પ્રમાણમાં હતી. અને આ લોકોએ સોજીત્રામાં અનેજૈન દેરાસરો બંધાવ્યા હતા. પુરાતત્વ વાદી ડોક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી ના જણાવ્યા અનુસાર આ મંદિરનું બાંધકામ વિક્રમ સંવત 1003 માં કરવામાં આવેલ હોય તેમ જણાય છે. પરંતુ મંદિરની જૂની પ્રતિમા પર સંવત-૬૧૬ આંકવામાં આવેલ છે તે જોતાં મંદિર પાંચમી સદી જેટલો પ્રાચીન છે એવું જણાય છે. અન્ય એક મૂર્તિ પર રણથંભોર ૧૩૬૨ લખવામાં આવેલ છે તે પરથી કહી શકાય કે ગુજરાતમાં અને તેમાંય સોજીત્રામાં પાટીદારો ગંગા-યમુના વચ્ચેના આંતવેદ પ્રદેશમાં રહેતા હશે અને રણથંભોર થઈ અત્રે આવેલ હોય.

ચરોતર સર્વ સંગ્રહમાં જણાવ્યા અનુસાર સોજીત્રા એ જે તે સમયમાં વેપારું મોટું કેન્દ્ર હોવાથી નર્તકીઓ અને ગાનારીઓનો મોટો સમુદાય વસવાટ કરતો હતો.

સોજીત્રા નગર ની પાંચ વણઝારી વાવ હતી તેમ હોવાની માહિતી મળે છે. જે પૈકી આજના યુગમાં ચારકુવા ભાગોળે, હરીકૃષ્ણ મંદિરની બાજુમાં એકમાત્ર વાવનું અસ્તિત્વ પૂરેપૂરી રીતે જળવાઇ રહેવા પામેલ છે. અન્ય એક વાવ જૂના બસ સ્ટેન્ડની પાસે જેની કમ્પાઉન્ડ વોલ સાત ભાગની ધર્મશાળાને અડીને આવેલ છે, આ વાવ મોટેભાગે કચરો નાખીને પૂરી દેવામાં આવેલ છે. ત્રીજી વાવ ક્ષેમ કલ્યાણી માતાનાં મંદિરની આસપાસમાં હોવાના પ્રમાણ છે. આમ સોજીત્રા નગરના તમામ ખૂણા ઉપર આ વાવ ને કારણે વાવોના આ માધ્યમે જ ખાસ કિસ્સામાં જે કોઈ ભૂગર્ભ માર્ગ બન્યા હશે તેનો ઉપયોગ થતો હોવાની શક્યતાઓ મજબૂત બને છે.

આજથી ૬૦ વર્ષ અગાઉનો ઇતિહાસની જો વાત કરવામાં આવે તો તે સમયે ઘણો અલગ હતો. વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર અને અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ તદ્દન અવિકસિત હતી તે સમયે સોજીત્રાથી 25 કિલોમીટરના વિસ્તારમાં આવેલ મુખ્ય શહેર એવા નડીયાદ કે આણંદ ટેલિફોન દ્વારા વાત કરવી હોય તો પણ એકાદ કલાક સમયની રાહ જોવી પડતી હતી અને જે તે સમયે આ સેવા ઘણી ખર્ચાળ હતી. આ દિવસો દરમિયાન ચરોતરમાં પહેલાં પડિયા અને પતરાળાનો ગૃહ ઉદ્યોગ બહુ મોટા પ્રમાણમાં ચાલતો હતો. અને સોજીત્રા નગરના રેલ્વે સ્ટેશને અવાર નવાર ખાસ ગુડ્ઝ ટ્રેન મારફતે મોટી બોરીઓમાં આ પડિયા પતરાળા બનાવવાના પાન આવતા. પાન ખાસ કરીને ભરૂચ જિલ્લાના સાગબારા, ડેડીયાપાડા, ખાનદેસ, છોટાઉદેપુર, દાહોદ વગેરે વિસ્તારોમાંથી આવતા હતા. પડીયા અને પતરાળાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ જંગલમાં હરાજીમાં આ વિસ્તારમાં આવેલ ઝાડના પાન આ રીતે મેળવીને રેલવે મારફતે જુદા જુદા સ્થળોએ પહોંચાડતા હતા. સોજીત્રા વિસ્તારમાં આ જ રીતે બીડી ઉદ્યોગના ટીમરુ, આસોત્રી , પડિયા અને પતરાળાના ખાખરા આદિ પાન આવતા. આમ સોજીત્રામાં જે તે સમયે બીડી બનાવવાનો ઉદ્યોગ પણ બહુ મોટા પ્રમાણમાં વિકસેલ હતો. અને હાલમાં પણ ચરોતર વિસ્તાર તમાકુની ખેતી માટે જગવિખ્યાત માનવામાં આવે છે તેમાં કશું નવું નથી.

