Pollen 2.0 - 40 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | પરાગિની 2.0 - 40

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

પરાગિની 2.0 - 40

પરાગિની ૨.૦ - ૪૦



રિની બારી પાસે આવીને ઊભી રહી જાય છે અને ઉપર તારાઓથી ભરેલા આકાશને નિહાળતી હોય છે. પરાગ પાછળથી આવી રિનીને હગ કરી લે છે. રિનીનો હાથ તરત પરાગનાં હાથ પર મૂકાય જાય છે. બંને આમ જ ઊભા રહે છે. પરાગ ધીમેથી તેની વાત ચાલુ કરે છે.

રિની, તને ખબર છે કે હું તને કેટલો પ્રેમ કરુ છું... તારા માટે બગુ પઝેસીવ છુ... સિમિતને તું હજી ઓળખતી નથી... વધારે કંઈ નહીં કહુ તને... ભવિષ્યમાં સિમિત સાથે કામ કરવાનું થશે.. બસ તું એની સાથે કામ પૂરતી જ વાત કરજે..! અને હા, આ જ પછી કંઈ પણ વાત હોય કામને લગતી, આપણા બંનેની, આપણા બંને ઘરની.. તું પહેલા મને કહીશ..! આઈ એમ રિઅલી સોરી... રિની.. હું તને બસ ખુશ જોવા માંગુ છુ.. બીજું કંઈ નહીં..!

રિની પરાગના હાથ છોડાવી પરાગ તરફ ફરે છે અને પરાગનાં ગાલ પર હાથ મૂકીને કહે છે, પરાગ આઈ એમ સોરી... મારે તમારી સામે નહોતું બોલવું જોઈતુ... મેં પણ ખોટું કર્યુ છે.. જે પરિસ્થિતિ હતી એમાં તમારી સાથે મારે રહેવાનું હતુ અને તમને એકલા મૂકીને હું મારા ઘરે જતી રહી...

પરાગ રિનીનાં હોઠપર આંગળી મૂકી દે છે અને કહે છે, બસ.. હવે આપણે કંઈક વધારે જ ઈમોશનલ થઈ ગયા છે... આટલા રોમેન્ટિક વાતાવરણમાં આ સ્યૂટ નહીં થાય..! પરાગ તેનો હાથ રિનીના કમરે વિંટાળીને પોતાની તરફ ખેંચી લે છે અને રિનીને હોઠ પર કિસ કરે છે અને ત્યારબાદ બંને એકબીજાનાં પ્રેમમાં ખોવાય જાય છે.

**********


બીજા દિવસે સવારે દાદા તેમના રૂમમાં બેસીને એક પેજ પર તેમની છેલ્લી ઈચ્છાઓ લખતા હોય છે.. ત્યારબાદ તેઓ પરાગને મળવા તેની ઓફિસ જાય છે.

સવારે પરાગ રિનીને તેના ઘરે મૂકીને તે તૈયાર થઈ ઓફિસ જતો રહે છે જેથી બઘુ ઓફિસનું કામ પતાવી શકે કેમ કે બે દિવસમાં નવા ઘરમાં બધુ વ્યવસ્થિત કામ કરાવી શકે..! નવા ઘરમાં ફર્નિચરનું કામ પતી ગયું હોય છે બસ થોડું ઈન્ટીરીયર બાકી હોય છે.

ઓફિસમાં દાદા પરાગને મળે છે.. પહેલા કામની વાત કરે છે અને તેમને એક શોપમાં જવું હોય છે દાદી માટે ખરીદવા તેનુત્ર એડ્રેસ પૂછે છે. એડ્રેસ લખવા તેમની પોકેટમાંથી નાની ડાયરી બહાર કાઢે છે અને એડ્રેસ લખે છે પરંતુ તેઓ તેમવી છેલ્લી ઈચ્છાઓનું પેજ જે વાળીને ડાયરીમાં મૂક્યુ હતું તે પરાગનાં ટેબલ પર જ ભૂલી જાય છે. દાદાનાં ગયા બાદ પરાગ તેની ફાઈલ બધી કબાટમાં મૂકતો હોય છે ત્યારે નીચેથી આ કાગળ મળે છે અને તે ખોલીને વાંચવાનું ચાલુ કરે છે જેમાં પહેલા લખ્યું હોય છે, ‘ મરતાં પહેલા મારે આટલા કામ કરવાનાં છે.’

