Love Revenge -2 Spin Off - 10 in Gujarati Love Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - પ્રકરણ-10

Featured Books
Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - પ્રકરણ-10



લવ રિવેન્જ-2 Spin Off

પ્રકરણ-10

કોલેજનું બીજું વર્ષ…..


“આરવ....! પ્લીઝ સ્ટોપ....!” ઝીલ રડતાં-રડતાં બરાડી ઉઠી.

સ્કૂલે આવીને આરવ ઝીલની છેડતી કરનાર યતીન નામનાં છોકરાં ઉપર રીતસરનો તૂટી પડ્યો હતો. હાથમાં દંડો લઈને સીધાંજ આરવ પહેલાં કમ્પાઉન્ડમાં ઊભેલી ઝીલ અને તેણીની બહેનપણી જોડે ગયો અને તેણીએ સ્કૂલના સાઈકલ સ્ટેન્ડ પાસે તેનાં ફ્રેન્ડ્સની જોડે ઉભેલાં યતીન તરફ આંગળી ચીંધીને તેને બતાવ્યો હતો.

કોઈ હજીતો કશું પણ વિચારે એ પહેલાંજ આરવ યતીન તરફ ધસી ગયો અને ઊંધું ફરીને ઉભેલાં યતીનનાં પછવાડે જોરથી દંડો ફટકારી દીધો. યતીનની જોડે ઉભેલાં તેનાં મિત્રો ડરીને ભાગી ગયાં. આવેશમાં આવી જઈને આરવે જોકે દંડો મારીને યતીનનું માથું ફોડી નાંખતાં યતીન ગંભીર રીતે ઘવાયો હતો અને તેની સાઈકલ પાસે ફસડાઈ પડ્યો હતો.

“આરવ...! બસ કર યાર...!” અક્ષયે આરવનું બાવડું ઝાલીને તેને ખેંચ્યો.

“મને ન’તી ખબર તું ખરેખર મારવાનો હતો...!” અક્ષયે ખેંચી લેતાં આરવ શાંત થયો.

સ્કૂલનાં પટાવાળાથી લઈને એ દ્રશ્ય જોઈ ગયેલાં ટીચર્સ પણ ત્યાં દોડી આવ્યાં હતાં.

સ્કૂલનાં પટાવાળાએ તાત્કાલિક એમ્બ્યુલન્સને કૉલ કરી દીધો હતો.

“અક્ષય...તું જા....!” હાંફતા-હાંફતા આરવ બોલ્યો “હું જોઈ લઇશ....!”

“અરે તું પાગલ થઈ ગ્યો છે...! મને એમ કે તું ખાલી બીવડાવાની વાત કરતો હોઈશ....!”

“અક્ષય તું જા...! કીધુંને યાર...!” આરવ ચિડાયો.

“ફાઇન....! તું દંડો મને આપ....!” આરવનાં હાથમાંથી દંડો ખેંચી લઈને અક્ષય સ્કૂલની બહાર પાર્ક કરેલાં તેનાં બાઈક તરફ ઉતાવળા પગલે ચાલી ગયો.

આરવે ત્યાર પછી યતીનને ઘેરી ટોળુંવળીને ઉભેલાં વિદ્યાર્થીઓ અને અન્ય ટીચર્સ તરફ જોયું પછી ઝીલ સામે જોયું. ડરી ગયેલી ઝીલ હજીપણ રડી રહી હતી.

“કોઈ વાંધો નઈ....!” આરવે રડી રહેલી ઝીલને પોતાનાં આલિંગનમાં દબાવી દીધી “હું છું ને....! હમ્મ...!”

***


“સાહેબ...તમારાં છોકરાંએ ભારે કરી છે....!” ઝીલની સ્કૂલનાં પ્રિન્સીપાલ ગણેશ આચાર્ય બોલ્યાં.

