Chaitri Navratri-Gudi Padva in Gujarati Moral Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | ચૈત્રી નવરાત્રી-ગુડી પડવો

Featured Books
Categories
Share

ચૈત્રી નવરાત્રી-ગુડી પડવો

ચૈત્રી નવરાત્રી-ગુડી પડવો

વિક્રમ સંવત હિંદુ વર્ષની પાંચ નવરાત્રી છે. તેમાં પોષ માસની અન્નપૂર્ણા માતાજીની શાંકભરી માતાજીની અલગ વિશિષ્ટતા હોય છે. ટેને બાદ કરતાં બાકીની ચાર નવરાત્રી જેમાં મહા માસ, ચૈત્ર માસ, અષાઢ માસ આ ત્રણ માસની નવરાત્રીને “ગુપ્ત નવરાત્રી” કહેવામાં આવે છે અને આસો માસની નવરાત્રીને સાંસ્કૃતિક ઉજવણીની જાહેર નવરાત્રી કહેવામાં આવે છે. આસો માસની આ જાહેર ઉજવણીની નવરાત્રીને ગુપ્ત નવરાત્રી રૂપે ગણાવી હોય તો એ રીતે પણ ઉજવણી કરી શકાય છે.

ગુપ્ત નવરાત્રિ એટલે વ્યક્તિ કે પરિવાર દ્વારા અંગત રીતે શક્તિ ઉપાસનાની નવરાત્રી પણ કહેવામાં આવે છે. વ્યક્તિ પોતે તેનો પરિવાર તેના પોતાના પરિવારમાં અંગત રીતે નવ દિવસ માટે ચોક્કસ સાધના ઉપાસના કરે છે. જેમાં નિશ્ચિત સંકલ્પ રહે તુ સ્પષ્ટ કરવાનો હોય છે, આ સંકલ્પ સિધ્ધિ માટે નવ દિવસ માટે નામ જપ, માળા જપ, યજ્ઞ યાગાદી, ધર્મ વાંચન વગેરેમાંથી કોઈ પણ સંકલ્પ કરી સાધના કરવામાં આવે છે. આસો નવરાત્રી પ્રકટ નવરાત્રી છે.. અને કોઈને અંગત સાધના કરવી હોય તો ગુપ્ત નવરાત્રિ પણ છે.

આસો માસની પ્રકટ જાહેર ઉજવણીની નવરાત્રી વિશે તો આપણે સૌ જાણીએ છીએ તેમાં વિશેષ કંઈ જરૂર રહેતી નથી. આમ છતાં પણ આસો માસની નવરાત્રિની પ્રકટ જાહેર ઉજવણી કરવાનો હેતુ સ્પષ્ટ છે. આ નવરાત્રી દરમિયાન આપણા પરિવારની નાની બાળાઓ તેમજ મોટી મહિલાઓ જાહેર ઉજવણી કરવામાં રાસ ગરબા ગાઈ ભક્તિ વન બને છે. ધાર્મિક નિયંત્રિત સંસ્કારી જાહેર વર્તન- વ્યવહારની ટેવ શીખવા મળે છે, આ જાહેર રાસ ગરબીનો હેતુ હિન્દુ પ્રજા, સમાજ સમક્ષ સાંસ્કૃતિક સંસ્કારી પ્રવૃત્તિની ટેવ પડે તે માટે આસો માસની પ્રકટ નવરાત્રી નો ફાળો ઘણો મોટો છે.

નવરાત્રી ની દેવી શક્તિ સાધના અને ગુડી પડવા ને શાલિવાહન શકને પવિત્ર સંબંધ છે. એક રાજ્યમાં શાલિવાહન નામના પ્રજાપતિએ માટીમાંથી એકસો પૂતળા તૈયાર કરી તેમનામાં ચેતન શક્તિ ભરી પ્રાણપ્રતિષ્ઠા કરી રાજાને મદદ મોકલી રાજાને જીત અપાવી. રાજાની અને રાજ્ય વિસ્તારની પ્રતિષ્ઠામાં વધારો કર્યો. આ સમયગાળો તે ચૈત્રી નવરાત્રીની આસપાસનો હતો. પ્રજાએ પોતાનું ઘર, તેમજ તેમના વ્યવસાય સ્થાને નાની સુંદર ગુડ્ડી ( વિજય પતાકા ધ્વજ) બનાવી મકાનો ઉપર લગાવી જીતની પારિવારિક ઉજવણી કરી. અને રાજા પ્રજાએ સાથે નક્કી કર્યું કે શાલિવાહન પ્રજાપતિનું વિશિષ્ટ રીતે સન્માન કરવું. ચૈત્રી નવરાત્રીની ગુપ્ત ઉજવણીના પ્રથમ દિવસને ‘ ગુડી પડવો’ ગણવો અને શાલીવાહનના નામથી સમયગાળો શરૂ કરો. “ શાલિવાહન શક” એવું નામ આપવું. આ તહેવાર ત્રણ પવિત્ર ધ્યેયનો સમૂહ છે.

