Sapsidi - 26 in Gujarati Moral Stories by Chaula Kuruwa books and stories PDF | સાપસીડી... - 26

Featured Books
Categories
Share

સાપસીડી... - 26


સાપસીડી….26….

લગભગ આખો દિવસ નીકળી ગયો .બંનેને ... ફાઈલો પરની ચર્ચા તો બહુજ પોઝિટિવ રહી. પ્રેઝન્ટેશન પણ ખાસ જરૂરી ન રહ્યું. અને વળી એ પ્રતિકે રોશની સlમે તો ન જ કરવાનું હોય.

નાસ્તા ચા કોફી વગેરે ને તો ન્યાય થયો જ ...સાથે સાથે દુનિયાભરની વાતો પણ થઈ.. અલક મલકની વાતો પણ થઇ. પ્રતિક આમ પણ વાતોમાં હોશિયાર હતો જ અને રોશનીએ પણ સાબિત કરી આપ્યું કે એ પણ પાછી પડે તેમ નથી.


બંનેએ પરિવારની ,સમlજની ,સ્કૂલની, કોલેજની, મિત્રોની પાર્ટીની સરકારની એમ કઈ કેટલાય વિષયો પર જાણે અજાણે પોત પોતાના વ્યુપોઇન્ટ મૂકીને ખુલા દિલે ચર્ચા કરી… બે મિત્રો વચ્ચેની વાતચીત રહી જાણે કે ...નેતા ને અધિકારી વચ્ચેના વ્યવહાર નહોતા રહ્યા.

બને એ નવા જમાનાનું જોશ ને વ્યવહાર જ દર્શાવ્યા. રોશની ને અનુભવ થયો કે જાણે તેની સામે ભાવિ મંત્રી બેઠો બેઠો ગપ્પા મારી રહયો છે.


પ્રતીક માટે તો આવી મિત્રો નવી વાત જ નહોતી. એ જ્યાં જતો લગભગ યુવતીઓને તો મિત્ર બનાવી જ નાખતો. અને એના હે ,હેલો ના સબધો લગભગ કાયમી થઈ જતા …

યુવાન હતો, સ્વભાવ પણ આનંદી હતો ને મિલનસાર હતો જ…

વળી એટલું તો હવે સમજી જ ગયો હતો કે રાજકારણમાં આગળ વધવા બહેનો ની કૃપા દ્રષ્ટિ બહુ મહત્વની છે..એક સ્ત્રી આખું પરિવાર વોટ માટે ખેંચી લાવે છે. પહેલા જેવું નથી રહ્યું કે પુરુષ કહે અને મુખીયા કહે ત્યાં જ બધાએ વોટ આપવો પડે...યુવાનોની માનસિકતા અલગ છે તો સ્ત્રીઓની અલગ…

પાંચ વાગતાં જ પ્રતિકે કહ્યું હવે ફાઇલ પુરાણ તો પતી ગયું છે ..વાતો પણ બહુ થઈ તો ચાલો રજા લઉં….પણ પછી કઈક વાત ચાલી ને બીજો કલાક નીકળી ગયો..રોશનીએ કહ્યું ...આઈસ્ક્રીમ ખાઈને જ જાઓ. ….અહીં પાસે જ બહુ સારો આઈસ્ક્રીમ મળે છે….બહારથી ગાંધીનગર આવનારા અચૂક ખાય છે…

અમદાવાદમાં એનો સ્વાદ નહિ મળે….

સાજનl સlત વાગે મુખ્યમંત્રી કાર્યાલયની બહાર નીકળી પાર્કિંગ માં પોતાની કાર પાસે આવ્યો ત્યારે યાદ આવ્યું કે બે ત્રણ કોલ આવ્યા હતા. એક તો મમીનો ઘરે થી હતો. બીજો પાર્ટી કાર્યાલયમાંથી હતો.

મમી ને તો કલાકમાં આવી જ રહયો છુ. પછી બધી વાત એમ કહી ફોન બંધ કરી દીધો હતો.