આરવ, ઝીલ, ઝીલની ફ્રેન્ડ આરોહી સહિત અમુક ટીચર્સ પણ પ્રિન્સિપાલની કેબિનમાં હતાં. ઝીલ અને તેનાં પપ્પા-HL કોલેજનાં ટ્રસ્ટી એવાં સુરેશસિંઘને પ્રિન્સિપાલ ગણેશભાઈ આચાર્ય સારી રીતે ઓળખતાં હતાં. આથીજ યતીનને હોસ્પિટલમાં દાખલ કરવાં એમ્બ્યુલન્સમાં લઈ જવાઈ રહ્યો હતો, ત્યારેજ ગણેશભાઈએ સુરેશસિંઘને ફોન કરીને તાત્કાલિક સ્કૂલે બોલાવી લીધાં હતાં.

પ્રિન્સિપાલની સામે ચેયરમાં બેઠેલાં સુરેશસિંઘે પહેલાં જોડે ઉભેલાં આરવ સામે જોયું પછી આરવની જોડે ઊભેલી ઝીલ સામે.

“ગણેશ....!” સુરેશસિંઘે પ્રિન્સિપાલ સામે જોઈ પ્રભાવશાળી સ્વરમાં કહ્યું “તારી સ્કૂલમાં મારી છોકરીની છેડતી થઈ છે....!”

“હાં....! પણ યતીન...!”

“એનાં માં-બાપને કઈ દેજે...! કે કોઈ ફાલતું પોલીસ કમ્પ્લેન-બમ્પલેન નાં ચક્કરમાં નાં પડે....!” સુરેશસિંઘ એવાંજ પ્રભાવશાળી સ્વરમાં હાથ કરીને વચ્ચે બોલ્યાં “નઈ તો છોકરીની છેડતીનાં કેસમાં એવો ફસાસે કે એની કેરિયર શરૂ થતાં પે’લ્લાંજ ખતમ થઈ જશે...! સ્કૂલમાં ભણવા આવેછે કે છોકરીઓની છેડતી કરવાં...!?”

પ્રિન્સિપાલ ગણેશ પરેશાન ચેહરે સુરેશસિંઘ સામે જોઈ રહ્યાં.

“એનાં પેરેન્ટ્સને હેન્ડલ કરવાં અઘરાં પડશે...!” પ્રિન્સિપાલ બોલ્યાં.

“નઈ પડે....!” સુરેશસિંઘ શાંત સ્વરમાં બોલ્યાં “એલ સીમાં લાલ લીટો મારી દેવાની ધમકી આપી દેજે....! છોકરીની છેડતીનો કેસ છે....! થોડું દાટી મારીશ...એટ્લે કેરિયર બગડી જવાની બીકથી ઓટોમેટિક ઢીલા થઈ જશે..!”

“એવું હોય તો એમનું મન રાખવાં દવાખાનાનો ખર્ચો આપી દેજો...!” પ્રિન્સિપાલની જોડે ઉભેલાં ઝીલનાં ક્લાસ ટીચર વિરેન મહેતાં બોલ્યાં.

“શેનાં પૈસાં...!?” સુરેશસિંઘ તાડૂકયાં “એકતો મારી છોકરીની છેડતી કરી....! અને પૈસાં...!?”

સુરેશસિંઘનો ગુસ્સો જોઈને બધાં ચૂપચાપ એમની સામે જોઈ રહ્યાં.

“આ તો સારું છે....! આરવ હતો....!” સુરેશસિંઘ એક નજર આરવ સામે જોઈને પાછું ક્લાસ ટીચર સામે જોઈને બોલ્યાં “સિદ્ધાર્થ કે મારો રાજવીર હોત...તો યતીન અત્યારે ICUમાં હોત....!”

“તમે બેયને ઘેર મોકલીદો...!” પ્રિન્સિપાલ ઝીલ અને આરવ સામે જોઈને બોલ્યાં “પછી આપડે બધું જોઈ લઈએ છે...!”

સુરેશસિંઘે હકારમાં માથું ધૂણાવી દીધું અને આરવ અને ઝીલ સામે જોયું.

“બાર રઘુ ઊભો હશે....!” સુરેશસિંઘે આરવને જોઈને કહ્યું “તમને મૂકીને પાછો આવશે....જાઓ...!”

આરવ અને ઝીલ કશું પણ બોલ્યાં વગર પ્રિન્સિપાલની કેબિનમાંથી બહાર નીકળી ગયાં.