(૧) સહ પરિવાર અને રાજ્ય રાષ્ટ્ર માટે સતત શક્તિ સંચય કરવો.

(૨) જનતા કે પ્રજાને પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા સતત જાગૃત રાખવા.

(૩) રાજ્ય રાષ્ટ્રને ઉપયોગી થનારા વફાદારો ને પ્રતિષ્ઠા વળતર આપવું. શાલિવાહન નામ સમાજને આપવું.

મહારાષ્ટ્રમાં આ તહેવારનું ઘણું મહત્વ છે. કેમ કે, ચૈત્ર સુદ એકમ એટલે ‘ગુડી પડવો’ ના દિવસથી નવા વર્ષની શરૂઆત થાય છે, દંતકથા એ મુજબ પણ પ્રચલિત છે કે, પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન ચૌદ વર્ષનો વનવાસ ભોગવી લંકાપતિ રાવણનો વધ કરી વિજય થઈ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી અને જે તે સમયે અયોધ્યા નગરી ના લોકોએ હાલમાં જે રીતે મહારાષ્ટ્રમાં વસતા મહારાષ્ટ્રયનો દ્વારા જે રીતે પોતાના ઘરે ગુડી- તોરણ ઉભા કરી નવા વર્ષનો આનંદ વ્યક્ત કરે છે તે મુજબ આ પ્રથા મહારાષ્ટ્રમાં અને જ્યાં મહારાષ્ટ્રીયનની વસ્તી હોય ત્યાં આ તહેવારની ઉજવણી વિધિવત રીતે કરવામાં આવે છે. આ દિવસથી નવા સંવતનો પ્રારંભ થાય છે અને નવું પંચાંગ પણ શાલિવાહન શકની શરૂઆત ( હિંદુ કાળગણના પ્રમાણે) આ દિવસોથી શરૂ થાય છે, અને આ દિવસ નવા વર્ષનો પ્રથમ દિવસ છે આ દિવસે ઘરના આંગણામાં પાંચ પાંડવોની પાંચ પ્રતિકૃતિ તૈયાર કરી તેની આસપાસ સુંદર રંગોળી કરવામાં આવે છે. ગામડાઓમાં આંગણામાં ગાયના છાણથી લીપીને તેની પર આ રંગોળી તૈયાર કરાય છે.

આ દિવસની શરૂઆત કડવા લીમડાના પાનનો રસ પીવાથી કરવામાં આવે છે. કડવા લીમડાના આ સમયગાળાના નવા ફૂટેલા પાના હોય છે તેવા કુમળા પાના લઈ તેમાં સ્વાદ અનુસાર ગોળ, જીરું, મિથુન અને લીંબુ નાખી તેનો રસ કે ગોટી બનાવવાની પ્રથા પ્રચલિત છે. આયુર્વેદિક અનુસાર કડવો લીમડો આરોગ્યપ્રદ અને કીટનાશક છે, જેનું આ દિવસે સેવન કરવાથી એવું કહેવામાં આવે છે કે પુરા વર્ષભર આરોગ્ય તંદુરસ્ત રહેવા પામે છે.

ગુડી પડવાના આ પાવન અવસરને અનુંલક્ષી ભારતભરની તેમજ વિશ્વની તમામ વ્યક્તિઓને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા તેમજ હવે આવનાર દિવસો હાલની જે આ ‘’કોવીડ’ ની જે હાડમારી ચાલી રહેલ છે, આ હાડમારીમાંથી આપણને મુક્તિ અપાવે એવી પરમ કૃપાળુ પરમાત્મા સમક્ષ આપણે સૌ પ્રાર્થના કરીએ.

DIPAKCHITNIS(dchitnis3@gmail.com)