I Hate You - Can never tell - 21 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-21

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-21

આઇ હેટ યુ
પ્રકરણ-21
રાજ નંદીનીને મૂકવાં એનાં ઘરે તૈયાર થયો અને સાથે એનાં મંમી પપ્પા આવ્યાં. નંદીનીને થોડું આશ્ચ્રર્ય થયું પણ સારું લાગ્યું. સાથે સાથે એનાં મનહૃદયમાં કંઇક અમંગળ એહસાસ થઇ રહેલાં. નંદીનીનાં ઘરે પહોંચી રાજ નંદીની પહેલાં ઘરમાં આવ્યાં. નંદીનીએ એની માંને કહ્યું માં રાજનાં પાપા મંમી આવ્યા છે પાપાની ખબર કાઢવા.
નંદીનીનાં મંમીએ એમને આવકાર્યા. નંદીનીનાં પાપા મંમી અંદર આવ્યા અને ડ્રોઇગરૂમમાંજ સૂવાડેલાં પાપાની ખબર પૂછી. નંદીનીનાં પાપાએ બેસવાનો પ્રયત્ન કર્યો અને રાજે એમને ટેકો આપી બેસાડ્યાં. નંદીનીને ગમી રહેલું કે રાજ કાળજી લઇ રહ્યો છે.
રાજનાં પાપાએ કહ્યું તમે તમારી તબીયત સાચવજો કોઇ ચિંતા ના કરશો પછી કહ્યું તમારાં આશીર્વાદ રાજને આપજો એ પરમદિવસે સવારે મુંબઇ જઇ રહ્યો છે અને ત્યાંથીજ US જશે.
એનાં માથે ભણવાની જવાબદારી આવશે. એણે એમાં મન પરોવવું પડશે. મુંબઇ ટ્રેઇનીંગ માટે જઇ રહ્યો છે. એમે એનું ભવિષ્ય ઉજળું બનાવવાનું છે એ ખૂબ લાગણીશીલ છોકરો છે એટલે....
રાજનો પાપા એક સાથે બધું બોલી ગયાં અને ત્યાંજ એની મંમીએ આગળની વાત પકડીને કહ્યું રાજ ખૂબ ભોળો અને લાગણીશીલ છે એ થોડો પ્રેક્ટીકલ થાય એ જરૂરી છે.
પછી આગળ વધતાં બોલ્યાં રાજ નંદીનીને પસંદ કરે છે. બંન્ને છોકરાઓ ખૂબ સમજુ છે એટલે વાંધો નહીં આવે નહીંતર બીજુ કોઇ હોય તો આવા સંબંધમાં કેરીયર અને જીંદગી બગાડી નાંખે. પણ મારી દીકરી જેવી નંદીની ખૂબ સમજુ છે રાજને સપોર્ટ કરે છે. તમે તબીયત સાચવજો. રાજવી ગેરહાજરીમાં અને ધ્યાન રાખીશું તમને એકલું નહીં લાગે. ખાસ તો નંદીનીને એક્ઠુ નહીં લાગે એને બંગલે બોલાવતા રહીશું અને રાજ સાથે વાતો પણ થશે.
અત્યારથી નંદીનીની મંમી અને પાપા સાંભળી રહેલાં. નંદીનીની મંમીએ કહ્યુ "તમે સાચું કહ્યું નંદીની ખૂબ સમજુ છે. મારી નંદીની પણ ખૂબ લાગણીશીલ છે એ કોઇ માટે કંઇ નક્કી કરે પછી જીવ આપીને પણ નીભાવે એવી છે. રાજની કારકીર્દી ખૂબ ઉજવળ થાય એમાં જ એને રસ હોય. નંદીનીનાં પાપાની તબીયત નરમગરમ રહે છે એની ચિંતા જ કોફી ખાય છે.
નંદીનીનાં પાપાએ કહ્યું "સાહેબ અમે બધુ સમજીએ છીએ અમારે નંદીની એકની એકજ છે અમારી સ્થિતિ પ્રમાણે પણ એને અમે રાજકુમારીની જેમ ઉછેરી છે. મારી તબીયત ખરાબ થઇ પછી અમારાં ગણિત બધાં ખોરવાઇ ગયાં છે. હું ખૂબ બિમાર રહું છું મારાં શ્વાસ કેટલા ચાલવામાં છે ખબર નથી મારી બાપ તરીકે એવી ઇચ્છા હતી કે....