***


“બેટા ...પણ આવું મારે કોઈ...!?” આરવના મામી સરગુનબેન આરવને સમજાવી રહ્યાં હતાં “એ છોકરાંને કઈંક થઈ ગ્યું હોત તો....!?”

સ્કૂલેથી નીકળીને આરવ અને ઝીલ બંને ઘરે આવી ગયાં હતાં. સુરેશસિંઘ હજીસુધી આવ્યાં નહોતાં. જોકે ફોન દ્વારાં તેમણે સરગુનબેનને બધી વાત કહી દીધી હતી.

“સોરી મામી.....! પણ...!” આરવ નીચું મોઢું કરીને ઢીલા સ્વરમાં બોલ્યો “ઝીલને રડતાં સાંભળીને હું ઈમોશનલ થઈ ગ્યો’તો...!”

“મમ્મી ...યતિને...મ્મ...મને ચૂંટલો ખણ્યો ‘તો....!” જોડે ઊભેલી ઝીલ ખચવાતાં-ખચવાતાં બોલી.

“તને પપ્પાએ ના પાડી’તીને...!” સરગુનબેન સહેજ ધમકાવાના સૂરમાં ઝીલને બોલ્યાં “આવાં કપડાં પે’રવાની....!?”

સરગુનબેને ઝીલની શોર્ટ ટી-શર્ટ સામે જોઈને કહ્યું.

“પણ મામી....! ઝીલ કઈં યતીનને બતાવાં થોડી પે’રીને ગઈ’તી....!?” મામીની વાત સાંભળીને આરવને લાવણ્યા યાદ આવી જતાં આરવે દલીલ કરી “એ કઈં કોઈને બતાવાં થોડી પે’રે છે....! એનાં માટે પે’રે છે....!”

“હાં..પણ બેટાં તારાં મામા જુનવાણી છે....તને ખબર તો છે....!” સરગુનબેન બોલ્યાં “આવું બધું એમને નઈ ગમતું....!”

આરવે ઝીલ સામે પરેશાન ચેહરે જોયું. ઝીલ હજીપણ રડમસ ચેહરે ઊભી હતી.

“કશું બોલ્યાં એ...!?” સરગુનબેને આરવ અને ઝીલ સામે વારાફરતી જોઈને પૂછ્યું.

“ન...ના....! ત્યાં સ્કૂલમાં તો કશું નઈ બોલ્યાં...!” આરવ બોલ્યો.

“હમ્મ...તો હમણાં ઘેર આઈને તો ચોક્કસ બોલશે....!” સરગુનબેન બોલ્યાં.

ઝીલ અને આરવ બંનેએ એકબીજાં સામે જોઈ રહ્યાં અને સરગુનબેને જે કહ્યું એ વિચારીને ટેન્શનમાં આવી ગયાં.

***


“ટ્રીન....ટ્રીન....!” પોતાનાં રૂમમાં આવીને આરવે હજીતો જસ્ટ બેડમાં પડતુંજ મૂક્યું હતું ત્યાંજ તેનો મોબાઈલ રણક્યો.

“ઓહ...લાવણ્યા....!”સ્ક્રીન ઉપર લાવણ્યાનો નંબર જોઈને આરવ બબડ્યો અને સ્વાઈપ કરીને તેણીનો કૉલ રિસીવ કર્યો.

“ક્યાં છે તું..!?” આરવે ફોન ઉપાડતાંજ લાવણ્યા ગુસ્સાંમાં બોલી “ફોન-બોનબી નઈ કરતો...! મારાં મેસેજનો તો રિપ્લાય કર કમસે કમ...! મેસેજ જોતો પણ નઈ...!”

“મને એમ કે તમે કોલેજ આયાંજ નઈ...!” આરવ ઢીલા સ્વરમાં બોલ્યો

“અરે હું લેકચરમાં હતી....! તારે મેસેજતો કરવો કોલેજ આયાં પછી...!” લાવણ્યા એવાંજ સ્વરમાં બોલી “અને તું કેમ આમ ઢીલું-ઢીલું બોલે છે...!?”

“થોડી ફેમિલી પ્રોબ્લેમ હતી...એટ્લે ઘરે આયો’તો....!” આરવ એવાંજ ઢીલા સ્વરમાં બોલ્યો.

“ઓહ...! શું પ્રોબ્લેમ છે...!?”

