Stress of emotions - the final part in Gujarati Love Stories by Ruchita Gabani books and stories PDF | લાગણીઓના તાણાવાણા - અંતિમ ભાગ

Featured Books
  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

Categories
Share

લાગણીઓના તાણાવાણા - અંતિમ ભાગ

કનિષ્કાને આમ અચાનક જોઈને માધવનું મગજ વિચારે ચઢી ગયું હતું. અને વધારે મુશ્કેલી તો હતી કે લગ્ન રોકવા કઈ રીતે? અત્યારે એરપોર્ટ પર બધું વિચારવાનો સમય નહતો કારણકે કનિષ્કા, અદ્વૈત અને અદ્વિકા તેની નજીક પહોંચી ગયા હતા.

અદ્વિકા તો માધવને ગળે વળગી ગઈ. અદ્વૈત માધવને પગે લાગ્યો ત્યારે ઘડીક માધવને થયું, વાહ શું સંસ્કાર છે. પરંતુ જેવી નજર ફરીથી કનિષ્કા પર પડી, એનો ચહેરો ઉતરી ગયો.

કનિષ્કા હજુપણ એવીને એવી લાગતી હતી. ચહેરો જોઈને કોઈ કળી ના શકે કે ચાલીસી વટાવી ચૂકી છે. કદાચ આટલા વર્ષ વિદેશમાં રહ્યાંની અસર હોઈ શકે. બસ, ેરા પર ચશ્માં આવી ગયા હતા.

અદ્વૈતે જ્યારે કનિષ્કાની ઓળખાણ આપતા કહ્યું કે તેની મમ્મી છે ત્યારે માધવે મહામુશ્કેલીથી ચહેરા પર સ્મિત જાળવી રાખ્યું, કારણકે અહીં જાહેરમાં તમાશો કરવો વ્યર્થ હતો.

નિષ્કા અને માધવ એકબીજાને પહેલેથી ઓળખે છે છુપાવવું વ્યર્થ હતું એટલે જૂની ઓળખાણ તાજી કરતા એકબીજાને હસ્તધુન કર્યું.

અદ્વૈત અને અદ્વિકા તો આશ્ચર્યચકિત થઈ ગયા વાત જાણીને. અદ્વિકાએ તો સવાલોનો જાણે વરસાદ કર્યો, કેટલા સમયથી ઓળખો છો? કેવી રીતે મળ્યા? કોન્ટેક્ટમાં કેમ નહતા? વગેરે વગેરે.

માધવે ટૂંકમાં જવાબ આપી દીધો, “સ્કૂલમાં સાથે હતા અને વર્ષો પછી કનિષ્કા મારી બોસ બનીને આવી. ઓસ્ટ્રેલિયા જતી રહી હોવાથી ત્યાંના અને અહીંના ટાઈમમાં ફરક હોવાથી ટચમાં ના રહી શક્યા. તારા સવાલો હવે પત્યા હોય તો પહેલા ઘરે જઈએ?”

બધી વાતચીત દરમ્યાન માધવ સતત કનિષ્કાના ચહેરાનું નિરીક્ષણ કરી રહ્યો હતો. કનિષ્કા ફક્ત ટૂંકાં જવાબ આપતી એની પહેલાની આદત મુજબ. ાધવને વાતની નવાઈ લાગી કે કનિષ્કા કેમ આટલી સહજ છે? કેમ કાંઈ કહેતી નથી? એના ચહેરાના હાવભાવ પણ જરાય વ્યથિત નથી જણાતાં. પણ કદાચ ઘરે જઈને વાતનું નિરાકરણ લાવવા માંગતી હશે એટલે નોર્મલ રહેવાનો પ્રયત્ન કરી રહીશ, એમ વિચારીને માધવે મન મનાવ્યું.

એરપોર્ટથી ઘરે પહોંચતા સુધીમાં અદ્વૈત અને અદ્વિકાની બકબક સતત ચાલુ હતી. ઓસ્ટ્રેલિયાની વાતો, એની નોકરીની વાતો, બંનેવની મુલાકાતોની વાતો, મુંબઈમાં શું ચાલી રહ્યું છે આજકાલ વગેરે વગેરે. માધવ બસ હોંકારા ભણી રહ્યો હતો કેમકે એનું બધું ધ્યાન વાતમાં હતું કે લગ્ન કેવી રીતે રોકવા? કનિષ્કા સાથે વાત ક્યારે અને કેવી રીતે કરવી? અને કનિષ્કા તો ચુપચાપ બારીની બહાર જોતા બેઠી હતી.

