Return of shaitan - 25 in Gujarati Fiction Stories by Jenice Turner books and stories PDF | Return of shaitan - 25

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

Return of shaitan - 25

ત્યાં જુઓ લાગે છે કે કોઈ આપણો પીછો કરી રહ્યું છે." લોરા બોલી.
"તમને લાગે છે કે હત્યારો હોય?" રાજે પૂછ્યું.
"હા બની શકે છે પણ તમે પાછળ વળી ને જોતા નહિ હું જોવ છુ કે કોણ છે." રાજ ધીરે રહી ને પાછળ ફરતા બોલ્યો.
"અરે તમે એમ જ ઘભરાવ છો એ તો પ્રેસ વાળા છે જુઓ ને તેના જેકેટ પર બીબીસી લખેલું છે." રાજ બોલ્યો.
"હા પ્રેસ વાળા જ લાગે છે જુઓ તેના હાથ માં માઈક પણ છે." લોરા શાંત થતા બોલી.
તેઓ આમથી તેમ જોઈ રહ્યાં હતા પણ હજુ પણ તેમને કોઈ કલુ મળતો નહતો હત્યારા વિષે. રાજ ની નજર ચારે બાજુ ફરતી હતી ત્યાં તેણે જોયું કે કોઈ ભિખારી જેવો પીધેલો માણસ તેમની બાજુ માં થી પસાર થઇ રહ્યો હતો.અને થોડે દૂર એક નાની છોકરી આસ પાસ રહેલા કબુતરો ને દાણા નાખી રહી હતી.રાજ ના મન માં એક સવાલ આવ્યો કે આ ભિખારી અહીંયા શું કરતો હશે? પણ તે આ વિચાર ને દૂર કરી આમ તેમ જોવા લાગ્યો લોરા પણ કોઈ કલુ મળે તેની રાહ માં આમ તેમ જોતી હતી.બસ ૨ કે ૩ મિનિટ ઓર પસાર થઇ હશે ત્યાં તો ત્યાં પેલી કબૂતર ને દાણા નાખતી છોકરી ની બૂમાબુમ રાજ ના કાને પડી. રાજ અને લોરા બંને ત્યાં દોડી ને ગયા અને તેને પૂછ્યું કે શું થયું તેણે કશું જોયું? પણ તે છોકરી એટલી ઘભરાઈ ગઈ હતી કે તેના મોં માં થી કોઈ અવાજ નીકળતો ના હતો.તેણે બસ પેલા ભિખારી જેવા લાગત માણસ તરફ આંગળી કરી અને અને પછી બેહોશ થઇ ને નીચે પડી ગઈ . તે છોકરી ના માતા પિતા ભાગી ને ત્યાં આવ્યા. પણ ત્યાં સુધી રાજ અને લોરા તો દોડી ને પેલા ભિખારી પાસે જતા રહ્યા હતા. બંને એ જોયું કે તે માણસ ની વાળ ની લટો મોં ઉપર આવી ગઈ હતી અને તે એકદમ ગંદી હાલત માં હતો. બધા માણસો નું ટોળું ત્યાં જમા થવા લાગ્યું હતું. રાજે એ માણસ ને નીચે નમીને સીધો કર્યો કેમ કે તે તેની છાતી પર ચત્તો પાટ હતો. જેવો તેણે સીધો કર્યો કે બધા લોકો ત્યાંથી દૂર ખસી ગયા. કેમ કે તે માણસ લોહીલુહાણ હાલત માં હતો અને તેની છાતી પર અને પેટ માં થી લોહી નીકળી ને બધું તેના ગળા પાસે એકઠું થઇ ગયું હતું.લોરા ને થોડો શક ગયો કે આ ભિખારી જેવો લાગતો માણસ એ બીજો કોઈ નહિ પરંતુ કાર્ડિનલ જ છે . તેણે નીચે નમી ને છાતી ના ભાગ તરફ થી કપડું જરા ઊંચું કર્યું તો ત્યાં ઉભેલું ટોળું ઔર પાછળ ખસી ગયું. કેમ કે લોરા ને શક સાચો જ હતો એ કાર્ડિનલ જ હતા અને તેમની છાતી પર કોઈ સળગતી વસ્તુ થી છાપો મારી ને લખેલું હતું AIR.
આ બધું ચાલતું હતું ત્યાં તો સ્વિસ ગાર્ડ ત્યાં આવી ગયા અને લોકો ના ટોળા ને દૂર કરવા લાગ્યા.
"રાજ આ કાર્ડિનલ જ છે." લોરા ફુસફુસાતા અવાજ માં રાજ ના કાન માં બોલી.
