આઇ હેટ યુ
પ્રકરણ-22
વરુણ અને હેતલ એનાં ફ્રેન્ડ મૃગાંગનાં ફલેટ પર મળેલાં બંન્ને જણાંએ એકાંતમાં મળવાનો પ્લાન કરેલો. મૃગાંગ એની પત્ની અલ્પા મુવી જોવા ગયાં હતાં. વરુણ અને હેતલ પ્રેમ કરીને હમણાં વાતો કરતાં હતાં અને વુરણ મૃગાંગનો કોમન ફ્રેન્ડ પદમકાંત ઓચિંતો ત્યાં આવી ચઢ્યો.
પદમકાંતે કહ્યું તું જ્યાં પરણ્યો છે એ નંદીનીનાં ફલેટમાં B વીંગમાં મારો સાળો પ્રમોદ રહે છે એ તારાં સસરાનો આખાં ફેમીલીને ઓળખે છે. તારાં સસરાં તો કેન્સરમાં ગુજરી ગયાં છે. એકલાં એનાં મંમી જ રહે છે. તારી પત્ની નંદની ત્યાં ફલેટમાં ફેમસ હતી. લગ્ન પહેલાં તો.. બોલી ચૂપ થઇ ગયો.
વરુણ અને પદમકાંત વાતો કરી રહેલાં અને બાજુમાં રૂમમાં બાથરૂમમાં ગયેલી હેતલ બહાર નીકળીને રૂમમાંથી એ લોકોની વાતો સાંભળી રહેલી. એ પણ પદમકાંતને સારી રીતે ઓળખતી હતી એક સમયે બધાં એકજ ગ્રુપમાં હતાં.
વરુણે થોડાં ગુસ્સામાં પૂછ્યું એય પદીયાએ ફલેટમાં ફેમસ હતી એટલે ? તું કહેવા શું માંગે છે ? પદમકાંતે કહ્યું જવાદે કંઇ નહીં તારાં હવે એની સાથે લગ્ન થઇ ગયાં હવે શું ફરક પડે છે ? જલ્સા કર. પણ પેલી હેતલી તારાં વિનાં જ્યાં ત્યાં રખડતી થઇ ગઇ એનું શું ?
વરુણને ખૂબજ ગુસ્સો આવી ગયો એણે કહ્યું શું જેમ ફાવે એમ બધાં માટે જેમ તેમ બોલે છે ? મોં સંભાળીને વાત કર. તું નંદીની વિશે શું કહેવા જતો હતો એ બોલ.
પદમકાંતે વીલનની સ્ટાઇલમાં કહ્યું તું એ નંદીનીને પરણ્યો એ પહેલાં એ..કોઇ રાજ નામનાં છોકરા સાથે ફરતી હતી પેલો ખૂબ પૈસાવાળો હતો. એ ક્યાં ફુરર થઇને પરદેશ જતો રહ્યો પછી એણે તારી સાથે લગ્ન કર્યાં. આખો ફલેટ આ બધુ જાણે છે. કંઇ નહીં પણ છોકરી મસ્ત દેખાવડી છે. તું તો ફાવીજ ગયો છું કોમ્યુટર એન્જીનીયર છે અને તું માંડ માંડ ગ્રેજ્યુએટ થયેલો પછી હસવા માંડ્યો.
વરુણે પદમકાંતને કહ્યું પદીયા આમ કંઇ જોયા જાણ્યા વિના અફવાઓ ના ફેલાવીશ નહીંતર મારો હાથ ઉપડી જશે. સંબંધો વણસી જશે.
પદીયાએ હસતાં હસતાં કહ્યું અલ્યા તું મારાં પર હાથ શું ઉઠાવતો હતો ? એની સાથે લગ્ન કર્યા પછી પણ તું હજી હેતલી ને ક્યાં છોડે છે ? હજી વાપરે છે તારાં ગોરખધંધા કોને ખબર નથી ? ક્યા મોઢે મને મારવાની વાત કરે છે ? મને મૃગલાએ બધું કીધું છે.તું તારી ચાદરમાં રહે બહુ પગ બહાર ના કાઢીશ. ખબર નહીં અહીં પણ ક્યા પ્લાન સાથે આવ્યો છે ? મૃગલો નથી અત્યારે નહીંતર એનાં મોઢે તને કરાવત કે તું કેટલામાં છું ફરીથી મારાં પર ગરમી ના કરીશ તું જાણે ને તારુ કામ હું તો જઊં છું પણ બધુજ જાણુ છું એમ કહીને એ ફલેટની બહાર નીકળી ગયો.