મમી જાણતા હતા કે આજે બને મળવાના છે. એમને એમ કે હવે મુલાકાત પુરી થઇ હશે.પણ એમને ક્યાં ખબર કે મુલાકાત માં મુખ્યમંત્રી કાર્યાલયમાં ફાઈલોની ચર્ચા વિશેષ છે …

પાર્ટી કાર્યાલયમાં થી આવેલા ફોન મઆ વધુ વાત ત્યારે નહોતી કરી.સામે ફોન કરવાનું મન જ ન થયુ..કારણ ઘરે જ સીધા જવું હતું. થાક પણ હતો .અને આજનો દિવસ બીજો કોઈ પણ કામ માં નહોતો રાખવો .પાછા ફોન કરીએ તો રસ્તામાં કાર્યાલયમાં . ….ઘરે જઈ ફ્રેશ થઇ મમીના હાથ નું જમીને આરામ જ કરવો છે એમ જ વિચારતો હતો.

રસ્તામાં કાર માં પેટ્રોલ લઈ નરોડા તરફ, ઇન્દિરા બ્રિજ તરફ તેણે ગાડી મારી મૂકી... એક્સલેટર દબાવી કાર 80ની સ્પીડ ઉપર જઇ રહી હતી. ટેપ ચાલુ હતું. સમાચાર ને સંગીત બને ચાલતા હતા. કોઈક વિચારે પ્રતીક થોડો નર્વસ હતો.

આમ તો છેલ્લા ઘણા સમયથી તેનામાં સારું એવું પરિવર્તન આવ્યું હતું. કદાચ ઉંમર ને અનુભવોની બલિહારી છે.. તે વિચારતો હતો.


આજકાલ વાંચવાનું પણ ઘણું થતું. .બીજા કામોની સાથે સુતા પહેલા એ અચૂક અડધો કલાક પણ કોઈ પુસ્તક વાંચતો. આ એની સ્કૂલ સમયથી પડેલી ટેવ હજુ ચાલુ જ હતી.


વળી યોગા ને ધ્યાન પણ હવે ખૂબ નિયમિત થઈ ગયા હતા. સવારના વોક લેવો ને યોગ કરવા તેનો નિત્યક્રમ હતો.ત્યાર પછીથી થોડુંક ધ્યાન કરવું એને ગમતું. ક્યારેક ઉઠી ને શરૂઆત જ ધ્યાન થી કરી લેતો.


હવે તો નાહ્યા પછી નિત્ય પૂજા પાઠ પણ કરવા શરૂ કરી દીધા હતા. આમ તેને પહેલા ટેવ નહોતી .ઘરના વડીલોના કહેવાથી પાંચ દસ મિનિટ પૂજા કરી લેતો.. પણ હવે વધુ સમય આમl આપવાની ઈચ્છા થતી હતી.


કદાચ આ પાર્ટી કલચર ને સેવક સમાજની વિચારધારા ની અસર હતી. અlમlથી જ શાંતિ અને શક્તિ મળતી હતી, તેમ તેને ઘણી વાર અનુભૂતિ થતી .


ઘરે પહોંચી મમી ના હાથનું જમવાનુ

મળ્યું એ જ મોટું નસીબ છે એમ હવે એને લાગતું હતું. મમી પ્રતિક પાસેથી આજની ખુશ ખબર જાણવા આતુર હતી.. જોકે એ જાણતી નહોતી કે આજની મુલાકાત ઓફિશિયલ વિશેશ હતી. પ્રતીક અlવતા જ તેણે આતુર નજરે તેની સામે જોયું ને આવકાર આપ્યો.


પપ્પા પણ પ્રતિક સામે એ જ રીતે જોવા લાગ્યા.બંનેએ એને આવકાર તો આપ્યો પણ આંખોમાં કૈક આતુરતા અને અપેક્ષા હતી. પ્રતિકે આવતા જ કહ્યું ,કે બહુ ભૂખ લાગી છે ફ્રેશ થઈને. આવું ...તું થાળી પીરસ ….. બાથરૂમમાં જઈ હાથમો ધોઈ ને સીધો જ ડાઇનિંગ ટેબલ પર જઈ ને બેઠો .મમી એ કઈ કહ્યું નહિ ચૂપ ચાપ જમવાની તૈયારી કરવા લાગી ..

