UNTOLD THING - 14 in Gujarati Fiction Stories by DAVE MITAL books and stories PDF | વણકેહવાયેલી વાતો - ૧૪

Featured Books
Categories
Share

વણકેહવાયેલી વાતો - ૧૪

મિત્તલને ફોન આવ્યો હતો કે આશિષ અને મહેરને કોઈએ કિડનેપ કરી લીધાં છે!


હવે આગળ,,,,

હું હમેશાં બંને બાળકોનું ધ્યાન ખુબ રાખતી. રોનને વિડિયો ગેમ રમવાની ખુબ ટેવ હતી. અને જો વિડિયો ગેમ ન હોય તો મોબાઈલમાં કાર્ટુન જોયા રાખે. તેની આ ટેવ છોડાવા માટે મેં એને એક વાર પણ એમ ન કહ્યું કે તું ગેમ ન રમતો. પણ હું તેનો આખો દિવસ એટલો વ્યસ્ત કરી નાખતી કે તેને વિડિયો ગેમ રમવાનો સમય જ ન મળે!! સૌથી પેલાં તો તે ડે સ્કુલ માં જતો હતો તે બંધ કરાવી નવા વર્ષે મેં તેને ખાલી આઠ થી બાર ના પ્લે હાઉસમાં જ મોકલ્યો. તે પણ એટલે કારણકે દીદી કહીને ગયા હતા કે તેનું ભણવાનું છોડાવતી નહી. તે ખાલી ચાર વર્ષનો છે. આ ઉંમર રમવાની હોય પછી તો આખી જિંદગી બીજાના બોજા ઉપાડવાના જ છે! એટલે પ્લે હાઉસમાં તો ગયો પણ સમય ફેરવી નાખ્યો. પહેલાં તે આખો દિવસ સ્કુલ માં જ રહેતો. અને સાંજે ઘરે આવે તો વિડિયો ગેમ. હું કે ગમે તે તેને સ્કુલ મુકવા જતાં. હું મુકવા ગઈ હોય તો હંમેશાં સાઈકલ પર લઈને જતી. અને સાથે ઢીંગલી તો હોય જ. તે બંને સરખા બેસી શકે તે માટે પાછળ અને આગળ બને બાજુ સીટ નખાવી દિધી. પહેલાં તો તે સાઈકલ પર જવાની ના પાડયા કરતો. તેને મુકવા અને તેડવા હંમેશાં કાર આવતી! પણ પછી હું તેને મસ્ત ફેરવતી. એટલે ખુશી ખુશી બેસી જતો. લેસન કરવામાં પણ તે ખુબ હેરાન કરતો. તો એનો રસ્તો મેં એવી રીતે કર્યો કે રોને ઢીંગલીને પોતે જે શીખી ને આવ્યો હોય તે શીખવાડવાનું. એટલે સાથે સાથે પોતે લેસન પણ કરી લેતો. તે ખાવાનો ખુબ શોખીન છે. હું કાઈક નાસ્તો બનાવતી હોય કે કોઈ વાનગી બનાવતી હોય તો તરત નાનું ટેબલ લઈ મારી પાસે ઉભો રહી જાય. અને સવાલ પૂછ્યા રાખે કે આ શું કામ નાંખ્યું, આનું નામ શું છે, આનો ઉપયોગ ક્યાં થાય, વગેરે વગેરે. તે વિડિયો ગેમ રમવાનું કહે તો હું એમ કહેતી કે હા રમજે પણ પહેલાં જો તો તારા બધા નવા બનેલા ફ્રેન્ડ નીચે રમવા આવી ગયા હશે. તારે એમની સાથે નથી રમવું? અથવા એને કોઈ ઇન્ડોર ગેમ રમવા બેસાડી દેતી. અને જો કાઈ ન મળે તો હું વાર્તા કહેતી. અબ્દુલ અને શિવને તો કોઈ બંને બાળકો સાથે આખો દિવસ રમવાનું કહે તો પણ રમ્યા રાખે.

બંને છોકરાઓ ખુબ સવાલ કરતા. હું, અબ્દુલ અને શિવ હસતાં હસતાં બધા સવાલના જવાબ આપતાં. જેવા બાળકો અમારી સાથે વાતુ કરવાં આવે તો અમે અમારું કામ મુકી તેમને સાંભળતા. બાળકોને તમે કાઈક કહો તો તે કયારેય સાંભળે નહી તે બસ આપણું અનુકરણ કરે!! એટલે અમે કયારેય તેમની સામે ફોન લઈને બેસતા નહી. મારું કામ અને શિવ ના પ્રોજેક્ટ લેપટોપ પર હોય એટલે લેપટોપ પર કામ કરતા તો તે પણ તેમની સામે ઓછું.

આવી જ રીતે એક દિવસ હું રોનને તેડવા જઈ રહી હતી. ઢીંગલીને આગળ બેસાડી હતી. તે મારી સાથે વાત કરતા કરતા આજુ બાજુ જોઈ રહી હતી. ત્યાં તે આશિષને જોઈ ગઈ. તરત જોરથી રાડ પાડતાં તેને બોલાવા લાગી. ઢીંગલી બધાંને નામથી જ બોલાવતી. જ્યારે રોન મને માસી, અબ્દુલને અંકલ, મયંક તેનો મામા જ થાય એટલે પેરી તેની મામી, તો પ્રયાગ અને નાઝિયા તેના ચાચા-ચાચી. તે આશિષ અને શિવને ભૈયા કહી બોલાવતો.

ઢીંગલીનો અવાજ આશિષ સાંભળી ગયો. તે અમારી પાસે આવ્યો. તે મારા ઘરે જ જઈ રહ્યો હતો એટલે મેં તેને ઢીંગલી સોંપી દીધી. અને કહ્યું, "આ બંને સાઈકલ માં ભેગાં થાય એટલે બોવ મસ્તી કરે. મારે પછી ઘણુ ધ્યાન રાખવું પડે છે. એની કરતા તું ઘરે જ જાય છે તો ઢીંગલીને લેતો જા."

આશિષ પણ પોતાની બાઈક પર ઢીંગલી ને બેસાડતા બોલ્યો, "અરે એમાં શું! અમે બંને તો ચોકલેટ ખાતા ખાતા ઘરે જાશું. નહી મહેર?"

ઢીંગલી પણ ખુશ થતાં બોલી, "રોન ભાઈ કે લિયે ભી લેંગે."

આશિષ: હા, બધા માટે લેતાં જાશું.

તે બંને નીકળી ગયા. હું રોનની સ્કુુલે પહોંચી ગઈ. તેને છુટવામાં મોડું થયું. જેવો તે બહાર આવ્યો તો તરત મને ઊભી જોઈ ગયો. મારી પાસે દોડતા આવી બોલ્યો, "માસી ટેક માય બેગ."

મેં પણ હસતાં કહ્યું, "યસ માય સન. તારો દિવસ કેવો ગયો?"

રોન સાઈકલ પર આગળ બેસતા બોલ્યો, "ઈટ્સ નાઈસ માસી. ડું યુ નો વોટ હેપન્ડ ટુ ડે...."

હું તેને જ્યારે પણ તેડવા આવતી તેને હું આજ સવાલ કરતી અને તે પહેલાં આવી જ રીતે નાઈસ કહી આગળ બધું બોલતો. અમે ઘરે પહોંચ્યા તો બધા ખુબ ગંભીર ચર્ચા કરતા હોય તેમ વાત કરતા હતા. આજે બધાં એટલે જ ભેગાં થયાં હતાં. હું જેવી ગઈ તેવા બધાં તરત મને ચોંટી ગયા.

પેરી: મિત્તલ, સારું થયું તું આવી ગઈ. આ લોકોને સમજાવ કે હું જે કહું છું તે બરાબર છે. અને મારો મત છે કે.....

"અત્યારે કાઈ જ નહી. મને સખત ભુખ લાગી છે. પેલાં જમી લઈએ. પછી બધી ચર્ચા કરીશું." મેં પેરીની વાત વચ્ચે કાપતાં કહ્યું. અને રોનને પણ કહ્યું, "તું જઈ ચેન્જ કરી આવ. પછી જમી લઈએ."

મયંક પણ તરત બોલ્યો, "હું તો ક્યારનો કહુ છું કે પેલાં જમીએ, જમીએ. પણ કોઈ સાંભળતું જ નથી."

અબ્દુલ: પર મિસ દવે, આપકો ઈતની દેર કેસે હો ગઈ?

મિત્તલ: અરે રોન છૂટયો ન હતો એટલે. ઢીંગલી ક્યાં છે?

નાઝિયા: મિત્તલ, મહેર અહીં થોડી હોય! એતો તારી સાથે જ હોય છે.

શિવ: હા મિત્તલ, તું જ એને સવારે સાથે લઈ ગઈ હતી. ક્યાં મુકીને આવી??

મિત્તલ: ઢીંગલી મારી પાસે નથી. મેં એને આશિષને આપી હતી. તે મને, હું રોનને તેડવા જતી હતી ત્યારે રસ્તામાં મળ્યો. તે ઘરે જ આવતો હતો, એટલે મેં એની સાથે ઢીંગલીને મોકલી. આશિષ ક્યાં છે??

અબ્દુલ ગંભીર થઈ બોલ્યો, "વો દોનો ઘર નહી આયે હૈ! કહી ઔર જાને વાલે હોંગે, કુછ કહા થા આપસે??"

મેં તરત વિચારતાં કહ્યું, "આશિષ બધાં માટે ચોકોલેટ લેવા ઉભો રહેવાનો હતો. પણ કાઈ ચોકોલેટ લેતાં આટલી બધી વાર થોડી લાગે!! તે મને હું રોનને તેડવા જઈ રહી હતી ત્યારે મળ્યો. એટલે ઓછામાં ઓછું અડધો કલાક થઈ ગયો. એટલી વારમાં તો તે બે વાર પહોંચી જાય. કારણકે તેની પાસે બાઈક હતી.તે છે કયાં??

પ્રયાગ: પણ એક મિનિટ તે એકલો કેમ હતો? પેરી તું એને સાથે કેમ લઈને ન આવી? તમે બંનેને તો સાથે જ છૂટો છો ને!?

પેરી: મયંક આવી ગયો હતો મને તેડવા માટે. અને આશિષ ને હજી થોડીક વાર લેબમાં બેસવું હતું. એટલે મેં કીધુ હું જાવ છું તું પાછળ આવજે.