માધવના મગજમાં તો ચિંતા સાથે સવાલોનું ઘોડાપુર વહી રહ્યું હતું.

કેવી રીતે રોકીશ લગ્ન? મારી લાડકીને કેવી રીતે સમજાવીશ. મારે એને સત્ય ગમે તેમ જણાવવું પડશે કે જેને પ્રેમ કરે છે એનો ભાઈ છે. એટલે લગ્ન તો સંભવ નથી. મતલબ મારે મારી અને કનિષ્કા સાથે બનેલી હકીકત જણાવવી પડશે? વર્ષો જૂની વાત જેને હું ક્યારેય યાદ કરવા નથી માંગતો, ફરેથી ઉખેળવી પડશે? અરે એને શું, મારી અદિતી ને પણ બધું કહેવું પડશે. ના..ના..હું એને સત્ય નહીં કહું. સત્ય કહીશ તો કદાચ મને ક્યારેય માફ નહીં કરી શકે. તો ના પડવાનું કારણ શુ કહીશ? જે લગ્ન માટે હું આટલો ખુશ હતો લગ્ન હવે ના કરવાની વાત હું કેમ કરું છું એવું પૂછશે, તો શું જવાબ આપીશ હું? મારે એને કહેવું તો પડશે . ભલે બધું સાચે સાચું કહી દેવું પડે.”, માધવ આખા રસ્તે મનમાં ગડમથલ કરતો રહ્યો.

અદીતી તો ઘરે ક્યારની સ્વાગતની તૈયારી કરીને રાહ જોઇને બેઠી હતી. આખરે દરવાજાની ઘંટડી વાગતા તેની ધીરજનો અંત આવ્યો. અદિતી હરખ ઘેલી થતા દરવાજે ઉભા રહેલી અદ્વિકાને સીધી ગળે લાગી ગઈ. પોતાની દીકરીને કેટલા સમયે મળી હોવાથી પગથી માથા સુધી નીરખીને જોઈ લીધી. અદિતી ઘડીભર પણ ભૂલી ગઈ હતી કે અદ્વિકા સાથે અદ્વૈત અને કનિષ્કા પણ આવ્યા હતા.

અદ્વિકાએ અદિતીનું ધ્યાન દોરતા કહ્યું, “મમ્મી, ફક્ત મને નીરખીને જોયા કરીશ કે અદ્વૈત અને આંટીને પણ મળીશ?”

ત્યારે અદિતીને ખ્યાલ આવતા એણે અદ્વિકાની બાજુમાં ઉભેલા અદ્વૈતને કેમ છો પૂછ્યું અને અદ્વૈતે અદિતીના ચરણસ્પર્શ કર્યા. જ્યારે તેનું ધ્યાન કનિષ્કા પર ગયું, ત્યારે એકદમ ચોંકી ગઈ, અને કનિષ્કાને ગળે લાગતા કહ્યું, “ઓહ માય ગોડ. કનિષ્કા ખરેખર તું છે? કેટલા વર્ષે જોવ છું તને પણ હજુય એવી લાગે છે. ક્યાં હતી અત્યાર સુધી? કેમ કોઈ કોન્ટેકટ પણ ના કર્યો? અચાનક જાણે ગાયબ થઈ ગઈ.”

કનિષ્કા પણ અદિતીને આટલા વર્ષો પછી મળવાથી ખૂબ ખુશ હતી. “અરે, થોડો શ્વાસ લેવા તો ઉભી રહીજા. બધા સવાલ એકસાથે પૂછી લઈશ?”

અદિતીને કંઈક ખ્યાલ આવતા અચાનક એની ખુશી બમણી થઈ ગઈ, “ઓહ, મતલબ કે અદ્વૈત તારો દીકરો છે? હવે તો શું જાણવા જોવાનું. તને ઓળખું છું. તારા જેવો તારો દીકરો હશે. અને તારા ઘરમાં મારી દીકરીને, તું હોય એટલે શું તકલીફ થવાની? સંબંધ માટે મારી હા છે. જલ્દી સારું કોઈ મુહુર્ત જોવડાવીને સગાઈ કરી લઈએ. હેને માધવ?”

માધવની સલાહ લેવા અદિતીએ આમ તેમ નજર કરી પણ માધવ ક્યાંય દેખાયો નહીં. “અરે, હમણાં તો અહીં હતો. ક્યાં ગાયબ થઈ ગયો? પણ તને જોઈને ખૂબ ખુશ થયો હશે ને કનિષ્કા? પણ ગયો ક્યાં? ઓહ, લાગે છે તે એને બ્લોક કર્યો હતો વાતથી હજીય નારાજ છે તારો ફ્રેન્ડ.”, અદિતીએ એના સ્વભાવ મુજબ હસતા હસતા કહ્યું.

