Hind mahasagarni gaheraioma - 8 in Gujarati Thriller by Hemangi books and stories PDF | હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 8

The Author
Featured Books
  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

Categories
Share

હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 8

દ્રશ્ય આઠ -
અત્યાર સુધી જે કંઈ જોયું એ હાલ હકીકત લાગવા લાગ્યું. એ જે ગુફામાં કેદ હતા તેની પર વિશ્વાસ આવા લાગ્યો. માયાજાળ હકીકત બની ગઈ અને હાલ તેની સૌથી ભયાનક ગુફા માં તે હતા. એ આકૃતિ માંથી આવતો પ્રકાશ ધીમે ધીમે બંદ થવા લાગ્યો અને તે એક સામાન્ય મનુષ્ય ના જેવા આકાર માં આવી ગઈ. પણ હજુ માત્ર આકાર મનુષ્યના જેવો પણ તેના શરીર નો રંગ તો આછો પીળો હતો. જો કઈ અચંભા ની વાત હોય તે તેનો ચેહરો હતો જેની સુંદરતા મોહક હતી. તેની આંખો ની બાજુ માં ગેહરા પીડા રંગ ના ફૂલો ની આકૃતિ દોરેલી હતી. એના વાળ પણ પીળા હતા પણ જ્યારે તેના અંત પર ના ફૂલ જોયા ત્યારે બધા ચોંકી ગયા. તેના વાળ ના ફૂલ ખીલતા અને કર્મતા હતા અને એક એક વાળ આવી રીતે જ વારંવાર કરતા. અને જ્યારે તે માથા પર બધા વાળ ભેગા કરતી ત્યારે કોઈ ફૂલો નો તાજ લગાવ્યો હોય એવું લાગતું. તેના શરીર પર આગ થી બનેલા વસ્ત્રો હતા જે એના એક ખભાથી સાડી ના પાલવ ની જેમ પાછળ ની બાજુ હવામાં આગ સાથે ઉડતા હતા. બીજા ખભા થી હાથ ના કાંડા સુધી આગનું ચિત્ર દોર્યું હતું જે આંખ ના ફૂલ ના જેવા આછા પીળા રંગ નું હતું. એક તરફ વિનાશ ને બીજી બાજુ પ્રકૃતિ ની સુંદરતા બંને એનું આભૂષ હતું.
ગુફા માં ફૂલો ના બગીચા જે આગ પર ખીલેલા ફૂલ હતા. ત્યાં ના જીવ પણ આગ સાથે રમતા હતા પતાંગ્ય ના પાંખ માં આગ લહેરાતી અનોખું લાગતું અને ફૂલો પર રહેલા બાકી ના જીવો ની પાંખ અને શરીર પર આગ હતી.
તે પ્રકાશિત મનુષ્ય જેવું જીવ હવે તેમને ઉઠાવી ને આગળ ની ગુફા માં લઇ ને જાય છે. રોશની ની ગુફા માં જેવા પત્થર હતા એવા જ પથ્થર અહી હતા પણ એમનો રંગ પારદર્શી અને આછો કેસરી હતો અને તે પત્થર ની ગોઠવણી પણ અલગ હતી. તેમાં પથ્થર એક લાઈન માં ગુફા ની ઉપર થી નીચે સુધી આવતા હતા. તે પત્થર ની અંદર નાના ફૂલો હતા જે જીવિત હોય એમ હલન ચલન કરતા હતા. અને આ ગુફામાં ગણા પથ્થર નીચે પડેલા હતા અને ગુફા માં સાદા પત્થર ની દિવાલ માં ખડા હતા. નીચે પડેલા અલગ પત્થર પણ ચમકતા હતા. તે દેવ અને મિત્રો સાથે બધાને એ પત્થર ની બનેલી ગોળ આકાર જેલ માં પૂરી ને ધીમે થી પાછી વળી જાય છે. અને હવે તેમના પર થી પ્રકાશ ની કેદ પણ હટી જાય છે. ઘણા સમય થી કેદ માં હોવા ના કારણે તે જકડાઈ ગયા હોય છે અને થાકી પણ ગયા હોય છે.