મયંક તરત વચ્ચે બોલ્યો, "કાઈ અમારી જવાબદારી થોડી છે. તું જ એને નાઝિયાની સાથે લઈને આવતો હોય છે. તો આજે પણ ફોન કરી પુછી લેવું હતું ને!!!"


નાઝિયા: અરે! ત્યારે તે ઘરે હોય છે એટલે અમારી સાથે આવતો હોય છે. અને તું પણ અમારી સામે જ રહે છે. તું પણ અમારી સાથે જ આવતો હોય છે. કેમ ભૂલી ગયો?!"

પેરી કાઈક હજુ બોલવા જાતી હતી ત્યાં અબ્દુલ વચ્ચે બોલ્યો, "વો અકેલે કયું આ રહે થે યે મુદ્દા નહી હૈ. ઉન્કો અભી ઘર પે હોના ચાહિએ થા, ઔર વો નહી હૈ. આપ સબ પ્લીઝ શાંત હો જાઈયે ઓર સહી મુદ્દે પર સોચિએ."

પ્રયાગ બોલ્યો, "સાચી વાત છે. હું એને ફોન કરું છુ ક્યાંય અટકી ગયો હશે તો ખબર પડી જશે."

શિવ તરત બોલ્યો, " હું હમણાં ફોન ટ્રેસ કરી લઉં છું."

પણ ના તો પ્રયાગનો ફોન લાગ્યો કે નાતો શિવ તેનો ફોન ટ્રેસ કરી શક્યો. કેમકે તેનો ફોન બંધ હતો. ફોનના આઈપી એડ્રેસ થી ફોન ટ્રેસ કરવાં લાગ્યો.

અબ્દુલ મારી પાસે આવ્યો. અને બોલ્યો, "ક્યાં હુઆ મિસ દવે? ક્યાં સોચ રહે હૈ આપ?"

મેં વિચારતા કહ્યું, "એક વ્યકિત આજ સવારનો મારી પાછળ હતો. પણ હું અને આશિષ મળ્યાં પછી તે ગાયબ થઈ ગયો. મને લાગ્યું કે ભ્રમ હોઈ શકે કેમકે મેં ચહેરો નોતો જોયો. ખાલી બાઈક જોઈ હતી. અને એવી મોડેલ વાળી બાઈક તો ઘણા પાસે હોય એટલે વધું વિચાર્યું નહી. પણ હવે મને કાઈક ગડબડ લાગે છે.!"

બધા ટેન્શનમાં આવી ગયા. પેરી અને મયંક તો તે રસ્તામાં એકવાર જોતાં આવીએ એમ પણ કહ્યું. ત્યાં મારા ફોનમાં એક ફોન આવ્યો. હું ચિંતામાં હતી એટલે ફોન કાપી નાખ્યો. ત્યાં પાછો વાગ્યો. આ વખતે મેં નંબર જોયા વગર ઉપાડી લીધો અને ગુસ્સામાં બોલી, "હેલો કોણ છે?"

ત્યાં સામેથી અવાજ આવ્યો, "વાહ તું તો ભારે ગુસ્સામાં છે! લાગે છે કે તને ખબર પડી ગઈ છે કે તારા પરીવારના બે વ્યકિત ગાયબ છે!!"

આટલું સાંભળતા જ મેં ફોન લાઉડ સ્પીકરમાં કર્યો. બધા નજીક આવી ગયા. રોન પણ ત્યાં જ હતો. શિવ તરત સોફા ઉપર પોતાના લેપટોપ પાસે બેસી ગયો. અમે બધાં તેની પાસે ગોળ ફરતે ઉભા હતા. મેં પૂછયું, "કોણ છે તું?"

સામેથી અવાજ આવ્યો, "મારા નામની ચિંતા ન કર. તે હું તને કહી જ દઈશ. તું ચિંતા તારા આ બે લાડલાઓની કર."

પેરી તરત ગુસ્સામાં બોલી, "એય મહેર કે આશિષ ને કાઈ થયુ તો તને ખબર નથી કે તે કોની સાથે બાથ ભીડી છે! તારું નામો નિશાન મટાડી દેશું."

ફરીથી ફોનમાંથી અવાજ આવ્યો, "ઓહ તું તો પેરી છો ને? અને આટલી બધી કોના નામ પર ઉછળી રહી છે! તારી ડાબી બાજુ ઉભેલા અબ્દુલને લીધે!!"

આટલું બોલતાં જ અમારાં બધાનાં કાન ચમકી ગયા. અમે ચારે બાજુ જોવા લાગ્યાં. તો તે ફરી બોલ્યો, "એમ ચારે બાજુ શું જુવો છો! હું તમને જોઈ શકું છું! કેવી રીતે તે નહી કહું!!"

પ્રયાગ બોલ્યો, "આશિષ અને મહેર ક્યાં છે? તે એમની સાથે શું કર્યુ?"

પેલાએ ફોન માં કહ્યું, " તે બંને મારી પાસે છે. મહેર તો ખાલી રડતી હતી તો એકવાર થપ્પડ મારી ચુપ કરાવી દીધી. અને આશિષ તો ખુબ ઉછળી રહ્યો હતો. તો તેને મારા કેટલાંક સાગરીતોએ સરસ પ્રસાદ આપ્યો. હવે તે પણ શાંત છે!!!"

આ સાંભળી હું સમસમી ગઈ. મેં મારી આંખો બંધ કરી દીધી. અને હાથની મુઠ્ઠીઓ ખોલ બંધ કરવાં લાગી. તેણે મારી દિકરી ને થપ્પડ મારી. અને આશિષ ને પણ માર્યો!! આ વાત સહન કરવાં લાયક બિલકુલ ન હતી. બધા તેની સાથે દલીલ કરી રહયા હતા. બધા ગુસ્સો કરી તેની સાથે વાત કરતાં હતાં. નાઝિયા પણ પોતાની ઉપર કાબુ ખોઈ બેઠી હતી. તે પણ ઉગ્ર થઈ બોલી રહી હતી. એટલે મેં પોતાના મગજને શાંત કર્યો. મેં શિવ સામે જોયું. તે કશું બોલ્યો ન હતો. તે નીચે બેસી પોતાના લેપટોપમાં મથી રહ્યો હતો. તેની આંખમાં આંસુ હતાં. તેણે રડતી આંખો સાથે હા પાડી એટલે હું વચ્ચે બોલી, "તારે શું જોઈએ છે તે બોલ. અને મારે ઢીંગલી સાથે વાત પણ કરવી છે. તેની પહેલાં હું તારી એકપણ શરત નહી માનું!!"

સામે થોડીક વાર શાંતી પછી ઢીંગલી નો અવાજ આવ્યો, "મમ્મી!" તે રડી રહી હતી.

હું તરત બોલી, "નહિ બેટા રડ નહી. જો મમ્મી અહીં જ છે. બેટા તું બહાદુર દિકરી છો ને મારી!! તો રડતી નહી હો બેટા."

ઢીંગલી હીબકા ભરતા ભરતા બોલી, "મમ્મી મુજે મારા! આશિષ કો ભી મારા. વો અબુલ.. કે જેસા... પુરા લાલ લાલ હો ગયાં હૈ.."

ઢીંગલીને અબ્દુલ ને જે વાગ્યું હતું તે યાદ આવી ગયું. એટલે તે એમ બોલી. રોન ત્યાં જ હતો. તે ફોન પાસે આવતાં બોલ્યો, "હેય મહેર! હાઈ, આઈ એમ રોન. યોર બ્રધર. ડોન્ટ વરી મહેર, યુ વિલ બી ફાઈન. પ્લીઝ ડોન્ટ ક્રાય. ઔર તુમ રોતી રહોગી તો આશિષ ભૈયા કો કૌન સંભાલેગા??"


હું તરત બોલી, "કરેક્ટ બેટા. તું એક કામ કર, તું આશિષની પાસે રહેજે. તેના ખોળામાં જઈ બેસી જા. હું હમણાં આવુ છું બેટા.."

ત્યાં પેલાંનો અવાજ આવ્યો, "વાહ તું તો ઘણી હોંશિયાર છો. તે તારી દિકરીને સમજાવી તો મારું કામ અડધું સહેલું થઈ ગયું. હવે તેને તો સાચવી નહી પડે. તે આશિષ પાસે જ છે એની ચિંતા ન કર તું! "

અબ્દુલ બોલ્યો, "બોલ ક્યાં ચાહીએ તુજે?"


પેલાએ જવાબ આપ્યો, "મિત્તલે મારી મોટી મોટી પાંચ ફેક્ટરી એમ કહી બંધ કરાવી કે તે પોલ્યુશન વધારી રહી છે. અને જે માપદંડ આપવામાં આવ્યા છે તે અમે પાળતા નથી. મિત્તલ ને કહે તેને લગતા જેટલા પોલ્યુશન કંટ્રોલ રિપોર્ટ કર્યા છે તે અને બધા પ્રૂફ મને આપી દે. અને અત્યારે જ પોલિસ માં જઈ કેસ પાછો લે. અને હા બધા રિપોર્ટ અને પ્રૂફ લઈને પેરી આવશેેતે પણ એકલી. એમા એવું છે કે અમને ખબર છે કે પેરી અહિંસાવાદી છે. તેનાથી અમને કોઈ ખતરો નહી રહેે, અને તે પણ અમે કહીએ ત્યાંં પ્રુફ મુકી દેશે. બધા કામો થઈ ગયા પછી અમે આશિષ અને મહેર ને છોડી દેશું. થોડીક વાર પછી ફોન કરીશ, પેરીને કયા આવવાનું તે કહેવા માટે. પણ અબ્દુલ તું કોઈ ચાલાકી ન કરતો. તારી ગુંડાગીરી મારી સામે નહી ચાલે!!"

આટલું કહી તેણે ફોન મુકી દીધો. બધા ચિંતામાં નીચે બેસી ગયા. હું રસોડા તરફ ગઈ. અને એક થાળી કરી રોન પાસે આવી, તેને મેં કહ્યું, "બેટા તું જમી લે!"

રોન હસતાં બોલ્યો, "ઈટ્સ ઓકે માસી. મેં મહેર કે સાથ ખાલુંગા."