“કઈં નઈ...એતો હવે પતી ગ્યું બધું....!” આરવ વાત ટાળતો હોય એમ બોલ્યો.

“હની...! શું વાત છે....! મને નઈ કે’….!” આરવનો સ્વર વધુ ગમગીન લાગતાં લાવણ્યાએ પ્રેમથી પૂછ્યું “શેયર કર મારી જોડે....!”

“મારી સિસ્ટરની એક છોકરાંએ છેડતી કરી’તી....! તો મેં એને માર્યો....!” આરવ નાનાં બાળકની જેમ ઢીલા સ્વરમાં બોલ્યો.

“Aww…! તો તો તારે આમ ઉદાસ શું કામ થવાનું હોય...!” લાવણ્યાને આરવ ઉપર વ્હાલ ઉભરાયું હોય એમ બોલી “તે બરાબર કર્યું....!”

“એવું નઈ....! મેં એનું માથું ફોડી નાંખ્યું....!”

“અને હાથ પગ....!?” લાવણ્યાએ મજાકીયા સ્વરમાં પૂછ્યું “એ ના તોડ્યા....!”

“હી..હી..હી....!” આરવથી પરાણે હસાઈ ગયું.

“તો શું વળી....! આવાં લોકોને એવુંજ કરવું જોઈએ....!” લાવણ્યા ભારપૂર્વક બોલી પછી આરવની પ્રશંસા કરતી હોય એમ બોલી “અને મને ન’તી ખબર ....કે તું બાલમંદિરમાં ભણે છે તોય આવી મરઝૂડ કરી જાણે છે...!”

“હું બાલમંદિરમાં નઈ ભણતો ઓહકે....!” આરવથી વધુ એકવાર હસાઈ ગયું “જે આપડને વ્હાલું હોય...એનાં માટે આટલી મારઝૂડ તો ચાલે....!”

“જો..જો..કેવો આમ હસે છે....!?” લાવણ્યા બોલી “તો પછી....! કીધું’તુંને મારી જોડે શેયર કર...!”

“હમ્મ...! પણ કોઈવાર આપડું મન કોઇની જોડે કશું શેયર કરવાં ન માંગતુ હોય.....!” આરવ ખિન્ન સ્વરમાં બોલ્યો “એવું થાય કે આપડને જાતેજ એ પ્રોબ્લેમથી લડવાનું ગમે....!”

“હમ્મ સાચી વાત....!” લાવણ્યા પણ ધીરેથી બોલી.

બંને થોડીવાર મૌન થઈ ગયાં.

“અમ્મ....! આવે છે કોલેજ...!?” લાવણ્યાએ પૂછ્યું “ફોર્સ નઈ કરતી....! ખાલી એમજ પૂછ્યું.!”

“કદાચ નઈ મેળ પડે....!” આરવ ધીરેથી બોલ્યો “સોરી...!”

“હમ્મ....! કોઈ વાંધો નઈ...!” લાવણ્યા સ્મિત કરીને બોલી “સોરીની જરૂર નઈ....!”

“સારું ચલ....! બાય...!” લાવણ્યા બોલી અને બંનેએ ફોન કટ કર્યો.

ફોન બેડ ઉપર નાંખીને આરવે આંખો મીંચી દીધી. મામા સુરેશસિંઘનાં ઘરે આવ્યાં પછી શું થશે એ વાતની ચિંતા આરવને થવાં લાગી.

“ખબર નઈ મામા ઝીલને શું બોલશે...!?” આરવને ઝીલની વધુ ચિંતા થવાં લાગી. થોડીવાર ઝીલ વિષે વિચાર્યા પછી આરવ ઊભો થઈને ઝીલનાં રૂમમાં ગયો.

“ઝીલ....!” રૂમનો દરવાજો ધીરેથી ખોલીને અંદર એન્ટર થતાં-થતાં આરવ બોલ્યો.

ઝીલને બેડ ઉપર ઊંધી સૂતાં જોઈને આરવ દયામણું મોઢું કરીને તેણી સામે જોઈ રહ્યો. દરવાજો હળવેથી પાછો બંધ કરી આરવ રૂમમાંથી બહાર નીકળી ગયો.

