અમદાવાદ ની સ્ટર્લિંગ હોસ્પિટલ ના ICU વિભાગ માં ૧૨ નંબર ના બેડ પાસે થોડીક હલચલ જોવા મળે છે કેમ કે તેની પર સારવાર રહેલ સ્મિતા કે કે પોતે એક યુવાઓના વિચાર ઓ ને વાચા આપી સ્પષ્ટ વક્તા તરીકે તેઓની વાત જન જન સુધી પહોંચાડનારી તેઓની દીદી, શહેર ના ઘણા બધા વ્યક્તિઓ ને આર્થિક ઉપાર્જન માટે મદદ કરનાર પરિવર્તન એનજીઓ ની સ્થાપક અને ઘણા બધા એવોર્ડ જીતનાર બહુમુખી પ્રતિભા ધરાવનાર અને સાથોસાથ શહેર ના નામાંકીત ઉદ્યોગપતિ ની પત્ની સ્મિતા આજે દસ દિવસ પછી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી હતી તે આજે મૃત્યુ ને પાછી ઠેલવી ભાન માં આવે છે અને તે સાથે જ તેના જૂના સંસ્મરણો જાણે ફિલ્મ ની માફક આંખ સામેથી પસાર થવા માંડે છે.
સ્મિતા અને પ્રીતિ બંને શહેર ના જાણીતા વેપારી ને ત્યાં જન્મી પૈસે ટકે જરાય પણ દુઃખ નહિ પણ જાણે કુદરતને મંજૂર ન હોય તેમ તેમના પિતા ધંધા માં ખુબજ મોટી ખોટ ખાધી અને પોતે બંને દીકરી ને નોંધારા મૂકી અનંત ની વાટે પહોંચી ગયા અને બંને દીકરી પોતાની માં સાથે એકા એક અમીર માંથી સામાન્ય પરિસ્થિતિ માં નોંધારા થઈ ગયા. પછી તો બંને બહેનો ઘણી બધી મુશ્કેલી સાથે એક બીજા ને સથવારો આપતા આપતા પોતાની પ્રતિભા વિકસાવી આગળ આવ્યા.
બંને બહેનો દરેક પ્રવૃત્તિ માં અવ્વલ જ હોય. સમય નો પ્રવાહ આગળ વધ્યો તેમ સ્મિતા પોતે સ્પષ્ટ વક્તા હોવાથી ઘણા બધા નેશનલ એવોર્ડ જીતી પ્રોફેસર ની કારકિર્દી માં આગળ વધી અને પ્રીતિ પોતાના પિતા ના વારસા ને હતો ત્યાંથી પણ આગળ વધારવા પોતે સાહસિક સ્વમાન થી એક મોટો ઉદ્યોગ ચલાવતી અને સ્ત્રીઓ ને પ્રેરણા આપતી.
ત્યાર બાદ જ્યારે સ્મિતા ના લગ્ન યુવા ઉદ્યોગપતિ સાથે થવાથી જાણે કિસ્મત નું પનું જેમ બદલાય તેમ ઘણા બધા ફેરફાર આવે છે હવે પૈસે ટકે કઈ ચિંતા ના હોવાથી અને પતિ ખુબજ સપોર્ટિવ હોવાથી પોતાના શોખ ને વિકસાવવી એક લેખક તરીકે ખૂબ જ નામના મેળવે છે, પોતે સામન્ય પરિસ્થિતિ માં બાળપણ વિતાવ્યું હોવાથી દરેક ની મુશ્કેલી સમજી પરિવર્તન સંસ્થા ની સાથપના કરી જરૂરિયાતમંદો ને મદદ કરી ખૂબ જ નામના મેળવે છે અને દરેક વખતે સમાચારો માં લાઇમ લાઈટ માં રહેતી હોય છે.
જ્યારે આ બાજુ પ્રીતિ પોતે કોલેજ કાળ થી જ પ્રખ્યાત સ્પોર્ટ્સ પ્લેયર ની સાથો સાથ પોતાની ડીબેટેબલ આવડત ને કારણે અને રાજકારણ માં રસ હોવાથી સારા સારા નેતાઓ ને પોતાની હાજરજવાબી થી ભોંય ભેગા કરી એક સારા નેતા બનવાના પંથે નામના અને લોકચાહના બંને મેળવતી હતી.