હું તેની સામે હસતાં બોલી, "તો મારી સાથે નહી જમે? "
એમ બોલી એક બટકું મેં મોંઢામાં નાંખ્યું. મારાં આંખમાંથી તરત આંસુ નીકળ્યા. હું રોન સામે રડી ન પડું એટલે બીજુ બટકું પણ મોંઢા મા નાખી દીધું. રોન મારી ગળે ચોંટી ગયો. બધાના આંખમાં આંસુ આવી ગયા. અબ્દુલ પણ ઉંધો ફરી ગયો હતો. રોન ખુબ ડાહ્યો છે. તેણે મારી પાસેથી થાળી લઈ બધાંને એક એક બટકું ખવડાવી દીધુ. બધાંને થોડીક મિનિટો પેલાં ભુખ લાગી હતી. હવે કોઈને કશું સુજતું ન હતું.

હું તરત પોતાને સંભાળતા બોલી, " બસ, કોઈ ઢીલું નહી પડે. તેણે આપણા પરિવારને નુકશાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તેને નહી છોડીએ. તે આપણો અવાજ નથી સાંભળી શકતો. અને તેને અમુક ઘરનો ભાગ જ દેખાય છે. એટલે હવે તેનો ફરી ફોન આવે તેની પહેલાં કાઈક પ્લાન બનાવી લઈએ."

નાઝિયા: મિત્તલ તને કેમ ખબર કે તે આપણો અવાજ નથી સાંભળી શકતો?

મિત્તલ: જ્યારે મયંકે ગાળ બોલી તે પણ ફોનથી દુર રહી તો તે અવાજ ફોન થી તેને ન સંભળાયો. અને જો ઘરમાં ક્યાંય માઇક્રો ફોન કે માઈક રાખ્યા હોત તો તેણે સાંભળી લીધું હોત!! અને આમ પણ ઘરમાં એવી કોઈ વસ્તુ પ્લાન્ટ કરવી અઘરી વાત છે. તે એવું સાહસ ન જ કરે!

મયંક: પણ કેટલો ભાગ દેખાય છે અને કેટલો નહી તે કેમ ખબર પાડીશું?

શિવ થોડાક રડમસ અવાજે બોલ્યો, "તેણે આ ઘરની સામેના ઘરમાં કેમેરો લગાડેલો છે. કોઈ નહી હોઈએ ત્યારે કર્યુ હશે. તેની ફ્રિકવન્સી ખુબ હાઈ છે. એટલે જ ખાલી આપણો દરવાજો થોડોક જ ખુલ્લો છે તો પણ તે કેમેરાથી તે હોલનો મોટો ભાગ જોઈ શકે છે. અને બીજો કેમેરો આપણા ઘરની ગેલેરી ની બહાર જે થાંભલો છે ત્યાં લગાડેલો છે. તેવી જ રીતે રુમની ગેલેરીની બહાર પણ. જેથી આપણે બહાર જાઇએ તો તરત પકડાઈ જઈએ. અને હા, આ બિલ્ડિંગ અને સોસાયટીની આસપાસ પણ તેના માણસો ઉભા છે!!"

અબ્દુલ: આદમીઓ કો મેં સંભાલ લુંગા. આપ કેમેરા કા કુછ કર સકતે હૈ?

શિવ: કર ચૂકા હું!! તેણે લગાડેલા અને આપણી સોસાયટીના બધા કેમેરા મેં હેક કરી લીધાં. એક ક્લિક અને બધા કેમેરા બંધ!

"નહી, તું કેમેરા બંધ કરીશ તો થોડીક વારમાં તે સરખા કરી નાખશે. એની બદલે તું લુપ ગોઢવી નાખ." મેં તરત કહ્યું. "પણ હમણાં નુ નહી પેરી ડોક્યુમેન્ટ લઈને જાય પછીનો વીડિયો લુપ કરજે. એને એમ જ દેખાડશે કે આપણે બધા અહીં છીએ. પણ જ્યારે આપણે હશું નહી.!"

પેરી: તો મિત્તલ તું મને પ્રૂફ આપતી હોય તેવો ઢોંગ પણ કરવો પડશે ને !

મિત્તલ: એતો ઘરમાંથી કોઈપણ કાગળ કાઢી દઈ દઉં. એને કેમેરામાં થોડી દેખાશે!

મયંક: ના મિત્તલ. તે ખુબ હોંશિયાર છે. આપણા ઘરની ચારે બાજુ કેમેરા લગાડીને ગયો છે. તેને મૂર્ખ સમજવાની ભુલ ન કરાય.

નાઝિયા: અને આપણે સમયસર ત્યાં ન પહોંચી શક્યા તો પેરી ને પણ નુકશાન પહોંચાડી શકે.

મિત્તલ: પણ પ્રૂફ મારી પાસે નથી. તે મેં મારી ઓફિસમાં રાખ્યા છે. મારી સેક્રેટરીને જ ખબર છે. હું એને ફોન કરી કહી દઉં કે તે બધા ડોક્યુમેન્ટ પેરીને આપી દે.

મેં મારી સેક્રેટરીને ફોન કરી જણાવી દીધું. પછી બધા આગળનું વિચારી રહ્યા હતા.

મારે પાછું કેસ પાછો ખેંચવા પોલીસ સ્ટેશન જવાનું હતું. ત્યાં મને મારી બાજુ વાળા પાડોશી યાદ આવ્યાં. પેલાનો ફોન આવ્યો, અને કોઈ મેટ્રો ટ્રેનના સ્ટેશને આવાનું કહ્યું. પેરી કાર લઈ ચાલી નિકળી. અને હું પણ એક બીજી કારમાં રોનને લઈ પોલીસ સ્ટેશન ગઈ. તો અમારી બાજુમા રહેતાં ભાભીએ મારી પાસે લિફ્ટ માંગી. અને રસ્તામાં ઉતરી જશે એવું કહ્યું. પેલાના માણસો ત્યાં ઊભા હતાં. તેમણે મને હા પાડી એટલે મેં ભાભીને અંદર લઈ લીધાં.

પણ હવે મેં તેમનાં ઈરાદા ઉપર યુ ટર્ન મારી દીધો. મારી જગ્યાએ બાજુના ઘરમાં રહેતા ભાભી રોનને લઈ પોલીસ સ્ટેશન ગયા. હું રસ્તામાં ઉતરી ગઈ!! અબ્દુલ મુખ્ય દરવાજેથી જ બહાર નિકળ્યો અને ત્યાં ઉભેલા બધા લોકોને મારી મારી અધમૂઆ કરી નાખ્યાં. ત્યાંનું અબ્દુલ પોતે સંભાળી લેશે એમ કીધુ એટલે મયંક, નાઝિયા, પ્રયાગ અને શિવ આશિષ અને ઢીંગલીને બચાવા ચાલ્યાં ગયાં. હું પેરીની પાછળ ગઈ. પોલીસ સ્ટેશન બહાર ઊભેલા તેના માણસોએ કહી દીધું કે હું ત્યાં છું. પણ અમે કોઈ તેની મુજબ હતા જ નહી!!


પેરીની સામે જ્યારે પેલાં લોકો આવ્યા. તો હું ત્યાંથી થોડે દુર ઊભી હતી. તેમાં એક માણસ પેરી તરફ આવ્યો અને હાથ લંબાવ્યો. પ્રૂફ અને બધાં રીપોર્ટ આપવાં કહ્યું.
પેરી હસી પડી. અને બોલી, " બેટા ખુબ પસ્તાવાનો છે તું!! ઘણી મોટી ભુલ કરી નાખી. તને ખબર પણ છે કે હું મારા બોયફ્રેન્ડ મયંક કરતા વધુ પ્રેમ આશિષને કરું છુ. અને તે તો જાણે ઠીક પણ તે એક માં ની દિકરીને કિડનેપ કરી!! ભારે હિંમત વાળો તું તો!!!"

પેલો ગુસ્સામાં બોલ્યો, "એય છોકરી, હું અહીં ભાષણ સાંભળવા નથી આવ્યો. ચુપચાપ બધા કાગળિયાં મને આપ. નહિતર મારો એક ફોન તારા આશિષને મારી નાખશે. સમજી??"

પેરી ફરી હસી પડી અને ચાલવા લાગી. તે ચાલતાં ચાલતાં સ્ટેશનની બહાર નીકળી ગઈ અને તેની પાછળ આવેલા ભાગમાં ગઈ. પેલાં બધા તેનો પીછો કરી તેની પાછળ આવ્યા. તે ઓછામાં ઓછાં દસ જણા હતાં. હું પણ પાછળ પાછળ ગઈ. પેરી ત્યાં ઊભી રહી ગઈ.

પેલાં માંથી એક જણાએ ફરી કહ્યું , "ભાગીને ક્યાં જાઈશ. અમે તને મારી નાખશું. ઊભી રહી જા."

પેરી તેમની તરફ ફરી અને બોલી, "અરે રે!! હજી સમજી ન શકયો તું! તું મને એક વાત કહે, મિત્તલનું ઘર કે જ્યાં અમે બધા હતા. ત્યાંથી અહીં આવતાં કારમાં કેટલો સમય લાગે અને મને કેટલો સમય લાગ્યો!! હું જાણી બુઝી સમય બગાડીને અહીં આવી છું. અને તને શું લાગે છે હું એકલી છું અહીં!

હું તેમની પાછળ ખુબ સરસ રીતે ઉભી રહી. તેઓ કાઈ કરે એની પહેલાં બધાને મેં પછાડી દીધા. અને પેરીને લઈ સીધી આશિષ અને ઢીંગલીને જ્યાં રાખ્યાં હતાં ત્યાં ગયા. બાકી બધા પહોંચી ગયાં હતાં. તેઓ છુપાઈને ઉભા હતા. અમને જોઈ ગયાં એટલે શિવ તરત બોલ્યો, "મિત્તલ, અમે અંદર જવાના હતા. પણ મેં કેમેરામાં જોયું, ટોટલ ચાલીસ લોકો છે. અને આશિષ અને ઢીંગલી કોઈ અંદર ના રુમમાં છે."

મિત્તલ: ઓકે નો પ્રોબ્લેમ. અબ્દુલ ક્યાં છે?

મેં ત્યાં અબ્દુલને ન જોયો એટલે તરત પૂછયું.

મયંક: તે ત્યાંના માણસોને હેન્ડલ કરવાં રોકાઈ ગયો. કોઈ અહીં આવીને કે ફોન કરીને બોલી ન જાય એટલે તે ત્યાં છે.