નંદીનીનાં પાપા આગળ બોલે પહેલાં નંદીની એનાં પાપા પાસે પ્હોચી ગઇ અને એનાંથી રડી પડાયું એણે રડતી આંખે કહ્યું પાપા તમે બહુ બોલો નહીં શ્રમ પડશે. તમે આરામ કરો એમ કહીને વાત ત્યાંજ પુરી કરાવી દીઘી,
નંદીનીની મંમીએ કહ્યું તમે બેસો હું તમારાં માટે ચા-કોફી તમને ફાવે એ બનાવી લીધું. રાજની મંમીએ કહ્યું ના ના અત્યારે હોય ? અમે વધારે ભારે જમ્યાં છે આતો નંદીનીને મૂકવા આવવાનુંજ હતું સાથે તબીયત પૂછી લેવાય એમ કહીને આવ્યા છીએ.
નંદીનીની મંમીએ કહ્યું અચાનક વહેલું નક્કી થઇ ગયું રાજને જવાનું. કંઇ નહીં ભણતર માટે બધુ કરવું પડે અને સમજીએ છીએ. નંદીની પણ કોમ્યુટરમાં ભણી છે એ પણ ત્યાં સુધી કંઇને કંઇ કામ કરશે. ભવિષ્યમાં કામજ લાગશે.
રાજનાં પાપાએ કહ્યું હાં સાચી વાત છે નંદીની પણ કોમ્પ્યુટર એન્જીનીયર એવું હશે તો એનાં માટે હું સર્વિસની ગોઠવણ કરી દઇશ. જે ભવિષ્ય છે એ ઉજળું કરવાનું છે એનાં માટે છોકરાઓએ થોડો વિયોગ સહેવો પડશે. નસીબ બધાંનાં હોય જ છે. એમાં ચિંતાનું કોઇ કારણ નથી.
અત્યાર સુધી ચૂપ બેઠેલો રાજ બોલ્યો. પાપા નંદીની પણ સ્કોલર છે એને જોબ ચપટીમાં મળી જશે એ પણ ખૂબ મહેન્તુ અને હોંશિયાર છે. અને હું ભણીને આવું ત્યાં સુધી રાહ જોઇશું. પછી તમારાં બધાનો આશીર્વાદ તો છે જ.
નંદીની રડતી આંખે બધું સાંભળી રહી હતી એને રાજનાં પાપાની અમુક વાતો જાણે હૈયામાં વાગતી હતી પણ ચૂપ રહી. રાજે કહ્યું તમારાં આશીર્વાદ છેજ એટલે એને રાજ માટે માન થયું. રાજનાં પાપા રાજની વાત જાણે સાંભળી ના સાંભળી કરી રહેલાં.
રાજનાં પાપાએ રાજ તરફ જવા માટે ઇશારો કર્યો. નંદીનીનાં પાપાને ખબર નહીં શું થયું એમણે કહ્યું વકીલ સાહેબ હું ખર્યુ પાન છું ક્યારે મારાં શ્વાસ બંધ થઇ જશે ખબર નથી. મારી એક માત્ર વિનંતી છે કે ભલે રાજ ભણીને આવે પછી લગ્ન કરે અત્યારે એવો સમય નથી પણ મારી તબીયત વધારે નાજૂક બને ત્યારે મારી દીકરી સાથે ઘરઘરુ ઘડીયા લગ્ન લેવાઇ જાય તો મારાં આત્માને શાંતિ મળશે અને હું સુખસુખ જીવ છોડી શકીશ.
રાજનાં પાપા વિચારમાં પડી ગયાં. એમણે કહ્યું તમારી સારવારમાં અમે કચાશ નહીં રાખીએ તમે ચિંતા ના કરો. બાપ તરીકે તમને એવાં વિચાર આવે સ્વાભાવિક છે પણ.. રાજનો પરમદિવસે જવાનો બધી તૈયારીઓ હજી બાકી છે અને એ ભણીને પાછો આવે ત્યાં સુધી રાહ તો જોવી પડશે. એમ તમે ક્યાં જવાનાં ? તમને કંઇ નહીં થાય. અમે રાજની ખુશી સ્વીકારીને બધી રીતે તૈયાર થયાં છીએ આનાંથી વધુ તો હું શું કરી શકું ?
