Mom, you don't know in Gujarati Women Focused by Rutvi books and stories PDF | મમ્મી, તને નહીં આવડે

The Author
Featured Books
Categories
Share

મમ્મી, તને નહીં આવડે

"મમ્મી, તને નહીં આવડે "

" અથર્વ , ભણવા બેસ તો . ક્યાર નો ફોન માં ચોંટ્યો છે . ચલ ઉભો થા . બેહરો છે " પ્રિતી મોટે થી બોલી .
" હા મમ્મી , બસ પાંચ મિનિટ પ્લીઝ " અથર્વ ફોનમાં ગેમ રમતા રમતા બોલ્યો .
" કલાક થી આ તારી પાંચ મિનિટ પતતી જ ન
નથી " પ્રિતી એ આ કહેતાં જ અથર્વ ના હાથ માંથી ફોન ખેંચ્યો .
" મમ્મી પાંચ મિનિટ યાર " અથર્વ બોલ્યો પણ પ્રિતી એ ફોન લઈ લીધો .
" બસ આખો દિવસ ફોન ફોન ને ફોન ભણવા તો બેસવાનું જ નહીં જા ભણવા બેસ નાલાયક "
પ્રિતી ગુસ્સે થઇ બોલી .
અથર્વ એના રુમમાં ભણવા ગયો .

પ્રિતી એક ગૃહિણી છે તે આખો દિવસ ઘરમાં જ હોય છે એના બે બાળકો છે સખી અને અથર્વ એના પરિવાર માં છ સભ્યો હોય છે એના સાસુ - સસરા એના બે બાળકો એ અને એનો પતિ નિરવ .
પ્રિતી બહુ ભણેલી નથી હોતી એણે ૧૨ પાસ કર્યું હોય છે અને સિવણ માં માસ્ટર કર્યું હોય છે .
નિરવ બહુ ભણેલો હોય છે એને પોતાનો બિઝનેસ હોય છે .
લગ્ન પછી પ્રિતી ને જોબ કે પોતાનો બિઝનેસ કરવા ની ઈચ્છા હતી પણ નિરવ અને એના સાસુ - સસરા
એને હંમેશા ના પાડતા .
પછી બાળકો થયા એટલે પ્રિતી એમના માં પડી અને પોતાના માટે કંઈ કરી ના શકી . સખી કોલેજ માં હતી અને અથર્વ નવ માં ધોરણમાં અભ્યાસ કરતો હતો.

પ્રિતી ભલે ગુજરાતી માધ્યમમાં ભણી હોય પણ એના બન્ને બાળકો ને એણે અંગ્રેજી માધ્યમમાં મૂક્યા હતા.
રાત્રે બધા જમવા બેઠા ત્યારે બધા જમતા જમતા વાતો કરતા હતા .
નિરવ એના એક મિત્ર ની વાત કરતો હતો ત્યારે સખી વચ્ચે બોલી " એ અંકલ તો સાવ કંજૂસ છે "
પ્રિતી સખી ને ટોકતા બોલી " સખી આવું ના બોલાય , મોટા ને આદર આપવાનું હોય " સખી બોલી " મમ્મી , આદર ને અંગ્રેજીમાં શું કહેવાય "
પ્રિતી એ કહ્યું " ઓલું શું કહેવાય .... હા Retpects " સખી અને નિરવ હસવા લાગ્યા . સખી બોલી " મમ્મી Retpects નહીં Recpect આવે " પ્રિતી બોલી " હા એજ તું સમજી ગઈ ને બસ "
" મમ્મી પણ અર્થ અલગ થાય છે તું સમજ " સખી બોલી
" સખી તું પણ કોને સમજાવે છે આ નહીં સમજે , આ અભણ છે " નિરવ હસતાં હસતાં બોલ્યો .
પણ પ્રિતી ના મનમાં આ વાત ધર કરી જાય છે .
બધા જમી ને સુઈ જાય છે .
સવાર પડી અને પ્રિતી ઊઠી ને નાહી ધોઈ ને મંદિર માં પૂજા કરવા બેઠી . પૂજા કરીને ઉભી થઇ . પછી બધા માટે નાસ્તો બનાવ્યો ત્યાં એના સાસુ - સસરા મંદિરે થી આવ્યા . પ્રિતી એ બધાને નાસ્તો પિરસ્યો .
ત્યારે નાસ્તો કરતા કરતા અથર્વ બોલ્યો " મમ્મી મને ૧૦૦ રૂપિયા આપ ને ‌મારે આજે મનચુરીયમ ખાવું છે સ્કૂલ ની કેનટીન નું પ્લીઝ મમ્મી "
પ્રિતી એ ચોખ્ખી ના પાડી અને કહ્યું " હું તને યટબ પરથી જોઈ ને ધરે બનાવી દઈશ " ત્યાં અથર્વ હસતાં હસતાં બોલ્યો " મમ્મી , એ યટબ નહીં યુટ્યુબ કહેવાય "
ત્યારે સખી બોલી "મમ્મી , તને તો યુટ્યુબ સરખું બોલતા જ નહીં આવડતું તો તું કંઈ રીતે બનાવીશ . મમ્મી તને નહીં આવડે તું રહેવા દે તને ફોન શીખતા જ વર્ષ લાગી જશે તું રહેવા દે "
ત્યાં નિરવ બોલ્યો " અથર્વ લે આ ૨૦૦ રૂપિયા તું ખાઈ લેજે તારી મમ્મી ને આ ચાઈનીઝ વાનગીઓ બનાવતાં આવડે નહિ અને અંગ્રેજી તો એને આવડતું જ નથી તું શાંતિ થી ખાઈ લેજે "
બધા ને મજાક લાગ્યું પણ પ્રિતી ના મનમાં પથરા ની જેમ ખૂંચી ગયું