પદમકાંતનાં ગયાં પછી વરુણે દરવાજો લોક કર્યો એ વિચારમાં પડી ગયો. નંદીની કોઇ બીજાને પ્રેમ કરતી હતી ? એણે તો કદી મને કહ્યું નથી. સારુ થયું આજે બધું જાણવા મળી ગયું મારે તપાસ કરવી પડશે એવું વિચારતાં હતો અને હેતલ બહાર આવીને બોલી.
વરુણ સાંભળી લીધુને ? તને અડવા નથી દેતી એનું કારણ આજે જાણવા મળી ગયું એ કાંઇ શાણી સીતા નથી અને સાલો પદીયો કહે છે હું રખડતી ફરુ છું તે લગ્ન કરી લીધાં અને મને રખડતી રેઢી મૂકી દીધી જો આખી દુનિયા હવે બોલે છે.
વરુણનું મગજ કામ કરતું બંધ થઇ ગયું હતું એણે કહ્યું હવે દાઝાયા પર ડામ ના આપીશ. મનેજ ક્યાં ખબર હતી ? હવે તો હું સાવ નિશ્ચિંત થઇ ગયો છું સાલી હવે મને કંઇ કહીંજ નહીં શકે. તને મેં રખડતી નથી મૂકી તનેજ પ્રેમ કરું છું નહીંતર અહીં સુધી તને મળવા આવત ? મારાં માટે તો તુંજ મારી પત્ની છે હવે મારાં ફલેટ પર આપણને મળવાં નંદીની પણ રોકી નહીં શકે.
હેતલે કહ્યું કેવા કેવા ચરીત્ર હોય છે. એને પણ કોઇ સાથે પ્રેમ હશે એની સાથે લગ્ન ના થઇ શક્યાં આપણાં ના થઇ શક્યાં. એ પણ પીડાતીજ હશે ને ? તારી સાથે લગ્ન કરવા મજબૂર હશે. હું સ્ત્રી છું બધુ સમજી શકું છું તું હેરાન ના કરીશ એને પ્લીઝ.
વરુણ હેતલની સામે જોઇ રહ્યો. એણે ક્હ્યું તમે સ્ત્રીઓ કદી સમજી શકાય એવી નથી હોતી તને મારાંથી જુદો કર્યો છતાં તું એનો પક્ષ લઇને બોલે છે ?
હેતલે કહ્યું એ તમને પુરુષોને નહીં સમજાય તમે લોકો સ્વાર્થી હોવ છો તમને સ્ત્રીની લાગણી સમજવાની પરવાજ નથી હોતી. એની ચોક્કસ કોઇ મજબૂરી હશે તારી સાથે લગ્ન કરવા પડ્યા હશે... કરવા નહીંજ હોય. આ પદીયાનાં ચઢાયે ચઢતો નહીં નહીંતર તું એની અને તારી બધાંની જીંદગી બરબાદ કરીશ. આ પદીયાને તું ઓળખતો નથી એક નંબરનાં ચોંદશ છે. એણે નવરાત્રીમાં શું ધંધા કર્યા હતાં તને ખબર નથી ? એ ક્યો દૂધે દોહેલો છે કે આવુ બધું બોલે છે ? મારી સાથે બોલ્યો હોતને તો સાવ ઉઘાડો પાડી દીધો હોત. છોડ બધી પંચાત.
વરુણ થોડો સ્વસ્થ થયો પરંતુ એનાં મનમાંથી નંદીનીનાં પ્રેમની વાત નીકળી ના શકી. એણે હેતલને કહ્યું મારો તો નશો રહ્યો સદ્યો પણ ઉતરી ગયો. ચાલ બીજો પેગ બનાવીએ બધું ભૂલીને પ્રેમ કરીએ.
હેતલે કહ્યું હાં ચાલ હું બનાવું છું તું બેસ મને ખબર છે તું ડીસ્ટર્બ થઇ ગયો છું પણ હું તો માત્ર તારી છું જેને મારાં માટે જે બોલવું હોય એ બોલે મને કોઇ ફરક નથી પડતો.
