વિશ્વ દૂધ દિવસ
યુનાઈટેડ નેશન્સના ફૂડ એંડ અગ્રિક્લ્ચર ઓર્ગેનાઇઝર દ્વારા 1 જૂન વર્ષ 2001 માં શરૂ થયેલ વિશ્વ દૂધ દિવસની ઉજવણીની 20 મી વર્ષ ગાંઠ આ વર્ષ 2021માં છે. જેની થીમ છે : "આ પોષક શ્રીમંત લિક્વિડફૂડ વિષે 10 ફન ફેક્ટ્સની સૂચિ" જૂન 1 ના વર્ષના તે સમય દરમિયાન ઘણા દેશો પહેલેથી જ દૂધ દિવસની ઉજવણી કરી રહ્યા હતા. વિશ્વ દૂધ દિવસ દૂધ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને તંદુરસ્ત આહારમાં, જવાબદાર આહાર ઉત્પાદનમાં અને આજીવિકા અને સમુદાયોને ટેકો આપવા માટે ડેરી વિશે જાગૃતિ લાવવાની તક પૂરી પાડે છે.
આપણા દૈનિક જીવનમાં ભોજનના મુખ્ય ભાગ રૂપે દૂધને પ્રોત્સાહન આપતી ઝુંબેશ અને વિશિષ્ટ કાર્યક્રમો સાથે વિશ્વ ભરમાં ડેરી ખેડૂતો માટેના વાતાવરણમાં સુધારણા માટે વિવિધ કાર્યક્રમો, ચર્ચાઓ અને ઝુંબેશ કરવામાં આવે છે. વિશ્વ દૂધ દિવસ સંદર્ભમાં ડેરી ખેડૂતોને આગળ લાવવા માટે દૂધના ભાવ, ટેક્ષ વસુલવમાં આવે, કે બીજી સમસ્યાઓ અંગેની ચર્ચાઓ કરવા પોડિયમ પણ પ્રદાન કરવામાં આવે છે અને ખેડૂતોને જરૂરી મદદ કરવામાં આવે છે. ડેરી ખેડૂતોએ દૂધના સંગ્રહ અને સપ્લાય કરવાના પ્રયત્નોને બિરદાવવામાં મદદ કરવામાં આવે છે. આ ઉધ્યોગોના લોકો માટે , કૃષિ સચિવના કાર્યકરો અને વિશ્વ ભરના લાખો ડેરી ખેડૂતો માટે આ ઉજવણી નિર્ણાયક છે.
આ વર્ષે વિશ્વ દૂધ દિવસ 2021 ની ઉજવણી અલગ છે, કારણ કે આહારમાં ડેરીના મહત્વ વિશે ચર્ચા કરવા માટે કોઈ મેળાવડાની યોજના નથી, પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે માત્ર ઓન લાઇન ઉજવણી થશે. તેથી જ લોકો તેમના વિચારો અને સંદેશાઓ શેર કરવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પહોંચ્યા છે. વિશ્વ ભરમાં પ્રસિધ્ધ અમૂલ ઈન્ડિયા દ્વારા વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
દૂધની વાત જ્યારે ચાલી રહી ચ્હે ત્યારે વર્ગીસ કુરિયન કે જેઓ ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા ગણાય છે,તેમને કેમ ભૂલાય ? તેમના જન્મદિન 26 નવેમ્બરે ભારતમાં દૂધ દિવસ ઉજવાય છે. વર્ગીસ કુરિયનનું મોટાભાગનું જીવન ગુજરાતમાં પસાર થયું હોવા છતાં તેઓ ગુજરાતી સમજી શકતા હતા પણ બોલતા નહોતા તેમજ તેઓ દૂધ પીતા નહોતા ! તેઓ સામાજીક ઉદ્યોગદ્રષ્ટા હતા, જેમના વિશ્વમાં સૌથી વધુ મોટા ડેરી વિકાસ કાર્યક્રમ ઓપરેશન ફ્લડ ને કારણે ભારત ૧૯૯૮માં યુનાઇટેડ સ્ટેટ્સને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો અને ૨૦૧૦-૧૧ના વર્ષમાં ૧૭ ટકાના હિસ્સા સાથે દૂધની અછત ધરાવતા દેશમાંથી ૩૦ વર્ષમાં પ્રતિ વ્યક્તિ દૂધની માત્રામાં બેગણો વધારો થયો હતો, અને તેને કારણે ભારતમાં ડેરી ઉદ્યોગ સૌથી મોટો સ્વરોજગારી વાળો ઉદ્યોગ બન્યો હતો, જેને કારણે રોજગારી, આવક, રોકાણ, પોષક, શિક્ષણ, તંદુરસ્તીમાં વધારો અને જાતિગત ભેદભાવોમાં ઘટાડો તેમજ નીચલા સ્તર સુધી લોકશાહી અને નેતાગીરીમાં પરિવર્તનો જોવા મળ્યા હતા.