લોરા હજુ આગળ કઈ બોલે ત્યાં તો ભીડ માં થી એક માણસ બોલ્યો કે અરે થોડી વાર પહેલા તો એક કાળા કોટ પહેરેલો માણસ આ ભિખારી ને પકડી ને તેની મદદ કરતો હતું અને અચાનક આ શું થઇ ગયું?"
"કોણ તમને ચેહરો યાદ છે?" લોરા એ એ ભીડ માં જે માણસ બોલ્યો એને પૂછ્યું?
"ના હવે આટલા બધા લોકો માં તો મને કેવી રીતે યાદ હોય?"
"ઓકે તમારી ડિટેલ આપી દો તમારી મદદ ની જરૂર પડશે તો તેમને ચોક્કસ બોલાવીશું." એક સ્વિસ ગાર્ડે કહ્યું."
"હા ચોક્કસ" એ માણસે કહ્યું. સ્વિસ ગાર્ડે એ જગા ને ફટાફટ સીલ કરી દીધી અને ભીડ ને દૂર હટાવી દીધી. ભીડ ને હજુ એવું જ હતું કે આ કોઈ ભિખારી મારી ગયો કોઈ ને પણ હજુ સુધી શક ના ગયો હતું કે જે માણસ નું ખૂન થયું છે તે કાર્ડિનલ છે.
લોરા એ કાર્ડિનલ નું કપડું હટાવ્યું અને જોયું કે પેટ ના ભાગ તરફ એકદમ ડીપ wund હતું.લોરા એ જોયું કે હજુ પણ કાર્ડિનલ માં થોડો જીવ હતો જો તેમને cpr અને mouth TO Mouth આપે તો કદાચ કાર્ડિનલ જીવી જાય. રાજ પણ તેમના પેટ પાસે બેસી ગયો અને નિરીક્ષણ કરવા લાગ્યો. લોરા એ કાર્ડિનલ ના મોં પાસે પોતા નું મોં લઇ ને જોરથી ફૂંક મારી જેવી લોરા ની આ ફૂંક કાર્ડિનલ ના ફેફસા માં ગઈ એવું જ ગાઢ લાલ રંગ નું લોહી અને પેટ નું પ્રવાહી જોર થી બહાર આવ્યું જેવું વ્હેલ માછલી શ્વાસ લે અને તેની અંદર થી કેવું પાણી બહાર આવે છે તેવું. હવે બન્યું એવું કે રાજ પણ ત્યાં નજીક બેસી ને બધું નિરીક્ષણ કરી રહ્યો હતું અને તે એકદમ કાર્ડિનલ ના પેટ ની નજીક હતું જયારે લોરા એ જોરથી ફૂંક મારી હતી તો આ બધું જ લાલ લોહી અને પેટ ની અંદર રહેલું પ્રવાહી રાજ ના મોં ઉપર અને તેના કપડાં ઉપર જોર થી ઉડ્યું. રાજ અને ત્યાં રહેલા સ્વિસ ગાર્ડ આ જોઈ ને દંગ રહી ગયા. રાજ અચાનક જ ડઘાઈ ગયો તેણે ખબર જ ના પડી કે તે શું કરે. પણ તેને ખબર પડી ગઈ હતી કે પ્રોબ્લેમ શું હતું. તેને જોર થી બૂમ પડી કહ્યું,"લોરા સ્ટોપ. કાર્ડિનલ ના (ફેફસા ) લન્ગસ ને કાણા કરી કરી નાખ્યા છે જુઓ તે મૃત્યુ પામ્યા છે." આટલું કહી ને તેણે પોકેટ માં મુકેલો રૂમાલ કાઢી ને મોં પર થી અને કપડાં પરથી લોહી લૂછવાના પ્રયાસ કરવા લાગ્યો. લોરા રડવા લાગી હતી આ મોકો પણ તેમના હાથ થી જતો રહ્યો અને કાર્ડિનલ પણ મૃત્યુ પામ્યાં અને પાછો હત્યારો ભાગી ગયો હવે શું કરીશું એન્ટી મેટર ક્યાંથી મળશે મારા પાપા નું શું થશે શું તે કાયમ માટે શેતાન ની કેદ માં રહેશે? લોરા ની પાસે સમય ઘણો જ ઓછો હતો સવાલ ઘણા બધા અને જવાબ એક પણ નહિ. આ બધું ચાલતું હતું ત્યાં સુધી તો કમાન્ડર ઓલિવેટ ત્યાં આવવી ચુક્યા હતા અને આગળ ની કમાન તેમને પોતા ના હાથ માં લઇ લીધી હતી.મીડિયા અને ન્યૂઝ ચેનેલ વાળા પણ ત્યાં આવી ચુક્યા હતા.