કનિષ્કાએ માધવને બ્લોક કર્યો હતો વાત અદિતીને ખબર છે અને હજુ યાદ છે જાણીને કનિષ્કાને નવાઈ તો લાગી પણ અત્યારે કઈ જવાબ આપ્યા વિના એણે ફક્ત સ્મિત કરીને વાતને જવા દીધી.

આમેય અદિતીએ બ્લોક કરવાનું કારણ ત્યારે પણ નહતું પૂછ્યું અને આજે પણ ના પૂછ્યું. એવું નહતું કે અદિતી કારણ જાણવા નહતી માંગતી, એને એમ હતું કે કદાચ ઓફિસના કોઈ કામ બાબતે મતભેદ કે મનભેદ થવાથી કાંઈ થયું હશે. જો એનાથી વધારે કશું હોત તો માધવ ચોક્કસ એને જણાવત, વિશ્વાસ અદિતીનો હજુપણ અકબંધ હતો.

આટલા વર્ષે કનિષ્કાને જોઈને અદિતી ખરેખર ખુશ હતી, કેમકે ભલે ટૂંકા ગાળા માટે પણ એક સમયે કનિષ્કા એની ખૂબ સારી બહેનપણી હતી. અને હવે કનિષ્કા એની વેવાણ બનશે વાતથી તો એની ખુશી બમણી થઈ ગઈ હતી.

આખો દિવસ બંનેવ બહેનપણીઓ ખૂબ વાતો કરી. સગાઈ વિશે, બંનેવ છોકરાઓ વિશે, સગાઈ કઈ જગ્યાએ કરવી, કોને કોને બોલાવવા વગેરે વગેરે. જાણે વચ્ચે આટલા વર્ષોનો ગેપ આવ્યો ના હોય એવું લાગી રહ્યું હતું બંનેવને જોઈને.

અદ્વિકાનો થાક તો અદિતીની સંબંધ માટે હા સાંભળીને ક્યાંય ઉતરી ગયો હતો એટલે પણ અદ્વૈતને લઈને, પોતાની બહેનપણીઓને સરપ્રાઈઝ આપવા પહોંચી ગઈ હતી. પણ માધવ આખો દિવસ થોડો અતડો રહ્યો, વાતની નોંધ અદિતીએ લીધી.

સાંજે જ્યારે બેડરૂમમાં બંનેવ એકલા પડ્યા ત્યારે અદિતીએ માધવની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. માધવ ફોનમાં વ્યસ્ત હોવાનો ડોળ કરતો બેડ પર આડો પડ્યો હતો. અદિતી તેની પાસે બેસી ગઈ.

માધવ, તારા નસીબ તો જો. તારી સ્કૂલ ક્રશ પહેલા તારી બોસ બની, અને હવે તો આપણી વેવાણ બની જશે. એટલે લાઈન મારવાના ફૂલ ચાન્સ મળશે તને. આવો મોકો જવા દઈને તું આમ દિવેલ પીધું હોય એવું મોઢું કરીને કેમ ફરે છે?”, અદિતીએ મજાક કરતા કરતા માધવને પૂછ્યું.

કઈ નહીં. તો બસ થોડું કામનું ટેનશન છે એટલે.”, માધવે વાત ટાળવા કહ્યું.

ઓહ, તને એવું લાગે છે કે તું મારી સામે જુઠું બોલી શકીશ? મને ખબર છે કે તું શું કામ આવી રીતે બીહેવ કરી રહ્યો છે?”

અચ્છા. શું કામ?”, માધવ હવે ઉભો થઈને બારી પાસે જતો રહ્યો.

કેમકે તું નથી ઈચ્છતો કે લગ્ન થાય.”, અદિતી પણ ઉભી થઈને માધવની સામે બારી પર જઈને બેસી ગઈ.

..તને..કો.કો..ણે કીધું?”, માધવની જીભ થોથવાઈ રહી હતી. આટલા શબ્દો તો માંડ માંડ બોલી શક્યો.

અને મને કારણ પણ ખબર છે. પણ માધવ, સાવ આવી નજીવી બાબતમાં તારી દીકરીનું દિલ તોડીશ તું? એણે તને બ્લોક કર્યો વાતને વર્ષો થયા, કારણસર દીકરીનું દિલ તો ના તોડાયને. તારો ઈગો તારી દીકરીના સપનાઓ કરતા મોટો ક્યારથી થઈ ગયો માધવ?”, અદિતીએ માધવનો હાથ પોતાના હાથમાં લઈને એની આંખોમાં સીધું જોઈને પ્રશ્ન કર્યો.

