Jindagina vadanko - 8 in Gujarati Love Stories by Dr Shreya Tank books and stories PDF | જિંદગીના વળાંકો - 8

Featured Books
Categories
Share

જિંદગીના વળાંકો - 8

મારી અને પ્રશાંત ની વાતો પૂરી થયા પછી મે એ નંબર પર કોલ કર્યો.સામેથી એક પરિચિત સ્વર સંભળાયો, આ સ્વર કોઈ છોકરાનો હતો, તરત જ તેને કહ્યું," હાય હું કે.કે....મારો કોઈ જવાબ ન આવતા તેને ફરી કહ્યું, " અરે હું છું કશ્યપ, આજે કોલેજ માં મળ્યા હતા, ભૂલી ગયા કે શું?"
" પણ મારો નંબર તમારા જોડે..?"મે કહ્યું
તરત અધૂરા પ્રશ્ને તેને હસતા કહ્યું ," મને નથી લાગતું કોલેજ નાં ડાયરેક્ટ ના છોકરા માટે કોઈ નંબર મેળવવો અઘરો હોય સકે"
મે કહ્યુ" હા , એ વાત તો છે, પણ તમે અત્યારે ફોન કર્યો, કોઈ કામ હતું?"
તેને કહ્યું , હા કામ તો છે , પણ શું હું મારા ફ્રેન્ડ ને વગર કામે ફોન ના કરી સકું, મારે એ કહેવાનું હતું કે કાલે એક ગુજરાતી નાટક નાં પ્લે ની ટીકીટ મળી છે, અને મારા કોલેજ માં બઉ ફ્રેન્ડ તો છે નહિ, તો થયું તમને જ પૂછી લઉં"
મારા મન માં એકલું જવામાં ડર હોવાથી મે ના કહેવા માટે " મારે તો કાલે કોલેજ માં અગત્યના લેક્ચર છે, એટલે કાલે તો જવું સક્ય નથી"એમ કહ્યું.
તેને પણ ઓકે કહી ફોન કટ કર્યો
પછી હું શાંતિ થી ટેબલ પર વાચવા બેસી ગઈ, લગભગ અડધી કલાક માં મારો ફોન રણક્યો.મે મન માં વિચાર્યું કે ફોન પ્રશાંત નો જ ફોન હસે , આજ ખુશી ના લીધે એને નીંદર નહિ આવતી હોય.
મે જેવો ફોન હાથ માં લીધો ને જોયું તો ફોન કશ્યપ નો હતો, મને થયું આ કેમ ફરી ફોન કરે છે , મે જવા નાં તો કહી દીધું છે.
મે ફોન ઉઠવ્યો અને કહ્યું" હા બોલો"
સામેથી જવાબ આવ્યો , " હેય પ્રાચી , કદાચ તું ભૂલી ગઈ છે કે કાલે સનીવાર છે, અને મે હમણાં જ તમારું ટાઈમ ટેબલ જોયું કાલે તમારે માત્ર અસાઇન્મેન્ટ જ જમાં કરાવવાના છે, તો તું ચિંતા નાં કરીશ આપને પેલા તારું વર્ક જમાં કરવશું અને પછી શો જોવા માટે જસુ, અને જો તું મારી સાથે એકલા આવવાથી ડરતી હોય તો મારી બહેન પણ આવવાની છે સાથે"
હવે આ વાત થી મને વધારે ડર થયો કે તે મારાથી કૉફી વાળી વાત થી હજી ગુસ્સે હસે, તો મને બહુ અકળામણ થશે તેની સાથે આખી શો જોવામાં.
હજી હું આ વિચારતી હતી ત્યાં ફરી કશ્યપે કહ્યું," અને ચિંતા ના કરીશ , મારી બહેન ગુસ્સે નથી.અને તેનો સવભાવ તો આવો છે જ નહિ વાસ્તવ માં તે ખૂબ સારા સવભાવ ની છે આ તો તે દિવસે બસ થોડું બોલી ગઈ, પણ તે જ માફી માગવા માંગે છે એટલે જ તો આ ટીકીટ પણ તે જ લાવી છે કે તમને મળી ને સોરી કહી સકે"
આખરે મે હા કહ્યું.....
બીજા દિવસે અમે તે હૉલ જ્યાં શો હતો ત્યાં પહોંચ્યા..બીજી કાર માંથી તેની બહેન પણ આવી...અને આવી ને જ હસતા હસતા મને ભેટી પડી અને સોરી દીદી.. સોરી દીદી કહેવા લાગી.
મે પણ તેને હસતા હસતા માફ કરી દીધી, હજી શો સરું થવા માં થોડી વાત હતી, માટે કશ્યપે કહ્યું" મીની તું અને પ્રાચી અંદર જાઓ , આગળ થોડા શૉપિંગ માટે દુકાનો બનાવેલી છે, તમે થોડી વાર ત્યાં વસ્તુઓ જોવો...મારે કાર પાર્ક કરવાની છે, પછી હું આવું છું.
કશ્યપ કાર પાર્ક કરવા ગયો, એટલા માં કાર માં એક ફોન વાગ્યો, તેને જોયું તો ફોન મારો હતો, હું ફોન કાર માં જ ભૂલી ગઈ હતી.ફોન ની સ્ક્રીન પર પ્રશાંત ફ્લેશ થતું હતું.તેને ફોન ઉઠવાવ્યો નહિ, બીજી વાર વાગ્યો ,અંતે ત્રીજી વાર પર તેને ફોન ઉઠાવ્યો..
સામેથી પ્રશાંતએ છોકરા નો અવાજ સાંભળતાં કહ્યું, "હેલો, તમે કોણ? પ્રાચી નો ફોન છે ને એ ક્યાં છે? ....તેના આવાજ માં થોડો ડર હતો
" હું કશ્યપ છું પ્રાચી નો ફ્રેન્ડ અમે બાર આવ્યા હતા ને પ્રાચી એને ફોન કાર માં જ ભૂલી ગઈ છે"કશ્યપે કહ્યું
સામેથી " વાંધો નહિ" કહી ફોન કપાઈ ગયો .