ASTIK THE WARRIOR - 22 in Gujarati Mythological Stories by Dakshesh Inamdar books and stories PDF | આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-22

Featured Books
Categories
Share

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-22

"આસ્તિક"
અધ્યાય-22
ભગવાન વશિષ્ઠજી પધાર્યા છે. આજે ભગવન જરાત્કારુજી નો આશ્રમ પાવન હતો વધારે પાવન થયો છે. ગમતાં અતિથિ પધાર્યા ભવિષ્યમાં થનાર ચમત્કારનો પાયો નંખાઇ રહ્યો છે. બાળક આસ્તિક ખૂબ આનંદમાં છે. અહીં થનારો ભવ્ય અને પવિત્ર યજ્ઞથી ભૂમિ અને પાંચે તત્વો સક્રીય થશે વધુ શક્તિ અને જ્ઞાનનો સંચય થશે એમનાં આશીર્વાદ મળશે. પાંચે તત્વોનાં અધીષ્ધાતા ઇશ્વર ખૂબ આનદીત થઇને આશીર્વાદ અને જ્ઞાનનો વરસાદ વરસાવશે. આખો આશ્રમ એમાં આતિથ્ય પામેલાં ઋષિગણ, બ્રાહ્મણો, ઋષિપુત્ર આસ્તિક બધાં આનંદમય છે.
માં જરાત્કારુને હૃદયમાં ખૂબ આનંદ છે એમનાં પુત્ર આસ્તિક જ્ઞાન અને આશિર્વાદથી પુષ્ટ થશે શક્તિશાળી, પ્રભાવી અને જ્ઞાની બનશે. પણ.. ઊંડે ઉડે માઁ જરાત્કારુને અગમ્ય પીડા છે એ સમજાતી નથી કોઇ અગોચર સૂક્ષ્મ ડર છે એ સતાવી રહ્યો છે પણ જણાવી નથી રહ્યાં.
માઁ જરાત્કારુને થયું આટલું પવિત્ર વાતાવરણ પાવનભૂમિ ઇશ્વરસમ વશિષ્ઠજી પધાર્યા છે એમનું આગવું આતિથ્ય થઇ રહ્યુ છે. પવિત્ર હવનયજ્ઞ શુભ આશ્યથી આયોજન થયું છે પંચ તત્વ હાજર છે છતાં મને કેમ કોઇ સૂક્ષ્મ સુસુખ ડર છે ?
*************
ભગવન વશિષ્ઠજી સાથે વિષ્ણુ સ્વરૂપ જરાત્કારુ ભગવન યજ્ઞશાળા, વેદી, હવનકૂંડ બધાનું ઝીણવટથી નિરીક્ષણ કરીને ખૂબ આનંદીત થયાં છે. બધી હવનસામગ્રી ઉત્તમ છે એનું એકત્રીકરણ કરીને બધીજ તૈયારી પૂર્ણ કરી છે. આરતીકાલે બ્રહ્મમૂહૂર્તમાં હવનયજ્ઞ શરૂ થવાનો છે. આખા આશ્રમને ફૂલો-માળાઓ અને સુગંધીત દ્રવ્યોથી શણગારેલો છે. રાત્રીનો વિશ્રામ બધા કરે છે.
ભગવન વશિષ્ઠજી સાથે જરાત્કારુ ભગવન સૂતા સૂતા શાસ્ત્રાર્થ પૂર્વભૂમિકાની ચર્ચા કરીને અંતે નીંદરને શરણ થયાં.
****************
બ્રહ્મમૂહૂર્તમાં ઉઠી માઁ જરાત્કારુ સર્વપ્રથમ સ્નાનાદી પરવારીને તૈયાર થઇ ગયાં. બધાંજ ઋષિગણોની પહેલાંજ વશિષ્ઠજી, જરાત્કારુજી, આસ્તિક બધાં ગંગા નંદીમાં સ્નાનદી પરવારીને તૈયાર છે. પોતપોતાનાં અંગવસ્ત્રો રેશ્મી પરીધાન પહેરીને યજ્ઞશાળામાં આવી ગયાં.
ભગવન વશિષ્ઠજીનાં નેતૃત્વનીચે બધાંજ ઋષીગણ અને આસ્તિક પોતપોતાનાં સ્થાને આસન પર વિરાજમાન છે. ભગવન વશિષ્ઠજીનાં આદેશ પ્રમાણે હવનયજ્ઞથી શરૂઆત કરતાં પહેલાં સ્તુતિ-શ્લોક ઊંચા-મીઠાં સ્વરે ગવાય છે. પંચતત્વોને યાદ કરી એમને નમસ્કાર કરવામાં આવે છે. નાદબ્રહ્મનાં સંગીત સાથે સમગ્ર અવકાશ આનંદમય છે.
ભગવન જરાત્કારુ અને આસ્તિક વશિષ્ઠજી જેમ દોરવણી આપે એમ વિધીને અનુસરી રહ્યાં છે. માં જરાત્કરુ યજ્ઞમંડપમાં એમનાં સ્થાને બેસી ભગવન સમરણ કરતાં બધી ક્રિયાઓ જોઇને આનંદીત થઇ રહ્યાં છે.