બધા ઓફિસે અને સ્કૂલે ગયા ત્યાં પછી પ્રિતી પોતાના રુમમાં ગઈ ને ખૂબ રડી એને ખૂબ લાગી આવ્યું એને થયું જે બાળકો પાછળ મેં મારા સપના છોડ્યા અને એમને ભણાવ્યા એ બાળકો ને આજે હું જ અભણ લાગું છું મને કંઈ નથી આવડતું . મને ફોન વાપરતા નથી આવડતું ‌ .
ધણું રડ્યા બાદ પ્રિતી ઉભી થઈ ને થોડા ઘણા પૈસા લઈને બહાર ગઈ. ત્યારે એના સાસુ- સસરા સૂતાં હતાં . પ્રિતી કૂકીગ ક્લાસીસમાં ગઈ કૂકીગ શીખવા માટે એની પાસે જે પૈસા પડ્યા હતા એ માંથી પછી એ અંગ્રેજી શીખવાના ક્લાસમાં ગઈ . પછી પાછી આવી ને ફરી થી પોતાનું કામ કરવા લાગી જાણે કંઈ થયું જ ના હોય .

પ્રિતી રોજ બપોરે જતી અને શીખતી . કોઈ ને ખબર ના પડે એ રીતે . ધીરે ધીરે દિવસો વિતવા લાગ્યા. પ્રિતી ધણું ધણું શીખતી ગઈ નવી નવી વાનગીઓ અને ઘણું બધું અંગ્રેજી પણ . એ એના બાજુ વાળા બેન જોડે થી ફોન શીખવા લાગી . ધીરે ધીરે એ પણ શીખી ગઈ.

ધણા સમય વિત્યો પછી પ્રિતી એ રસોઈ ની મહારાણી શો માં ભાગ લીધો ‌. જ્યારે ભાગ લીધો ત્યારે બધા ને નવાઈ લાગી . બધા ને થયું કે પ્રિતી હારી જશે પણ પ્રિતી જીતી ગઈ. ત્યાં એનો આખો પરિવાર હાજર હતો એણે બધાની સામે અંગ્રેજી માં સ્પીચ આપી. બધા સ્થંભ થઈ ગયા . સ્પીચ પૂરી થઈ પછી બધા એ તાળી ઓનો ગળગળાટ કર્યો . નિરવ , સખી અને અથર્વ તો પ્રિતી ની સામે જ જોઈ રહ્યા

બધું પત્યું પછી બધા ઘરે આવ્યા . ઘરે આવીને પ્રિતી એ બધા ફોટા ઈન્સ્ટાગ્રામ પર મૂક્યા . આ જોઈ ને સખી અને અથર્વ સ્થંભ થઈ ગયા.
સખી, અથર્વ અને નિરવ ને પ્રચ્ચાતાપ થયો . સખી અને અથર્વ એ પ્રિતી ની માફી માંગી અને કહ્યું " મમ્મી અમે એ ભૂલી ગયા હતા કે જેણે અમને જન્મ આપ્યો એને બધું આવડી શકે " પ્રિતી ની આંઓ માં અશ્રું આવી ગયા . પછી બધા પાટી કરવા લાગ્યા .