કહાની અબ તક: ધરા ઋષભ ને પ્યાર કરે છે. પણ બંને એકમેકને કહી નહીં શકતા! ધરા ઋષભ ને કહે છે કે એણે અને પ્રેરણાને શું છે કે બધા એ બંનેને ચીડવ્યા કરે છે! વધુમાં જ્યારે મસ્તીમાં ઋષભનો ભાઈ એની સાળી ધરાને માટે કહે છે કે એ તો એની અડધી પત્ની છે તો ઋષભનાં ભાભી પણ ઋષભ માટે કહે છે કે ઋષભ પણ એનો અડધો પતિ છે! ત્યારે જ કોઈ કહે છે કે ના રે ઋષભ તો પ્રેરણાનો છે એમ! તો પ્રેરણા બહુ જ ગુસ્સે થઈ જાય છે! ચા આપતી સમયે ગુસ્સામાં ધરા ઋષભના પગ પર જોરથી ચઢી જાય છે! બિચ્ચારો ઋષભ બૂમ પણ નહિ પાડી શકતો! ઋષભ ની બહેન રૂપા બધાને ફરવા માટે પહાડી પર લઈ જાય છે. પ્યારના આપેલા દર્દથી ઋષભ લંગડાતા ચાલે છે તો પ્રેરણા બહુ જ અફસોસ કરે છે પણ ધરા બંનેને સાંભળી જાય છે તો ધરા ગુસ્સે થઈ જાય છે એ આગળ ચાલવા માંડે છે. દુઃખતું હોવા છત્તા ઋષભ એની પાછળ પાછળ આવી જાય છે. લોકો સાચું જ કહે છે ધરા બોલે છે.
હવે આગળ: "જો ને બિચારાને વાગ્યું છે!" પ્રેરણા એ એના ઘાને જોતાં કહ્યું.
"બાપ રે બાપ..." એના મોંમાંથી પણ નીકળી ગયું હવે એણે એના કર્યા પર બહુ જ અફસોસ થઈ રહ્યો હતો.
"અરે હું કેમ આ બંનેની વચ્ચે આવું છું?!" એણે મનમાં વિચાર્યું.
"પડી જાઉં હું આ પહાડ પરથી?! બધાની બધી જ તકલીફો દૂર થઈ જાય!" ઋષભ એ એક નિ:શ્વાસ સાથે કહ્યું. બધાથી જુદા એ ત્રણ અલગ હતા.
"હા... મને ધક્કો માર્યા પછી!!!" બંને એક સામટા જ બોલી ઉઠ્યા!!!
ઋષભ એ એક નજર ધરા તરફ જોયું તો એ તો બસ પ્રેરણાને જ જોઈ રહી હતી! એ વધારે અપસેટ થઈ ગઈ! શું પ્રેરણા પણ ૠષભને ચાહતી હતી?! શું એનો લવ કોઈ લઈ જશે?! એણે વધારે વિચારવાના લીધે માથું દુઃખવા લાગ્યું! એણે એના હાથને માથે મૂકી દબાવ્યું!
"અરે ના વિચારને પણ આટલું બધુ, પાગલ!" ઋષભ એનું દુઃખ કડી ગયો હતો!
"ના... વિચાર!" કહીને એણે એની તરફ એક ધારદાર નજર કરી!
"તું ના કરને વાત મારી સાથે પ્લીઝ..." એણે કહ્યું.
ડુંગર ચઢતા સમયે પરાણે ૠષભનો હાથ પકડવો જ પડ્યો.
"જો પ્રેરણાને હું કહું છું કે આઈ હેટ યુ એમ!" ઋષભ એ એના હાથને પકડ્યો તો મોકો જોતાં કહ્યું.
"કેમ?! એ તો તારી જીએફ છે! અને તમારી બેની વચ્ચે જે હોય એ મારે શું?!" ધરાએ કહ્યું અને જોરદાર હસી.
ત્યારે તો ઋષભ ને એણે એક ઝાપટ મારવાનો વિચાર આવી ગયો હતો! આવી તે કોઈ અલ્લડ હોય કદી!!!
"સારું તો હું પ્રેરણાને કરું છું કિસ!" ઋષભ પણ તાગમાં આવી ગયો હતો.
"ના... ઓ પાગલ! એ તારી સાથે એવું કરે તો હું એવું જ કહું ને!!!" એણે સ્પષ્ટતા કરી.
"અરે એ મને લવ કરતી પણ હોય, તું તારા લવનો ઈઝહાર કરને!" ઋષભ એ કહ્યું.
"કેમ તું પ્રેરણાને જ કહીશ આઈ લવ યુ?!" એણે ભારપૂર્વક અને ધારદાર નજર કરતા કહ્યું.
"ના... આઈ લવ યુ! આઈ લવ યુ, ધરુ!" એણે તુરંત જ કહી દીધું.
"હા... બાબા, આઈ લવ યુ ટુ! બસ હવે આ પ્રેરણાને કહેવું પડશે!" એણે હવે બિલકુલ હળવું ફીલ થઈ રહ્યું હતું.
"બંનેએ હાથમાં હાથ પરોવી લીધો અને પોતાના પ્યારના પ્રચારમાં લાગી ગયા! હા... રીલેશનશીપ નું પ્રમોશન!
ઋષભ ના જીજુ અને ભાભી લોકો જ્યાં ચાલતા હતા ત્યાં જ જઇને ઋષભ એ કહ્યું, "હું ધરુ ને બહુ જ લવ કરું છું!" તો બધા હસવા લાગ્યા!
"હા... એ તો ખબર જ છે, પણ કહેતો કેમ નહોતો?! એના લીધે તો અમારે પ્રેરણા સાથે આ બધા નાટક કરવા પડ્યા!!!" ઋષભ ના ભાભી બોલ્યા તો ઋષભ અને ધરાને એક મીઠો ઝટકો લાગ્યો.
"હા... તો બહેન છું હું તારી! તારા મનની વાત હું નહિ જાણું તો કોણ જાણશે?!" એમ કહીને ઋષભ ના ભાભી ધરા ને ભેટી જ પડ્યા.
(સમાપ્ત)