મિત્તલ: પેરી અંદર જા. અને થોડીક વાર વાતુ કરતા કરતા બધાંને પોતાની તરફ ખેંચી લેજે. જેથી અમે પાછળ થી જઈ શકીએ. સમજી?
પેરીએ હા પાડી. અને મેઈન ડોરથી સીધી અંદર ગઈ. ત્યાં તેને આવેલી જોઈ બધા આશ્ચર્ય માં ડુબી ગયા. તેમનો લીડર અને જેની કંપનીઓ મેં બંધ કરાવી છે તે ત્યાં જ હતો. તેનું નામ ક્રિષનન યુથૂપ છે.
તે તરત પોતાના માણસોને કહેવા લાગ્યો, " આ અહીં શું કરે છે! તેને તો અત્યારે મેટ્રો સ્ટેશને હોવું જોઈએ. અને તેની પાસેથી સબૂત લેવાં ગયેલાં આપણા માણસો ક્યાં છે?"

પેરી તરત વચ્ચે બોલી, "તે જ તો મને અહીં લઈને આવ્યા. તેમણે કીધું કે હું તેમની સાથે નહી આવુ તો તે મહેરને નુકશાન પહોંચાડશે. અને જો મારે લીધે મહેરને કાઈ થયું તો મિત્તલ કે બાકી બીજા બધા મને માફ નહી કરે. એટલે હું અહીં કાઈ પણ બોલ્યાં વગર આવી ગઈ."

ક્રિષનન બોલ્યો, "તે લોકોમાં પણ મગજ નથી. જેટલું કીધું હોય તેટલું કરે નહી. અને આને આમ હાથ પગ બાંધ્યા વગર લાવાતી હશે. આંખ પર તો પાટો બાંધવો હતો. તે આપણો અડ્ડો જોઈ ગઈ. હવે આ અહીંથી ક્યાંય નહી જાય."

પેરી હસતાં બોલી, "ચિંતા ન કરો. હું આશિષ અને મહેરને લીધા વગર તો જઈશ પણ નહી. "

તેણે પેરી સામે ગુસ્સો કરતાં કહ્યું, "પેલાં સબૂત અમને આપ. પછી જેને લઈ જવા હોય તેને લઈ જજે."

પેરી બોલી, "મારે પેલાં તે બંનેને જોવા છે. તેમની પાસે જવું છે મારે."

ક્રિષનને કીધું, " તું એની પાસે નહી જાય. તેમને અહીં બોલાવી લઉં છું. "

તેણે પોતાના માણસોને ઈશારો કર્યો. એટલે બે જણાં ગયા. અને આશિષ ને ટેકો આપતાં બહાર લેતાં આવ્યા. તેને ખુબ વાગ્યું હતું. ઢીંગલી તેનો હાથ પકડી બાજુમાં ચાલી રહી હતી. પેરીને જોઈ ઢીંગલી તરત દોડવા ગઈ પણ તેને રોકી લીધી. અને ફરી સબૂત માંગ્યા.

પેરી તેની પાસે ગઈ અને પેલાં ક્રિષનનની એકદમ નજીક ગઈ. અને બોલી, " હે મહાવીર સ્વામી! માફ કરજો." અને આટલું બોલતાં જોરથી થપ્પડ મારી દીધી. પેરી એક જૈન ધર્મી છે. તેનામાં હિંસા નું તત્વ બિલકુલ નથી. પણ આજે તેણે કોઈક ઉપર હાથ ઉઠાવ્યો. અને એકવાર નહી બીજી વાર પણ માર્યું. બે બે થપ્પડ ખાઈને પેલો એકદમ ગુસ્સે ભરાઈ ગયો. તેના માણસોએ તરત પેરીને પકડી લીધી.

પણ પેરી ગુસ્સામાં બોલી, " અબે છોડ મને!"
તે એટલી ગુસ્સામાં બોલી કે પેલાં લોકોએ તરત છોડી દીધી. એટલે ફરી પેરી બોલી, "અરે એ ગાંડા! પોતાને હોશિયાર ગણે છે તું! ઘરની ચારે બાજુ કેમેરા લગાડ્યા તો તે યાદ ન રહ્યુ કે અમારાં પરિવારનો એક વ્યકિત તે કેમેરાને લુપ પણ કરી શકે છે! અને તું કેમ ભુલી ગયો કે અમારાં પરિવારની ઢાલ અબ્દુલ છે. અબ્દુલના હોવા છતાં તે આશિષને આટઆટલું માર્યું અને તે આ વાતનો ગુસ્સો તારા માણસો ઉપર નહી ઉતારે!! અને તું બાકીના બધાં લોકોને ભુલી કેવી રીતે શકે!! હું આ બધી વાતો એટલે કરું છુ કેમકે ત્યાં સુધી તારા અહીં રહેલાં ચાલીશ માંથી દસ જ વધે."

આટલુ કહી તે તરત આશિષ પાસે ગઈ. ઢીંગલીને તેણે તેડી લીધી. અને આશિષને ટેકો આપતાં લઈ જવા લાગી.
તો તેને જેવી રોકવાનો પ્રયત્ન કર્યો ત્યાં અમે બધા પેરીની આગળ આવી ઉભા રહી ગયા. પાછળથી અબ્દુલ એક ટ્રેક્ટર જેવું લઈને આવ્યો અને સીધું અંદર નાંખ્યું.

અને બોલ્યો, "યે લો તુમને હમારે પીછે જીતને આદમી ભેજે થે સબકો લે આયા. ચલ અબ દિખા અપના પાવર."

ટ્રેક્ટર માં માણસો અઘમરેલી હાલત માં હતાં. તે કોઈ ઊભા પણ થઈ શકે તેમ નથી.

શિવ ની ગણતરી ખોટી હતી. ત્યાં ચાલીસ નહી પણ પચાસ હતાં. પેલાએ હુકમ કર્યો અમને મારવાનો. ત્યાં આશિષે મારું નામ લીધું. હું તરત તેની પાસે ગઈ. અને અબ્દુલ પણ ત્યાં આવ્યો. આશિષ પોતાના ખીચામાંથી એક પેન ડ્રાઈવ કાઢી અને એકદમ ધીમા અવાજે બોલ્યો, " આ લોકોએ કુલ ત્રણ જગ્યાએ કેટલીક છોકરીઓને પકડીને રાખી છે. તે ક્યાં છે તેનાં એડ્રેસ અને આ કાંડ ના હેડ, તેમનાં બીજા માણસો, બધાનાં નામ એમાં છે. એક કલાકમાં બધી જગ્યાએથી ટ્રક ઉપડી જશે તો કોઈ છોકરી નહી બચે. તેમને વિદેશમાં વેચી નાખવામાં આવશે. બચાવી લે મિત્તલ! તેમને ખબર નોતી એવી રીતે મેં ડેટા ચોરી લીધો."

પેરી તરત બોલી, "ત્રણ ત્રણ જગ્યાએ એકસાથે કેવી રીતે પહોંચશો?"

અબ્દુલ બોલ્યો, "મેરે આદમી પહોંચ જાયેંગે. "

મિત્તલ: તે આ ડેટા અહીંથી ચોર્યો?

આશિષ: હા મને જ્યા રાખ્યો હતો તેની બાજુમાં કોઈ રુમમાં કમ્પ્યુટર છે તેમાંથી.

મિત્તલ: પેરી, આશિષ કઈ બાજુ હતો?

પેરી: આ લોકો તેને જમણી બાજુથી લાવ્યાં હતાં.

મિત્તલ: ઓકે, પેરી તું નીકળ બંનેને લઈને. અહીં અમે સંભાળી લઈશું.
ત્યાં ઢીંગલી તરત પેરીના ખોળામાંથી નીચે ઉતરી ગઈ અને મારી પાસે આવી ને બોલી, "મેં તેરે સાથ રહુંગી."

અબ્દુલ કોઈને પણ અમારી પાસે આવા નોતો દેતો. હું ઢીંગલી પાસે નીચે બેસતા બોલી, "બેટા, હું પ્રોમીસ કરું છુ. એક કલાકમાં આપણે એક સાથે ઘરે હશું અને જમતા હશું. તું અત્યારે પેરી સાથે જા."

ઢીંગલી ફરી બોલી, "નહી, મેં નહી જાઉંગી."

મિત્તલ: બેટા, તારા રોન ભાઈ, તારી રાહ જુવે છે. તું આવીશ તો જ જમશે, એવું એણે કીધું હતું. તને ગમશે કે તે તારે લીધે ભુખ્યો રહે. બેટા માની જા. "

ઢીંગલી રડતાં રડતાં પેરીનો હાથ પકડી ચાલવા લાગી. પેરીએ મને આશ્વાસન આપ્યું. અને તે નીકળી ગઈ. મેં જોરથી રાડ પાડી, "ફ્રેન્ડસ્ રેડ એલર્ટ." અને શિવ પાસે જઈ તેને પેન ડ્રાઈવ આપીને કીધું, "આમા અમુક એડ્રેસ છે. તે જલ્દીથી કાઢ અને અબ્દુલને લખાવ. કમ્પ્યુટર જમણી બાજુ છે. અબ્દુલની પાછળ જા."

બાકી બધા તો ક્યારનાં લડી રહ્યા હતા. શિવને કોઈ રોકે નહી તે માટે હું તેની સાથે રહી. અમે લોકોએ બધાંને પકડી પકડીને બાંધી દીધાં. ત્યાં અબ્દુલ પણ કામ થઈ ગયું તેવો ઈશારો કર્યો. મારાં ઘરની બાજુમા રહેતાં ભાભી પોલીસ સ્ટેશન ગયા હતા. તે ગમે ત્યારે પોલીસને અહીં મોકલી શકે છે. એટલે અમે બધાં ત્યાંથી કોઈ ભાગી ન શકે અને બધા સબૂતની સાથે પકડાઈ જાય તેવી રીતે ગોઠવી અમે ત્યાંથી ભાગ્યા. અને સીધા ઘરે આવ્યા. ડાડ પહોંચી ગયા હતા. અને આશિષને પટી પણ લગાડી દીધી હતી. શિવ તો સીધો તેને ગળે ચોંટી ગયો. પેરી, નાઝિયા, પ્રયાગ અને મયંક પણ ગળે ચોંટી ગયા. ઢીંગલી તો ક્યારની મારી પાસે આવી ગઈ હતી. તે અને રોન બંને મને બાઝી પડ્યા. પછી હું બધાંને એમ જ મુકી મારા પાડોશીના ઘરે ગઈ. ભાઈ - ભાભી બહાર જ ઉભા હતા. અને તેમની મમ્મી પણ. જે હંમેશાં અમારાં ઘરમાં જોયા જ રાખતા હોય, આજે તેઓ ખુબ કામ આવ્યા હતાં. એટલે તેમનો આભાર માનવા ગઈ. મેં હાથ જોડી કહ્યું, "તમારો ખુબ ખુબ આભાર. આજે તમે હેલ્પ ન કરી હોત તો કદાચ આજે મારો પરિવાર આટલો ખુશ ન હોત. મેં એક ઈશારો કર્યો અને તમે સમજી ગયાં કે મારે તમારી મદદની જરૂર છે."

