ratna be kalake in Gujarati Thriller by Juli Solanki books and stories PDF | રાતના બે કલાકે

Featured Books
Categories
Share

રાતના બે કલાકે

અંધારું જ્યાં હોય ત્યાં માત્ર સૂનકારહોય. આપણે ટીવીમાં કે મોબાઈલમાં ભૂતવાળા કિસ્સા ગણા જોયા હશે અને ડર્યા પણ હશું. આજે હું પણ એક એવી જ વાર્તા લઈને આવી છું જેનાથી તમને બધાને ખબર પડશે કે ભૂત જેવું કશું હોતું નથી તે માત્ર આપણો વહેમ હોય છે.

વાર્તાની શરૂઆત તો એક નાના ગામડામાં થાય છે . જ્યાં ખૂબ ઓછા લોકોની વસ્તી જોવા મળે છે.પીહુ નામની એક 2 વર્ષની નાની છોકરી તેની ઢીંગલી સાથે આંગણામાં રમી રહી હતી.

" પીહુ ક્યાં છો ? " રમતે રમતે પીહુ ઢીંગલી લઈ બહાર ચાલી ગઈ હતી.

" મમ્મા બાલે.." હતી નાની પરંતુ પુરા શબ્દો અથવા વાક્યો બોલતી નહીં...

તેની મમ્મી ઝડપથી બહાર ગઈ. " બેટા તને ના પાડી હતી ને ? કે બહાર ન જજે." કહી પીહુને ઉપાડી ઘરમાં લઈ ગઇ.

થોડો સમય પછી પીહુ રમતા રમતા ઘરની બહાર નીકળી ગઈ.ઘરની સામે એક બંધ મકાન હતું. ઘણા વર્ષોથી ત્યાં કોઈ રહેતું નહીં. માત્ર ઘરના નળિયાં પર જાત જાતના પક્ષીઓ માળા બનાવીને રહેતા હતા..

" પીહુહુહુહુ.......!!! પીહુહુહુહુ....." ચિંતામાં તેના મમ્મી બહાર પીહુને શોધવા નીકળી ગયા..તેના મમ્મી સામે ઘર પાસે પહોંચ્યા તો ત્યાં પીહુ હતી નહીં.. તેની મમ્મી પાછળ ફરતી હતી ત્યાં પીહુ નો અવાજ આવ્યો , " અક - બક બબે બો અસી નબે પુલે સો... "

ધીમે ધીમે તેની મમ્મીએ મોઢું ફેરવ્યું તો જોયું કે પીહુ એક ધૂળવાળી કોઈ બીજી ઢીંગલી સાથે રમતી હતી..પીહુને ઉપાડી તરત ઘરમાં લઇ ગઈ..

" બેટા આ ઢીંગલી બહુ ગંદી થઈ ગઈ છે તો તેને ઘા કરી દે."

" ના ... ના.. " પીહુને તે ઢીંગલી ગમી ગઈ હતી. રાત્રે તે ઢીંગલીને સાથે રાખીને સુઈ ગઈ. બંને જણ સુતા હતા...

રાત્રીના 2 વાગે અચાનક પક્ષીઓના તથા શેરીના કુતરાના ભસવાના અવાજ આવ્યા .. પીહુની મમ્મીની આંખ ખુલી ગઈ... પીહુને જોયું તો પીહુ તો હતી પરંતુ તેની બાજુમાં ઢીંગલી નહોતી..

" અરેરેરેરે..... આ ઢીંગલી ક્યાં ગઈ??? " ગભરામણમાં તે આખા ઘરમાં શોધવા લાગી. ઘરમાં ન મળતા તે ઘરની બહાર નીકળી ગયા.

સામે ઘરથી એક અવાજ આવ્યો , " હાલ હવે સુઈ જા ઢીંગલી તો મળી ગઈ ને ? " આસપાસ કોઈ હતું નહીં માટે તેનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો.

પીહુની મમ્મી દોડતી તે ઘર તરફ ગઈ. ઘરનો દરવાજો ખખડાવ્યો.અંદર થઈ એક બેન નીકળ્યા..

" જી તમે કોણ ? " પેલીએ પૂછ્યું ..

" હું સામેના ઘરમાં રહું છું. પણ અહીં તો કોઈ રહેતું નહીં તો તમે કેમ ?? "

પેલીએ અંદર આવવાનું કહ્યું. ઘર તો ચોખ્ખું હતું પણ બહારથી જ અવાવરું લાગતું હતું. એક નાની છોકરી સૂતી હતી.

" આ મારી છોકરી છે અને હું બાજુના ગામમાંથી મારા પતિના ત્રાસથી ભાગીને આવી છું. થોડા સમયમાં ચાલી જશું અહીંથી... "

" અમારા ઘરે આવી જાઓ હું ને મારી દીકરી એકલા જ રહીએ છીએ.." પીહુની મમ્મી બોલી..

" ના " પેલીએ પ્રત્યુત્તર આપ્યો.

" ભલે પણ તમારી દીકરીને રમવા મોકલજો. " કહી ત્યાંથી ચાલી ગયા...

* જોયુંને દોસ્તો , ભૂત જેવું કશું હોતું નથી. માત્ર એક વહેમ છે. આ વાર્તામાં તો પ્રત્યક્ષ સ્ત્રી ને છોકરી હતા ત્યાં.. ક્યારેક આવું જોવા મળતું નથી. માત્ર પડછાયો કે અવાજ આવતા હોય છે પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી. અંધારું હોવાથી તેવું માહોલ થાય છે.

રાત્રીના સૂનકારમાં ક્યારેય પણ તમેબહાર જાઓ ને આવો આભાસ થાય તો ક્યારેય પણ તે ભૂત છે તેવો અનુમાન ન લગાવતા...