પરાગ વારાફરતી વાંચે છે. જેમાં છેલ્લે પરાગ કંઈક આવું વાંચે છે, ‘ મારી છેલ્લી ઘડીઓમાં મારા બધા નિર્ણય પરાગને સોંપવા માંગુ છું..’ આ વાંચી પરાગને થોડું અજીબ લાગે છે. આગળ વાંચવાનું ચાલુ રાખે છે, ‘મારા ગયા બાદ તે બધુ જ સંભાળી લેશે.. મારી ફેમીલીને પણ સંભાળી લેશે..!’ પરાગ વાંચીને વિચારમાં પડી જાય છે કે દાદાએ આવું કેમ લખ્યું?

એટલામાં દાદા પાછા આવે છે અને પરાગને પૂછે છે, હું મારુ એક કાગળિયું ભૂલી ગયો હતો..

પરાગ- હા, આ રહ્યું...

પરાગ દાદાને આપી દે છે.

દાદા- તે વાંચ્યું તો નથીને?

પરાગ- ના, દાદા...

દાદા પછી ત્યાંથી જતા રહે છે.


બે દિવસ બાદ બધા નવા ઘરમાં રહેવા આવી જાય છે.

નવું ઘર જૂના ઘરથી નજીક હોય છે એસ.જી. હાઈવે પર.... ઘણું મોટું ઘર હોય છે. ઘરની આગળ ઘણો મોટો ગાર્ડન હોય છે જેમાં પરાગે બહારથી વિવિધ પ્રકારનાં ફૂલોનાં છોડ મંગાવ્યા હોય છે. ઘરની જમણી બાજુ પાર્કીંગ એરીયા હોય છે. ઘરમાં જવાનો એક રસ્તો ગાર્ડનમાં થઈ જવાનો અને બીજો પાર્કીંગ બાજુથી હોય છે. ગમે તે બાજુથી તમે અંદર જાઓ પહેલા મોટો ડ્રોઈંગ રૂમ આવે. આખા ઘરમાં ઈટાલિયન માર્બલનું ફ્લોરીંગ હોય છે. ડ્રોઈંગ રૂમમાં બ્લેક મોટા રાઉન્ડ શેપમાં સોફા અને વચ્ચે મોટું રાઉન્ડ સેન્ટર ટેબલ..! ઈન્ટીરીયર પણ મેચીંગ કલરનું... લાઈટીંગ પણ તેવી જ ફેન્સી... બધે જ ઓટોમેટીક પડદાં લગાવેલા હોય છે. ડ્રોઈંગ રૂમની બાજુમાં ડાઈનીંગ એરીયા જ્યાં દસ ટેબલ- ખુરશીનું ડાઈનીંગ ટેબલ..! તેની બાજુમાં વિશાળ કિચન જે બધા ઓટોમેટીક સાધનોથી સજ્જ હતુ..! નીચેનાં ફ્લોર પર દાદી માટે એક માસ્ટર બેડરૂમ..! ઉપરના માળ પર જવાનો રસ્તો ડ્રોઈંગ રૂમમાંથી જતો હતો..! ઉપર બીજા પાંચ બેડરૂમ હોય છે. બધા જ માસ્ટર બેડરૂમ હોય છે. બેઝમેન્ટમાં એક બાજુ નાનું જીમ બનાવેલું હોય છે અને બીજો બધો ભાગ સ્ટોરરૂમ માટેનો હોય છે. નવીનભાઈનાં ઘર કરતાં ઘણું મોટું ઘર હોય છે.


લીનાબેન હજી હોસ્પિટલમાં હોય છે. રિની, સમર ઓફિસમાં હોય છે. શાલિની તેની ફ્રેન્ડ્સ સાથે બહાર ગઈ હોય છે. દાદી નીચે નવા ઘરમાં સોફા પર બેસીને ન્યૂઝપેપર વાંચતા હોય છે. પરાગ દાદી પાસે આવીને બેસે છે અને પૂછે છે, દાદી એક વાત પૂછવી હતી..!

દાદી- હા, બોલને બેટા...

પરાગ- શું દાદાને કોઈ બિમારી છે?

દાદી- મને આના વિશે કંઈ ખબર નથી... પણ કેમ શું થયુ.?

પરાગ- આજે દાદા મને મળવા આવ્યા હતા.. વાતો પણ કંઈ અજીબ કરતા હતા અને એક કાગળિયામાં બધુ લખ્યું હતુ કે તેઓ મને બધુ સોંપવા માંગે છે.