માધવને થોડી રાહત થઈ કે જે ધાર્યું હતું વાત હજી ખબર નથી અદિતીને. પણ વાતની શરૂઆત કઈ રીતે કરવી એની મૂંઝવણમાં હોવાથી હાલ પૂરતું વાત પર પૂર્ણવિરામ મુકવા માંગતો હતો.

લગ્ન નહીં થઈ શકે, કોઈપણ કિંમતે નહીં. બસ. અને મારો અંતિમ નિર્ણય છે.”, માધવ અદિતીનો હાથ છોડાવીને ઉભો થઈને રૂમની બહાર જતો હતો કે દરવાજો ખોલીને અદ્વિકા અંદર દાખલ થઈ. તેના આંખમાં આંસુ હતા.

બેટા, કેમ રડે છે?”, માધવે અદ્વિકાનો ચહેરો હાથમાં લઈને તેના આંસુ લૂછતાં પૂછ્યું.

પપ્પા, અત્યાર સુધી તમે મને સપોર્ટ કરયો અને ગ્ન માટે હા પાડી. અને હવે તો મ્મી પણ માની ગઈ છે, તો અચાનક તમે કેમ ના પાડી રહ્યા છો? સોરી, પણ હું આવતી હતી ત્યારે મેં તમારું છેલ્લું વાક્ય સાંભળ્યું.”, અદ્વિકા હજીપણ રડી રહી હતી.

બસ. હવે હું લગ્ન થાય એવું નથી ઈચ્છતો.”, એમ કહીને માધવ રૂમની બહાર જવા લાગ્યો.

પણ પપ્પા કારણ શું છે તો કહો? તમને તો અદ્વૈત ખૂબ ગમેલોને? તો આમ અચાનક શું થઈ ગયું? જે મનમાં હોય તે કહી દોને પપ્પા. યાદ છેને આપણો નાનપણનો નિયમ? આપણી વચ્ચે કોઈ વાત સિક્રેટ નહીં. તો કેમ આજે રૂલ તોડવા જઇ રહ્યા છો? હું પ્રોમિસ કરું છું કે કારણ વ્યાજબી હશે તો હું નહીં કરું સગાઈ. પણ તમે પહેલા વાત તો કરો. પ્લીઝ.”, અદ્વિકાએ કહ્યું.

માધવ સાંભળ્યું ના સાંભળ્યું કરીને કંઈપણ જવાબ આપ્યા વગર રૂમની બહાર નીકળી રહ્યો હતો કે,

અદ્વિકા સાચું કહે છે માધવ. સત્ય ને ક્યાં સુધી છુપાવીશ. તારી ના નું કારણ કહી દે બધાને.”, કનિષ્કાએ રૂમમાં દાખલ થતાં કહ્યું.

માધવની હાલત કાપો તો લોહી નીકળે એવી થઈ ગઈ હતી. એણે ધાર્યું નહતું કે કનિષ્કા આવી રીતે અચાનક આવીને એની ઈજ્જત ના ધજાગરા ઉડાવી નાખશે. વાત જે કહેવા માટે પોતાને તૈયાર નથી કરી શક્યો વાત જણાવી દેશે. બસ મનમાં એક પ્રાથના કરી રહ્યો કે કનિષ્કા અદિતી અને અદ્વિકા સામે અત્યારે સત્ય ના કહી દે. કારણકે આવી રીતે કનિષ્કા સામે બધી વાત કરવા નહતો માંગતો.

સોરી. આવી રીતે મારે તમારા ફેમિલી મેટરમાં પડવું તો ના જોઈએ. પણ મને લાગ્યું કે કદાચ માધવ પોતાના મોઢેથી ના પાડવાનું કારણ નહીં કહી શકે. એટલે હું કહેવા આવી ગઈ. જૂનો મિત્ર છે મારો, ગમે એમ સાથ તો દેવો રહ્યો.”, કનિષ્કાએ બધાની માફી માંગતા વાત આગળ વધારી.

માધવ તો અદિતી અને અદ્વિકાની વિરુદ્ધ દિશામાં નીચે મોઢું રાખીને આંખ બંધ કરી ઉભો રહી ગયો. જાણે આવનારી પરિસ્થિતિ માટે ખુદને તૈયાર કરતો હોય.