ભાભી તરત બોલ્યાં, "કેવી વાત કરે છે મિત્તલ! મેં કાઈ નથી કર્યું. અને તે મારી ફરજ છે. મેં કોઈ ઉપકાર નથી કર્યો તારી ઉપર. "

ત્યાં તેમનાં સાસુ બોલ્યાં, "પાડોશીઓ ખાલી પોતાના પાડોશના ઘરમાં શું થાય છે અને શું નહી તે જોવાનું જ કામ નથી કરતાં. જરુર પડે ત્યારે મદદ માટે ઉભા પણ રહે છે. "

મારી આંખમાં જળજળિયા આવી ગયા. મેં કહ્યું, "બધા મારી અને અબ્દુલ વિશે કંઈ પણ બોલતાં હોય છે. મને લાગ્યું કે તમે તેને વધારે હવા દેતાં હશો. તમારાં વિશે ખરાબ વિચારવા બદલ માફ કરજો. "

માજી ફરી બોલ્યાં, "મને તો પેલાં દિવસથી ખબર છે કે અબ્દુલ તારો કાઈ નથી લાગતો. આ ઘરમાં ભેગાં રહો છો એની સીવાય કાઈ નથી. પણ લોકો બોલતાં હતાં અને તું કોઈને ચુપ નોતી કરાવતી તો મેં પણ કાઈ ન કહ્યું."

હું હસી ફરી તેમનો આભાર માની ઘરમાં અંદર આવી. ડાડ બધાંને ખીજાતા હતા. બધા નીચું માથુ રાખી સાંભળી રહ્યા હતા. આવડું મોટું જોખમ લીધું અને કોઈ મોટાઓની સલાહ ન લીધી. એટલે તેઓ બોલી રહ્યા હતા. આશિષને નોર્મલ ઈંજરી થઈ હતી. તે તો અઠવાડિયા માં સારો પણ થઈ જશે. મેં ડાડને સોરી કહી સમજાવ્યા. અને તેમને મનાવી લીધા.

ડાડ દવાઓની સલાહ આપી જતાં રહ્યા. બધાંને થોડું ઘણું વાગી ગયું હતું. બધાંની ટ્રીટમેન્ટ થઈ ગઈ હતી. હું તરત રસોઈ ગરમ કરવા ગઈ. અને બધાંને જમવા બેસાડ્યા. આશિષ હોલમાં જ હતો. બંને બાળકોને જમાડતી ગઈ અને હું પણ જમી. પછી બંને છોકરાઓને સુવડાવી દીધા. ઢીંગલી મને એક મિનિટ પણ મૂકતી ન હતી. તેને સુવડાવી જરૂરી હતું. તે આ ઘટનામાંથી બહાર હજુ નીકળી ન હતી. તે સુઈ ગઈ પછી હું રુમમાંથી બહાર આવી. રુમ બંધ કરી દીધો. પછી આશિષ ને પૂછયું કે થયુ શું? એટલે આશિષ બોલવા લાગ્યો.

આશિષ: રસ્તામાં ટ્રાફીક જામ થઈ ગયો હતો. એટલે હું જોવા માટે નીચે ઊતર્યો. ત્યાં કોઈ પાછળથી આવી મહેરને કલોરોફોમ સુંઘાડી બેભાન કરી લઈ જતાં હતા. હું જોઈ ગયો, એટલે જેવી રાડ પાડવાં ગયો તેવો કોઈક નો હાથ પાછળથી આવતો હોય અને તેના હાથમાં પણ કલોરોફોમ હતું, તે મને તેની સુગંધ થી ખબર પડી ગઈ. ત્યાં તેના જ માણસો હતા. હું લડી શકું તેમ હતો નહી. જો લડું તો પણ ખુબ ખરાબ હાલતમાં હારી જાવ. એટલે મેં તેનું કલોરોફોમ સૂંઘી લીધું છે અને બેભાન થઈ ગયો છું તેવુ નાટક કર્યુ. જ્યારે મેં મારું નાક બંધ કરી દીધું હતું. પછી તે લોકો અમને ક્યાં લઈ ગયા છે તે મેં જોઈ લીધું. મને અને મહેર ને એક રુમમાં રાખી બધા બહાર ચાલ્યાં ગયાં. રુમનો દરવાજો પણ બંધ ન કર્યો. તે લોકો ઓવર કોંફિડન્સ માં હતા. તેનો મેં સરખો ફાયદો ઉપાડ્યો. જ્યારે સલામતી લાગી ત્યારે ધીમેથી બહાર નીકળ્યો. તે લોકો ત્યારે કોઈ ગંભીર વાત કરતા હતા. એટલે કોઈનું ઘ્યાન મારી ઉપર ન હતું. મેં ત્યાં એક કમ્પ્યુટર જોયું. મારી પાસે કશી વસ્તુ તો તેમણે રહેવા દિધી ન હતી. એટલે મને શિવનો મેઈલ આઈડી મોઢે યાદ હતો. તેનામાં મેઈલ કરી દઉં તો તમને લોકોને મારી લોકેશન મળી જાય. ત્યાં મેં કમ્પ્યુટરમાં જોયું તો પેલી બધી માહિતી મળી ગઈ. મેં તરત આજુ બાજુ જોયું. તો એક પેન ડ્રાઈવ મળી અને બધી માહિતી કોપી કરી લીધી. ત્યાં કોઈક મને જોઈ ગયું. મેં પેન ડ્રાઈવ ને છુપાડી દીધી અને મેલ કરતો હોય એમ ઢોંગ કરવા લાગ્યો. એટલે તે લોકોએ મને માર્યો. આ બધા અવાજમાં મહેર ઉઠી ગઈ અને રડવા લાગી. કોઈ રીતે ચૂપ થતી ન હતી. એટલે તેને થપ્પડ મારી. સોરી મિત્તલ, પણ ત્યારે હું મહેરને બચાવી ન શક્યો. પણ પછી તેણે મારું ઘણુ ધ્યાન રાખ્યું. તે જ એને કહયું છે એમ કીધા રાખતી હતી. પછી તો તમે લોકો આવી ગયા.

નાઝિયા : અબ્દુલ, તે છોકરીઓ સેફ તો છે ને?

અબ્દુલ: હા. હમ લોગ યહાં ઘર પે પહોંચે, ઔર સારે ટ્રક કે સાથ વહા પે જીતને આદમી થે વો સબ પોલીસ સ્ટેશન કે બહાર પહોંચ ગયે થે. મેને અપને બહોત લોગો કો ભેજા થા. ઔર સાફ કહા થા કી તુમ્હારે બારે મેં કીસીકો પતા નહી ચલના ચાહીયે. ઈસ બાત કા ઉન સબને પુરા ખ્યાલ રખા.

શિવ: અને મેં મીડિયાને ફોન કરી દીધાં. બધી મીડિયા અત્યારે તે જ કવર કરતાં હશે. અને આપણે જ્યાં આશિષ ને બચાવા ગયા હતા. તેનું લોકેશન પણ મીડિયાને મોકલી દીધું હતું. એટલે કોઈ પોલીસવાળો કે પછી બીજુ કોઇ પણ તેમને બચાવાનો પ્રયત્ન ન કરી શકે.

પ્રયાગ: હા અને છેલ્લે ત્યાંથી નીકળતા વખતે મેં જ આખી જગ્યા ઉપર પાણી નાખી દીધું હતું. એટલે આપણા ફિંગર પ્રિન્ટ મળે નહી.

પેરી: હા પણ, શિવ અને અબ્દુલ જે રુમમાં હતા ત્યાં થોડી પાણી નાંખ્યું હતું. ત્યાં તો ફિંગર પ્રિન્ટ રહી ગયા ને !

અબ્દુલ: નહી નહી. મેને હર જગહ રૂમાલ સે સાફ કર દી થી. ઔર શિવાય સર અગર કહી છૂતે તો ઉસકો ભી સાફ કર દિયા થા.

શિવ: હા પણ, પછી તો હું પણ ધ્યાન રાખતો હતો. પછી હું મારાં રૂમાલ વડે જ અડતો હતો.

પેરી: પણ આશિષની બેગ અને મહેરની વસ્તુઓ, તે ત્યાં રહી ગઈ?

શિવ: ના ના. તે પણ અમે લઈ આવ્યા. હું જોઈ ગયો હતો.

નાઝિયા: પણ મિત્તલ, આપણે ખોટા ભાગ્યા! આશિષ અને મહેરના કીડનેપિંગ ના કેસમાં તેમને સજા કરાવી શક્યા હોત.

મયંક: અરે નહી નાઝિયા! જો ખાલી તેને કીડનેપિંગ ના કેસમાં સજા થાય તો તે આરામ થી છુટી જાય. પણ તેની વિરુદ્ધ ત્યાં એટલાં સબૂત છે કે હવે તે બચી નહી શકે. બરાબર ને મિત્તલ?

મારી બદલે મયંકે જવાબ આપ્યો. અને પછી મને બોલાવી રહ્યો હતો. પણ મેં મયંકને જવાબ આપવાંને બદલે પ્રયાગને પૂછયું, "પ્રયાગ, તેને ફાંસી ની સજા થશે કે નહી?"

પ્રયાગ તરત બોલ્યો, "ના. શક્ય જ નથી. વધીને ઉંમર કેદની સજા થઈ શકે. થોડો ઘણો જૂર્માના ભરવો પડશે. એનાથી વધુ આકરી સજા પણ નહી થાય. તો ફાંસીની વાત જ દૂર રહી."

મિત્તલ: અને આપણે એટલાં સ્ટ્રોંગ પ્રૂફ આપીએ તો??

શિવ: તો પણ શક્ય નથી મિત્તલ! આપણે ભારતમાં રહીએ છીએ. જો એને ફાંસી ની સજા થઈ તો માનવ અધિકારવાળા તરત ઉભા થઈ જશે. અને તેને બચાવી લેશે.