***********************************

થોડી વાર પછી રાજ પૉપ ની ઓફિસ ના પ્રાઇવેટ બાથરૂમ માં હતો. તેણે પોતાનું મોં અને શરીર બરાબર ક્લીન કર્યું. રાજ પોતે ઘણું કમજોર ફીલ કરતો હતો . રાજ સવારથી ઉઠ્યો ત્યારથી લઇ ને તેણે ત્રણ એમ્બીગ્રામ નો સાક્ષી બની ચુક્યો હતો( ILLUMINATI , EARTH , AIR ) અને બીજા ૨ ઓન ઘી વે હતા.બહાર ઓફિસ માં કમાન્ડર ઓલિવેટ ,લોરા ફાધર પીટર અને બીજા ઓફિસર્સ ચર્ચા વિચારણા માં હતા કે આગળ શું કરવું.
આ બાજુ રાજ બાથરૂમ માં ઉભો રહી ને વિચારતો હતો કે સવારથી અત્યાર સુધી ની દૌડ ભાગ માં તેણે અન્ન કે પાણી ને હાથ પણ નથી લગાડ્યો તેની શક્તિ હવે ઓછી થઇ રહી હતી . તેની ઇમોશનલ જર્ની પણ જાણે ઉપર નીચે થઇ થઇ રહી હતી. તે થાકેલો હતો જમ્યા કે ઊંઘ્યાં વગર ઇલુમીનાટી ના સિક્રેટ રસ્તા ને શોધી રહ્યો હતો અને બે બે ખૂન નો સાક્ષી બન્યો હતો. લોરા જેવી છોકરી ના કોનટેક્ટ માં આવ્યો હતો લોરા ના કહેવા પ્રમાણે તેના પિતાજી ની આત્મા શેતાન પાસે કેદ માં છે તેમને છોડવાના છે બીજા ૨ કાર્ડિનલ નો જીવ બચાવાનો છે એન્ટી મેટર ને એની જગ્યા પર મુકવાનું છે શેતાન ને આપવાનું છે શું કરવાનું કઈ જ ખબર નથી અને ઉપરથી એવા દુશ્મન સામે લડવાનું છે જેનો કોઈ ચેહરો કે કોઈ નામ નથી. હા યુધ્દ્ધ હોય તો હજુ ખબર પણ પડે કે સામે દુશ્મન છે અને એમની સેનાએ ને ખતમ કરવાની છે પણ આ દુશ્મન તો એવું છે જેનું કોઈ નામ કે ચેહરો નથી. આટલું બધું વિચારી ને તેનું દિમાગ થાકી ગયું હતું હવે તેના માં કઈ પણ વિચારવાની કે યાદ કરવાની હિંમત ના હતી તેની આંખો માં પાણી આવી ગયું પહેલી વાર પોતાને આટલો અસહાય અને લાચાર મેહસૂસ કરતો હતો. તેને પોતાના માં બાપ ની યાદ આવવા લાગી . તે ત્યાં બેસી પડ્યો અને થોડા ડુસકા સાથે રડી લીધું. આમ તો કહેવત છે કે મર્દ કો દર્દ નહિ હોતા પણ રાજ ની તો આ જ રીત હતી તે જયારે પણ તેના માં બાપ ને લઇ ને ઇમોશનલ થઇ જતો ત્યારે આંશુ વહાવી ને રડી લેતો થોડું રડી લીધા પછી તેનું મન ખાલી થઇ જતું અને રિલેક્સ ફીલ થતું હતું . આજે પણ તેને મન ભરી ને ત્યાં બાથરૂમ માં રડી લીધું અને પછી ફરી એક વાર ચેહરો વોશ કરી ને તે બહાર આવ્યો.
તે જુએ છે કે પૉપ ના ટેબલ પાસે તેની માટે નાસ્તો અને કોફી તૈયાર હતા. ફાધર પીટર તેની નજીક આવ્યા અને બોલ્યા," મી. રાજ પ્લીઝ પહેલા થોડું જમી લો તો તમને સારું લાગે. મારા કપડાં તમારી પર સારા લાગે છે." માહોલ નું ટેન્સન થોડું ઓછું કરવા માટે ફાધર પીટર થોડું હસી ને બોલ્યા.
" થેન્ક યુ ફાધર આ શર્ટ માટે." રાજ બોલ્યો. તેના કપડાં બહુ જ ગંદા થઈ ગયા હતા કાર્ડિનલ નું લોહી લાગ્યું હતું તેની ઉપર માટે. ફાધર પીટર નો શર્ટ રાજ ને બરાબર આવી ગયો.
" ફાધર ઘણો સમય થઇ ગયો છે હજુ આપણે કાર્ડિનલ ને બચાવાના છે અત્યારે જમવાનો સમય નથી." રાજ બોલ્યો.