દાદી- બિમારી વિશે ખબર નહીં પરંતુ જ્યારે તારી મમ્મીને હોસ્પિટમાં દાખલ કરી ત્યારે હું તેને મળવા ગઈ હતી ત્યારે તેમને ડોક્ટર પાસે બેસેલા જોયા હતા...!

પરાગ- એમણે એમની છેલ્લી ઈચ્છાઓનું લિસ્ટ લખ્યુ હતું એ કાગળ પર અને એવું લખ્યું હતું કે મરતા પહેલા એમની ફેમીલીનું ધ્યાન હું રાખુ..!

દાદા વિચારતા રહી જાય છે અન પરાગને કહે છે, એમણે આવું કેમ લખ્યું હશે?

પરાગ- મને પણ એ જ ખબર નથી પડતી.. પરંતુ મને એવું લાગે છે કે તેમની કંડીશન સીરીયસ છે. દાદી તમે હમણાં આ વાત કોઈને કરતા નહીં અને દાદાને પણ કંઈ પૂછતા નહીં...

દાદા- હા..

પરાગ- પહેલા મારી રીતે હું બધી તપાસ કરાવીશ... પછી શું કરવુ તે જોઈએ...!

પરાગ આટલું કહી તેના રૂમમાં જતો રહે છે. દાદી ત્યાં જ બેસી રહે છે ચિંતામાં આવી જાય છે.


પરાગનાં ઘરે બધા જ તહેવાર તેઓ ધામધૂમથી ઉજવતા...! કાલે ક્રિસમસ હોય છે. દાદાને ખબર હોય છે કે દાદીને પહેલેથી સ્નોફોલ બહુ ગમતો..! દાદી જ્યારે જવાન હતા ત્યારે તેમની ફેમીલી સાથે શિયાળામાં શિમલા બહુ જતા...! તેથી દાદા દાદીનાં ઘર આગળ નકલી સ્નોફોલ કરવાનું નક્કી કરે છે. આ બાબતે તેઓ પરાગની હેલ્પ લેવા ગયા હતા..! દાદા તે શોપમાં જઈ બધા સાધનો ખરીદી લે છે અને દુકાનમાંથી એક માણસ તે બધું દાદીનાં ઘર આગળ અરેનજ કરી આપે છે. પરાગ મોલમાં જઈ ક્રિસમસ હોવાના લીધે બધા માટે ગીફ્ટસ લઈ આવે છે અને બધાના રૂમમાં જઈ તે ગીફ્ટસ મૂકી આવે છે અને પછી તે હોસ્પિટલ જવા નીકળે છે.

આ બાજુ સ્નોફોલ માટે બધુ તૈયાર થઈ જતા દાદા દાદીને ફોન કરી બહાર બોલાવે છે અને સ્નોફોલની સ્વીચ ચાલુ કરે છે પરંતુ સ્નોફોલ થતો નથી. બે વખત મશીવ ચેક કરી ટ્રાય કરે છે પરંતુ સ્નોફોલ થતો નથી..!

દાદી દાદાને આરામ કરવાનું કહી ઘરે મોકલી દે છે. દાદા થોડા માયૂસ થઈ જાય છે કે તેમને દાદીને સરપ્રાઈઝ આપવી હતી પણ ના અપાય અને આ દાદી માટે સ્નોફોલ કરાવવું તે તેમની છેલ્લી ઈચ્છાઓ માંની એક ઈચ્છા હતી..!


હોસ્પિટલમાં જઈ પરાગ રિસેપ્શન પર પૂછી ડોક્ટરને મળવા જાય છે. ડોક્ટર સાથે વાત કર્યા બાદ પરાગને ખબર પડે છે કે દાદાને એક જીવલેણ બિમારી છે પરંતુ તેઓ ડોક્ટરને પોતાનું ચેકઅપ કરાવવાની ના કહે છે. ડોક્ટર પરાગને કહે છે, તમે દાદાને મનાવો અને ચેકઅપ માટે અહીં લઈ આવો..!

પરાગ હા કહે થે અને ડોક્ટરને થેન્ક યુ કહી ઘરે જવા નીકળે છે.






દાદાને શેની બિમારી હશે?

સિમિત હવે પાછો કંપનીમાં આવી ગયો છે તેનાથી પરાગ અને રિની વચ્ચે કંઈ થશે?

નવા ઘરમાં લીનાબેન અને શાલિની સાથે રહી શક્શે? લીનાબન નાટક કરે છે તે પરાગને ખબર પડશે કે નહીં તે જાણવા માચે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૪૧