***

“ટિંગ ટોંગ....!” સાંજે લગભગ સાતેક વાગ્યે ઘરનો ડોરબેલ વાગ્યો.

સોફાંમાં બેસીને ટીવી જોઈ રહેલાં આરવે દરવાજા તરફ જોયું.

“મામા હશે....!” સોફાંમાંથી ઊભાં થઈને આરવ મનમાં બબડ્યો.

“આરવ...! હું ખોલું છું દરવાજો....!” પોતાનાં રૂમમાંથી દોડીને ડ્રૉઇંગરૂમમાં આવીને ઝીલ બોલી “તું રે’વાંદે...!”

“પણ...!”

આરવ બોલવાજ જતો હતો ત્યાંજ ઝીલે દોડીને દરવાજાની કડી ખોલવા માંડી. કિચનમાંથી બહાર આવીને સરગુનબેન પણ સોફાં પાસે ઊભાં રહ્યાં. ચિંતાતુર નજરે તેઓ આરવ સામે અને પછી દરવાજો ખોલી રહેલી ઝીલ સામે જોઇ રહ્યાં.

“પપ્પાં..સ...સોરી...!” દરવાજામાંથી એન્ટર થતાં સુરેશસિંઘને જોતાંજ ઝીલ બોલી પડી “આજ પછી આવાં કપડાં નઈ પે’રૂ....!”

“મામા....! હું...!”

આરવ કશુંક બોલવાજ જતો હતો ત્યાંજ સુરેશસિંઘે હથેળી કરીને તેને ટોક્યો.

“તે બરાબર કર્યું.....!” સુરેશસિંઘ ભાવવિહીન સપાટસ્વરમાં કહ્યું.

“અને ઝીલ....!” તેમણે પછી ઝીલ સામું જોયું “તું ક્ષત્રિયની છોકરી છું...! આરવની જગ્યાએ તારે એનું માથું ફોડવાનું હતું....!”

ઝીલ, આરવ અને સરગુનબેન આશ્ચર્યથી એકબીજાનાં મોઢાં તાકી રહ્યાં.

“હું તને એવાં કપડાં પહેરવાની એટ્લે નાં ન’તો પાડતો...કેમકે તું છોકરી છે....!” સુરેશસિંઘ બોલ્યાં “પણ એટ્લે ના પાડતો’તો કે તારાંમાં પોતાને પ્રોટેક્ટ કરવાની હિમ્મતજ નથી....! બધી જગ્યાએ તારી પ્રોટેકશન માટે આરવ કે બીજું કોઈ તને બચાવાં ના આઈ શકે....!”

“પણ...! અંકલ એમાં ઝીલનો શું વાંક....!?” આરવ બોલ્યો “છોકરાંઓની મેંન્ટાલિટી ખરાબ હોય તો...!?”

“દુનિયામાં કરોડો લોકો રે’છે આરવ...!” સુરેશસિંઘ શાંતિથી બોલ્યાં “બધાંની મેંન્ટાલિટી આપડે બદલી નાં શકીએ....! એનાં કરતાં પોતે મજબૂત બની જવું જોઈએ....! જસ્ટ થિંક...! ઝીલે રડવાનાં બદલે તારાં જેવાંજ ઝનૂનથી જો યતીનનું માથું ફોડી નાંખ્યું હોત તો....!”

“બીજું કોઈ યતિન કોઈ દિવસ મારી સામે આંખ પણ ઊંચી નાં કરત....!” ઝીલ સમજી ગઈ હોય એમ આંખ ભીની કરીને બોલી “સમજી ગઈ પપ્પાં....!”

ઝીલ ભીની આંખે સુરેશસિંઘ સામે જોઈ રહી.

“સોરીઈઈ....!” ઝીલ રડી પડીને સુરેશસિંઘને વળગી પડી.

આરવ દયામણું મોઢું કરીને તેમની સામે જોઈ રહ્યો. જોકે તે અંદરથી ખુશ હતો કે છેવટે તેણે વિચાર્યું તે એવું કશું નાં થયું.

“સારું અવે...! બધું પતી ગ્યું...!” થોડીવાર પછી સુરેશસિંઘ ઝીલનાં માથે હાથ મૂકીને બોલ્યાં “થોડાં દિવસ સ્કૂલે નાં જતી....! હું કઉ પછી જજે.....!”