માધવ એટલે ના પાડી રહ્યો છે કારણકે, કારણકે અદ્વૈત મારુ પોતાનું લોહી નહીં પરંતુ એક દત્તક લીધેલું બાળક છે. વાત અદ્વૈતે તેને અહીં આવતા પહેલા જણાવી દીધી હતી. ત્યાંરે તો કશું બોલ્યો. પણ હવે વાત એને સંબંધ કરતા રોકી રહી છે કદાચ. માધવને કદાચ એમ લાગતું હશે કે સમાજમાં જો વાતની જાણ થઈ તો એની દીકરીને બધા જાકારો આપશે, કહેશે કે ખબર નહીં કઈ જાતિના લોહીને પરણી. દીકરીનો બાપ રહ્યો ને, ચિંતા થવી વ્યાજબી છે.”, કનિષ્કાએ કહ્યું.

માધવ તો આશ્ચર્યથી કનિષ્કા સામે જોઈ રહ્યો. “કેવી રીતે બાઈ આટલું જૂઠું બોલી શકે છે? શું ઇરાદાઓ લઈને આવી છે આમ મારી જિંદગીમાં સમજાતું નથી. મારે એના મનમાં શું ચાલી રહ્યું છે અને બધું શું કામ કરી રહી છે જાણવું પડશે.”, માધવ મનમાં વિચારી રહ્યો.

વાત જાણ્યાં પછી અદિતી અને અદ્વિકાને હાશકારો થયો. કે બંનેવ નાહક ના ચિંતા કરી રહ્યા હતા.

અરે માધવ તને હું ઓળખું છું. આપણું લોહી અને પારકું લોહી એમાં તું ક્યારથી માનવ લાગ્યો? તું ક્યારેક કહેતો ને કે માણસ ના સંસ્કાર એના ઉછેરથી છતાં થાય, એમાં ઉંચી કે નીચી જાત-નાત ને કોઈ સંબંધ નથી. તો પછી માજની બીકે તું તારી દીકરીના સપનાઓ અને ઈચ્છોઓને આમ કચડી નાખીશ?”, અદિતીએ માધવને સમજાવીને એનો નિર્ણય બદલવાની કોશીશ કરી જોઈ.

માધવ મનમાં વિચારી રહ્યો, “શું જવાબ આપું એને? કેવી રીતે કહું કે મારી ના નું કારણ શું છે? એક ભાઈ અને બહેન ના લગ્ન હું કેવી રીતે થવા દઉં? અત્યારે કનિષ્કાની હાજરીમાં તો કશું કહી નહીં શકું. અદિતીને એકલામાં કહેવું પડશે. ગમે તે થાય અધર્મ તો કોઈ સંજોગોમાં નહીં બને.”

ઠીક છે. જેમ તમને લાગે એમ.”, વાત પતાવવાના હેતુથી પરાણે હસીને માધવે કહ્યું.

માધવ આટલી સહેલાઈથી ાની ગયો એની અદિતીને નવાઈ લાગી. અને અદ્વિકા માટે તો માધવ માની ગયો વધારે મહત્વનું હોવાથી આંખો લૂછીને ખુશીથી બાઝી પડી માધવને. જાણે હાશકારો થયો હોય એમ અદ્વિકા અને કનિષ્કા જતા રહ્યા.

રાત્રે અદિતી માધવની બાજુમાં ઘસઘસાટ ઊંઘી રહી હતી અને ાતની શરૂઆત કઈ રીતે કરવી એની મથામણમાં માધવ પથારીમાં પડખાં ફેરવી રહ્યો હતો. વાત કહેવી પણ હતી અને સાથે સાથે પોતાને અદિતીની નજરમાંથી ઉતારવા પણ નહતો માંગતો. પત્ની ગમે તેટલી સારી હોય, પણ પતિની આવી ભૂલ તો માફ ના કરે. ભલે શારીરિક સંબંધ નહતો, પણ બાયોલોજીકલી તો અદ્વૈતનો પિતા હતો ને. અદ્વિકાને પણ કઈ રીતે સમજાવીશ? તો કદાચ નફરત કરવા લાગશે મને. વિચારોનો મારો એટલો પ્રબળ હતો કે ઘડીભર એને મૂંઝારો થઈ આવ્યો, ને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એવું લાગતા ખુલી હવામાં શ્વાસ લેવા રૂમની બહાર નિકીળીને હોલમાં રહેલી બાલ્કની પાસે ઉભો રહી ગયો.

હજી આવીને ઉભો રહ્યો એને થોડી વાર થઈ હશે કે, માધવે કોઈનો પગરવ સાંભળ્યો. કનિષ્કા હતી. કનિષ્કા અને અદ્વૈત માધવના ઘરે રોકાયા હતા.

