SMILE ...
આ શબ્દ સાંભળી ને બધા ના મોઢા પર સ્વીટ SMILE આવી ? , કદાચ તો આવીજ હશે!!
સાંજ થવાને વાર હતી શું લખવું શું નહિ તેની મુંજવણ હતી, ત્યાં મને અમારા ઘર ની સામે આવેલો બગીચો દેખાણો. ત્યાં ઘણા ખરા નાના ભુલકાવો હતા જે હીંચકા ખાતા હતા, પકડામ- પટ્ટી રમત રમતા હતા અને મારુ ધ્યાન તેમના મોઢા પરજ હતું, એક આરામ દાયક સ્મિત. વાતાવરણ માં ખીલખીલાટ હતો, પંછી નો કલરવ હતો, હવાનો મંદ મંદ અહેસાહ હતો અને હા થોડી દૂર વૃધો નું ટોળું હતું જે કદાચ સતસંગ કરતા હશે.
હું ત્યાં જઈને એક બાંકડા પાર બેસી ગય. ત્યાં મારુ ધ્યાન રમતા છોકરાવો માના એક છોકરા પર ગયું જે રડતો હતો, કારણ પકડમ-પટ્ટી રમતા-રમતા પડી ગયો. તેને પાસે એક મહિલા આવી જે તેમની માતા હશે, અને હંમેશ ની જેમ ગુજરાતી માતા ની જેમ શાંત રખાવે પછી પેલા વારો કાઢે- 'કીધું તું ને ધીરે રમજે, બોવ હોશિયારી દેખાડવાનો શોખ લે... લેતો જા...', જેવા શબ્દ ઉચ્ચાર કૈરા વગર ના રહે. ખેર જે છોકરો થોડા સમય પેલા ખીલખીલાટ સાથે રમતો હતો તે અચાનકજ રડવા લાગીયો કારણ નાનું હતું પરંતુ જીવન નો રંગજ બે પળ માંજ બદલાય ગયો.
અચરજ ની વાત હતી જોતા ને જોતા અંધારું પ્રકાશ ને ઢાંકતું જતું હતું. હાજી સંપૂર્ણ અંધારું થયું ના હતું. આકાશ તરફ મારી નઝર ગયી ત્યાંતો અચાનકજ અદભુત દૃશ્ય નજરે આવ્યુ, અંધકાર અને પ્રકાશ વચ્ચે યુદ્ધ થયું હોય અને ગોળા-બારૂદ વર્ષાવીયા હોય, જેમનો એક અગ્નિ રૂપી ગોળો આકાશ માં આવીને વિસ્ફોટ થયો હોય પણ તે હજી પ્રકાશમય હતો કદાચ તેને હાર ના મની હોય અને કદાચ તે પ્રતીક હોય કે હજી થોડી ઉમીદ બાકી છે હજી અંધકાર દૂર છે.
થોડા સમય મા ખિલ-ખિલાટ કરતો બગીચો શાંત થય ગયો. બધા ભુલકાવો પોતાના ઘેર જતા રહિયા, વૃધો ભી પોતાની ભેઠક સમેટવા લાગીયા, પંછી પોતાના માળા મા એક સુંદર મજાની નિદ્રા લેવા ચાલીયા ગયા અને પેલો અગ્નિ રૂપી ગોળા નો પ્રકાશ ધીરે- ધીરે નષ્ટ થય ગયો. વાતાવરણ એકધમ થી શાંત થય ગયું. અચાનક કોઈએ તમારા સુંદર સપના માંથી ખેંચી તમને અંધકાર ની ઓરડી મા લય ગયા હોય તેવું ભયાનક વાતાવરણ થય રહીયુ હતું.
જોતા ને જોતા આકાશ મા પેલા અગ્નિ રૂપી ગોળા નો પ્રકાશ નાના-નાના તારા સ્વરૂપે આખા આકાશ મા પથરાય ગયો. ચંદ્ર પોતાની જગિયા લય રહીયો હતો. તમરા નો અવાજ આ વાતાવરણ ને અલગ રાગ માં દોરી રહીયુ હતું. વાતાવરણ શાંત હતું જેનાથી હવનો અવાજ ભી કાને પડઘા પડતો હતો. અચાનક અંધકાર ની ઓરડી મા બલ્બ મળી ગયો હોય તેવું લાગિયું.
ખબર નહિ કેમ, બસ જે થાય છે તે સારા માટે!
લાગે-પડી, હારી-જીતી કઈ ભી થાય , એકજ સંભળાય વાત
ખબર નહિ કેમ, બસ જે થાય તે સારા માટે!
ના લાગે બીક, ના થાય સંકોચ,આ વાત ને પુનરાવર્તન કરતા
ખબર નહિ કેમ, બસ જે થાય છે તે સારા માટે!
રસ્તો ખબર નથી, નથી ખબર મંજિલ, પરંતુ છે વિચાર મનમાં
ખબર નહિ કેમ, બસ જે થાય છે તે સારા માટે!
નથી ગમતું કામ કે નહિ લાગતું મન, પરંતુ છે વિશ્વાસ
ખબર નહિ કેમ, બસ જે થાય છે તે સારા માટે!
પ્રકાશ નથી, નથી અંજવાળું, પરંતુ છે ઉમીદ
ખબર નહિ કેમ, બસ જે થાય છે તે સારા માટે!
સારું લાગશે કે નહિ, આવડશે કે નહિ ,જાણવું નહિ મારે આજ
ખબર નહિ કેમ, બસ જે થાય છે તે સારા માટે!
ભૂતકાળ બદલી નહિ શકું, નહિ જાણી શકું ભવિષ્ય
ખબર નહિ કેમ, બસ જે થાય છે તે સારા માટે!
કદાચ જીવન ટકેલું છે એક વાત પર
ખબર નહિ કેમ, બસ જે થાય છે તે સારા માટે!
યાદ રાખજો, ના ભૂલતા SMILE :)
ખબર નહિ કેમ, બસ જે થાય છે તે સારા માટે!
ઉમીદ ની જે એક રોશની ઈચ્છી, ત્યાં તો એક ખજાના રૂપી મોટો મળિયો! કદાચ સાચુજ કહેવાય છે, -
'ખબર નહિ કેમ, બસ જે થાય છે તે સારા માટે!!! '