“સારું....!” ઝીલ હળવું સ્મિત કરીને બોલી.

“ગિઝર ચાલું કર....!” એટલું કહીને સુરેશસિંઘે સોફાં પાસે ઉભેલા સરગુનબેન સામે જોયું અને પોતાનાં રૂમ તરફ જવાં લાગ્યાં.

સરગુનબેન પણ તેમની પાછળ-પાછળ ગયાં.

“હાશ....!” તેમનાં ગયાં આરવ હાશકારો અનુભવતો હોય એમ બોલ્યો “મને તો એમ....કે મામા જ્વાલામુખીની જેમ ફાટશે....!”

“ઓય....! જ્વાલામુખીવાળાં...!” ઝીલ આંખો કાઢીને બોલી “મારાં પપ્પાં વર્લ્ડ બેસ્ટ છે....ઓકે...!”

“વાહ....! હવે વર્લ્ડ બેસ્ટ....! એમ...!?” આરવ ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો “તો એમને ફોન કરવો’તોને....! મને શું કામ કર્યો બોલ..બોલ...!”

“બસ બસ અવે...! તું તારી વાત કરને...! શું કરે છે તારી “હની...હની...!”..હમ્મ....હમ્મ...!?” ઝીલ આંખો નચાવીને બોલી.

“એ હનીવાળી ઊભી રે’ તું …!” ઝીલને મજાકમાં મારવાં આરવ તેણી તરફ એક ડગલું આગળ વધ્યો કે તરતજ ઝીલ જીભ કાઢીને આરવને ચિડાવી પોતાનાં રૂમ તરફ ભાગી ગઈ.

“હની.....! હી..હી....!” એકલાં ઊભાં-ઊભાં આરવ મલકાઈ રહ્યો.

થોડીવાર લાવણ્યા વિષે વિચારીને આરવે પોતાનાં જીન્સનાં પોકેટમાંથી મોબાઈલ કાઢ્યો અને લાવણ્યાનો નંબર ડાયલ કર્યો.

“ક્યાં છો તમે….!?” આરવે ઉત્સાહભર્યા સ્વરમાં પૂછ્યું.

“ઓહો...! એકદમ ખુશ ખુશ લાગે છે...!?” આરવનાં સ્વરમાં ઉત્સાહ પારખી જઈને લાવણ્યા બોલી “પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ....!?”

“અરે વાહ...! તમને કેમની ખબર....!?”આરવે નવાઈપૂર્વક પૂછ્યું.

“અરે એમાં ખબર શું...!? તારાં અવાજ ઉપરથી ખબર પડી જાય છે...!” લાવણ્યાએ સ્વાભાવિક કહ્યું.

“વાહ...! હું પ્રોબ્લેમમાં હતો તો પણ વગર કીધે ખબર પડી ગઈ....!” આરવ મનમાં બબડ્યો “અને ખુશ છું તો પણ...! એનો મતલબ અક્ષય સાચું કે’તો તો....! ફીલિંગ તો છેજ....!”

“હેલ્લો...!? ક્યાં ખોવાઈ ગ્યો....!?” આરવ મૌન થઈ જતાં લાવણ્યા બોલી.

“હાં..હાં...અ...મલવું છે અત્યારે....!?” આરવે પૂછ્યું.

“હમ્મ...! હું ના પાડીશ તો તું જીવ ખઈ જઈશ નઈ....!?”

“નાં..નાં...એવું નઈ કે’તો...!”

“હી...હી....! સારું...!”

“તો હું આવું....!? ઘરે લેવાં...!?” આરવે ભોળાંભાવે પૂછ્યું.

“નાં...! તું અડધો કલ્લાકમાં ખેતલાપા આયા...! એસજી હાઇવે....!” લાવણ્યા બોલી “હમ્મ...બાય....!”

“બાય....!” આરવે કૉલ કર્યો.

ખુશ થતો-થતો આરવ પોતાનાં રૂમ તરફ જવાં લાગ્યો.

***


“અમ્મ....ચ્હા સારી છે....!” આરવ બોલ્યો.