કનિષ્કાના હાથમાં પાણીની ખાલી બોટલ હતી, કદાચ રસોડામાં પાણી ભરવા જતી હતી. બંનેવની નજરો એક થઈ. માધવને કનિષ્કાને જોઈને ગુસ્સો આવી રહ્યો હતો. કારણકે બધી સમસ્યાનું મૂળ કનિષ્કા હતી. માધવને હજીય દિવસ યાદ કરતા અફસોસ થઈ રહ્યો હતો. કાશ, કનિષ્કાની વાતોમાં ના આવ્યો હોત. માધવે ચહેરો ફેરવી લીધો.

કનિષ્કા એની પાસે આવીને ઉભી રહી ગઈ. માધવ એને હજુપણ અવગણી રહ્યો હતો, હમણાં થોડીવાર પહેલા જે ખોટું બોલી વાત યાદ કરતા માધવનો ગુસ્સો બમણો થઈ ગયો હતો. ઈચ્છતો હતો કે કનિષ્કા એની નજર સામેથી જતી રહે.

માધવ..હું જાણું છું કે તું ગુસ્સે છે, પણ..”, કનિષ્કાએ કહેવા ચાહયું.

કનિષ્કા પ્લીઝ, તારા નાટકો બંધ કર. હવે હું તારી એકપણ વાતમાં ફસા નથી માંગતો. ત્યારે કદાચ તારા પ્રત્યેના આકર્ષણને વશ થઈ મેં તારા IVF ના વાહિયાત વિચારને પ્રોત્સાહન ના આપ્યું હોત તો આજે દિવસ જોવો ના પડયો હોત. મારી દીકરી..મારી દીકરી એના ભાઈ ના પ્રેમમાં પડી ગઈ. શી.. વિચારીને પણ શરમ આવે છે.”, માધવે આખરે એનો બધો ગુસ્સો કનિષ્કા પાર ઠાલવી દીધો.

માધવ પણ મારી વાત તો સાંભળ..”

તું ચૂપ રે.. તને કાંઈ ભાન છે કે નહીં? હમણાં થોડીવાર પહેલા વાત થઈ ત્યારે શું જુઠામણા બોલી રહી હતી તું? કે અદ્વૈત ને તે દત્તક લીધો છે? મને જાણે સત્ય ખબર હોય એમ. શું કામ તું અધર્મ થાય એવું ઈચ્છે છે? આવી હતી તો જે સાચું છે કહી દેવું હતું ને કે હું અદ્વૈતનો બાપ છું એટલે લગ્ન માટે ના પાડી રહ્યો છું. પણ હવે બસ..અદિતીને સત્ય જાણ્યાં પછી જે કરવું હોય કરે..પણ સંબંધનો હવે અહ્યા અંત આવશે નક્કી છે. હું અદિતી અને અદ્વિકાને બધું કહી દઈશ.”, એમ કહીને માધવ જવા લાગ્યો.

મિનિટ ઉભો રહીને મારી વાત સાંભળીશ?”, માધવનો હાથ પકડીને એને ઉભો રાખતા કનિષ્કાએ પોતાની વાત કહેવાની શરૂઆત કરી, “આટલા સમયમાં તે મને બસ આટલી ઓળખી માધવ? તને હું સ્વાર્થી અને બહુ વાહિયાત વ્યક્તિ લાગતી હોઈશને?”

ભાષણ નહીં કર. મુદ્દા પર આવ.”, માધવને જાણે જવાની ઉતાવળ હોય એમ કહ્યું.

તો ધ્યાનથી સાંભળ માધવ. મેં થોડીવાર પહેલા જે પણ કહયું ખરેખર સાચું છે. અદ્વૈત તારો દીકરો નથી, મેં એને દત્તક લીધો છે એક અનાથ આશ્રમમાંથી.”

પણ તે IVF કરાવેલું, અને હું સાથે પણ આવેલો ને? તો ?”, માધવ આશ્ચર્યથી પૂછી રહ્યો.