એકનાં એક દીકરાનાં બાપ તરીકે અમારાં પણ ઘણાં અરમાન છે. આપણે બંન્નેનાં ખૂબ ધામધૂમથી લગ્ન કરીશું. એવું વચન આપુ છું પણ અત્યારે કોઇ એવી ઉતાવળ કરવાનો સમય સંજોગ નથી. તમે નિશ્ચીંત રહો.
રાજ દીકરા તું તારી રીતે સમજાવજે. હવે આપણે નીકળીએ હજી ઘણાં કામ પુરા કરવા બાકી છે.
નંદીનીની-મંમીને રાજની મંમીએ કહ્યું તમે કોઇ ચિંતા ના કરશો. સહુ સારાવાના થશે અને રજા લઇએ એણ કહી બંન્ને જણાએ હાથ જોડી નમસ્કાર કરીને ઘરની બપહાર નીકળ્યાં. રાજે પણ નંદીનીને કહ્યું પછી ફોન ક્યુ છું હું નીકળું એમ કહીને એ પણ નીકળ્યો. નંદીની રાજની પાછળ પાછળ આવી કાર સુધી.
રાજની આંખોમાં નંદીની જોઇ રહી હતી રાજ એને આંખોથી જાણે આશ્વાસન આપી રહેલો. રાજની આંખો પણ ઉભરાઇ આવી હતી એણે નંદીનીનો હાથ પકડી ચૂમીને બાય કીધું. અને કારમાં બેસી ગયો. નંદીની જતી કારને ક્યાંય સુધી જોતી રહી અને પછી ઘરમાં આવી ગઇ. નંદીનીનાં પાપાએ કહ્યું "દીકરા હું કંઇ ખોટું તો નથી બોલ્યો ને ? મારી તબીયત એવી છે કે મને જ મારી જાત પર ભરોસો નથી રહ્યો શું કરું ?
નંદીનીએ કહ્યું તમે તમારી જગ્યાએ અને રાજનાં પાપા એમની જગ્યાએ બરોબર છો એ બધી જગ્યાની વચ્ચે મારી સ્થિતિ કફોડી છે. મને નથી ખબર પડતી કે આમાં મારું શું થશે ?
નંદીની રડતી રડતી એનાં રૂમમાં જતી રહી.
************
ફલેટનો બેલ વાગ્યો અને વરુણ કપડાં સરખાં કરીને દરવાજો ખોલવા ગયો અને હેતલ બાથરૂમમાં જતી રહી. વરુણે દરવાજો ખોલ્યો તો સામે એનાં અને મૃગાંગનો ખાસ મિત્ર પદમકાંત ઉર્ફે પદીયો ઉભો હતો. વરુણે આશ્ચ્રર્ય અને આધાત સાથે પૂછ્યુ પદીયા તું ? અત્યારે ? અહીં કેમ આવ્યો છે ?
પદમકાંતે કહ્યું કેમ ? આ મૃગલાનું ઘર છે આ પ્રશ્ન મારે તને પૂછવાનો છે તું અહીં અત્યારે કેવી રીતે ? મુગલો ક્યાં છે ?
વરુણ હવે ભાનમાં આવ્યો હોય એમ બોલ્યો. ઓહો હાં મૃગલાનો ફલેટ છે એ પણ બહાર ગયો છે પણ તું અત્યારે કેમ આવ્યો ? વરુણ અને ભગાડવાનાં મૂડમાં હતો.
પદમકાંતે કહ્યું અરે હું અહીં બાજુમાં કોર્પોરેશન ઓફીસ છે ત્યાં આવ્યો હતો મને થયું ચાલ મુગલાને મળતો જઊં ચા પીવાની તલપે અહીં આવેલો પણ તું અહી શું કરે છે ? તારાં તો લગ્ન થઇ ગયાં પછી કોઇવાર દેખાયોજ નથી. તારી બૈરી સાથે કદી તું અહીં આવ્યોજ નથી. કોઇવાર ઓળખાણ તો કરાવ ભાભીની.
તને વસુલીયા ખબર છે તારી બૈરી જે ફલેટમાં રહે છે એજ ફલેટમાં B વીંગમાં મારો સાળો રહે છે. હું ઘણીવાર જઊં છું ત્યાં પણ તેં ઓળખાણ નથી કરાવી એટલે તારાં સાસરે કેમનો જઊં ? મારો સાળો તારાં સસરા સાસુ બધાને સારી રીતે ઓળખતો. તારાં સસરાતો ગૂજરી ગયાં છે ને ? અને નંદીનીભાભી લગ્ન પહેલાં તો....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-22