આશિષ: ત્યાં સુધી વાત પહોચશે જ નહી. તેને ફાંસી ની સજા થઈ તો તે સજા માફ કરવા માટે ફરી કોર્ટમાં અપીલ કરશે. અને જો તેમ પણ ન થયું તો આપણા દેશના રાષ્ટ્રપતિને લેટર લખીને માફી આપવા કહેશે. એથી તો તે વધુ સિમ્પથી મેળવશે.

મેં ફરી કહ્યું, "પણ જો તે દેશદ્રોહી કે પછી આતંકવાદી સાબિત થયો તો તો ફાંસી થશે ને?"

પ્રયાગ વિચારી બોલ્યો, "નહી થાય. અને માની લે કે તેની ફાંસી કન્ફોરમ થઈ ગઈ તો પણ આપણા દેશમાં હજી એવાં ઘણા લોકો છે કે જેની ફાંસી બાકી છે. તેમને ફાંસી દેવાય પછી આનો વારો આવે ત્યાં સુધીમાં તો તે એમ જ મરી જશે!!! કાઈ યંગ તો છે નહિ તે!!"

અબ્દુલ તરત વચ્ચે બોલ્યો, "મિસ દવે, આપ ઉસે મારના ચાહતે હૈ ના? મેં કર દેતાં હું! કુછ લોગ ભેજુંગા ઔર વો લોગ જેલમે જાકર ઉસે માર દેંગે. બાતહિ ખતમ!!"
હું તેને જવાબ આપું તે પેલાં નાઝિયા બોલી, "એક મિનિટ, બધા શાંત થઈ જાવ પ્લીઝ. અબ્દુલ તું એવું કશું નહી કરે. અને મિત્તલ, મને ખબર છે કે તને ખુબ ખોટું લાગ્યું છે. તારી દિકરીને કીડનેપ કરી, આપણા બેસ્ટ ફ્રેન્ડને આટલો માર માર્યો. અમને બધાંને આ બાબતનો ગુસ્સો છે જ. પણ એનો અર્થ એ નથી ને કે આપણે તેને મારી નાખીએ! તું એવું કાઈ નહી કરે, મિત્તલ!"

હું બોલી, "નાઝિયા તું મારી વાતોને ઉંધી લઈ રહી છે. હું ગુસ્સે નથી. મારું મગજ એકદમ શાંત છે. અને હું તો મહાદેવનો આભાર માનું છુ કે તેમણે આશિષ અને ઢીંગલીને કીડનેપ કરાવડાવ્યુ."

પેરી: હે સ્વામી! આ છોકરી ગાંડી થઈ ગઈ છે!!

હું ચિડાઈ ગઈ. હું બોલી, "અરે યાર, તમે લોકો મને હંમેશા ગાંડી જ શું કહેતાં હોય છો?! મારામાં મગજ છે!"

અબ્દુલ બોલ્યો, "હર જીનીયસ કો લોગ પાગલ પેહલે સે સમજતે આયે હૈ. આપ ખુદ અપની બાત સમજા દીજીયેના સબકો."

હું શાંત થઈ અને બોલી, "જુઓ, જો આશિષ ત્યાં પકડાયો ન હોત તો આપણે કયારેય પેલી છોકરીઓને બચાવી ન શકયા હોત. આશિષને કેમિકલ માં વધારે ખબર પડે છે. તેની જગ્યાએ આપણે કોઈ હોઈએ તો આપણે બેભાન થઈ જાય પણ આશિષ ન થયો અને એને લીધે જ તે પેલાં કમ્પ્યુટર માં બધું જોઈ શક્યો. અને હું તો એ વાતે પણ ખુશ છું કે ત્યારે તેની સાથે ઢીંગલી હતી. જો કોઈ બીજુ હોત કે તે એકલો હોત તો લડી લેવાની વૃત્તિ રાખત. અને કદાચ આપણી સુધી માહિતી ત્યારે જ પહોંચાડી દિધી હોત. તો આપણે તેને રસ્તામાં જ બચાવી લીધા હોત. પણ ઢીંગલી પકડાઈ ગઈ તો તેણે પણ તેની સાથે જવું પડ્યું. નહિતર આપણને કયારેય ખબર પડે જ નહી કે આટલી બધી છોકરીઓને આમ ભર બપોરે બધાનાં આંખની નીચેથી લઈ જતા હશે. ત્યાં ત્રણસો છોકરીઓ હતી. દરેક ટ્રક માં સો. આ વાત સમજાય છે તમને લોકોને? આવી રીતે એણે પેલાં કેટલી છોકરીઓને મોકલી દીધી હશે, વેચી નાખી હશે, અને કોણ જાણે શું કર્યુ હશે. એટલે હું ઇચ્છુ છું કે તેને કાનૂની રુપે સજા થાય અને જેવી તેવી નહી ફાંસી જ!!"

મયંક નિરાશાથી બોલ્યો, "મિત્તલ તેને ફાંસી નહી થાય. તે ખુબ મોટો માણસ છે. હંમેશા માનવ અધિકાર વાળા આવા લોકોને બચાવવા પહોંચી જાય જ છે. પછી ભલેને તેના લીધે બીજા હજારોના માનવ અધિકાર ભંગ થયો હોય તો પણ તે વ્યકિતને બચાવશે જ. અને મિત્તલ તને સાચે કોઈ ફર્ક નથી પડતો કે આપણા ફેમીલી ઉપર અટેક થયો તો?"

મિત્તલ: અરે એમાં શું થઈ ગયું! આપણે કામ જ એવાં કરીએ છીએ કે દોસ્તો ની સાથે સાથે દુશ્મન પણ બને છે. અને તું ચીંતા ન કર. હું બદલો તો લઈ લઈશ. પણ ખાલી અપહરણ માટે તેને મારી તો ન નાખી શકું ને ! હું તેનાં બધા ધંધા બંધ કરાવી દઈશ, તેની પાસેથી બધો પૈસો ઝૂંટવી લઈશ, તેનો પાવર ચાલ્યો જશે. પણ તે બધું ખાલી અપહરણ માટેની જ સજા છે. અને જે તેણે દેશની સ્ત્રીઓ સાથે કર્યુ તેનું શું? અત્યારે ઢીંગલી નાની છે એટલે આપણી સાથે જ રહે છે. કાલે તે જેમ જેમ મોટી થતી જશે તેમ તેમ તે એકલી જ બધી જગ્યાએ જશે. ત્યારે આપણે તેને થોડી રોકી શકીશુ! અને રોકવાનો પ્રયત્ન કર્યો કે પછી ચોવીસ કલાક તેની સાથે આપણે રહયા તો તે મારી જ દિકરી છે ભાગી જશે મારી જેમ. ત્યારે શું કરશું? નહી, બીજાને વાંકે હું મારી દિકરીને ઘરની અંદર બંધ ન કરી શકું! હું મારી દિકરી માટે આખો સમાજ જ સુધારી નાખીશ. અને હું કરીને જ રહીશ. "

બધા થોડીક વાર ચૂપ થઈ ગયા.

ત્યાં જ ઢીંગલીનો અવાજ આવ્યો. તે ઝટકા સાથે ઉઠી ગઈ હતી અને મમ્મી મમ્મીની બૂમ પાડતી બહાર દોડી આવી. મને ગળે ચોંટી ગઈ. અને બોલી, "મમ્મી મુજે મારા! વો મુજે માર રહા હૈ. આશિષ કો મારા બહોત.. મમ્મી વો.. વો.. "

એના વાસા માં હાથ ફેરવતાં મેં કહ્યુ, "કાઈ નથી થયું દિકરા. તું હવે તારા ઘરે છો. અને દિકરા, તું તો મારો બહાદુર દિકરો છે. તું ખાલી એક થપ્પડ માં ડરી જાય તે કેમ ચાલે!!"

પણ ઢીંગલી હજુ સમજી ન હતી. તે રડવા લાગી. અને ફરી બોલી, "વો ફીરસે મુજે મારેંગા... વો.. વો. મારા મુજે.."

મેં તરત તેને કહ્યુ, "બસ બેટા. તને ખબર છે તારે લીધે તારા જેવી કેટલી બધી છોકરીઓ બચી ગઈ!! જો તું ત્યાં ગઈ ન હોત તો આશિષને કયારેય ખબર જ ન પડત કે તારા જેવી કેટલી બધી છોકરીઓને પકડીને રાખી છે. તે આજે એક થપ્પડના બદલે ઘણી બધી છોકરીઓ બચાવી છે."

ઢીંગલી રડતી બંધ થઈ ગઈ અને બોલી, "મેને બચાયાં?"

હું હસી અને હા પાડી. મેં રોનને રુમના દરવાજે ઉભો જોયો. મેં તેને પાસે બોલાવતાં પૂછ્યું, "કેમ રોન, માસી સાથે રહેવામાં ડર લાગી રહ્યો છે?"

રોન મારાં ખોળામાં બેસતા બોલ્યો, "નેવર એવર. આઈ એમ વેરી હેપી ટુ લીવ હિયર. મેં યહા સે કહી નહી જાઉંગા!"

નાઝિયા: હવે અમે ઘરે જઈએ. ઘણો સમય થઈ ગયો છે. અમ્મી પણ ચિંતા કરી રહી છે.

અબ્દુલ: આશિષ સર, આપ શામ તક રુક જાઇયે. જબ ચોટ ઠીક હો જાયે તબ ચલે જાના.

આશિષ: નહિ અબ્દુલ, હું ઠીક છું.

શિવ: હા તને તો મારી સાથે અહીં રહેવામાં વાંધો જ આવે ને!

આશિષ: એવું કાઈ નથી હવે.. અને હું અહીં રહી તમારી ઉપર ભાર નથી બનવા માંગતો.

હું તરત ગુસ્સામાં બોલી, "તમે બધા અહીં રોકાશો ને તો પણ કોઈ ભાર અમારી ઉપર નહી આવે. પણ મને ખબર છે કે તને તારો રુમ ખુબ વહાલો છે. એટલે જવા દઉં છું."

શિવ તેની ગળે ચોંટી ગયો. અને ધ્યાન રાખવાનું કહેવા લાગ્યો. ત્યાં પેરીએ પ્રયાગને પૂછયું, "પ્રયાગ, તને વાંધો ન હોય તો હું તમારી સાથે તારા ઘરે શિફ્ટ થઈ શકું?? મયંકના ઘરે રહેવું હવે ઠીક નથી લાગતું. દીદી જીજુ હતા તો સારું હતું. હવે અમે બે એકલાં હોઈએ ઘરમાં. મોમ - ડાડ બોલતા નથી પણ તેમ છતાં નથી ગમતું. "

પ્રયાગ: એતો ઘણુ સારું. એક રુમ ખાલી જ છે. આજે જ આવતી રહે.