આજે જ્યારે આપણે આપણે આજે વર્લ્ડ મિલ્ક ડે 2021 ની ઉજવણી કરીએ છીએ,ત્યારે દૂધ એ સંપૂર્ણ આહાર છે અને એ વિષે વધુ માહિતી જરૂર મેળવવી જોઈએ.....
દૂધ પોષક તત્વોથી ભરપૂર પ્રવાહી ખોરાક તરીકે સસ્તન પ્રાણીઓના પોષણનો પ્રાથમિક સ્ત્રોત છે, તેઓ અન્ય પ્રકારના ખોરાકને પચાવી શકે તે પહેલાં. રોજિંદા આહારમાં દૂધ ઉમેરવાના મહત્વને વધારવા માટે, વિશ્વ દૂધ દિવસ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.સંપૂર્ણ આહાર તરીકે ઓળખાતા દૂધમાં 9 પ્રકારના પોષક તત્વો રહેલ છે. જે શરીર અને મનને સ્વસ્થ રાખવા ઉપયોગી છે.ગાય,ભેસ, બકરીનું દૂધ આહારમાં વપરાય છે એ સાથે હવે ઉટડીના દૂધને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે.વિશ્વ પ્રસિધ્ધ અમુલ ડેરી દ્વારા હવે અમુક કેન્દ્રો પર ઉટડીના દૂધ અને તેમાથી બનાવેલ ચોકોલેટનો વેપાર પણ થાય છે. દૂધમાં કાર્બોહાઈડ્રેટ, ચરબી,પ્રોટીન, અને ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે તો વિટામિન એ, ડી, બી 12 તથા 85% પાણી એમ શરીરના વૃધ્ધિ અને વિકાસ માટે મહતમ પોષક તત્વો મળી રહે છે. ચરક સંહિતા મુજબ ગાયના દૂધમાં 10 ગુણ છે. તો મહર્ષિ ચરક દૂધને જીવન દાતા તરીકે ઓળખાવે છે
.તો ઉટડીના દૂધમાં 52 યુનિટ ઇન્સ્યુલીન હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે તો રામબાણ ઈલાજ ગણાય છે. રોગ પ્રતિકારક શક્તિ વધારનાર ઉટડીનું દૂધ શર્કરા, પ્રોટીન, કેલ્શિયમ,કાર્બો હાઈડ્રેટ, આયર્ન, વિટામીન્સ થી ભરપૂર હોવા ઉપરાંત પચવામાં ખાસ સરળ છે. આમ શરીરને નીરોગી રાખવા માટે તે ખૂબ ઉપ કારક છે.
દૂધના આ લાભો કે જે તે સાબિત કરે છે કે તે આપણા દૈનિક આહારનો એક ભાગ હોવો જોઈએ.પ્રકૃતિનો સૌથી પૌષ્ટિક આહાર, ધરતી પરનું અમૃત ગણાતું દૂધ, વ્યક્તિગત રીતે શરીરની અનુકૂળતા મુજબ અપનાવીએ અને સ્વસ્થ તન મનના માલિક બનીએ.