“તને ભાઈ....!?” આરવની બાઈકની સીટ ઉપર બેઠેલી લાવણ્યાએ પૂછ્યું.

“હમ્મ...! સરસ છે...! કેન્ટીનની ચ્હા કરતાં તો સારીજ છે....!” આરવ સ્મિત કરીને બોલ્યો.

“તું ગિટાર લઈને કેમ આયો...!?” આરવે ખભે ભરાવેલાં ગિટારને જોઈને લાવણ્યાએ પૂછ્યું અને ચ્હાનાં કપમાંથી એક સિપ ભરી.

“અમ્મ....! તમારે મારી જોડે આવવું પડશે...! ફૂડ ટ્રક પાર્ક...!” આરવે કહ્યું અને ચ્હાનાં કપમાંથી છેલ્લો ઘૂંટ ભર્યો.

“અરે આજે કઈં ખાસ ભીડ નઈ હોય ત્યાં....! તને સોંન્ગ ગાવામાં મજા નઈ આવે....!” લાવણ્યાએ દલીલ કરી.

“અરે મારે એ લોકો માટે નઈ ગાવું....! તમે ચાલો તો ખરાં....!” આરવે બાઈકનાં ઈગ્નિશનમાં ચાવી ભરાવી.

“અરે...! તું તો જો...! સારું..સારું...!” લાવણ્યા બાઈકની સીટ ઉપરથી ઉતરી.

“ચાલો...બેસો...!” બાઈક સ્ટેન્ડ ઉપરથી ઉતારી આરવે સેલ માર્યો.

લાવણ્યાએ ઘોડો કરીને આરવની પાછલી સીટ ઉપર બેઠી. લાવણ્યાને બેસવામાં અગવડનાં પડે એટ્લે આરવે તેનું ગિટાર આગળની બાજુ લઈ લીધું.

***


“શાયદ કભી નાં કેહ શકુ મેં તુમકોઓ...! કહે બીના સમજ લો...તું શાયદ....!”

ફૂડ ટ્રક પાર્કમાં સ્ટેજ ઉપર ચેયરમાં બેસીને આરવ માઇક ઉપર સોંન્ગ ગાઈ રહ્યો હતો. સ્ટેજની સામે નજીકમાં ઊભી-ઊભી લાવણ્યા સ્મિત કરીને મધુર સ્વરમાં ગાઈ રહેલાં આરવને જોઈ રહી હતી.

“જો તુંમ નાં હો....! રહેંગે હમ નહીંઈ..ઈ..!

નાં ચાહીએ કુછ...તુમસે ઝ્યાદા...તુમસે કમ નહીંઈ...!”

મધુર સ્વરમાં ગાઈ રહેલાં આરવને જોવાં આમ તો ફૂડ ટ્રક પાર્કમાં ઓછી ભીડ હતી. આમ છતાં, જે લોકો હાજર હતાં એમાંનાં લગભગ બધાંજ આરવને લાઈવ ગાતો રેકોર્ડ કરી રહ્યાં હતાં. લાવણ્યા પણ બધાંની જેમ મોબાઈલ ધરીને આરવનું સોન્ગ રેકોર્ડ કરી રહી હતી.

***


“તમે ગ્રૂપમાં વિડીયો શેયર પણ કરી દીધો....!?” સોંન્ગ ગાઈ લીધા પછી આરવે લાવણ્યાને પૂછ્યું.

આરવનો સિંગિંગ વિડીયો રેકોર્ડ કરીને લાવણ્યાએ તરતજ વાઈરલ ગ્રૂપમાં નાંખી દીધો હતો. અગાઉની જેમ બધાંનાં કોમેંટ્સ આવવાં શરૂ પણ થઈ ગયાં હતાં.

“હાં...! તું ગાય છેજ એટલું મસ્તને....!” આરવનું બાવડું પકડીને લાવણ્યાએ તેને ફૂડ ટ્રક પાર્કની બહાર ખેંચી જવા લાગી.

“તમને ગમ્યું...!?” આરવે પૂછ્યું.

“હાસ્તો...! જેટલો તું ગમે છે...! એટલું તારું સોંન્ગ પણ ગમે છે...!” લાવણ્યા બોલી અને આગળ ચાલવા લાગી.

