Pranayama - 4 in Gujarati Fiction Stories by જયદિપ એન. સાદિયા books and stories PDF | પ્રણયમ - 4

Featured Books
Categories
Share

પ્રણયમ - 4

ભાગ : ૪

આવ દીકરા હારિકા.. આવ મારી દીકરી આટલા સમયે અમે યાદ આવ્યા તને હે... મારે તો તારાં જોડે બોલવું જ નથી જા હું તો કિટ્ટા એમ કહી જયદીપના પપ્પા હારિકાને દીકરી ભાવે મસ્તી કરે છે.
તરત જ હારિકા કહે છે હું તો રોજ તમારા ખબર અંતર પૂછતી રહું છું ફોન માં જયને...
જય.. જય.. ઓહો... ઓહો ( જયદીપના મમ્મી હારિકા સામે સ્મિત કરતા કરતા કહે છે.)
એટલે જયદીપ... જયદીપને હું રોજ કહું છું શરમાયને હારિકા જયદીપના પપ્પા પાસે બેસે છે. બંને ને પગે લાગી અને પપ્પાને કહે છે તમે તો મારાં પપ્પા જ છો... આમ તમે કિટ્ટા કરો તો હું તોફાન અને હક ક્યાં જતાવીશ. તરત જ જયદીપના પપ્પા હારિકાને માથે હાથ મૂકી વ્હાલ કરતા કરતા કહે છે અરે બાબા હું તો તારાં જોડે મસ્તી કરુ છું... ચાલો વાતો તો થતી રહેશે પેલા જમી લઈએ. જમીને આ તરફ જયદીપ અને તેના પપ્પા રૂમ માં બેઠા હોય છે અને હારિકા અને જયદીપના મમ્મી બંને રસોઈ ઘરમાં સાફ સફાઈ કરતા હોય છે.
વાતો વાતોમાં જયદીપના મમ્મી કહે છે બેટા, એક વાત કહું તને જયદીપ ગમે છે...?
માસી... માસી.....માસી....મને ( સ્મિત સાથે)
હા, તો હવે માસી નહીં મમ્મી કહેજે.
હા મમ્મી પણ જયદીપને હું પસંદ છું કે નહીં એ કોણ જાણશે..?
તારો જય છે ને જય..( હસીને )
મમ્મી તમે એમ કહી મને કેવી ચીડવો છો.. ( હસે છે)
એને પણ તું ખૂબ ગમે છે. એ તને કહેતા અચકાય છે.
ઓહ... એવું છે એમ હું પણ રાહ જોઈશ કે એ મને ક્યારે કહેશે મારે એમના મુખે સંભાળવું છે.
રસોઈઘરમાં કામ પુરૂ કરી સૌ મુખ્ય રૂમમાં સાથે બેસે છે. લેખન કાર્ય ક્યાં સુધી પહોંચ્યુ, ઘરે સૌ કેમ છે આવી સઘળી વ્હાલી વાતો સૌ સાથે મળીને કરે છે.
જયદીપના પપ્પા કહે છે, હારિકા દીકરા જો તમને અને ઘરે કોઈને વાંધો ના હોય તો આજે બેટા અહીં જ રોકાય જાવ ને... આ પણ તમારુ જ ઘરે છે હો.
હા મને કંઇ વાંધો નથી ( હરખમાં બોલી ગયા પછી થાય છે કે મારે શું બોલાય ગયું અને શરમાય જાય છે)
પણ ઘરે જેમ કહે એ કરીશ આ પણ ઘર છે છતાં મમ્મી પપ્પા કહે એમ..
તો લગાવો તમારા પપ્પાને ફોન હું વાત કરું,
હારિકા તેના પપ્પાને ફોન લગાવી જયદીપના પપ્પાને ફોન આપે છે.
હેલ્લો, જયશ્રી કૃષ્ણ.... કિશોરભાઈ.
હું જયદીપના પપ્પા માધવભાઈ બોલું છું કેમ છો.?
જયશ્રી કૃષ્ણ, બસ જોવો મજા મજા... ક્યાં હારિકા..?
આ મારી પાસે જ બેઠી છે સૌ જમીને વાતો કરીએ મેં કહ્યું કે આજે દીકરા અહીં જ રોકાય જાવ સવારના તમારાં હાથનો નાસ્તો કરી પછી હું નોકરી પર નીકળી... તો એ કહે પેલા ઘરે પૂછવું પડે...
અરે... અરે માધવભાઈ.... અમારે જયદીપ દીકરો જ છે એ સાથે હોય એટલે હારિકાની સહેજ પણ ચિંતા ના હોય અમને ભલેને રોકાય.
પછી વારાફરતી સૌએ પરિવાર જોડે વાત કરી અને શુભ રાત્રિ કહી ફોન મૂકી દીધો.