પછી બધા નીકળી ગયા. મેં જેમ નકકી કર્યુ હતું તેમ પેલાં ક્રિષનન ને ફાંસીની જ સજા થઈ. લોકોમાં કાનૂનનો ડર હોવો ખુબ જરૂરી છે.


આમ જ કામ કરતા કરતા અમારાં બધાની કૉલેજ પણ પુરી થઈ ગઈ. અને બાકીનું એક વર્ષ પણ પુરું થઈ ગયું. બધા આગળ વધી ગયાં. પેરી અને આશિષે આગળ એમ. એસ. કરવાનુ નકકી કર્યુ હતું અને તેનું પણ એક વર્ષ થઈ ગયું. નાઝિયાએ આગળ આર્કિટેકટ માં માસ્ટર શરુ કર્યું. મયંક તો b.a. કર્યા પછી m.a. પણ કર્યું, અને હવે b.Ed કરી રહ્યો છે. પ્રયાગ LLB પૂરું કર્યા પછી હવે LLM કરી રહ્યો છે. અબ્દુલે તો ક્યારનું આગળ ભણવાનું મૂકી દીધું હતું. તેણે ખાલી MAM પૂરું કર્યું. પછી કશું નથી કરતો. અને હું હવે PHD કરી રહી છું. એન્ટરન્સ એક્ઝામ એક જ વાર માં પાસ કરી નાખી. મેં મેનેજમેન્ટ સબજેક્ટ ઉપર PHD શરૂ કર્યું. ભણવામાં બધાએ એક સારી સિદ્ધિ મેળવી.

શિવ પણ પોતાના એન્જિનિયરિંગમાં આગળ માસ્ટર શરુ કરી દીધું. એક્સ્ટરનલ કૉલેજ કરવાને લીધે ત્યારપછી ના સેમેસ્ટરમાં મારો નંબર હંમેશાં પહેલો જ ન આવ્યો. કયારેક બીજો તો બે વખત ત્રીજો પણ આવ્યો. તેમ છતા મારે એટલી મોંઘી કોલેજની ફી ભરવાની આવી નોતી. અને કૉલેજ પુરી થયા બાદ જ્યારે સારા વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત કરવા માટે ફંકશન રાખવામાં આવ્યું તો મને પણ એવોર્ડ મળ્યો. અને મારી માટે સૌથી વધુ તાળીઓ પડી. ત્યારે ત્યાં ઢીંગલી, રોન અને અબ્દુલ જ હતા. અબ્દુલ ફોટા પાડી રહ્યો હતો. આવી જ રીતે નાઝિયાને પણ બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ મળ્યો. બધા પોતાની કૉલેજ લાઇફમાં ઝંડા ગાળીને નીકળ્યા હતા. આ તો વાત થઈ કૉલેજ લાઈફની, હવે વાત પ્રોફેશનની.


અબ્દુલ હવે એક નામચીન ગુંડો બની ગયો હતો. પોલીસ પાસે કોઈ પ્રૂફ હતા નહી પણ એમને ખબર હતી કે આ બધા કાંડ અબ્દુલ જ કરે છે. તેની ગેંગના બોસ કરતા તેની ધાક વધારે હતી. નાઝિયાને મેં મારી નવી ફેક્ટરીનું કામ સોંપ્યું હતું. તો તેણે તે એટલી સરસ રીતે કર્યુ કે તેને યંગેસ્ટ આર્કિટેકટ નો એવોર્ડ મળ્યો. પ્રયાગનું LLB પૂરું ન થાય ત્યાં સુધી તે ઑફિશ્યલી કોર્ટમા કેસ લડી ન શકે. પણ તેણે અત્યાર સુધી જેટલા કેસ બીજા પાસે લડાવ્યા તે બધા તે જીત્યો. અને કોર્ટમાં બેસનાર સામે પક્ષનો વકિલ, બીજા વકિલોની પેનલ, કેસ સ્ટડી માટે બેસતા લૉ ના સ્ટુડન્ટ્સ, અને જે તે કેસના જજ સહિત બધાને ખબર હતી કે આની પાછળ મગજ પ્રયાગનું છે!! મયંકને હંમેશાં એક પેન્ટરની સાથે સાથે પ્રોફેસર બનવું હતું. પણ તે માટે તેણે હજુ ઘણું ભણવું પડશે. પણ તેમ છતાં તે પ્રાઈવેટ સ્કુલમાં ભણાવવા જતો. કોઈ સ્પેશ્યલ ક્લાસ પૂરતું. તો ત્યાં પણ બધા તેનાં ભણાવાની શૈલીથી ખુબ ખુશ હતા. તેણે એટલાં બધા પેન્ટિંગ બનાવ્યાં અને એટલાં સરસ કે તેને બેસ્ટ પેન્ટરનો એવોર્ડ મળ્યો. પેરી અને આશિષ તો પોતાની ડોકટરની પ્રેક્ટીસ કરી ન શકે પણ તેમને કોઈ અઘરા કેસ વિશે વાત કરો તો તેમની પાસે તેનું સોલ્યુશન હોય જ!! બંને એક ખુબ નામચીન ડોકટર હેઠળ ટ્રેનિંગ પણ લઈ રહયા છે! શિવ તો વધુ આગળ નિકળી ગયો. તેના પ્રોજેકટ એટલાં અફલાતૂન હતા કે બધી જગ્યાએ તેની જ ચર્ચા થતી. નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરી એવાં સરસ ડીવાઈસ બનાવ્યા કે બધા દંગ રહી ગયા. તેના પ્રોજેકટ આપણા દેશની કરપ્ટ પ્રજા માં ખોવાઈ ન જાય એટલે તેની મહેનત તેણે જાતે જ કરી. પોતાની જેવા બીજા હોશિયાર સ્ટુડન્ટ્સના પ્રોજેકટ પણ તે આગળ લઈ આવ્યો. અને મેં ત્યાર પછી ક્યારેય ખોટા નિર્ણય લઈ મારી કંપની ને ડુબાડી નહી. ખાખરા નો એકસપોર્ટ બિઝનેસ ઘણો આગળ લઈ ગઈ. આશ્રમના બહેનોને બીજા લોકોની મદદ લેવી પડતી. જીજુ ની કંપની તો આકાશને આંબી ગઈ હતી. અને હજુ પણ ત્યાં જ છે. મેં મારી જે રિસાઈકલીંગ ની ફેકટરી ખરીદી હતી કે જે ખોટમાં ચાલી રહી હતી તેને બહાર પણ કાઢી અને તેની જેવી બીજી ત્રણ ખરીદી લીધી. મારી કંપની નું નામ શક્તિ એન્ટરપ્રાઈઝ રાખ્યું છે. મેં ક્યારેય ભણતર ને વધુ મહત્વ આપ્યુ જ નહી. જે કોઈને કામ આવડતું હોય તેમને હું રાખી લેતી, પછી તે ભણેલા હોઈ કે નહી તે હું જોતી નહી. આપણા દેશમાં ટેલેન્ટ ની કમી કયારેય હતી જ નહી અને તે જ ટેલેન્ટ મારી કંપનીને આગળ લઈ ગયો!!

હવે વાત બધાનાં શોખની. નાઝિયા એક સારી બ્યુટીશિયન, પેરી બેસ્ટ એમ્બ્રોડરી વર્કર, મયંક તો બેસ્ટ પેન્ટર છે જ. પ્રયાગ બેસ્ટ ડાંસર પણ બની ગયો. અને સાથે મને પણ બનાવી દીધી. અમે બંનેએ ભેગાં મળીને નેશનલ લેવલની કોમ્પિટીશનસ જીત્યાં. આશિષ એક ખુબ સારો ફોટોગ્રાફર બન્યો. તેના ફોટોઝને તે અલગ અલગ સ્પર્ધામાં મોકલતો અને ઘણામાં તેના ફોટા નંબર વન સિલેક્ટ પણ થતાં તો ઘણામાં ટોપ ટેન માં આવતા. શિવને તો ખાલી કમ્પ્યુટર જ ગમતું. અને તે એમાં જ આગળ રહ્યો. અબ્દુલ ને પણ એવાં કોઈ ખાસ શોખ હતા નહી પણ તેણે મને કરાટે માં એટલી સારી બનાવી દીધી કે ધીમે ધીમે હું આગળ જતી ગઈ. અને એકવાર આંતર રાષ્ટ્રીય સ્તરે થતી સ્પર્ધામાં મેં ભારતને રિપ્રેઝેન્ટ કર્યુ. હું જિતી તો નહી પણ ત્રીજા નંબરે આવી અને બ્રોન્ઝ મેડલ લેતી આવી. છેલ્લા છ મહિનાથી બધાને મ્યુઝિક માં વધુ રસ પડવા લાગ્યો છે તો બધા હવે અલગ અલગ વાદ્યો શીખી રહ્યા છે. પેરી - ગિટાર, નાઝિયા - સિતાર, મયંક- વાસળી, પ્રયાગ - તબલા, શિવ - ડ્રમ, હું - વાયોલિન અને આશિષ સિંગિંગ ની પ્રેક્ટીસ કરે છે. અમારું પોતાનું એક બેન્ડ બની ગયુ.

રોન હવે આઠ વર્ષનો થઈ ગયો છે. ત્રીજા ધોરણમાં ભણે છે. ઢીંગલી પણ પાંચ વર્ષની થઈ ગઈ. તેને મેં એક પણ પ્લે હાઉસમાં મોકલી નથી. આવતાં વર્ષથી તે પણ સીધી પેલાં ધોરણમાં ભણવા બેસી જશે. રોન ખુબ ખુશ છે અમારી સાથે. તેને રસોઈ બનાવી ખુબ ગમે છે. એટલે અમે બંને ભેગાં મળીને નવું નવું બનાવ્યા રાખીએ. નાસ્તો તો ઘરમા ખુટવા દઈએ જ નહી.

રોન અને ઢીંગલીના તોફાનથી ઘરનુ વાતાવરણ ખુશનુમા લાગતું. હવે તો ઢીંગલી બધું સ્પષ્ટ બોલતાં શીખી ગઈ. ઘણી સારી રમતો રમતા શીખી ગઈ. પણ તે અબ્દુલને હજુ પણ અબુલ કહીને જ બોલાવતી. મેં તેને સુધારો કરવાનુ કહ્યુ તો કહે કે આ નામ વધારે સરસ લાગે છે. અને અબ્દુલને પણ તેના મોઢેથી અબુલ સાંભળવું વધારે ગમતું.

