collapsible ગેટ ની ચાવી નો ગુચ્છો સ્કાયે ગ્લાસ tripod પર મૂક્યો અને અંધકાર માં જ થોડો શ્વાસ છોડીને બોલ્યો હેલો વૉયજર?
સામેથી પણ અવાજ આવ્યો હેલો હાવ આર યુ મિસ્ટર સ્કાય!
સ્કાયે ત્રણ તાલી પાડી અને કહ્યું હવે કામ શરુ કરીશું!!
સામે વૉઇઝર google કહે છે હા, મારા જ્ઞાન મુજબ કામ કરવું જરૂરી છે પરંતુ મને નથી ખબર પડતી કે અત્યારે તે કેવી રીતે?
સ્કાયે પૂછ્યું means!! હું કંઈ સમજ્યો નહીં.
વૉઈઝરે કહ્યું મારું કામ આદેશો પર આધારિત છે જે મને હજુ સુધી મળ્યો જ નથી.
સ્કાયે ફરીથી ત્રણ તાલી પાડી અને કહ્યું હવે!!
google એ કહ્યું હા તમારા ગળા માંથી નીકળતા અવાજને તો હું ઓળખું જ છું કે આ એજ વ્યક્તિ છે જે મને આદેશ આપે છે પરંતુ પાસવર્ડ કંઈક બીજો જ છે.
સ્કાયે કહ્યું શું તું મને એ યાદ કરાવવામાં મદદ કરી શકે છે!
વૉયજરે કહ્યું હા પરંતુ,એવા આદેશો તમે મારામાં મૂક્યા જ નથી આઈ એમ સોરી.
સ્કાયે કહ્યું કોઈ હિંટ, કોઈ કટાક્ષ!
વૉયજરે કહ્યું extremely સોરી મિસ્ટર સ્કાય.અને તમારી જાણ ખાતર તમને કહી દઉં કે તમે અત્યારે જમીન થી નીચે પચાસ મીટર ઉંડે છો .અને તે પણ ઘનઘોર અંધકારમાં.
એ વાત જુદી છે તે તમને ડર લાગે છે કે નહીં પરંતુ જો એકવાર તમારું બ્રેઈન બ્લેન્ક થઈ ગયુ તો પછી તમે કદાચ ઉપર નહીં જઈ શકો. i mean તમે લિફ્ટ ને નીચે બોલાવા ની પ્રક્રિયા પણ ભૂલી શકો છો.
સ્કાયે પૂછ્યું કોઈ ખાસ રિજન!!
વૉયજરે કહ્યું મિસ્ટર સ્કાય તમે રાત્રિના અંધકારમાં પણ સ્મૃતિ સાથે કામ કરી શકો છો કેમકે ત્યારે તારાઓનો પ્રકાશ ઉપસ્થિત હોય છે. પરંતુ આ અંધકાર કંઈક જુદો જ છે.આ અંધકાર તમારા જ્ઞાનતંતુઓ ને નુકસાન પહોંચાડીને તમારી સ્મૃતિ નષ્ટ કરી શકે છે અને તેના બદલામાં તમને અજ્ઞાન પણ આપી શકે છે.
વૉયજરે કહ્યું મી સ્કાય તમારી પાસે માત્ર દસ જ મિનિટ બચી છે પાસવર્ડ ને યાદ કરી લેવા માટે.એ પછી આ ઘનઘોર અંધકાર ના દબાવો તમારા પર શરૂ થઈ જશે અને તમે એક બ્લાઇન્ડ નેસ નો અનુભવ કરવા લાગશો. માત્ર નેત્રોથી જ નહીં બલકે, શરીર ના બધા જ સેન્સર્સ એકબીજા માટે અનનોન બનવા લાગશે.
તમારું મગજ તમારા કોઈપણ અવયવને આદેશ નહીં આપી શકે અને તમારા અવયવો તેમની પીડા તમારા મગજને જણાવી નહી શકે.
મિસ્ટર સ્કાય સો પ્લીસ ડુ ફાસ્ટ.
જ્યાં સુધી પાસવર્ડ સાઉન્ડ નહીં થાય ત્યાં સુધી ઓક્સિજન સપ્લાય પણ બંધ જ રહેશે.
જમીનથી નીચે જેટલા ઉંડે ગેહરાઈ માં તમે જાઓ છો એકલી જ માત્રામાં તમારું જ્ઞાન અજ્ઞાનમાં રૂપાંતરિત થવા લાગે છે.અને એટલી જ માત્રામાં તમારી સ્મૃતિઓ તૂટવા લાગે છે.
રાત્રિના અંધકારમાં તારાઓનો પ્રકાશ હોય છે જેથી કરીને કર્મ કરવા સંભવ બને છે. પરંતુ આ અંધકાર જાન લેવા હોય છે જેમાં મૃત્યુથી બીજું કોઈ કર્મ સંભવ નથી.
સ્કાયે તેનો પરસેવો લૂછ્યો અને ગળાની નીચે પાણી ઉતારવા નો અવાજ સંભળાયો.
સ્કાય કહ્યું ઓઓ...ઓકે લેટ મી સ્પીક.
સ્કાય ઇંગલિશ નો આખા આલ્ફાબેટસ બોલી ગયો. અને એ સીવાય જર્મની ફ્રાન્સ જાપાન તથા હિન્દીના પણ આલ્ફાબેટસ બોલી ગયો.
વૉયજરે કહ્યું નો સોરી.સેવન મિનિટ્સ ટુ લેફ્ટ. એ પછી અલાર્મ સ્ટાર્ટ થઈ જશે.અને તમારે આ જગ્યા છોડી દેવી પડશે.
મિસ્ટર સ્કાય ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આ અંધકારમાં રહીને તમે ઉપર પ્રકાશ માં જાઓ ત્યારે તમારે તમારી બધી જ મેમરી ફરીથી રીફર કરવી પડે છે.
i mean લોસ મેમરી મેટર.