ભગવન વશિષ્ઠજીએ સ્તુતિ પતાવી સૌપ્રથમ ગણેશ વંદના કરીને દેવાધીદેવ મહાદેવ અને માં પાર્વતીને યાદ કરી શાસ્ત્રોકત રીતે પૂજા કરી એ પ્રમાણે યજ્ઞવેદીમાં રૂની દીવેટો બનાવીને કાષ્ઠ પર અરણીનાં કાષ્ઠથી અગ્નિ પ્રગટાવ્યો છે અને ઓમકાર સાથે શ્લોક મૂકીને ધી સાથે પહેલુ. દ્રવ્યની આહૂતી આપે છે. અને પછી શાસ્ત્રોક્ત રૂચાઓ સાથે હવનયજ્ઞ શરૂ થાય છે.
ઇશ્વરનાં દરેક રૂપ સ્વરૂપ અને એમની પાત્રતાને બિદરદાવીને દ્રવ્યોની આહૂતિ અપાય છે. સર્વપ્રથમ ગણેશજી પછી મહાદેવ-પાર્વતી -ગુરુજનો-માઁ હરસિધ્ધિ અંબાજી તારણહાર નારાયણ ભગવન-મહાકાલેશ્વર, એમનાં રૂપ-સ્વરૂપ-કાળભૈરવ-બટુક ભૈરવ-પરશુરામ અવતાર -દશઅવતાર-પિતૃનારાયણ-મનસામોક્ષ- નાગ નાગેશ્વર શેષ નારાયણાય સર્વના સ્મરણ સાથે શ્લોક -રૂચાઓ સાથે હૃદયોની આહૂતિ અપાય છે.
આમ બ્રાહ્મમૂહૂર્તથી શરૂ થયેલો હવનયજ્ઞ સતત ચાલુ છે અને પૂર્ણાહૂતિનો સમય નજીક આવે છે અને અંતે આસ્તિકનાં હાથે શ્રીફળની પૂજા કરી ઘી અને અન્ય સુગંધી દ્વવ્યોથી શ્રીફળને પુષ્ટ કરીને અંતે શ્રીફળની આહૂતિ અપાય છે ત્યારે ભગવાન વશિષ્ઠ, ભગવન જરાત્કારુ આસ્તિક અને સર્વઋષિગણ ઉભા થઇને આહૂતિને સન્માન સાથે ઊંચા સર્વ શ્લોક રૂચાઓ બોલીને આખુ અવકાશ બ્રહ્માણ હકારાત્કમ ઉર્જાથી ભરી દે છે અને પછી દરેકનાં ચહેરાં પર તેજ છવાય છે.
આસ્તિકે ગુરુ માતા-પિતાનાં આશીર્વાદ લઇ દરેક પધારેલાં મહાન ઋષિગણો-બ્રાહ્મણોનાં બધાંનાં આશીર્વાદ લીધા છે દિશાઓમાં નમસ્કાર કરી કંઇ પણ અકસ્માતે અનાયાસે કે અજાણતા ભૂલ થઇ હોય તો માફ કરવા પ્રાર્થના કરી.
હવનયજ્ઞની પૂર્ણાહૂતિ પછી માઁ જરાત્કારુએ ગુરુ ભગવન વશિષ્ઠજી અને ભગવન જરાત્કારુ સાથે દરેક ઋષિ ગણો અને બ્રાહ્મણો માટે ભોજનની વ્યવસ્થા કરી.
બધાંએ આનંદ સાથે સંતોષથી ભોજન લીધું અને આશ્રમમાં એમની જગ્યાએ વિશ્રામ લીધો.
આસ્તિક અને ઋષિપુત્રએ યજ્ઞશાળામાં યજ્ઞપછીની ભસ્મ એકત્ર કરી બધાને તીલક કરીને પછીનાં કામ નિપટાવ્યા.
આસ્તિક માઁની રજા લઇને ભગવન વશિષ્ઠજી અને પિતા જરાત્કારુ પાસે આવ્યો અને પ્રણામ કરીને કહ્યું હું આપની સેવા અર્થે આવ્યો છું. આપનાં ચરણ દબાવીને સેવા કરવા માંગુ છું આપને આરામ અને રાહત આપવા માંગુ છું આપ નિશ્ચિંત થઇને વિશ્રામ કરો.
એમ કહીને ભગવન વશિષ્ઠજીનાં ચરણ દબાવ્યાં આસ્તિકનાં હાથેથી ચરણોની સેવા મળતાં વશિષ્ઠજી નીંદરને શરણ થયાં.
પછી ભગવન જરાત્કારુનાં ચરણ દબાવીને પિતાને વિશ્રામ કરાવીને જાણી બધાં વિશ્રામ કરી રહ્યાં છે પછી માઁ જરાત્કારુ પાસે આવ્યો.
માતા જરાત્કારુને કહ્યું માં તમે પણ આરામ કરો તમારાં ચરણો મારાં ખોળામાં આપો આપની સેવા કરવા માંગુ છું અને માઁ એ કહ્યું મને તો તને જોઇને જ આરામ થઇ જાય છે દિકરા.. પણ આસ્તિકે એમને વિશ્રામ કરવા કહીને એમનાં ચરણ પોતાનાં ખોળામાં લઇને ચરણ દબાવ્યા લાગ્યો. આસ્તિકનાં ચહેરાં પર સંતોષ અને આનંદ છવાયેલો હતો.
માઁ જરાત્કારુની આંખો નીંદરમાં પણ આસ્તિકને જોઇ રહી હતી અને હૃદયમાં ઉતારી રહેલી. એમની માતૃત્વની લાગણી આજે ઠંડક અનુભવી રહી હતી હવનયજ્ઞનાં આશીર્વાદથી આસ્તિક સંતોષ અનુભવી રહેલો.
વધુ આવતા અધ્યાયે - અધ્યાન ----23