હવે વાત લવ લાઈફની.. પેરી અને મયંકનો પ્રેમ હવે ઘણો પરિપક્વ બની ગયો છે. પેરી પ્રયાગના ઘરે આજે પણ રહે છે. તો પણ તે ક્યારેય નાઝિયા અને પ્રયાગ ના પ્રેમની વચ્ચે ત્રીજી નથી બની. અને પ્રયાગ પણ પેરીને પોતાની ફ્રેન્ડથી વધારે કયારેય જોવાનો વિચાર પણ નથી કર્યો. પેરી પેલાં બીજાની વાતમાં આવી જઈ મયંક ઉપર શંકા કર્યા રાખતી પણ તેમની વચ્ચે હવે પ્રેમની સાથે સાથે ભરોસો, વિશ્વાસ પણ આવી ગયા. મયંક પેરીને બેહદ પ્રેમ કરે છે. તેના દરેક બર્થડે અને તેમની એનિવર્સરી બધું હંમેશા યાદ રાખે અને સરસ રીતે ઉજવે. તો પ્રયાગ અને નાઝિયા વચ્ચે પણ તેવો જ પ્રેમ છે. તેમની વચ્ચે ક્યારેય શંકા ન હતી, પણ એકબીજા સાથે આખી જિંદગી રહી શકીશુ કે નહી તે તેમને સમજાતું નહોતું. પણ આટલાં વર્ષોમાં નાઝિયા એક વાતથી ફુલી એગ્રી થઈ ગઈ છે કે તે પ્રયાગ વગર નહી રહી શકે. તે વધારે પોતાની ભાવના બોલીને જતાવે નહી પણ જ્યારે તક મળે ત્યારે છોડે પણ નહી! તેને અને પ્રયાગને સાથે જોઈ આંખ ને હમેશાં શાંતી મળતી. અને દિલ ભગવાનને પ્રાર્થના કરતું કે હંમેશાં આમ જ રહે. આશિષ તો ક્યારનો શિવને પ્રપોઝ કરી ચૂક્યો હતો! એટલે તેમની લવ સ્ટોરી તો ખુબ જ સરસ ચાલે છે. હા, બંને જણાં આજે પણ એટલાં જ ઝઘડા કરે છે. અને બંને એકબીજાને મનાવી પણ તરત લે છે. હું અને અબ્દુલ??? એક મિનિટ હું અને અબ્દુલ જેવું તો કાઈ છે જ નહી. આ વીચાર કેમ આવ્યો? ઓકે, ઓકે, બધાંનો લવ જોઈને મગજમાં ઉંધા વિચાર આવી જ જાય!! પણ બધાંને સાથે જોઈ ઘણી ખુશી મળતી. મારી જિંદગી માં બીજો કોઈ છોકરો આવ્યો નહિ. કોઈ એટલું ગમ્યું નહી.

એક તો મારી સાથે મારી દિકરીને અપનાવા પણ તૈયાર હતો. એમ પણ કહી દીધું કે જો મારી ઈચ્છા નહિ હોય તો બીજુ બાળક કરવાનુ કહશે જ નહિ!! મારા કામ, મારું પેશન, બધું અપનાવા તૈયાર હતો. અબ્દુલ પણ બોલ્યો કે છોકરો ઘણો સારો છે. તેમ છતાં મેં તેનું દિલ તોડી નાંખ્યું. મેં ના પાડી દીધી. બધાએ મને ઘણી વખત કહ્યું કે મિત્તલ, હવે તો તે ઘણુ અચિવ કરી લીધું હવે તો તારા પરિવાર સાથે વાત કર. તેમને તું અહીં બોલાવ. અબ્દુલ તો થોડાંક થોડાંક સમયે યાદ કરાવ્યાં જ રાખે કે મારે મારા પરિવાર સાથે વાત કરવી જોઈએ. પણ હું હંમેશા ના જ પાડતી. મારા માં હિંમત જ નોતી. હું એકલી હોઉં તો હજુ હિંમત કરી નાખત. પણ મારી મહેર - મારી ઢીંગલી - મારી દિકરી મારી સાથે છે. તેમને અપનાવાની ના પાડી દીધી તો???

એને લીધે તો અમે લોકોએ જ્યારે બીજા રાજ્યોમાં પણ મદદ પહોચાડવાનું નકકી કર્યુ તો બધાએ ગુજરાત કહયું હતું. મેં તરત ના પાડી દીધી, એમ કહીને કે ત્યાં વધુ સેવા ની જરુર નથી. ગુજરાતને પોતાની રીતે આગળ વધતા આવડે છે. મારું આ વાક્ય ખોટું જરા પણ ન હતું. પણ તે બોલવા પાછળ નું કારણ મારો ડર હતો. અને અમે લોકોએ મધ્ય પ્રદેશ પસંદ કર્યુ.

મેં અબ્દુલના બધા માણસોને વારા ફરતી મળી આવી હતી. તેમનાં લીધે અમે ઘણી છોકરીઓને બચાવી શક્યા હતાં. હું તેમની સાથે વાત કરતા કરતા તેમને સમજાવી દીધું કે ક્યાંય પણ કોઈ છોકરી સાથે જબરદસ્તી થતી દેખાય તો રોકવાની જવાબદારી તેમની. અમે દરેક વેકેશનમાં તે પછી નાનું બે-ત્રણ દિવસ નું હોય કે પંદર દિવસનું અમે દૂર અંતરિયાળ વિસ્તારમાં જતાં. ત્યાંના લોકો સાથે વાત કરી તેમની સમસ્યા જાણતા, અને તે લોકોને જ તૈયાર કરતા કે તમે તમારી સમસ્યા દૂર કરો. યુવાન, જુવાનિયાઓને ફ્રેન્ડસ્ ગ્રુપમાં નોકરી માટે સમજાવતા અને નોકરી આપતાં. જેથી તેમની સાથે સાથે તેમનાં ગામની સમસ્યા પણ દૂર થઈ શકે. અમે એક આખી ચેનલ ઉભી કરી. પૈસાની સમસ્યા કયારેય નડી નહી. બધાને પગાર આપવાની સાથે જે તે કામ માટે પણ પૈસા ભેગાં થઈ જતાં. શિવે થોડા થોડા પૈસા કાઢવાને બદલે એક મોટો હાથ મારી લીધો. દેશમાં જ એટલાં પૈસા છે કે બહાર બીજા દેશમાં રહેલા પૈસા લેવાની એને જરૂર પડી જ નહી!! અને પછી તો હું પણ ખાસુ કમાતી થઈ ગઈ. તો મારી કમાણી ના પચાસ ટકા અમારાં જ NGO માં દઈ દેતી. અને બાકીનાં પચાસ ટકાથી બિઝનેસ આગળ ચલાવતી. હું પણ એક નોકરિયાત ની જેમ પગાર જ લેતી. મારે કાઈ પૈસા ની જરુર નથી. તો જેટલો પગાર જોઈએ તેટલો રાખી લેતી. અમે દરેક ગામડામાં જ્યાં જેવી જરૂરીયાત હોય તે પ્રમાણે કામ કર્યાં. એક કામ બધે કર્યુ. ખેતીનું ઉત્પાદન વધારવા માટે કેમિકલ કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો ટાળી ઓર્ગેનિક ખેતી કરવા સમજાવ્યા. તેનાથી તેમને જ ફાયદો થશે તેવુ તેમને સમજાવ્યું. લાઈટ, પાણી, રસ્તા, અંધશ્રદ્ધા, સ્કુલ, હોસ્પિટલ, ખેતી, કૉલેજ, ગટરની સમસ્યા, ભ્રષ્ટાચાર, જેટલી સમસ્યા હોય તે બધું દુર કરી, બધે જગ્યાએ પ્રયાવરણની જાગૃતિ ફેલાવી. બધાને વૃક્ષો વાવવા અને પાણી બચાવાનું સમજાવ્યું. અમારી પાછળ રાખેલી ટીમ બાકી બધા કામ કરતા રહ્યા. અમને જ્યારે લાગ્યું કે અમે બીજા રાજ્ય માં પહોચી શકીશુ ત્યારે અમે બીજા રાજ્યમાં ગયા. ત્યાંની સંસ્કૃતિ સમજી અને તે મુજબ ત્યાંના લોકો પાસે જ કામ કરાવડાવ્યું. હું ખુબ સમજી વિચારી કામ કરી રહી હતી. કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચ્યા વગર તેમને સમજાવી શકાય તે માટે સમજી વિચારી નિર્ણય લેતી. મારા નિર્ણયો સચોટ હોય તેનુ હું ખુબ ખુબ ધ્યાન રાખતી.

ઘણા લોકો અમારાં કરેલા કામનો શ્રેય પોતે લેવાનો પ્રયત્ન કરતા. પણ આમ પ્રજા અને મીડિયા ને ખબર હતી કે કયું કામ કોણ કરે છે!! કોઈ અમને ઓળખતું નહોતું. પણ બધાને ખબર હતી કે કોઈ ફ્રેન્ડસ ગ્રુપ આવ્યું છે જે બધાની સમસ્યા દૂર કરે છે. એટલે અમારાં નામનો ખોટો ઉપયોગ કોઈ કરી શક્યું નહી. અને જો કોઈ આગળ વધી જાય, એટલે કે ખુબ ચાલાકી વાપરીને પોતે બધા કામ કર્યાં છે તેવું સાબિત કરી દે તો અમે વચ્ચે પડીને તેના મોઢેથી જ સાચુ બોલાવડાવતા. કોઈ અમારો શ્રેય લઈ જાય એનાથી અમને વાંધો ન હતો. પણ અમારાં નામનો ખોટો ઉપયોગ ન થાય તે ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી હતું.


છેલ્લા કેટલાક સમયથી મારા મનમાં એક વિચાર ખુબ આવી રહ્યો હતો. અને તે વિચાર મને મારુ એક પણ કામ સરખી રીતે કરવા દેતો નથી. હું કંટાળી ગઈ એક ના એક વિચારને વિચારી. હવે બસ થયુ અને મેં જઈને સીધું અબ્દુલને પુછી લીધું, "અબ્દુલ મારી સાથે લગ્ન કરીશ????"



વધુ આવતાં અંકે........