તારી વાત સાચી છે. આપણે IVF કરાવેલું. દિવસે પ્રોસેસ સફળતાપૂર્વક પાર પડેલી. હું તો બહુ ખુશ હતી કે આખરે મારી ઈચ્છા પુરી થશે, હું તારા બાળકની મા બનીશ. પણ પછી સમય જતાં મને ભાન થયું, કે હું કેટલી મતલબી બની ગઈ. પોતાની ઇચ્છા પૂરી કરવા ખાતર, મેં એક પરણિત પુરુષને એક પ્રકારે પોતાની પત્નીને દગો કરાવ્યો. જેટલું વિચારતી એટલું મને તારા પ્રત્યે માન થઈ આવતું કે તું કેટલો સારો છે, તે મારા ખાતર પગલું ભર્યું, અને વાત વિચારીને મને જાત પ્રત્યે નફરત થતી, પોતાની નજરમાં હું ઉતરી ગઈ હતી. આખો મહિનો આવા વિચારોમાં ગયો. પછી જ્યારે પ્રેગ્નન્સી ટેસ્ટ કરવાનો સમય આવ્યો ત્યારે જાણે ભગવાને મારી પ્રાથના સાંભળી હોય એમ મને પ્રાયશ્ચિત કરવાનો મોકો મળ્યો. IVF ફેઈલ ગયું, હું તારા બાળકની માં ના બની શકી. સાચું કહું તો મને વાતની ખુશી થયેલી માધવ. એટલે મેં તને કશું પણ જણાવ્યું નહીં, IVF ફેલ થયું પણ નહીં અને હું બાળક દત્તક લેવાની છું પણ નહીં. હું બસ તને સંતોષ આપીને તારી લાઈફમાંથી કાયમ માટે જતી રહેવા માંગતી હતી કે તે મારી ઈચ્છા પુરી કરી. જનરલી બાળક શોર્ટ નોટિસમાં મળવું અઘરું હોય છે પણ મારા નસીબ સારા હતા કે હું અનાથ આશ્રમ ગઈ એના આગલા દિવસે કોઈ એક 2 દિવસના છોકરાને ત્યાં મૂકી ગયેલું. અને મને મારો અદ્વૈત મળી ગયો.”, કનિષ્કાએ આખી વાત ટૂંકમાં જણાવી.

માધવને થોડી રાહત થઈ કે એની દીકરીનું દિલ નહીં તૂટે.

ભલે અદ્વૈત મારો દીકરો નથી, પણ ત્યારે જે પણ બન્યું હવે હું અદિતીથી છુપાવવા નથી માંગતો. આટલા વર્ષો પછી તારું આમ સામે આવવાનું કારણ કદાચ હશે કે ભગવાન ઈચ્છે છે કે હું અદિતીને અંધારામાં ના રાખું. બધું સાચું કહી દઉં. પરિણામ જે આવે તે, હું આદિતી અને અદ્વિકાને સત્ય હકીકત જણાવીને રહીશ. કેમકે મને આટલા વર્ષો બહુ ગિલ્ટી ફિલ થતું રહ્યું છે, પણ હવે બસ, જે થાય તે, મેં જે કર્યું સાચું હતું કે નહીં નક્કી કરવાનો હક હવે ફક્ત અદિતીના હાથમાં છે.”, માધવે પોતાનો નિર્ણય સંભળાવ્યો.

મારી વાત માન માધવ, વર્ષો પહેલાની વાત ઉખેળીને શુંકામ સુખી જીવનમાં જાતે આગ લગાવવાની કોશિશ કરે છે? જે કરવા માંગતા હતા ખરેખર થયું નથી, તો પછી હવે રહી રહીને શું કામ વાત ને યાદ કરે છે? બધું જાણ્યાં પછી કદાચ અદિતી તને માફ નહીં કરે. અને સજા ફક્ત તારે નહીં, પરંતુ કદાચ અદ્વૈત અને અદ્વિકાને પણ ભોગવવી પડશે.”, કનિષ્કાએ સલાહ આપી.

જે થાય તે, મારો નિર્ણય અટલ છે.”, એમ કહીને માધવ જેવો પાછળ ફર્યો કે સામે તેને અદિતી ઉભેલી દેખાઈ.

અદિતી હું તારી પાસે આવતો હતો..”, માધવ પોતાની વાત કહેવાની કોશીશ કરવા લાગ્યો.

મેં બધું સાંભળી લીધું છે. હવે કોઈને કશું કહેવાની જરૂર નથી.”, અદિતીએ કહ્યું.

પણ અદિતી..”, માધવ શરૂઆતથી અંત સુધી બધું કહેવા માંગતો હતો. પણ અદિતી તેને બોલતા રોક્યો.