આઝાદી કાળ પહેલાં આ નગર શ્રીમંત ગાયકવાડ સરકારની હકુમત હેઠળ હતું. ગાયકવાડી રિયાસત તે સમયના ભારત દેશના અનેક રજવાડાઓમાં અગ્રણી રિયાસત ગણાતી તી. હૈદરાબાદના નિઝામની હકુમત પછી ગાયકવાડ સરકારની સમગ્ર હિંદુસ્તાનમાં આગવી ઓળખ હતી. ગાયકવાડી પરિવારના રાજવીઓ શ્રી સયાજીરાવ, શ્રી પ્રતાપસિંહ રાવ, શ્રી ફતેસિહરાવ વગેરે આ ઘરાનાના પ્રજાવત્સલ રાજવીઓ હતા. તેઓ હંમેશા તેમની રૈયતની વચ્ચે જઈને પ્રજાના સુખ દુ:ખની બાબતો જાણવા માટે પ્રયત્નશીલ રહેતા હતા, અને જનતાની સમસ્યાઓનો ઉકેલ કરવામાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા.

આવા કારણોસર સમગ્ર ગાયકવાડી રાજ્યમાં સહુ તેમના રાજાને અત્યંત આદર અને માનસન્માન આપતા હતા. સોજીત્રા અને ૧૨ કિલોમીટરને અંતરે આવેલ પેટલાદ નગર માટે શ્રીમંત ગાયકવાડ સરકારને વિશેષ પ્રમાણમાં લગાવ હતો. સોજીત્રા નગર માં તેઓએ તે સમયે ખાસ અંગત રસ લઈને સુંદર બગીચાનું નિર્માણ પણ કરાવેલ હતું. જે બગીચાની જગ્યાએ હાલમાં સત્તાધીશો દ્વારા શોપિંગ સેન્ટર બનાવી દેવામાં આવેલ છે.

ગાયકવાડી પ્રશાસન દરમિયાન માધ્યમિક (હાઈસ્કૂલ) કક્ષાની વ્યવસ્થા વડોદરા બાદ સોજીત્રામાં કરવામાં આવેલ હતી અને આ બાબત સોજીત્રા માટે એક અતિ ગૌરવ સમાન ગણી શકાય. આને પરિણામે સોજીત્રા મુકામે માધ્યમિક (હાઈસ્કૂલ) અભ્યાસ માટે બહારથી વિદ્યાર્થીઓ પણ ભણવા માટે આવતા હતા અને આ વિદ્યાર્થીઓને રહેવા માટે સોજીત્રાના રેલવે સ્ટેશન પાસે છાત્રાલયની સુવિધા પણ કરવામાં આવેલ હતી.ગાયકવાડી શાસનમાં સમયાંતરે સોજીત્રાની તમામ ભાગોળે પીવાના પાણીના કૂવાઓ, તળાવો વગેરે આવશ્યક વ્યવસ્થાઓને ખાસ અગ્રીમતા આપવામાં આવી હતી. એટલું જ નહીં પણ મૂંગા અને અબોલ જીવો માટે હવાડા અને પાંજરાપોળ જેવી વ્યવસ્થાઓ કરવાનું પણ તેઓ ચૂકેલ નહોતા.

સોજિત્રા શહેરે અને રાજ્ય તેમજ દેશને જાહેર જીવનના અલગ અલગ ક્ષેત્રોએ અણમોલ પ્રદાન આપેલ છે જે કોઈકાળે વિસળી સકાય તેમ નથી. તેઓના સેવાકીય કાર્યોએ સોજિત્રાને વિશ્વમાં નામના અપાવેલ છે.

સ્વ. શ્રી ભાઈકાકા જેમનો વલ્લભ વિધ્યાનગરની રચનમાં મહત્વનો ફાળો છે.
કયતનાં શિલ્પકાર સ્વ. શ્રી કાંતિભાઈ પટેલ
શ્રી નરસહિભાઈ પટેલ, ક્રાંતિકારી પુસ્તક “ઈશ્વરનો ઇનકાર” ના પ્રણેતા
સ્વ. શ્રી મોતીભાઈ મથુરભાઈ પટેલ સોજિત્રની એમ. એમ.હાઈસ્કૂલના અગ્રણી દાતા
સ્વ. શ્રી ઝવેરભાઈ શંકરભાઇ પટેલ સોજિત્રાની જે.એસ. પટેલ હઈસ્કૂલ ફોર ગર્લ્સના મુખ્ય દાતા
સ્વ. શ્રી ભક્ષકરભાઈ પટેલ પૂર્વ આરોગ્ય મંત્રી, મુંબઈ રાજ્ય
સ્વ. શ્રી ઠાકોરભાઈ પટેલ પૂર્વ મેયર વડોદરા અને આરોગ્ય મંત્રી ગુજરાત રાજ્ય
શ્રી યોગેન્દ્ર મકવાણા પૂર્વ મંત્રી ભારત સરકાર
શ્રી નલીનભાઈ પટેલ પર્વ મંત્રી ગુજરાત સરકાર

હે, હેતાળાં ને મમતાવાળાં જ્યાં માનવ

જોને વસતાં, હે મહેમાનોને માન દઇને

હેત થી હૈયું ધરતાં ;

પંડતણાં પાથરણાં થઈ જ્યાં હરખાતાં નર-નારી,

હે..જગમાં જયાં મહેમાનગતિની વાત જ સૌથી ન્યારી..

DIPAK CHITNIS(DMC) dchitnis3@gmail.com