"હા મી. રાજ મન ના હોય તો પણ થોડું જમી લો શરીરે પણ સાથ આપવો બહુ જરૂરી છે. થોડું જમી લો તો શરીર અને દિમાગ બંને સાથ આપશે." ફાધર બોલ્યા.
રાજ ને પણ આ વાત ઠીક લાગી તે આગળ વધી ને ટેબલ પર મુકેલો નાસ્તો કરવા લાગ્યો.
હજુ બે ત્રણ મિનિટ ઔર પસાર થઇ હશે ત્યાં તો એક સ્વિસ ગાર્ડ આવી ને કહે છે કે ફાધર tv ઓન કરો ."
ફાધર પીટર ડઘાઈ ગયા પણ થોડી વાર માં તેમણે tv ચાલુ કર્યું.. બધા ની નજર tv તરફ હતી તેમાં ન્યૂઝ આવતા હતા," ગુડ ઇવેનિન્ગ હું રોસી કૅમેરામૅન વિલ્સન સાથે બીબીસી ન્યૂઝ વેટિકન સિટી થી એક સનસની ખેજ ન્યૂઝ લઇ ને આવી છુ થોડી વાર પહેલાની જાણકારી અનુસાર એક કાર્ડિનલ ની બોડી ચીંગી ચેપલ માં મળી આવી છે અમારા રિપોર્ટ અનુસાર તેમનું ખૂન લગભગ ૮ વાગે થઇ ચૂક્યું છે અને બીજા કાર્ડિનલ ની બોડી સંત પીટર્સ સ્કેવર પાસે થી મળી આવી છે સમય લગભગ ૯ વાગ્યાની આસપાસ અને તેમનું પણ મર્ડર કરવામાં આવ્યું છે અને તે પણ આટલી બધી પબ્લિક ની વચ્ચે. હત્યારા એ બંને કાર્ડિનલ ની છાતી પર કોઈ સળગતી વસ્તુ થી છાપો મારેલ છે હજુ સુધી હત્યારો કોણ છે એ ખબર નથી પડી પણ સવાલ એ છે કે જો કોંકલેવ ચાલી રહી છે તો પછી બંને કાર્ડિનલ બહાર શું કરતા હતા બધા કાર્ડિનલ તો અંદર કોંકલેવ માં હોવા જોઈતા હતા. આ બને કાર્ડિનલ તો પૉપ બનવા માટે સૌથી લાયક ઉમેદવાર હતા તો પછી તેઓનું આ રહસ્યમય રીતે ખૂન થવું એ બહુ ચોંકાવા વાળી વાત છે . કોણ છે તેમના મૃત્યુ ની પાછળ જવાબદાર ? ખબરો નો સિલસિલો આમ જ ચાલશે તમે જોવાનું ચાલુ રાખો બીબીસી ન્યૂઝ. " ફાધર આટલું સાંભળી ને tv બંધ કર્યું.
કમાન્ડર ઓલિવેટ નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતું તેઓ જોર થી બૂમ પાડી બોલ્યા," શું છે આ બધું આટલી બધી ગુપ્ત વાત ન્યૂઝ સુધી કેવી રીતે પહોંચી? " કમાન્ડર ની આ વાત સાંભળી બધા સ્વિસ ગાર્ડ નીચું મોં રાખી ને જોઈ રહ્યા હતા.
"રિલેક્સ કમાન્ડર અત્યારે આપણો સવાલ એ છે કે બીજા બંને કાર્ડિનલ ને કેવી રીતે બચાવીશું અને ન્યૂઝ ની વાત છે તો આ વાત તમે ગમે તે કરો પણ તમે છુપાવી નહિ શકો. " ફાધર પીટર બોલ્યા.
ફાધર પીટર હજુ આગળ કઈ બોલવા જ જતા હતા ત્યા કેપ્ટ્ન રોચર આવી ગયા. તે એન્ટી મેટર સર્ચ ટીમ ના હેડ હતા.તેમને આવી ને કમાન્ડર ને સેલ્યુટ કરી ને આગળ બોલ્યા," સર ન્યૂઝ બહુ ખરાબ છે."

નમસ્કાર મિત્રો આપ સહુ કેમ છો આશા રાખું કે સહુ મજા માં હશો ઘણા વખત થી મારુ લખાણ બંધ થઇ ગયું હતું હું પણ front line worker છુ તો જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી સમય જ નથી મળ્યો મારા આ શોખ ને સમય આપવાનો કોશિશ કરીશ કે જલ્દી થી જલ્દી આ નોવેલ પુરી કરું. આપ સૌ પોતાનું ધ્યાન રાખજો જલ્દી મળીશું નવા ચેપ્ટર માં.