માધવ, આગળ હવે મારે કઈ નથી જાણવું. જે જાણવા જેવું હતું મેં જાણી લીધુ છે. હું ઊંઘમાંથી અચાનક જાગી અને જોયું તો તું બાજુમાં ના દેખાતા તને શોધવા આવી હતી. અહીં આવતા જોયું કે તમે બંનેવ વાતો કરી રહ્યા છો, એટલે હું વાત સાંભળવા ઉભી રહી ગઈ. પહેલા તો વાત સાંભળીને બહુ ગુસ્સો આવ્યો, થયું કે શું કરું? પણ પછી લાગ્યું કે આખી વાત સાંભળવી પછી નિર્ણય લેવો. તે જે કર્યું એમાં મને તારો કોઈ દોષ નથી લાગતો. તારો ઈરાદો ખરાબ નહતો, તું બસ કનિષ્કાની મદદ કરવા માંગતો હતો હું જાણું છું. કદાચ સાથે રહેવાથી થોડું આકર્ષણ થયું હોય તો ત્યારની ઉંમર પ્રમાણે સહજ કહેવાય. તને ઓળખું છું એટલે ગર્વથી અત્યારે પણ વિશ્વાસથી કહી શકું કે તારા મનમાં ત્યારેપણ કોઈ પાપ નહતું ને આજે પણ નથી. વાત તે અત્યારે પણ સાબિત કરી દીધી, મને બધું કહી દેવાનો નિર્ણય લઈને. બસ દુઃખ ખાલી એક વાત નું છે કે નિર્ણય તે સમયે ના લીધો અને ત્યારે તે મને બધી વાતો શેર કરવાને લાયક ના સમજી.”, અદિતીએ આંખમાં આવેલા આંસુ લૂછતાં વાત આગળ વધારી, “આમ તો સારું થયું કે તે મને ત્યારે ના કીધું. ત્યારે કદાચ હું વાત એક્સેપટ ના કરી શકત અને તને સમજી પણ ના શકત.”

આઈ એમ સોરી અદિતી. મારી ઈચ્છાઓએ અને માધવના ભોળપણે તમારી લાઈફમાં વણજોઈતી તકલીફ ઊભી કરી. થાય તો મને માફ કરી દે.”, એટલું કહીને કનિષ્કાએ હાથ જોડ્યા.

કનિષ્કા, તારો આમાં કાંઈ વાંક નથી. તે મારા વિશે વિચાર્યું એટલે IVF નો ઓપશન આપ્યોને. આવી રીતે માધવે કોઈ બીજી સ્ત્રીને સ્પર્મ ડોનેટ કરીને મદદ કરી હોત તો હું થોડી દુઃખી થાત? ક્યારેક પ્રેમની વિવશતા અને થોડું મળ્યા પછી વધારે મેળવી લેવાની ઝંખના માણસ પાસે અવનવું કરાવ્યા કરે છે.”

તોય હું તારી ગુનેગાર છું. તું ધારે તે સજા મને આપી શકે છે.”, કનિષ્કાએ કહ્યું.

હા અદિતી, તું કાંઈક સજા આપ, ગુસ્સો કર, આવી રીતે જવા દઈશ તો હું મનમાં ને મનમાં પીડાયા કરીશ. મનમાં જેપણ હોય કહી દે.”, માધવે કહ્યું.

તો તમે શું ઈચ્છો છો? કે પહેલા હું ગુસ્સો કરું, તમારી ઉપર ચિલ્લાવું, રડું, રડાવું અને પછી માફ કરું? સાચું કહું ને માધવ, તો અદ્વૈત તારો બાયોલોજીકલ દીકરો નથી એટલે હું તમને માફ કરી શકી છું. જો તારો દીકરો હોત તો કદાચ તને ક્યારેય માફ ના કરી શકત. એટલે કહું છું, મારો ઈરાદો બદલાય કે અદ્વૈત અને અદ્વિકા એના પેરેન્ટ્સના યુવાનીના કારનામાં સાંભળે, એની પહેલા પ્રકરણ પૂરું કરીએ. અને કાલ સવારથી અદ્વૈત અને અદ્વિકાની સગાઈની તૈયારીઓમાં લાગી જઈએ.”, અદિતીએ હસતા હસતા કહ્યું.

આય લવ યુ અદિતી.”, ાધવે આંખના ખૂણા લૂછતાં અદિતીને ગળે લગાવી લીધી.

કનિષ્કા દૂર ઉભી રહીને બંનેવના પ્રેમને હરખાતી જોતી ઉભી રહી.

10 દિવસ પછી ધામધૂમથી મોટા હોલમાં અદ્વૈત અને અદ્વિકાની સગાઈ કરવામાં આવી. બધા ખૂબ ખુશ હતા કારણકે એક નવા સંબંધની શરૂઆત થઈ હતી.

સમાપ્ત.