જેટલો તું ગમે છે...! ગમે છે.... એટલું તારું સોંન્ગ પણ ગમે છે...! ગમે છે...!” મલકાઈ રહેલાં આરવનાં મનમાં લાવણ્યાનાં એ શબ્દોનાં પડઘા પડવાં લાગ્યાં.

લાવણ્યાને જતાં જોઈ રહીને આરવ મલકાઈ રહ્યો. પછી પોતાનાં મોબાઈલમાંથી અક્ષયને whatsappમાં મેસેજ કર્યો.

“she likes me bro….!” મેસેજ લખીને આરવે અક્ષયને સેન્ડ કરી દીધો.

***


ત્યારપછીનાં દિવસોમાં લાવણ્યા અને આરવ વચ્ચેની ફ્રેન્ડશીપ ધીરે-ધીરે વધુ ગાઢ બનતી ગઈ. કોલેજમાંથી બંક મારીને ફરવા જવું, લંચ કે ડિનર માટે જવું, રોજે સાંજે રિવરફ્રન્ટની પાળીએ બેસીને ક્યાંય સુધી વાતો કર્યા કરવી વગેરે કોમન થઈ ગયું. ધીરે-ધીરે વધતી તેમની ફ્રેન્ડશીપમાં આરવ પણ હવે થોડો બદલાયો હતો અને લાવણ્યાને “તમે” ની જગ્યાએ “તું” કહીને બોલાવાં લાગ્યો હતો. આરવ લગભગ દરેક વિકેન્ડ ફૂડ ટ્રક પાર્કમાં સોંન્ગ ગાતો અને લાવણ્યા તેને ચીયર કરવાં હમેશાં તેની સાથે રહેતી. ફૂડ ટ્રક પાર્કમાં સોંન્ગ ગાતાં આરવના વિડીયોઝ વાઈરલ થવાં લાગતાં આરવ અને લાવણ્યાના ગ્રૂપનાં તેમજ કોલેજનાં બીજાં ઘણાં સ્ટુડન્ટ્સ પણ ફૂડ ટ્રક પાર્કમાં આરવને લાઈવ જોવાં આવતાં.

આરવ પોતાની આ નાનકડી સફળતાંનો બધો ક્રેડિટ હમેશાં લાવણ્યાને જ આપતો. બંને દિવસનો સારો એવો ટાઈમ જોડેજ સ્પેન્ડ કરતાં. ધીરે-ધીરે આરવનું મન લાવણ્યા તરફ વધુ ને વધુ નમતું ગયું. લાવણ્યાનું બિહેવિયર જોકે એકધાર્યુંજ પણ પ્રેમાળ રહ્યું. કોલેજના અન્ય બોયઝ જોડે લાવણ્યાનું બિહેવિયર ભલે ગમે તેવું રૂડ હોય, પણ આરવ જોડે તેનું બિહેવિયર કાયમ પ્રેમાળજ રહેતું. કોલેજમાં બંને જોકે એકબીજાં જોડે નામ પૂરતુંજ બોલતાં અને શક્ય હોય ત્યાં સુધી કોલેજની બહારજ મળતાં. સુરેશસિંઘને ખબર ના પડે એટલાં માટે આરવને પણ આ “વ્યવસ્થા” ફાવી ગઈ હતી.

***

પંદરેક દિવસ પછી...

“અરે..વાહ...! જલેબી....?” કિચનમાં પાણીની બોટલ લેવાં આવેલાં આરવે પ્લેટફોર્મ ઉપર થાળીમાં સજાવેલી જલબીઓ જોઈને એક જલેબી ઉઠાવીને કહ્યું.

“કોઈ ખાસ વાત છે આજે...!?” સ્મિત કરીને આરવે જલેબી મોઢામાં મૂકી અને પૂરીઓ તળી રહેલાં સરગુનબેનને પૂછ્યું.

“હાં....!” આરવ સામું જોયાં વિના સરગુનબેન પૂરીઓ તરતાં-તરતાં ઢીલા મોઢે બોલ્યાં “ઝીલને જોવાં છોકરાંવાળા આવે છે...!”

***



“Sid”

J I G N E S H

Instagram@sid_jignesh19