Jail Number 11 A - 6 in Gujarati Fiction Stories by અક્ષર પુજારા books and stories PDF | જેલ નંબર ૧૧ એ - ૬

Featured Books
Categories
Share

જેલ નંબર ૧૧ એ - ૬

'વિશ્વ,' મીથુન બોલ્યો, 'તને સાચ્ચે લાગે છે કે અમે તને ૧૧ - ના કેપ્ટિવ તરીકે આપી દઇશું? ના. એ લોકોને ડિસ્ટરેક્ટ કરવા અને પોતે બચવા માટે આ કરવું જરૂરી હતું.'

વિશ્વાનલ એકદમ નાના છોકરા જેવો છે. તેણે મનાવવા, નાના છોકરા જેવુ એક્સપ્લનેશન જરૂરી છે.
શ્રુતવલ મિત્ર એ ૧૧ - એ નો જનરલ હતો. તેના પાસે ૧૧ - એ નો પ્લાન હતો. પણ ૧૧ - એ માં પુરાવવા બીજા એક "કેપ્ટિવ"ની જરૂર હતી. એ શ્રુતવલની શરત હતી. શ્રુતવલતે મીથુન ના પ્રોફેસરનો ભાઈ છે.

'એ જાડિયા, બૌ ભાવના ખા અવે.' મંથના એ ઝોર થી વિશ્વાનલની પીઠ પર ધબ્બો માર્યો. પછી હસી.

'ક્વીટ લાફિંગ મંથના. હવે આગળ શું કરીશું, કઇ વિચાર્યું છે?' મૌર્વિ બોલી.

'હા. મે વિચાર્યું હતું કે..' સમર્થને બધા જોવા લાગ્યા.

'ના એટલે તમરી જોડે કોઈ પ્લાન હોય તો.. -'

'નો, નો. કંટિન્યૂ.' મૈથિલી બોલ્યો.

'સુરેન્દ્રનગરથી જોધપુર જવાવાળી ફ્લાઇટ ચાર વાગે પોહચાડશે. ખોટા આઈ. ડી. બનાવી ત્યાં જતાં રેહવું છે?'

'જોધપુર નહીં. ત્યાં પકડાઈ જઈશું. શ્રુતવલની ઓળખાણ હશે. નિલગીરી જઈએ તો? ત્યાં તો મીથુન તારું ઘર પણ છે.' મૈથિલીશરણ બોલ્યો.

'દૂર નહીં, ક્યાંક નજીક. જેટલા અજાણ, તેટલા આંધળા. કોઈએ પકડી લીધું તો?' મૌર્વિની વાતમાં પોઈન્ટ હતો.

'સિહોર?' મંથના કહે છે.

'ચાલસે. ગાડીથી જતાં રઈશું.' મૈથિલી બોલ્યો.

'ના. ગાડીથી જઈશુંતો કેટલા તાલુકા આવશે. ચાર સવાલ થશે. અને જો શ્રુતવલે એલર્ટ કરી દીધું હશે તો આ ગાડી ચેક કરવા સૈનિકો આવી જશે. પછી પાછા ૧૧ - એ માં.'

'નોટ એટ ઓલ. બસથી?' મૌર્વિએ કહ્યું.

'હા. તેમ થાય. પણ એના માટે નંબર બદલવા પડશે.'

નંબરએ લોકો જાણે છે. દેખાવતો કોઈ જોતું પણ નથી.

'આપળે કાર્ડ દેખાડીએજ નહીં તો?'

'બસમાં ચઢતાજ માંગશે.'

'એક કામ કરીએ અહીં રાત રોકાઈ કાલે કઈક વિચારીને જઈશું -'

'વેટ, સમર્થ તારો નંબર તો વાપરીજ શકાશેને. તારા નંબર પર કોઈ..'

સમર્થના નંબર પર ૩૧ - કે નું ટેગ છે. આ લોકોને ખબરના પડવી જોઈએ.

'સિહોર પોહંચતા પણ એક બીજો નંબર જોઈશે. ત્યારે મારો વાપરી શકાશે. બે નંબર નથી આપડી જોડે.' વાતતો સાચી છે.

'તોતો આજે રાતે રોકાવવુંજ પડશે.'

મીથુન એ ગાડીનો ટર્ન લીધો.

એક હોટલ આગળ અટક્યાં અને પછી સમર્થના નંબરથી પાંચ રૂમ લીધા.

છો રૂમ માટે બે નંબર જોઈએ.

'હવે,' મીથુન ગાડીમાં બેસી બોલ્યો, 'કોઈ એક બીજાને નઈ મળે. સવાર સુધી પૂરતું વિચારીને ૫ વાગે આગળ વધીશું. એ પેહલા ફોન પર વાત કરીશું.'

___________________________________________________

મૈથિલીશરણે સપનામાં પણ નતું વિચાર્યું કે એને આ જાડિયા સાથે રૂમ શેર કરવો પડશે. રાતે દસ વાગે એ જમ્યો, અને હવે આ ભૂખડો ટીવી જોતો હતો. બુધ્ધિ વગરનો.

પણ એ વિચારશે. કાલે જવાનું છે. જવા માટે..

____________________________________________________

મીથુન મૌર્વિ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો.

'યુ નો વ્હોટ મીથુન. તે એક રૂમના લીધો, તો મને લાગ્યું કે યૂ વેર બીઈન્ગ રૂમેન્ટિક. પણ તે તો પેલા જાડિયા અને મૈથિલીને સાથે મોકલી દીધા.'

'દરેક વસ્તુનો એક સમય હોય છે. અને રો માન્સ માટે ડુ યુ થિંક ઇટ ઇસ ધ રાઇટ મોમેન્ટ?'

'નો.'

'આજે વેહલા ઊંઘી જઈશ. ટોક ટુ યુ ઇન ધ મોર્નિંગ.'

'ગુડ નાઇટ. ૧૧ - એ.'
પછી મૌર્વિ હસી.

_________________________________________________

સમર્થે કઈકતો વિચારવુંજ પડશે… ૩૧ - કે વિષે મૌર્વિને નથી ખબર. એને ટ્રસ્ટ કર્યો છે.

૩ કલાકમાં કઈકતો વિચારવુંજ પળશે.. (*બગાસું ખાઈ છે*)

_______________________________________________

મંથનાને પાકી ખાત્રી છે કે તેનો વિચારેલો પ્લેન સક્સસેસફૂલ થશે.

કાલે સવારે મળતાજ એ પ્લેન કહી દેશે. બીજા કોઈએ આ વાત વિષે નહીં વિચાર્યું હોય.

બિલકુલ, હવે બધા સેફ રહશે.

પણ અત્યારે તો ઊંઘ આવે છે..