કિશોરભાઈ કહે, તને જયદીપ કેવો લાગે છે આપની હારિકા માટે...?
અરે તમે તો મારાં મનની વાત બોલી ઉઠયા. સાચું કહું તેના માતા પિતા કેટલા હરખ અને લાગણી વાળા છે પછી મોરના ઈંડા કઈ ચીતરવા પડે..? મને ખૂબ ગમે છે અને એમાં જરાય પણ જમાઈપણું નહીં દેખાય જોવો ને કેટલો હળી મળીને મળતાવડા સ્વભાવમાં આટલા સમયથી આપની જોડે છે.
હવે હારિકાને ગમે છે કે નહીં એ તારે જાણવાનું છે, હું સમય મળતાં જયદીપ જોડે આ વિશે વાત કરી. બંને સાથે હોય છે તો બહુ વ્હાલાં લાગે છે.
( બંનેના પપ્પા એક સમાન વિચારોથી હરખ માં છે, કે બંને સાથે ખૂબ સુંદર લાગે છે. આ તરફ હારિકા સામે થી જયદીપના આવતા પ્રસ્તાવ ની રાહ જોવે છે, આમ કોઈને કહ્યાં વગર સૌ પોતપોતાની ખુશીને અંગત રાખીને એકબીજાં સાથે જોડાય રહ્યા છે.)
વાતોનો સિલસિલો પૂરો થતાં માધવભાઈ કહે છે... દીકરા તમે રૂમમાં માસી જોડે સૂઇ જજો હું અને જય..( બરાબર ને... એમ કહી સ્મિત કરે છે) અમે જયદીપના રૂમમાં સૂઇ જઇશું.
સૌ મને કેવા ચીડવો આવું ના કરાય હો.... ( એવું કહી હારિકા મોં ફુલાવીને બેસી જાય છે)
તરત માધવભાઈ તેને વ્હાલ કરતા કહે છે... હું મારી દીકરી જોડે તોફાન પણ ના કરી શકું.... તું તો ખૂબ સુંદર રીતે જયદીપને બોલાવે છે અમને સૌને ખૂબ ગમે છે.
પછી જયદીપ કહે છે, પપ્પા અમે આવતી કાલ માટે થોડું આયોજન કરીને સૂવા માટે આવીશું તો અમે સ્ટડી રૂમમાં જઈએ..?
હા, બેટા જાવ.. બહુ ઉજાગરા ના કરશો જલ્દી સૂઈ જજો. હારિકા અને જયદીપ સ્ટડી રૂમમાં જાય છે અને આવતીકાલનું આયોજન કરી થોડીવાર બેસે છે. જયદીપ કહે છે હરિ....

જય તમે મને હરિ કહો તો ભગવાન જેવું લાગે છે હો..
તું ભગવાન જ છે.....તારા આવવાથી જોને મમ્મી પપ્પા કેટલાં રાજી થઈ જાય છે. હું તો તને હરિ જ કહીશ.
હા મારા જય......અરે જય તમે કહેજો.
માફ કરજો હો....( મારા જય કહી ને એ અચકાય ગઈ અને શરમાય ગઈ)
હારિકા તમને કેવું લાગ્યું મમ્મી પપ્પા જોડે...?
જય મને અહીં ખૂબજ ગમે છે એમ થાય કે ક્યાંય નહીં જવું બસ અહીં જ રહું... એટલું ગમે છે. મને સૌ અહીં ખૂબ વ્હાલ કરે છે પ્રેમ કરે છે. ( ક્રમશઃ)