વરુણ હેતલને કેડથી પકડીને વળગી ગયો અને એને ચૂમવા માંડ્યો. હેતલે કહ્યું એય મને પેગ બનાવી લેવા દે પછી બીજી ઇનીંગ રમીએ બધું ભૂલીને.
હેતલે પેગ બનાવ્યો અને બંન્ને જણાંએ એકજ ગ્લાસમાંથી ડ્રીંક લીધું અને પછી બેડ પર જઇને બીજી ઇનીંગ શરૂ કરી. બંન્ને જણાંએ ખૂબજ તૃપ્ત થઇને પ્રેમ કર્યો. પછી સ્વસ્થ થઇને બેઠા. ત્યાંજ ફરી બેલ વાગ્યો અને મૃગાંગ અને અલ્પા આવી ગયાં.
મૃગાંગે કહ્યું કેમ વરુણ બધુ સરસ રીતે પડતી ગયુંને સંતોષ ? કંઇ અગવડ નથી પડીને ?
વરુણે કહ્યું બધું સરસજ થેંક્સ દોસ્ત પણ.... મૃંગાગે કહ્યું પણ શું ? શું થયું અલ્પા અને હેતલ એકબીજા સાથે વાત કરી રેહલાં. વરુણે કહ્યું પેલો પદીયો આવેલો અને એણે થોડો મૂડ બગાડ્યો બાકી બધુ સારુજ.
મૃગાંગે કહ્યું અરે મારાં પર ફોન આવેલો હું મૂવી માં હતો એટલો ઉપાડ્યોજ નહીં એ અહીં આવેલો ? વરુણે કહ્યું હાં પણ મેં વાતોમાં વાળીને પાછો મોકલી દીધેલો એને આશ્ચ્રર્ય થયુ કે હું અહીં શું કરું છું. પણ બીજી વાતોમાં મેં એ કોઇ ખૂલાસો કર્યા વિના વિદાય આપી દીધી.
અલ્પાએ સાંભળીને કહ્યું એ પદીયાભાઇ સાવ નક્કામાં છે ગમે ત્યારે ગમે તે સમયે ટપકી પડે છે એમને ખૂબ ખરાબ આદત છે. મને દીઠાં ગમતાં નથી એમની નજર પણ ખૂબ ખરાબ છે. મેં આમને કહ્યું છે કે એમનો પગ મારાં ઘરમાં ના જોઇએ પણ એમનાં ભાઇ બંદો આવાંજ છે.
વરુણે કહ્યું પણ અલ્પાભાભી આમાં મને કેમ સંડોવો છો ? મેં શું કર્યું ? હું તો હેતલને મળવાંજ આવેલો.
અલ્પાએ કહ્યું હું તમારી વાત નથી કરતી પેલાં પદમકાંતનીજ વાત કરું છું સાવ પંચાતીયા અને નજરનાં ખરાબ છે.
મૃગાંગે કહ્યું હવે એ અહીં નહી આવે બસ.. હવે મારાં ભાઇબંદોને ભાંડવાનું બંધ કર મારે તો આ વરુણજ મિત્ર છે બીજા ભાઇબંદોજ ક્યાં છે ?
વરુણે કહ્યું કંઇ નહીં મૃગાંગ થેંક્સ હું જઉ છું અલ્પાભાભી સાથે હેતલ હમણાં અહીંજ છે હું જઊં પછી એ નીકળી જશે. હવે મારાં ફલેટ પર મળીશું. એમ કહી હેતલને ચૂમી કરીને બાય કહીને એ ત્યાંથી નીકળી ગયો.
************
નંદીની મંમીનાં ઘરે આવી હતી રાત્રે એ બેડ પર આડી પડી અને નીંદરમાં સરી ગયાં પછી પણ એણે ઉઘતા જાગતાં રાજ મુંબઇ ગયો એ પહેલાની બધી પળો યાદ આવી ગઇ એની આંખમાં આંસુ ઉભરાયા એને બધુજ યાદ આવી ગયું. એ રાત્રે એનાં મંમી-પપ્પા ઘરેથી ગયાં પછી બીજા દિવસે રાજને છેક સાંજે મળાયું હતું અને રાજે કીધેલું મને કે....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-23