હવે સ્મિતા થોડીક રાહત લઈ વિચારે છે હમણાં થી એની સાથે અવાર નવાર કઈક અજુગતું બની રહ્યું હોય છે એક વખત પોતાની કાર ની બ્રેક ફેલ થવાથી અકસ્માત થી માંડ માંડ બચી, ત્યાર બાદ હમણાં જ તેની ઉપર એક જ દિવસે અલગ અલગ જગ્યા એ બે વાર હુમલો થવાનો પ્રયત્ન થયો હજી માંડ આ બધું થયા ને દસેક દિવસ થયા ત્યાં ફરી વાર પોતાને એક ભયંકર અકસ્માત નો સામનો થયો આ વખતે એનજીઓ ના કામ થી અચાનક જવાનું થતાં પોતે ફક્ત બહેન અને પતિ ને વાત કરી કોઈની રાહ જોયા વિના પોતાની કાર લઇ એકલી નીકળી પડે છે ને હજી અમદાવાદ થી માંડ પંદરેક કિલોમીટર પછી સામેથી આવતું ટ્રક ધસમસતું સીધું જ ગાડી ને ટક્કર મારે છે.
આ વખતે તો ખૂબ જ પરિસ્થિતિ ખરાબ થઈ હતી પરંતુ લોકો ની પ્રાર્થના થી જાણે ભગવાને જાણે નવજીવન આપ્યું હોય અને હજી પરોપકાર ના ઘણા.બધા કામ કરવાના હોય તેમ ફરી થી ધીમે ધીમે સાજી થતી ગઈ.
આ બધું થયાના ૨મહિના પછી જ્યારે ઇન્સ્પેક્ટર તેને અંગત રીતે મળીને ભૂતકાળ ના બનેલ ઘટના પાછળ કોનો હાથ છે તે જણાવે છે ત્યારે આવાક થઈ જાય છે ને પછી પોતાના બધા કેસ પાછા લઈ લે છે કેમ કે ગમે તે થાય તો પણ પ્રીતિ ને સજા આપવા નથી માંગતી હા મિત્રો આ બધા પાછળ પ્રીતિ નો જ હાથ હોય છે. હવે તે પ્રીતિ ને પોતાની સાથે મળવા બોલાવી તેની સાથે બધી વાત કરી આ બધુ શા માટે વિગેરે જેવા પ્રશ્નો પૂછે છે. ત્યારે પ્રીતિ સાચું જણાઈ દે છે અને સ્મિતા પોતાના કરતાં વધારે પોપ્યુલર થઈ સતત લાઇમ લાઇટમાં રહેતી હોવાથી અને જાણે પોતાના વળતા પાણી થયા હોય તેમ ઉદ્યોગ માં પણ ખોટ ખાઈ છે આથી સૂઝબૂઝ ગુમાવી આવું કૃત્ય કર્યું હવે તેની સજા ભોગવવાની તૈયારી બતાવી ખૂબ જ રડે છે અને જણાવી દે છે કે પોતે તેની ખુબ જ ઈર્ષા થઈ આવી છે અને પોતાને કેવા સમયે આવી કુબુદ્ધિ સૂઝી તે બાબતે પસ્તાવો કરે છે. સ્મિતા હવે બધું ભૂલીને તેને સહકાર આપવા માટે મોટી બહેન ની ફરજ રૂપે ફરી થી તેના ઉદ્યોગ ને બેઠો કરી દે છે.
આ બધા ને ૨ વરસ વીત્યા ને છાપા ના શ્રધાંજલિ ના ફોટા માં સ્મિતા નો ફોટો આવી જાય છે અને તેનું કારણ તેની બહેન પ્રીતિ જ હોય છે સ્મિતા દ્વારા આટલી બધી મદદ મેળવ્યા છતાં તેને તેના પ્રત્યે પોતાના નામ ની માફક પ્રીતિ થવાના બદલે ફક્ત ને ફક્ત ઈર્ષા ના કારણે સ્મિતા નું સ્મિત ભૂસી નાખવા માટે ઘણા સમય થી ધીમું ઝેર આપતી હોય છે.
હવે અહીં સ્મિતા ડાયરી લખવાની શોખીન હોવાથી દરેક વાત નોંધે છે અને પેલા ઇન્સ્પેકટર જે આશરે ૫ વરસ પછી પોતે ઉપરી સાહેબ તરીકે આવે છે તે આ કેસ ની ફરીવાર તપાસ કરી સ્મિતા ના વર ને હકીકત થી વાકેફ કરી જૂના અકસ્માત ના કેસ માં ફરિયાદી બનાવી નવેસર થી કાનૂની કાર્યવાહી કરી પ્રીતિ ને મારી નાખવાના પ્રયત્ન ના ગુનાહ માં ૨૦ વર્ષ ની સજા નો હુકમ થતાં જ આઘાત માં સરી પડે છે અને સુધ બુધ ગુમાવી પાગલ બની જાય છે.
ઈર્ષા ના મનોરોગ માંથી માનસિક રોગી થવામાં પોતાનું બહુમૂલ્ય જીવન અને લાખો ની આશા એવી પોતાની બહેન એમ સર્વસ્વ ગુમાવી બેસે છે.