પપl પણ આવી ગયા .પ્રતિકને ભાવતા થેપલા આજે મમીએ બનાવેલા.સાથે એ જ ભાવતું શાક રસાવાળું બટાકાનું અને પુલાવ હતા .આજે ખુશબખબર સાંભળવા જ સાથે ખીચડી ના બદલે પુલાવ બનાવેલો.

પ્રતીક ની ટેવ હતી ડાઇનિંગ ટેબલ પર જ જમતા જમતા મમી.. પપ્પા ને રોજ આખા દિવસ દરમ્યાનની વાતો કરી લેવી .કદાચ આ જ એના માટે વધુ સાનુકૂળ સમય હતો. રોશની સાથે દિવસ દરમ્યાન મીટીંગ ની વlત અને ફાઈલોની ચર્ચા ને વિગતો તેણે ટુક માં જણાવી .

બને ચૂપચાપ સાંભળી રહ્યા .પ્રતીકને જ બોલવા દીધો.


આખી જ વાત ઓફીશિયલ મિટિંગની જેમ રહી હતી એ સમજાવવા માં એ લગભગ સફળ રહ્યો હતો. છેલ્લે હાથ મો ધોતા ધોતા એનાથી બોલ્યા વગર ન રહેવાયું ...રોશની ખરેખર એક હોશિયાર ઓફિસર છે અને એને આગળ વધતા કોઈ નહી રોકી શકે….... મમી પપ્પા ના ચહેરા પર નો સંતોષ એણે વાંચી લીધો …તેમણે પણ વધુ કંઈ પૂછ્યું નહિ .જે હશે તે સામે આવવાનું જ છે ને….પ્રતીક તેમનો દીકરો હતો અને એને તેઓ ન ઓળખે તો બીજું કોણ ઓળખે...


પ્રતીકને સમય આપવો જ પડશે એ બંનેને સમજાઈ ગયું હતું.

બે દિવસે પડ્યા સાહેબે પણ પ્રતીક નો ફોન ન આવતા પોતે જ ફોન કર્યો .ખુશી ખબર પૂછીને આડી અવળી વlતો થોડી થઈ.. પછી પૂછી જ લીધું.. તમારી બંનેની મુલાકાત કેવી રહી. પ્રતિકે સૂચક જવાબ આપ્યો... અંકલ ઓફિશિયલ મીટીંગ પરફેક્ટ રહી . રોશની તમારા જેવીજ હોશિયાર અધિકારી છે….કહી થોડા વખાણ રોશનીનl કરવાનું ન ભુલ્યો.

એ પણ વધુ પૂછવું કવેળા નું રહેશે માની એટલું જ બોલ્યા... ઘરે આવ્યો હોત તો...ખેર સમય મળતાં આવી રહે સાથે જમીએ….ઘણા દિવસ થયા…

Sure સાહેબ….પ્રતિક

બીજા બે દિવસ નીકળી ગયા .પ્રતિકના મમીએ રાહ જોઈ ,બધું રૂટિન માં જતું જોઈને એટલુ જ બોલ્યl ,...ફાઇનલ કયારે કરો છો ….પ્રતીક મર્મ સમજ્યો પણ કામમાં બીઝી હોવાનો દેખાવ કરીને ચૂપ જ રહ્યો. કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. કારણ એની પાસે જ જવાબ નહોતો…


જ્યારે જ્યારે આ અંગે વિચારે ત્યારે ત્યારે એનાથી અનાયાસ જ તૃપ્તિ સાથે સરખામણી થઈ જતી હતી. અને તેને વિચારને આગળ વધતો અટકાવી દેવો પડતો હતો.


એવું માત્ર રોશની સાથે જ નહીં હવે તો સ્વાતિ સાથે પણ થવા માંડ્યું હતું. સ્વlતીનો ફોન આવે કે મગજ તૃપ્તિને યાદ કરતું રહેતુ…...અને તે વાતને બંધ કરવાનો પ્રયત્ન કરતો.