કેવિન કહે છે " મને લાગ્યું કે આ કેદ માંથી આ જીવન માં કયારે પણ આઝાદ નઈ થવું."
માહી બોલી " હા મારાં હાથ પર એ પ્રકાશિત શક્તિ ના નિશાન પડી ગયા."
અંજલિ બોલી " કોણ છે મે એમને ક્યારે જોયા નથી અને આ નવી આગની ગુફા અને પ્રકૃત ની ગુફા એ એક અજાયબી જેવી લાગે છે."
માહી બોલી " હા પણ સાથે ભયાનક પણ લાગે છે."
દેવ ને કહ્યું " આ બધું પછી વિચારી શું હાલ અહીથી ભાગવાનું વિચારીએ."
કેવિન પૂછે છે " પણ કેવી રીતે નીકળી શું."
દેવ જવાબ આપે છે " આ પથ્થર મજબૂત નથી સાદા પથ્થર થી આ પથ્થર ને તોડી ને આપડે બહાર નીકળી જઈશું."
દેવ બોલ્યો " જો પેલો પથ્થર ચાલે એવો છે તોડી નાખ આ જેલ."
દેવ બોલ્યો " હા તૂટી ગયું હું બહાર નીકળી જવું પછી તમે પાછળ આવો."
અંજલિ બોલી " આપડી સાથે જે કેદ માં છે તેને પણ સાથે લઈ ને જઈએ કદાચ બહાર નીકળવામાં કોઈ મદદ મળે."
દેવ ને કહ્યું " એને પણ પ્રકાશિત શક્તિ ના જેમ કેદ માં કરી ને મારવાનો પ્રયત્ન કરે તો આપડે મુશ્કેલી માં આવી પાડીશું."
માહી ને કહ્યું " હા પણ આપડી પાસે કોઈ બીજો રસ્તો નથી રિસ્ક તો લેવું જ પડશે."
દેવ ને કહ્યું " ઠીક છે હું અને કેવિન તેને આગ ની ગુફા માંથી ઉઠાવી ને લઈ ને આગળ વધીશું."
બધા ત્યાંથી બહાર ચોરની ચાલે આવે છે અને આગ ની ગુફા માં જઈ ને પ્રકાશિત કેદી ને કેવિન અને દેવ ઉઠાવા નો પ્રયત્ન કરે છે એ હવામાં ઊંચાઈ પર સ્થિર અવસ્થા માં હોવાથી થોડી મેહનત પછી પૂરા બળ સાથે નીચે લાવે છે એનું વજન ખૂબ હોવાના કારણે લાંબો સમય પકડી શકતા નથી પણ પછી બધા એક લાઈન માં પકડી ને આગળ વધે છે અને મેહનત થી રોશનીની ગુફામાં આવે છે.
દેવ વિચારતા અને માથું ખંજવાળતા બોલ્યો " આપણ ને રોકવા માટે કોઈ આવ્યું નઈ એ આપડા સામે જ આગની ગુફા તરફ ગઈ હતી."
અંજલિ બોલી " હા થોડુ સંકા જનક છે અને આપડે સેહલયીથી ભાગી આવ્યા."
એટલામાં નીચે મુકેલી કેદી ના પર થી પણ પ્રકાશ નું પડ ગાયબ થવા લાગ્યું અને તે પણ આઝાદ થઇ એમાંથી લાઈટ બ્લૂ રંગ આવ્યો ને થોડી વાર માં તે પણ સામાન્ય લાગવા લાગી. તે ઊઠી ને હવા માં ઉડવા લાગી તેનું શરીર મનુષ્ય ના જેવું હતું પણ એ પણ થોડી અલગ હતી. તેને ગાઉન ના જેમ પાણી ના વસ્ત્રો પેહર્યા હતા. તેના જમણા હાથ પર પાણી ની આકૃતિ દોરી હતી અને આંખ ની બાજુ માં શંખ ની આકૃતિ હતી. તેના વાળ નો રંગ ગેહરો વાદળી હતો અને તે સમુદ્રી વનસ્પતિ ના બનેલા હતા તે સુંદરતામાં કોઈ જલપરી જેવી હતી પણ તે કોઈ જલપરી ના હતી.
તે ને બોલવાનુ શરૂ કર્યું " હું તમારી આભારી છું તમે મને કેદ માંથી છોડાવી."
દેવ ને પૂછ્યું " તમે કોણ છો."